હોમ પેજ / આરોગ્ય / શ્રેષ્ઠ પ્રણાલીઓ / મહિલાઓના જીવનને સ્પર્શતા આરોગ્યના મુદ્દાઓ અંગે જાગૃત કરતી- Woman’s Doctor Wings
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહિલાઓના જીવનને સ્પર્શતા આરોગ્યના મુદ્દાઓ અંગે જાગૃત કરતી- Woman’s Doctor Wings

એએમએ ખાતેના ઈવ સંમેલનમાં હેલ્થ અંગેની અવેરનસ ઉપરાંત વોટ્સએપ, ફેસબુકના દુરુપયોગો, સાયબર સિક્યોરીટીથી બચવા જણાવાયું

વિમેનને લગતા હેલ્થના પ્રોબ્લમને લઈને અમદાવાદમાં વુમન ડોક્ટર્સ વિંગ નામનું ગ્રુપ કાર્યરત છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે જોડાયલા આ ગુ્રપમાં શહેરના ૧,૬૦૦ મહિલા ડોક્ટર્સ સામેલ છે. આ ગુ્રપ દ્વારા વર્ષમાં દસથી વધારે વિમેન રીલેટેડ એક્ટિવિટી થાય છે. જેમાં મુખ્યરૃપે મહિલાઓને હેલ્થ અંગે અવેર કરવાથી લઈને હેલ્થ ચેકઅપના કાર્યો ફ્રીમાં કરાવવામાં આવે છે. આ સાથે મહિલાઓના જીવનને સ્પર્શતા તેમજ દૈનિક જીવનમાં ઉપયોગી મુદ્દાઓની ચર્ચા પણ કરવામાં આવે છે. ગયા વર્ષે આ ગુ્રપ દ્વારા બેટી બચાવોનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે શહેરની મહિલાઓ માટે 'ઈવ' સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ ઉપરાંત વોટ્સએપ, ફેસબુકના દુરુપયોગો, સાયબર સિક્યોરીટી વગેરેથી બચવા અંગે મહિલા નિષ્ણાતો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ૫૦૦થી વધારે મહિલાઓેએ ભાગ લીધો હતો.

આ અંગે માહિતી આપતા આ ગુ્રપમાં પાર્ટીસિપેટ ડૉક્ટર્સ ગ્રુપ કહે છે કે, અમારું ગુ્રપ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. જેમાં જુદા-જુદા વિસ્તારના મહિલા ડૉક્ટર્સ આ ગુ્રપમાં જોડાયલા છે. અમારામાંથી કેટલાક ડૉક્ટર દર મહિને તેમના નજીકના વિસ્તારના જરૃરીયાતમંદ વિસ્તારના લોકોને હેલ્થ અંગે અવેર કરવા, કાઉન્સિલિંગ કરવું કે જરૃર પડે મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું કામ અમારા ગુ્રપ દ્વારા કરવામાં આવે છે. આ સાથે પોતાના અધિકારો, પરીવાર પ્રત્યેની ફરજ, વગેરેની જીવન જરૃરીયાત માહિતી પણ અમે આપીએ છીએ. આગામી સમયે પણ અમે આ મહિલાઓ પ્રત્યેની સોશિયલ એક્ટિવિટી શરૃ રાખવા માગીએ છીએ.

સ્ત્રોત: નવગુજરાત સમય

2.77777777778
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top