વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જનની સુરક્ષા યોજના

જનની સુરક્ષા કાર્યક્રમ

યોજના શરૂ થયાનું વર્ષ:-

૨૦૦૫

યોજનાનું નાણાકીય સ્ત્રોત


નેશનલ હેલ્થ મિશન હેઠળ આ યોજનાનો અમલ થાય છે.

 

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી. એલ કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસૂતા બહેનો, અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ  કુટુંબના તમામ પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે.

યોજના અંતર્ગત સહાય / લાભ

આ યોજના હેઠળના લાભાર્થીને રૂા. ૭૦૦/- ગ્રામ્ય વિસ્તાર માટે તેમજ રૂા. ૬૦૦/- શહેરી વિસ્તાર માટે પોષણયુક્ત ખોરાક, પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય ખર્ચને પહોચી વળવા માટે પ્રસુતિના ૮ થી ૧૨ અઠવાડિયા પહેલા ડાયરેક્ટ બેનીફીટ ટ્રન્સફર દ્વારા ચુકવવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

આ યોજના અંતર્ગત સહાય માટે સ્ત્રી આરોગ્ય. કાર્યકર પાસે ફોર્મ ભરાવવાનું રહેશે. અને બી.પી.એલ. યાદી, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

સ્ત્રી આરોગ્ય કાર્યકર (આપના વિસ્તાર) ના દ્વારા આપને આ લાભ આપવામાં આવશે.

સ્ત્રોત :-આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મહેસાણા

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top