অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળસખા યોજના( એક્ષટેન્ડેડ બાળસખા યોજના)

યોજનાનું નામ:

બાળસખા યોજના( એક્ષટેન્ડેડ બાળસખા યોજના)

સહાય કોને મળવાપાત્ર છે

  • આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી.એલ.કાર્ડ ધરાવતા ) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જન જાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે.
  • વાર્ષિક રૂ.ર.૦૦ લાખની આવક ધરાવતા નિયોમીડલ કલાસ કુટુંબના તમામ નવજાત શીશુઓને લાભ આપવામા આવે છે.
  • જે બાળકોનો જન્મ સરકારી દવાખાનામા અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય, તેમજ ઘરે જન્મ અથવા દવાખાનેથી ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉંમર સુધી યોજનાનો લાભ મળે.
  • આરોગ્ય કાર્યકર અથવા આશા દ્વારા  રીફર કરવામા આવે.

સહાયનું ધોરણ

આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઈપણ બિમારી માટે નિ.શુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંતો  શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ.ર૦૦/– લેખે વાઉચર ઉપર સહી લઈને તુરંત જ ચૂકવી આપશે તથા સાથે આવનાર આશા કાર્યકરને પ્રોત્સાહન રકમ પેટે રૂ.પ૦/– વાઉચર પર સહી લઈને ચૂકવી આપશે.

અમલીકરણ સંસ્થા

  • આશાકાર્યકર,
  • સ્ત્રી આરેાગ્ય FHW)
  • પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),
  • પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)
  • સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)
  • તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)
  • મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO),
  • આરેાગ્ય શાખા
  • જિલ્લા પંચાયત

સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate