હોમ પેજ / આરોગ્ય / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ગ્રામીણ વિસ્તારોની તરૂણીઓને સેનેટરી નેપકીન્સની સુવિધા અપાશે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રામીણ વિસ્તારોની તરૂણીઓને સેનેટરી નેપકીન્સની સુવિધા અપાશે

ગ્રામીણ વિસ્તારોની તરૂણીઓને સેનેટરી નેપકીન્સની સુવિધા અપાશે

રાજય સરકાર દુર્ગમ અને ગ્રામ્ય વિસ્તારની તરૂણીઓને મેન્સ્ટ્રુઅલ ઇન્ફેકશનથી બચાવવા ચાલુ વર્ષે એક અનોખો પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહી છે. જેમાં સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તરૂણીઓને સેનેટરી નેપકીન્સ પૂરા પાડવામાં આવશે. યોગ્ય રીતે જાળવણીના અભાવથી તરૂણીઓના સ્વાસ્થ્ય પર ખતરો સર્જાઇ શકે છે અને ભવિષ્યમાં પણ તેમને સ્વાસ્થ્યને લગતા ગંભીર પરિણામ ભોગવવા પડી શકતા હોવાનું અગાઉ બહાર આવેલું છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે મેન્સ્ટ્રુઅલ હાઇજીન પ્રોજેક્ટ અંતર્ગત ૨૦૧૫-૧૬ના વર્ષ માટે બે કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દીધી છે. ટૂંક સમયમાં જરૂરિયાતમંદ યુવતીઓને તેનું વિતરણ શરૂ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા રાજયમાં આ નવા પ્રકારની શરૂઆત સામાજિક સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી રહી છે. મે મહિનામાં જ લેવાયેલા નિર્ણય મુજબ સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરીને તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તેમાં ગ્રામ્ય વિસ્તારની અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં રહેતી તરૂણીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કેટલાક વિસ્તારોનો સર્વે કરીને તપાસ કરાવવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું હતું કે, દૂરના વિસ્તારોમાં શાળાએ જતી કે ન જતી તરૂણીઓ માસિક સ્ત્રાવ દરમિયાન યોગ્ય અને સુરક્ષિત રીતે જાળવણી કરી શકતી નથી.

 

મોટાભાગે સેનેટરી નેપકીનના બદલે જૂના કપડાઓનો ઉપયોગ કરતી હોય છે. જેથી ચેપ લાગવાની અને એલર્જી થવાની શકયતાઓ વધી જાય છે. તેના કારણે તત્કાલ તો સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે પરંતુ લાંબા ગાળે વંધ્યત્વ થવાનું પણ જોખમ વધી જાય છે. અનેક વિસ્તારમાં સેનેટરી નેપકીન્સ મળતા હોતા નથી. તો ક્યારેક આર્થિક કારણસર ખરીદવાની શક્તિ નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું.

કેટલાક કિસ્સામાં એવું પણ જોવા મળ્યું હતું કે, તરૂણીઓ સેનેટરી નેપકીનના અભાવે શાળામાં પણ જઇ શકતી નથી. તેથી તેના શિક્ષણ પર પણ અસર પડતી હોય છે. આ અસરો જોયા પછી સરકારે મેન્સ્ટ્રુઅલ હાઇજીન પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકાય અને સેનેટરી નેપકીનના અભાવે સ્કૂલ નહીં જતી તરૂણીઓને તે ઉપલબ્ધ કરાવીને પ્રોત્સાહન આપી શકાય તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ માટે બે કરોડ રૂપિયા ફાળવાયા

આરોગ્ય વિભાગ દ્વારા શાળાએ જતી હોય કે ન જતી હોય તેવી તમામ ગ્રામ્ય વિસ્તારની જરૂરિયાતમંદ તરૂણીઓને આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાનું નક્કી કર્યું છે. તેના માટે ખાસ બે કરોડ રૂપિયાની ફાળવણી પણ ચાલુ નાણાકીય વર્ષ માટે કરીને જરૂરી મંજૂરીઓ દેવામાં આવી છે. આરોગ્ય વિભાગનું ગ્રામ્ય વિસ્તાર સુધીનું જે નેટવર્ક છે તેના થકી આ સુવિધા આગામી સમયમાં ઉપલબ્ધ કરાવાશે.

 

3.04545454545
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top