অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લેખકના મુખેથી

શેની રાહ જૂઓ છો ?

પ્રમાણભૂત ગુણવત્તાયુકત પ્રોડકટોની ! ઇલેકિટ્રકલ, ઇલેકટ્રોનિક અને ઘરગથથું પ્રોડકટોની ગુણવત્તા અને સલામતી પાસા ચકાસવા માટે પ્રોડકટો માટેના વિગતવર્ણનો અને પ્રોડકટોના ISા ચિહ્નન પ્રમાણન દાખલ કર્યા છે. બસ/રેલવે સ્ટેશનો, જાહેર સભાઓ અને ઉત્સવોમાં સિનેમા સ્લાઇડ, બોર્ડ અને હોર્ડિંગના માધ્યમથી IS ચિહ્નન વિશેની જાગૃતિતા પ્રસાર માટે માહિતીનો પ્રસાર કરીને જિલ્લા ગ્રાહક કેન્દ્ર મહતવની ભૂમિકા ભજવી શકે . (Agmark, FPO, MPO, WOOL mark, Silk mark, Eco mark) સેલ્સમેનની લપસણી વાતોની સામે નાણાની સલામતી સુનિશ્ચિત કરે છે.

પપમી વિશ્વ આરોગ્ય સભાઃ

વિશ્વ આરોગ્ય સભાએ આરોગ્ય સંભાળમાં સલામતીની સમસ્યા પ્રત્યે ધ્યાન આપવા માટે દેશોને વિનંતી કરતો ઠરાવ અપનાવ્યો છે. અકસ્માતો ઘટાડવામાં અને આરોગ્ય સંભાળમાં ત્રટિથી થતા જોખમોમાં વૈશ્વિક અને રાષ્ટ્રિય સ્તરે નોંધપાત્ર અને સતત પ્રતિભાવની જરૂર છે.

વપરાયેલી સોયો અને સિરીંજની પુનઃ પ્રક્રિયા કરવામાં આવે છે અને હોસ્પિટલોના કચરાનો અયોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે જેનાથી રોગો, બીમારી અને ઇજાઓ પામવાનો રસ્તો સરળ બને છે અને આખરે દર્દી મૃત્યુને ભેટે છે. જો હોસ્પિટલ તંત્ર સાવચેત ન હોય તો તબીબી અને આરોગ્ય વિભાગ/ગ્રાહક સંગઠનો/ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન કરી પણ શું શકે ?

જીવન માટે પાણી :

૨૦૦૫-૧૫ પીવાના સલામત પાણીનો પુરવઠો અને આરોગ્યના રક્ષણ માટે પૂરતી સ્વચ્છતા મૂળભૂત માનવાધિકારો પૈકીનો એક અધિકાર છે. આજે વિશ્વમાં લગભગ ૧.૧ બિલિયન લોકો એવા છે કે જેમને પીવાનું પૂરતું પાણી મળતું નથી અને ર.૪ બિલિયન લોકો યોગ્ય સ્વચ્છતા વગર જીવન વીતાવે છે. આ ઊણપોની સાથોસાથ, આપના દેશમાં પાણી-પ્રદૂષણની સમસ્યા વકરી છે. આપણા દેશમાં ગટરના માત્ર ૧૦% જ ગંદા પાણી અને ઉદ્યોગોના ગંદા પાણીની પ્રક્રિયા થતી હોવાથી નદીનાળા, સમુદ્રમાં અને અન્ય જળાશયોમાં આવા ગંદા પાણીનો નિકાલ પાણી પ્રદૂષણનું મુખ્ય કારણ બને છે. જો આવું પાણી ઘરમાં પીવાલાયક પાણી તરીકે વપરાતું હોય તો તે ખૂબ જ દૂષિત હોવાને લીધે તેમાં પરોપજીવી હોવથી રોગોનું વહન કરે છે. એવી જ રીતે, રસાયણો, જતુનાશકો અને ફૂગનાશકો જેવા તત્વો પાણીમાં હોવાને કારણે કૃષિ નિષ્ફળતામાં વધુ એક કારણ ઉમેરાય છે. કમનસીબે, પાણી પ્રદૂષણની સમસ્યા ઉકેલવાને બદલે આપણે આર્સેનિક જેવા કુદરતી પ્રદૂષકોની સમસ્યામાં એવો ઉમેરો કર્યો છે કે જેને લીધે મનુષ્યો પર તેની ગંભીર ઝેરી અસરો થાય છે અને તેને નાબૂદ કરવી અતયંત મુશ્કેલ છે. પર્યારણમાં પાણીજન્ય ચેપી રોગ અને આરોગ્ય જોખમોનું મુખ્ય કારણ જળ સંસાધનોનું અયોગ્ય વ્યવસ્થાપન છે. પાણીજન્ય ચેપી રોગોનો પ્રસાર થતો અટકાવવાના હેતુથી લોકોએ પૂરતી સવિયેત લેવી જોઇએ. વોટરપાઇપ અથવા લીકેજ વિ.ની નિયમિત ચકાસણી ઉપરાંત જતુનાશકોના યોગ્ય ઉપયોગથી પાણી પુરવઠા યોજનાઓનું દેખરેખનિયંત્રણ કરવું જોઇએ. ઘેર પાણીને જંતુમુકત બનાવવા માટે પાણીને ઉકાળીને, ગાળીને અને તેમ જ અન્ય તમામ જરૂરી પગલા લઇને તેની શુદ્ધતા સુનિશ્ચિત કરવી જોઇએ.

તબીબી બેદરકારી:

ઇન્સ્ટીટયુટ ઓફ મેડિસીન, વોશિંગ્ટન- એ તાજેતરમાં એવો અહેવાલ આપ્યો છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ખોટી દવાથી દર વર્ષે ૧.૫ મિલિયન લોકોને નુકસાન થાય છે અને હજારો લોકો મોતના મુખમાં ધકેલાય છે. જેનાથી દેશને ૩.૫ બિલીયન ડોલરનું નુકસાન થાય છે. જો કે આપણે આપણા દેશમાં આવી વિગતો એકત્ર નથી કરી તેમ છતાં એ હકીકત છે કે બિન-તબીબી વ્યવસાયીઓ કોઇપણ નિયંત્રણ વગર સ્ટીરોઇડ વાપરતા હોય છે અને સ્ટીરોઇડના આવા ઉપયોગથી દર્દીને થતા નુકસાનના પ્રમાણનો અંદાજ હજુ સુધી કોઇએ કાઢયો નથી. રાષ્ટ્રને આ ક્ષેત્રમાં મદદરૂપ થવા માટે તબીબી પરિષદો અને નિષ્ણાતોની મદદથી કાયદાઓ બનાવવાની જરૂર છે કારણ કે મોટાભાગના ગ્રાહકો પોતાને ભલામણ કરવામાં આવતી દવા પોતાને હાનિકારક છે કે બિનહાનિકારક છે અથવા રોગના ઇલાજ માટે જરૂરી છે કે કેમ તે વિશે માહિતગાર નથી હોતા.

ગ્રાહક સુરક્ષા અધિનિયમની જોગવાઇઓ હેઠળ ગ્રાહક ફોરમો જરૂરી હોય તેવા કિસ્સામાં ડોકટર દ્વારા તાકીદની સારવાર ન મળવી, તબીબી કાયદા અનુસાર દવાનો પરીક્ષણ ડોઝ આપવાની સાવચેતી ન લેવા જેવી દેખીતી ભૂલોમાં હસ્તક્ષેપ કર્યો છે. ડોકટરો દ્વારા થતી આવી બેકાળજી અમુક કિસ્સાઓમાં જીવલેણ નીવડે છે અથવા એલર્જીં પેદા કરે છે. અમુક કિસ્સામાં ડોકટરો ખોટા અંગ પર શસ્ત્રક્રિયા કરતા હોય છે; શસ્ત્રક્રિયા પછીની સારવાર આપવામાં બેકાળજી દાખવે છે; દવાઓની અયોગ્ય રીતે ભલામણ કરે છે; દર્દીઓને કતારમાં કલાકો સુધી રઝળતા રાખવામાં આવે છે; રોગનું ખોટું નિદાન કરવામાં આવે છે; આવા કિસ્સાઓમાં ગ્રાહક ફોરમોએ હવે હસ્તક્ષેપ કર્યો છે.

અગ્નિશમન

આગથી થતા અકસ્માતોમાં, ખાસ કરીને, બાળકો અને વૃદ્ધ લોકો સાથે હોય ત્યારે સલામતીને ઉચ્ચ અગ્રતા આપવાની હોય છે. માતાપિતા તેમ જ વસાહતી સંગઠનોએ શાળાઓનું તેમજ વિશાળ સંખ્યામાં જનમેદની થવાની હોય તેવા કાર્યક્રમોના સ્થળોનું નિરીક્ષણ જાતે જ શરૂ કરવું જોઇએ. આવા તમામ સ્થળોએ કાર્બન ડાયોકસાઇડ સિલિન્ડરો, પાણી, બાલદીઓ વિ. જેવા પ્રાથમિક અગ્નિશમન ઉપકરણો હોવા જોઇએ. અગ્નિશમન કર્મચારીઓને આ તમામ ઉપકરણોના ઉપયફોગ વિશે જાણકારી આપીને સંપૂર્ણ તાલીમબધ્ધ બનાવવા જોઇએ. વળી, દર ત્રણ મહિને ઓછામાં ઓછું એક વખત સલામતી આયોજન અનુસાર ફાયર ડ્રિલ હાથ ધરવી જોઇએ. ઇમારતની ડિઝાઇન, ખાસ કરીતે શાળાના મકાનની ડિઝાઇન એવી રીતે બનાવવી જોઇએ કે જેથી સંકટના સમયે બાળકો અને વૃદ્ધ લોકો એકાદ મિનિટથી પણ ઓછા સમયમાં મકાન ખાલી કરી શકે.

ઉપરના માળે જતી સીડીઓની પહોળાઇ પૂરતી હોવી જોઇએ. કુંભકોણમ આગ કરુણાંતિકા(ર૦૦૫), લગ્નવાડી શ્રીરંગમ (૨૦૦૪), આગ્રા સુગર ફેકટરી આગની ઘટના (૨૦૦૨), યમુના પુસ્તા ઝુંપડપટ્ટી આગ હોનારત (૧૯૯૯), ઉપહાર સિનેમા આગ અકસ્માત (૧૯૯૭), મંડી દાબવાલી આગ અકસ્માત (૧૯૯૫), વીનસ સરકસ આગ અકસ્માત (૧૯૮૧) વિ. એવી અમુક ધૂણાજનક આગ કરુણાંતિકાઓ છે જે આપણને દરેકને પૂરતી કાળજીથી આગળ વધીને વધુને વધુ સાવચેતી લેવા માટે ચેતવણીરૂપ સંકેત પૂરો પાડે છે.

પાટા પરથી ટ્રેનનું ખડી પડવું – કેવી સામાન્ય ઘટના !: પૂરને કારણે ટ્રેનના પાટા ઉખડી પડતા, પાટા અથવા ટ્રેનના ડબ્બાઓ ફૂંકી મારવા માટે અંતિમવાદીઓ દ્વારા વિસ્ફોટકોના ઉપયોગ વિ.થી આપણા દેશમાં અમુક મોટી ટ્રેઇન કરુણાંતિકાઓ સર્જાઇ છે. ભારતીય રેલવેએ રેલવેમાં ઉચ્ચ પ્રમાણમાં સલામતી જાળવવાના હેતુથી જાહરે જાગૃતિ અને સ્વનિયમનતંત્રના નિર્માણ માટે સન ૨૦૦૩માં ’’રેલવે સલામતી” બાબતમાં શ્વેતપત્ર બહાર પાડયું છે. ગંભીર આત્મખોજ ધરાવતા યથાર્થ પ્રયાસો અને સાચી જવાબદારી જ ભવિષ્યમાં આવી કરુણાંતિકાઓ અટકાવવામાં મદદરૂપ બનશે. ભારતીય રેલવે જેવી જાહેર ઉપયોગિતાએ જાનમાલને સલામતી માટે ઉચ્ચ અગ્રતા આપવાની જરૂર છે.

ઔષધોના ઉપયોગમાં વિવેકબુદ્ધિ:

ઔષધોના ઉપયોગમાં વિવેકબુદ્ધિ ખાસ કરીને ગ્રાહકના દ્રષ્ટિકોણથી ઘણાબધા પરિમાણ ધરાવે છે. દવાઓના લેબલ પર જરૂરી માહિતી પૂરી પાડવી, નિયંત્રિત વેપારપ્રથા સાથે સંકળાયેલી સ્વઉપચાર પધ્ધતિ વિ. ગ્રાહકોને જાગૃત બનાવવા માટે જાહેર ચર્ચામાં લાવવા પડે તેવા મહત્વના મુદ્દા છે. આરોગ્ય તંત્રના તમામ મધ્યસ્થીઓ એટલે કે ડોકટરો, નસોં, ફાર્માસિસ્ટો, ઔષધ ઉત્પાદકો, વકીલો, સામાજિક કાર્યકરો, શિક્ષકો, વિજ્ઞાનીઓ, પત્રકારોએ આમજનતામાં જાગૃતિ પેદા કરવી જોઇએ. કમનસીબે, આપણા દેશમાં સુશિક્ષિત વ્યકિતઓ પણ આવી બાબતો પ્રત્યે દરકાર નથી રાખતા. આવી બાબતો ભલે નાની કે તુચ્છ ગણાતી હોય પણ ગરીબો સહિત તમામ લોકો માટે ખર્ચમાં કરકસરયુકત અને ગુણવત્તાયુકત આરોગ્ય સંભાળમાં બહુ મદદરૂપ પુરવાર થાય છે. હકીકતમાં એવું સાબિત થયું છે કે મેડિકલ કાઉન્ટર પર સર્વત્ર મળતી અમુક ટીકડીઓ હાર્ટએટેક અથવા કેન્સરનું જોખમ નોતરી શકે છે. એવું પણ બહાર આવ્યું છે કે ગંભીર બિમારીઓમાં જરા પણ રાહત આપવાની ક્ષમતા ન ધરાવતા હોય તેવા ઔષધો અપૂરતી જાણકારીને લીધે અને ખોટા હાથમાં પડવાને લીધે પ્રાણઘાતક સાબિત થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક અંદાજ મુજબ ભલામણ કરેલી તમામ દવામાંની લગભગ અડધા ભાગની દવાઓ જે વેચાતી હોય છે તે અયોગ્ય હોય છે અને દર્દીઓ તેને યોગ્ય રીતે લેતા નથી. તેનો અર્થ એવો થાય કે આમાંની દવાઓ અમુક પ્રમાણમાં વપરાતી જ નથી  અથવા નકામી છે અથવા તેનો દુરુપયોગ થાય છે જે અલભ્ય સંસાધનોના દુરુપયોગમાં અને આરોગ્ય જોખમોને બહોળો પ્રમાણમાં પ્રસરાવવામાં પરિણમે છે. સક્ષમ સત્તાધિકારીઓએ અને ગ્રાહક સંસ્થાઓએ દવાઓના વપરાશ પર વપરાશકર્તા-સાનુકૂળ નિયમો સાથે આગળ આવવું જોઇએ એવું કહેવાય છે કે ’’લાયક ડોકટરે ભલામણ કરી ન હોય તો અને તે સિવાય કોઇપણ દવા સલામત નથી હોતું.” કમનસીબે, આપણને કાઉન્ટર પરથી મળતી અથવા પરિચિત ફાર્માસિસ્ટ પાસેથી જાતે નકકી કરીને દવા લેવાની ટેવ એક ભયજનક ટેવ આપણે વિકસાવી છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે બજારમાંથી પાછી ખેંચી લીધેલી હોય એવી અમુક દવાઓની સામાન્ય લોકોને ખબર હોતી નથી. બનાવટી અને ભેળસેળયુકત દવાઓ વળી એકબીજો મોટો ખતરો છે. આવી રીતે, દવાઓની પ્રતિકૂળ અસરો વિશેની માહિતીને મેડિકલ સ્ટોર બધી જગાએ દેખાય તે રીતે લગાવવા ઉપરાંત મુદ્રણ અને વિજાણુ માધ્યમો મારફત બહોળી પ્રસિદ્ધિ આપવી જોઇએ. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં જેમ ફૂડ એન્ડ ડ્રગઝ એડમિનિસ્ટ્રેશનના કડક નિયમો છે તેવા કાયદા આપણા દેશમાં પણ ચુસ્ત બનાવવા જોઇએ.

સલામત બાળક

જીવનના તમામ ક્ષેત્રોમાં વિકાસની ઝડપી આગેકૂચ અને બદલાતી ટેકનોલોજીથી બાળકો માટે સલામતી સુનિશ્ચિત કરવા માટે જીવનના મહત્વના પાસા સાથે સમાધાન થતું રહયું છે. પ્રાથમિક રીતે જોઇએ તો આ ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણ ઘરને “સલામત બાળક”નું ઘર બનાવવું જોઇએ. દવાઓ, કાચનો સામાન, ઇલેકિટ્રકલ સાધનો, જવલનશીલ પદર્થો, છરી ચપ્પા જેવા રસોડાના સાધનો બાળકોની પહોંચથી દૂર રહે તેવી રીતે રાખવાના હોય છે. બાળકોના મનોરંજન માટે ખરીદવામાં આવતા રમકડાનું બાળકોની વયજૂથ પ્રમાણે ઠરાવેલા સલામતી ધોરણો અનુસાર જ ઉત્પાદન કરવું જોઇએ. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકના રમકડામાં એવા ઝેરી દ્રવ્યો હોઇ શકે કે જેનાથી બાળકની હોજરી, કીડનીને નુકસાન થઇ શકે છે. બીજું, રમતનું મેદાન પણ એક એવી ચિંતાનો વિષય છે જયાં રમતના સાધનોની ગુણવત્તા અને પ્રાથમિક સારવારના સાધનોની ઉપલભ્યતા સુનિશ્ચિત કરવાની રહે છે. વાહનોમાં, ખાસ કરીને કારમાં બાળકની સલામતીના વિષયમાં બેઠકની યોગ્ય ગોઠવણ અથવા દ્વિ-ચક્રી વાહનમાં પાછળ બેસાડતી વખતે હેલમેટનો ઉપયોગ વિ. ધ્યાન માગી લે તેવા મુદ્દા છે. ઘણી વખત આકર્ષક વિજ્ઞાપનોને લીધે, નિર્દોષ બાળકો પોતાનું જીવન બગાડતા હોય છે. ઉદાહરણ તરીકે વધુ પડતી ચોકલેટ ખાવાથી દાંત સંપૂર્ણપણે પડી જાય છે તેમ છતાં, ટી.વી. પર ગેરમાર્ગે દોરતી લાલચયુકત જાહેરાતોને લીધે તે લોકપ્રિય બનતની રહે છે. સાવચેત માતાપિતા અને જવાબદાર નાગરિકો બાળકોની સલામતી આવશ્યપણે સુનિશ્ચિત કરી શકે.

મુસાફરી

માર્ગ સલામતી આપણા દરેક માટે સંતોષ અને માનસિક શાંતિનો ભાવ આપી શકે. તેમ છતાં, આપણા શ્રેષ્ઠ પ્રયાસો હોય તો પણ ભારતમાં માર્ગ અકસ્માતો અતિસામાન્ય છે. એવું પ્રગટ થયું છે કે દરેક ૧ર મિનિટે એક ભારતીય માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે; અને તેનાથી દસ ગણા નાગરિકો ઘાયલ થાય છે. વિકસિત ઓટોમોબાઇલ ટેકનોલોજી અને અપૂરતી જાળવણીને લીધે માર્ગને થતા નુકસાન, ભારે વરસાદ, પૂર વિ.થી મોટા ભાગના માર્ગ અકસ્માત સંભવિત ઝોન બની ગયા છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે મોટાભાગના અકસ્માતોમાં અસરગ્રસ્ત વ્યકિતઓ સમયસર તબીબી સારવારના અભાવે મરણને શરણ થાય છે. અમુકવાર એવું પણ બનતું હોય છે કે બીજાને મદદ કરવા જતા પોલીસના ત્રાસનો ભોગ બનવું પડે અથવા સગાસંબંધીઓના પ્રશ્નોનો મારો વેઠવો પડે, કાનૂની કાર્યવાહીનો ભોગ બનવું પડે તેવા ભયથી લોકો મદદ કરતા નથી. ડોકટરો અને તબીબી સંસ્થાઓ પણ દર્દીની સારવાર હાથ ધરતા પહેલા પોલીસ તપાસની રાહ જોતા હોય ત્યારે સ્થિતિ વધુ વિકટ બને છે. સદનસીબે, પરમાનંદ કટારા વિ. ભારત સંઘના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે સન ૧૯૮૯માં એવું તારણ આપ્યું કે અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે ડોકટરોએ પોલીસના આવવાની અને તપાસ પૂરી થવાની રાહ જોવાની જરૂર નથી. અદાલતે એવો પણ અભિપ્રાય આપ્યો છે કે આવા દર્દીઓની સારવારમાં કોઇપણ સરકારી હોસ્પિટલની નિષ્ફળતા સંવિધાનના અનુચ્છેદ ર૧ હેઠળ ખાતરી આપેલા ''જીવનના અધિકાર”નો ભંગ છે.

ગ્રાહકોની બાબતોના વિભાગે ગ્રાહકોના હિતોને પ્રતિકૂળ અસર કરતી હોય તેવી ગેરવાજબી વેપાર પ્રથાઓ, નિયંત્રિત વેપાર પ્રથાઓ અથવા ઇજારાશાહી વેપાર પ્રથાઓની સામે તપાસ કરવા માટે, તેના નિવારણ માટે અને ગ્રાહકોને વળતાર આપવા માટે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ રચવાની એક દરખાસ્ત કરેલી. તેનાથી, માલ અને સેવાઓ સાથે સંકળાયેલા જાનમાલના ગેરવાજબી જોખમોની સામે ગ્રાહકોને રક્ષણ મળશે.

આ અધિનિયમને વેપારની સ્વતંત્રતાને સુનિશ્ચિત બનાવવા માટે બજારમાં સ્પર્ધાને ઉત્તેજન આપીને સ્થાયી બનાવવા માટે સ્પર્ધા પર થતી પ્રતિકૂળ અસર ધરાવતી પ્રથાઓના માત્ર નિવારણને જ આવરી લેતા સ્પર્ધા અધિનિયમ, ૨૦૦૨ને ધ્યાનમાં રાખીને જરૂરી બનાવવામાં આવ્યો છે. તેમ છતાં, ગ્રાહકોના હિતોને પ્રતિકૂઇ રીતે અસર કરતી હોય તેવી ગેરવાજબી વેપાર પ્રથાઓ, નિયંત્રિત વેપાર પ્રથાઓ અને ઇજારાશાહી વેપાર પ્રથાઓને લગતી બાબતો પર સંભવિત ગ્રાહકો, વેપાર અને ઉદ્યોગ, સ્વેચ્છિક સંસ્થાઓ અને રાજય/કેન્દ્ર સરકારની ફરિયાદોનો ન્યાયનિર્ણય કરવામાં ઇજારાશાહી અને નિયંત્રિત વેપાર પ્રથા અધિનિયમ, ૧૯૬૯ને રદ કર્યા પછી જે ત્રટિઓ ઉદ્દભવશે તેને સ્પર્ધા અધિનિયમથી પૂર્ણ કરી શકાશે નહિ.

સુસ્થાપિત કાર્યરીતિના રૂપમાં અને સત્તાની તુલા અને નિયમનનો સંપૂર્ણ ઢાંચો ધરાવતા કાયદાના રૂપમાં અમુક વ્યવહારૂ સૂચનોના વાચનથી ગેરમાર્ગે દોરતા વિજ્ઞાપનો થકી માધ્યમોનો દુરુપયોગ નિવારવામાં, ઘરેલું અંદાજપત્રના સક્ષમ વ્યવસ્થાપનને સરળ બનાવવામાં અને

ગ્રાહક આરોગ્ય અને સલામતીના જોખમની સામે સુરક્ષાને અસરકારક રીતે આવરી લેવામાં કઇ રીતે મદદરૂપ બની શકે તે બાબત આ પુસ્તકના કેટલાક પ્રકરણોથી સમજાવવામાં આવી છે. કાયદામાં જોગવાઇ કરેલા અને ગ્રાહક ફોરમો દ્વારા આપવામાં આવતા ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્ર "ગ્રાહક શાસન’’ના તમામ હાર્દરૂપ સિધ્ધાંતોના જરૂરી આનુષંગિક તત્વો છે. તેનાથી, રચાયેલી બજાર પરિસ્થિતિમાં યોગ્ય અંકુશ અને પ્રતિ-અંકુશના ઢાંચાની અંદર પસંદગી વાપરવાનું સુનિશ્ચિત થાય છે. તેમ છતાં, દરેક ગ્રાહકે અનુસરવાની નિર્ણય-પ્રક્રિયાને પોતાની આંકાક્ષાઓ અને સામાજિક અપેક્ષાઓ પૂર્ણ કરવામાં પૂરતી કાળજી અને જવાબદારી દાખવવાની રહે છે.

આ પુસ્તકથી એવી હકીકતોનો પરિચય પણ આપ્યો છે કે હિતોને પારનુલના એટલે કે તમામ મધ્યસ્થીઓ - ગ્રાહકો, વેપારીઓ, સર્વિસ પ્રોવાઇડરો અને તમામ ધંધાકીય ગૃહો અને તેમના કર્મચારીઓ સહિત માલના ઉત્પાદકો નાણાના મૂલ્યના રક્ષણ અને વૃદ્ધિ માટેની જવાબદારીઓ ગ્રાહક શિક્ષણવિદ્દો પર નાખે છે. ગ્રાહક શિક્ષણની સંકલ્પનાના અંતર્નિવેશો ગુણવત્તા સુનિશ્ચિત કરવાની જવાબદારી છે એટલે કે ધનિક કે દરિદ્ર કોઇપણ ગ્રાહકના આરોગ્ય અને સલામતીના અધિકારોનું પૂરતી રીતે અને પૂર્ણપણે રક્ષણ કરવામાં આવે છે. તેનાથી વિશાળ વપરાશ, આરોગ્યના ગ્રાહક માટેની ચિંતા, સલામતી અને સુરક્ષા, પારદર્શિતા અને જવાબદારી, કાનૂની પાલન અને વ્યકિતગત ઉદાહરણથી મળતા વિચારધારાની જોગવાઇ કરવામાં આવી છે. કેટલાક પ્રકરણો સાથોસાથ અમુક માલ અને સેવાઓના પ્રતિબંધિત વેચાણ અથવા ખરીદી, ખાસ કરીને, આવા માલ અને સેવાઓના વેચાણના સંબંધમાં અપ્રસિધ્ધ, સંવેદનશીલ માહિતી ધરાવતી વખતે પ્રતિબંધિત ઔષધોને લગતું છે.

ગ્રાહક પારદર્શિતાએ ગ્રાહક આરોગ્ય અને સુરક્ષાનું એક ધોરણચિહ્નન છે. પ્રોડકટના લેબલ પર પ્રોડકટના પ્રકાર મુજબ ખરી હોય તેવી સંપૂર્ણ માહિતી દર્શાવવી જોઇએ. સરકારી નીતિઓ અને પગલાના માધ્યમથી જેની જવાબદારી બનતી હોય તેના નૈતિક વર્તનના દ્રષ્ટાંતરૂપ ધોરણો સ્થાપવા જોઇએ. બાહ્ય રીતે આનો અર્થ એવો થાય કે અશિક્ષિત/નિરક્ષર ગ્રાહકના હિતોને મુશ્કેલીમાં મૂકયા વગર યોગ્ય માહિતી વધુને વધુ પ્રગટ થવી જોઇએ. આંતરિક રીતે આનો અર્થ એવો થાય કે કામકાજનું સંચાલન કરતી વખતે પોતાના ગ્રાહકો સાથે ઉત્પાદકો/સર્વિસ પ્રોવાઇડરો વચ્ચે નિખાલસ સંબંધ હોવો જોઇએ. હું એવું માનું છું કે પારદર્શિતાથી જવાબદારી વધે છે.

રાષ્ટ્રીય ગ્રાહક દિન, ૨૦૦૬ની ઊજવણી માટે નકકી કરેલી વિષયવસ્તુ ”ગ્રાહક સશકિતકરણ” કુટુંબના સૌથી યોગ્ય સ્તરે નિર્ણય પ્રક્રિયાની સત્તા નિહીત કરીને સમગ્ર ગ્રાહક વિશ્વ મારફત અદ્દભૂત સર્જનાત્મકતા અને નવીનતાની પ્રક્રિયા છે. ”ખરીદીની ક્રિયાના દ્રશ્યની વધુ નજીક જઇને તમામ ગ્રાહકોની ક્ષમતાનું વાસ્તવિકરણ કરવામાં મદદરૂપ થવાનો ધ્યેય છે. ગ્રાહક સુશાસનમાં હાર્દરૂપ સિધ્ધાંતોના એક અનિવાર્ય આનુષંગિક તત્વ તરીકે સશકિતકરણ એવી બાબત

છે કે ગ્રાહકને પોતાની રૂચિ અને આર્થિક ક્ષમતાને અનુકૂળ હોય તેવા માલ અને સેવાઓના ઢાંચામાં ઢાળવા પૂરતુ જ નહિ પરંતુ તેના આરોગ્ય અને મિલકતને સલામતી આપવા માટે ગ્રાહકને

સ્વતંત્રતા હોવી જોઇએ અને પ્રયાસ કરવાની તક પણ હોવી જોઇએ. ગ્રાહક પારદર્શિકતા સાથે જોડાયેલા ગ્રાહક સશકિતકરણથી ગ્રાહક કામગીરીને તીવ્ર વેગ મળે છે. અને નાણાની મૂલ્યવૃદ્ધિમાં અસરકારકતા સુધરે છે.

સ્વચ્છિક ગ્રાહક સંગઠનોની સાથોસાથ ગ્રાહક કલ્યાણને ઉત્તેજન આપવામાં સક્રિય રીતે કાર્યરત હોય તેવા ગ્રાહક મંડળો, જિલ્લા ગ્રાહક સશકિતકરણ કેન્દ્રો, જિલ્લા ગ્રાહક માહિતી કેન્દ્રો, ગ્રાહક ફોરમો અને બીજી સંસ્થાઓ જેવા રાજયમાં જાહેર થયેલા કાર્યક્રમોથી ગ્રાહક આરોગ્ય અને સુરક્ષાને લગતા પ્રશ્નોની તજવીજ કરવામાં વધુ જવાબદારી અને કાર્યક્ષમ અને કાર્યસાધક પધ્ધતિ કામે લગાડવાના વ્યૂહ ઘડી કાઢવાનો પ્રયાસ કરવો જોઇએ.

ગ્રાહક મંડળોએ પોતાની હારને જીતમાં પલટાવવા માટે અને લડાયક વૃત્તિથી જેહાદી બનવું જોઇએ. તેમજ ઉદાસીન વૃત્તિથી આપણું ભાવિ ઘૂંધળું ન બનવા દેવુ જોઇએ.

આ સાહિત્યની ગુણવત્તા સુધારણામાં ઉત્સાહભેર સહકાર આપનાર પ્રો. કે. વેંકટરેડ્ડી, પૂર્વ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લીશ, અને પ્રિન્સીપાલ, શ્રી કૃષ્ણદેવરાય યુનિવર્સિટી, અનંતપૂર-નો હું ઋણી છું. હું આ પુસ્તકના પ્રકરણોના સંપાદનમાં અંગત રસ લઇને નિષ્ઠાવાન પ્રયાસો રેડીને આ સાહિત્યને વપરાશકર્તા સાનુકૂળ રીતે પ્રસ્તુત કરવામાં સહકાર આપનાર ડો.ટી. નીરજા, એસોસિયેટ્સ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર સાયન્સ, કોલેજ ઓફ હોમ સાયન્સ, ANGRAU – જે હાલ ગ્રાહક બાબતોના વિભાગમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવે છે તેમના પ્રત્યે હાર્દિક આભારની લાગણી વ્યકત કરું છું.

ભંવરલાલ સચિવ, ગ્રાહકોની બાબતો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, આંધ્રપ્રદેશ અને અધ્યક્ષ, ગ્રાહક મંડળો પરની રાષ્ટ્રીય સમિતિ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate