অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તરુણોનું આરોગ્ય

તરુણોનું આરોગ્ય

  1. પ્રસ્તાવના
    1. યાદ રાખો
    2. વિશિષ્ટતા
  2. ત્વચા સૌંદર્ય
    1. પ્રસ્તાવના
    2. સાધારણ ત્વચાની માવજત કરવા માટે સર્વસાધારણ સિદ્ધાંતો
    3. સંરક્ષણ
    4. આહાર
    5. ત્વચાની સ્વચ્છતા
    6. એસ્ટ્રીજેટ, કલેરીફાયર્સ , માસ્ક
  3. સર્વસાધારણ ત્વચાના રોગ
    1. ખીલ
    2. કેટલાક મુદ્દાઓ:
    3. ખીલનું નિદાન કેવી રીતે શકાય?
    4. ખીલનું નિયંત્રણ
    5. ખીલનો ઔષધોપચાર
    6. Topical ઔષધોપચાર
    7. સિસ્ટમીક ઔષધોપચાર
    8. વિટામિન A ની ઉત્પત્તિ
  4. ફેસ પૅક (માસ્ક)
    1. ડીપ ક્લીન્સીંગ માસ્કની ઉપયોગીતા નીયે દર્શાવેલ છે
    2. માસ્કના પ્રકારો
  5. આહાર અને ત્વચા
    1. આહાર લીધે ત્વચા પર થતી અસરો
    2. સોડીયમ
    3. આયોડીન
    4. ફ્લોરીન
    5. સિલીકૉન
    6. પાણી
  6. વારંવાર પૂછાતાં પ્રશ્નોત્તરી
  7. ત્વચાને સ્વચ્છ કરનારા સાધનો( સ્ક્રીન ક્લેન્ઝસ)
  8. તમારી ત્વચાની માવજત કેવીરીતે કરશો
  9. ત્વચા સૌંદર્ય
  10. કન્ડિશન
  11. વાળના પ્રકારો
    1. સામાન્ય વાળ
    2. નિસ્તેજ/સૂકા વાળ
    3. તૈલી વાળ
    4. બેમૂળીયા વાળ
    5. ફલેકી સ્કાલ્પ
  12. ખોડો
    1. ખોડા વિરુદ્ધ લડાઇ
    2. ખોડો એટલે શુ?
    3. ચિન્હો
    4. દરોજ લેવાની કાળજી
    5. સિબોરીક ડર્મિટાયટીસ
    6. તેમાં ત્રણ પ્રકારો છે
    7. કારણો
    8. ચિન્હો અને લક્ષણો
    9. ઉપચાર
  13. માથામાં જુનો ઉપદ્રવ
    1. માથામાં જૂનો વધતો ફેલાવો
    2. જૂએ અતિશય ત્રાસદાયક હોય છે તેને લીધે
  14. શેમ્પૂ
    1. ઔષધીયુક્ત શેમ્પૂ
    2. તાત્કાલિક વાળ ધોવાની પદ્ધતી
    3. રમ શેમ્પૂ
    4. ઇંડા શેમ્પૂ
    5. કન્ડિશનીંગ શેમ્પૂ
    6. ટાઁનિક શેમ્પૂ
    7. આર્યુવેદિક શેમ્પૂ
  15. ચમકતાં વાળ માટે
    1. વાળની સ્વચ્છતા
    2. આનાથી દૂર રહો (આનો ઉપયોગ ના કરો)
    3. સલોન પોલિશ
    4. નૈસર્ગિક ઉણપતાં
    5. ટિપ્સ
  16. પ્રશ્નોત્તરી
  17. આટલું કરો

પ્રસ્તાવના

યૌવન એ એક અતિશય મોહિત કરનારી આયુષ્યની અવસ્થા છે. અતિશય ઝડપી થતો શરીરમાં વધારો તથા મનોવ્યાપમાં થતો બદલાવનો આહવાન, આશા, નિરાશા, નવા ક્લ્પનાઓ, નવા ધ્યેય, ભાવના, ઉતાવળો સ્વભાવ, પ્રેમ અને તિરસ્કાર આવા બઘા નિરનિરાળા સ્વભાવથી ભરેલો આયુષ્યનો એક કાળ એટલે યૌવન, આજ કાળમાં મૂળ રીતે સ્વત: નો બદલાવ અને બીજાને બદલવાનો વિચાર કરતા હોય છે. વિચાર કરવાની ક્ષમતાને લીધે માનસિક સ્વાતંત્રયની ઘેલછા હોય છે. ખરી રીતે કહીએ તો હજી પણ મનોભાવ, આર્થિક આમાંથી કોઇ એક પર અંવલંબિત હોય છે. કોઇપણ સારા માર્ગદર્શનની જરુર હોય છે અને સાથે-સાથે સ્વાતંત્રય પણ જોઇતું હોય છે. આ કાળમાં કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાતા હોય છે, પંરતુ તેના પરિણામોનો સામનો કરવાનું સામર્થ્ય હોતું નથી.

બાળકોની દૃષ્ટિએ વડીલોની મન:સ્થિતી પણ મુંઝવણમાં હોય છે. એક દૃષ્ટિએ તે કહેતા હોય છે કે ’તું હવે મોટો થઈ ગયો છે’ જયો બીજી બાજુ પોતાના નિર્ણય પોતાને લેવા દેતા નથી. અને મૂળ આને લીધે બાળકો અને વડીલોમાં સતત વાદવિવાદ, ચર્ચાઓ થતાં હોય છે.

યાદ રાખો

  • આરોગ્ય.કૉમ આયોજીત કાર્યક્રમ .
  • પ્રસંગો અને પરિષદો

વિશિષ્ટતા

  • ડૉક્ટર લીસ્ટ
  • ત્વચાને સ્વચ્છ સુંદર અને નિરોગી બનાવો!
  • ત્વચાની માવજત આપતાં કેન્દ્રો

ત્વચા સૌંદર્ય

પ્રસ્તાવના

આપણી ત્વચા પર ૧ સેંટીમીટર સ્ક્રવેરમાં સાધારણ ૩,૦૦૦,૦૦૦ પેશી હોય છે. ૧૦૦ સ્વેટ પોઅર્સ ૩૦ સેબસિઅસ ગ્લઁન્ડસ હોય છે. યુવાન વયમાં આવતાં યુવક/યુવતીઓમાં હોમઁન્સ imbalance ના લીઘે આ વયમાં બહુ મોટો બદલાવ આવતો હોય છે. આને લીઘે એકને, બ્લેડહેડસ, પિંપલ્સ, ડાગ વગેરેનો ઉદભવ થાય છે. તેના તરફ કોઈ ધ્યાન આપતાં નથી. જો એક દિવસ એક નાની ફોડકી આવતી દેબાય તો તેના તરફ પૂર્ણ રીતે દુર્લક્ષ અપાય છે.
બાકી બઘા વિચારો કરવા કરતાં આપણા હાથે આપણી ત્વચાની કાળજી લેવી યોગ્ય છે. તેની કાળજી કેવી રીતે લેવી તે પ્રથમ માહિતીનો વિચાર કરીશું.

સાધારણ ત્વચાની માવજત કરવા માટે સર્વસાધારણ સિદ્ધાંતો

કોઇ પણ સાધારણ રોગની અસર ત્વચા પર તેના પરિણામો દેખાય છે. સર્વસાધારણ રીતે ત્વચામાં ઘણા પ્રકારો હોય છે. તેમાં સૂકી ત્વચા થી લઈ તૈલી ત્વચા, તેમાં ઘણા પ્રકારો હોવાં ઉપાત Texture (સ્પર્શ કરવાની શક્તિ) ઘણાં રોગોમાં અને સ્વરૂપોમાં હોય છે. ત્વચાની રક્ષણ કરવા માટે બે નિયમો છે. જેમાં ત્વચાના બઘા પ્રકારોને ધ્યાનમાં લઈ બનાવવામાં આવ્યાં છે. ત્વચાની ક્ષાર કરવા માટેની કેટલીક માહિતી T.V. પર મળી કહે છે. પંરતુ તે pothophysical Principal arfacts ને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી હોય છે. ત્વચાની માવજત કરવા માટે કેટલાક નિયમોં બનાવવામાં આવ્યા છે જે ત્વ્ચાની રચનાનું અભ્યાસ કરી. તેન કાર્ય ને લક્ષ્યમાં રાખી બનાવવામાં આવી છે. આ એક સર્વસાધારણ રોજીંદા જીવનમાં ત્વચાની માવજત કરવી સહેલી પ્રક્રિયા છે.

સંરક્ષણ

સૂર્યપ્રકાશ એ ત્વચામાં બદલાવ લાવવામાં ઘણો મહત્ત્વનો કારણભૂત ઘટક છે. સૂર્યપ્રકાશના કડક તડકામાં ના જવુ, એ અતિશય અસરકારક ઉપાય છે. પંરતુ તે બધાને શક્ય નથી. આ માટે બજારમાં મળતાં Suncreen અને Sunblocking જેવા માર્ગો ઉપલબ્ધ છે. ત્વચાની સારસંભાળ લેવી એ ઉજજવળ ત્વચા માટે અતિશય મહત્ત્વનો છે. કોઇ પણ અંતગર્ત અથવા બહિગર્ત ઘટકો ત્વચા પર અસર કરતાં હોય છે. ફકત ટ્રેટીનાઇનનો બજારમાં ઉપલબ્ધ હોય છે તે ત્વચાની વધતી વચને રોકવામાં મદદ કરે છે. અથવા ત્વચાની વય વધવામાં મદદ કરતાં પરિણામોને છુપાવવામાં અસરકારક છે. આ ક્રીમ ત્વચાને સામાન્ય રાખે છે. આ ઉપાંત મહત્ત્વની સલાહ એટલે ત્વચાની કેમીકલ્સ એસિડ તથા અલ્કાલીસથી દૂર રાખી ત્વચાનું સંરક્ષણ કરો તેમજ અતિશય ઠંડુ, ગરમ કે તડકાથી તેને બચાવો.

આહાર

ત્વચાની બધી રચનાઓમાં જેવા કે, બાહયત્વચા, hair follocles અને nail matrices તેમને રકત પુરવઠો તેમજ આહાર calaneous Vasculature માંથી (તરફથી) મળે છે. સાધારણ રીતે ત્વચાના રોગો વીટામીનની અનિયમિતતાને લીધે ઉદભવે છે. ખરેખર તે સમતોલ આહારનાં સેવનથી યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. તે ઉપરાંત કેટલાક ત્વચાના રોગોમાં મૃત કોષોના લીધે કે પ્રોટીન, અમિનો અઁસિડ જેવા બાહય ઘટકના પરિણામને લીધે થાય છે.

ત્વચાની સ્વચ્છતા

સાબુના લીધે ત્વચાને નુકશાન કે તકલીફ થતી નથી પંરતુ સખત સાબુથી ચહેરા તથા ત્વચાને ધોવાથી ત્વચાને તકલીફ કે ત્રાસ થાય છે. જે લોકો વારંવાર હાથ ધોવે છે તેમને જણાવવાનું કે હાથ ધોતી વખતે સાબુનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો અથવા હાથ ધોયા પછી petrolatum નો ઉપયોગ કરવાથી ત્વચા સૂકી થવાથી ક્ષણ મળે છે. કેલ્શિયમ, મસાજ, saunas મડર્પેક તે ત્વચાની રક્ષા કરવામાં તાત્પુરતી મદદ કરે છે તેનું પ્રત્યક્ષ રીતે ત્વચા પર કોઇ પરિણામ થતું નથી. ઔષધોપચારને લીધે શારિરીક રીતે અતિશય ઉત્સાહી તથા પ્રસન્ન અનુભવ થાય છે.

એસ્ટ્રીજેટ, કલેરીફાયર્સ , માસ્ક

એસ્ટ્રીજેટ એટ્લે આફટર શેવ લોશન જેવી વસ્તુ જેની અંદર પાણી કે આલ્કોહોલ હોય છે. આલ્કોહલ ઠંડાપણાને નષ્ટ કરી ત્વચાને તાજી રાખે છે. એસ્ટ્રીજંટમાં એલમ હોય છે. એલમને લીધે ત્વચામાં વેદના થાય છે. કેલ્શિયમ માસ્કમાં basorbent cloy અથવા Syntheticresin તૈયાર થાય છે. માસ્કર સૂકાય છે. માસ્કર સૂકાય પછી ત્વચા ચચડે છે.
આજના યુગમાં બઘા વિષયની માહિતી હોવી આવશ્યક છે. માટે બધાને આરોગ્ય તરફથી ત્વચાની માવજત આ વિશેષ વિભાય દ્વારા માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે.

સર્વસાધારણ ત્વચાના રોગ

ખીલ

Ance એ whiteheads સુધી અનેક પ્રકારના જોવા મળે છે. તે દુ:ખદાયક ફોડીઓમાં પણ જોવા મળે છે. Acne મોટા પ્રમાણમાં એક વ્યક્તિની બીજા વ્યક્તિમાં પ્રસરે છે. તેમાં અનેક પ્રકારના લક્ષ્યમાં આવે તેવા તબકકાઓ હોય છે. પ્રથમ છીંદ્ર સેબમ અથવા મૃત કોષોના લીધે બંધ થાય છે તે આખોંને એકદમ દેખાતા નથી. તે બંધ છીંદ્રોને "comedone" કહે છે. આ જો ત્વચાની નીચેના સ્તરમાં હોય તો તેને whitehead કહે છે.
તે ઓછા whitish bump પ્રમાણે દેખાય છે. આ comedone જ્યારે ત્વચા પર આવે છે ત્યારે તેને blackheads કહે છે. આંખોને તે કાળા નાના બિંદુ જેવા દેખાય છે તે માટી હોતી નથી તે કોષોના કાળા થવાથી oxidation ના લીધે થાય છે. આ open and close comedone ક્યારેક નિસક્રિય હોય છે અને ત્વચા પર લાંબા સમય સુધી દેખાય છે. Propionobacterium Acne સાધારણ નિરોગી ત્વચા પર દેખાય છે, જયાં મૃત કોષો હોય છે તે જગ્યાએ Comedones વધુ જલ્દી વધે છે.

કેટલાક મુદ્દાઓ:

  • ઇન્ડોફાઇન ફેકટર્સ
  • ઋતુ પ્રમાણે બદલાવ.
  • દર્દીમાં વધુ તૈલી, ગ્રીસ, પોલીવિનાઇલ, ટા વગેરે...
  • ચુસ્ત કપડાં પહેરવા.
  • પહેલાના ઔષધોપચારનો ઇતિહાસ.
  • તાવના સંબંધિત લક્ષણો.
  • આ અંગેના પહેલાના ઔષધોપચાર ઇતિહાસ.
  • ભાવનાશીલ તાણ અને માનસિક તાણના પરિણામો.

ખીલનું નિદાન કેવી રીતે શકાય?

અનેક જાતના ખીલમાં વિવિધ પ્રકારના ઉપચાર ડૉક્ટરો કરીશકે છે. દર્દીના હોમૉન્સમાં બદલાવાના કારણે ખીલ વધ્યા છે કે શું? તેની પણ તપાસ ડૉક્ટર કરે છે. ઘણી વખત ખીલમાં બીજા કેટલાક પરિસ્થિતીઓ કારણભૂત હોય છે. ક્યારેક જ ખીલ માટે શંકા થાય છે. સાધારણ રીતે મોટી ઉંમરના દર્દીઓમાં જોવા મળે છે. તમારા ખીલ ક્યા સ્થિતીમાં છે તે તામારા ડૉક્ટર તેનો યોગ્ય ઔષધોપચાર દ્વારા જણાવશે.

ખીલનું નિયંત્રણ

કમનસીબે ખીલને પૂર્ણપણે નિયંત્રણ માટેનો ઇલાજ નથી. ખરાબ આદતોને લીધે, બીજા કેટલાક કારણોને લીધે તરૂણો આ ખીલનો શિકાર થતા હોય છે. તેમજ માસિક ધર્મના સમયમાં મહિલાઓમાં ખીલ જોવા મળે છે. દિવસમાં બે વાર ચહેરાને સ્વચ્છ પાણીએ ધોવાથી તેમજ કાયમ mild cleanser વાપરવાથી ખીલ ઓછા થાય છે. તેમને કાયમ માટે ડાઘા પડતા નથી. બીજા ખીલના પ્રકારો જે ઔદ્યોગિક તેલ અથવા રમત-ગમતના સાધનોને લીધે, જે ચહેરા પર, છાતી પર કે પીઠ પર લગાવવાથી થાય છે તેવા વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવાથી ખીલનો ત્રાસ ઓછો થઈ શકે છે.

ખીલનો ઔષધોપચાર

ખીલ બઘી જગ્યાએ અડચન દેખાય છે. તે માટે વૈદ્યકીય ઔષધોપચારની જરૂરી છે. સેવ ખીલ, adolesence, ના કારણો સામાન્ય રીતે ભાવુક પ્રશ્નો, ડ્રીપ્રેસન હોય છે. અતિશય સેવ કેસ માટે ડાઁકટર પાસે ઔષધોપચાર ઉપલબ્ધ હોય છે.
ખીલના ઔષધોપચામાં local અને systemic આ બે ઔષધોપચારાના પ્રકારો ઉપલબ્ધ છે. ખીલમા mild થી severity સુઘીના અનેક પ્રકારો છે તેને લીઘે ખીલ ઔષધોપચાર પઘ્ઘતી પણ mild drastik આમાં વિભાગો આવેલ છે આ ઔષધોપચારમા ત્વચા પર ગંદકી ચોટીને રહે છે તે બંઘ છિંદ્રોમાંથી પહેલા કાઢવામા આવે છે અને જરૂરી પડતાં ઇન્ફેકશનનો ઔષધોચાર કરવામાં આવે છે. આ ત્વચાના બહીર્ગત ઔષધોપચાર અથવા અંતર્ગત ઔષધોપચાર સહાયથી કરવામાં આવે છે.

Topical ઔષધોપચાર

આ ઔષઘોપચારાની પદ્ધતી માટેના અનેક પ્રકારના ઔષધો બજારમાં ઉપલબ્ધ છે. સુરક્ષિત તથા સામાન્ય ઔષધોપચાર એટલે સાબુ અને પાણી. બીજા સામાન્ય પદ્ધતી એટલે સાબુ, સલ્ફ અને resorcinal આ મિશ્રણ nenzoyl proxide આ ઔષધોપચારાનો ધ્યેય ત્વચા સ્વચ્છ કરીને, તેલનું પ્રમાણ સુકવી, ખીલ bacteria ને મારી નાશ કરે છે. એન્ટીબાયોટીકના નાના ડોસ જેવા અઁરીથ્રોમાયસીન પણ આ ointments માં ભળેલા હોય છે.

સિસ્ટમીક ઔષધોપચાર

સિસ્ટમીક ખીલના ઔષધોપચારાની તે ટેટ્રાસાયકલીન, અઁરીથોમાયસીન, માયનોસીકલીનનો સમાવેશ થાય છે. તે ખીલના બેકટેરીયા પર હુમલો કરે છે. તેને ટીનાઁઇડસ કહે છે. આ ફકત ડાઁકટરની દવાની યાદીના દ્વારા પ્રાપ્ત થાય છે. benzoyl-peroxide આ અનેક વર્ષથી ત્વયા તજ્ઞ ઔષધોપચારમાં આપે છે. જે વ્યક્તિ benzol-peroxide ઘટક ધરાવતાં પ્રોડકટો વાપરે છે તેઓએ તડકામાં ફરવાનું ટાળવું.

વિટામિન A ની ઉત્પત્તિ

વિટામિન A માંથી જે ઘટક ઉત્પન્ન થાય છે એટ્લે એ કે isotretinoin ને પેટ્માં લેવું પંરતુ જો ગર્ભવતી મહિલાઓએ જો થોડો પણ તેનો ઉપયોગ કર્યો હોય તો બાળકના ચહેરા પર ખરાબ પરિણામ દેખાય છે. તે ખીલ પર ઔષઘોપચાર કરવો ખુબ કઠીન હોય તો isotrerinoin આપવામાં આવે છે. જે વીટામીન ઉ થી તૈયાર થાય છે. આ પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્ર આપવામાં આવે છે. આ ઔષધ બીજા કોઇએ વાપરવૂં નહી. વિશેષ કરીને ગર્ભવતી મહિલાઓ.

ફેસ પૅક (માસ્ક)

ડીપ ક્લીન્સીંગ માસ્કની ઉપયોગીતા નીયે દર્શાવેલ છે

  • ત્વચામાં રહેલા દુષિત દ્રવ્યોને બહાર કાઢવા માટે.
  • ત્વચાના છિંદ્રો ખુલ્લા કરવા માટે
  • ત્વચાની સ્નિગ્ધતા સામાન્ય કરવાં માટે
  • ખીલ અને બ્લેક હઁડસ ઉત્પન્ન કરના સ્નિગ્ધ દ્રવ્યો તથા બઁકટેરિયાનો નાશ કરવા માટે.

માસ્કના પ્રકારો

એક સારો ફેસ પઁક/માસ્ક તમારી ત્વચાને સુંદર કરી શકે છે. તેના માટે તમો મોંધા ફેસ પઁક ખરીદવાની જરૂરી નથી. આરોગ્ય.કાઁમ જે તમારા માટે કેટલાક ફેસ પઁકો અંહી દર્શાવ્યા છે જે તમે ઘેર બનાવી શકશો.

  • નારંગીનો ફેસ પઁક/માસ્ક
  • એક માસ્ક માટે ૧ થી ૩ નારંગીની છાલ લો.
  • છાયામાં તેને પૂર્ણ રીતે સૂકાવવા દો. તેનો ચૂર્ણ બનાવી તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી તથા એક ટી-સ્પૂન મદ્ય નાખો.
  • આ મિશ્રણ ચેહરા પર લગાવો.
  • ૧૦મિનિટ રાખી ચહેરાને ગરમ પાણીથી સાફ કરો.

લીંબૂનો ફેસ પઁક/માસ્ક

  • એક વખનતા ઉપયોગ માટે ૪-૫ લીંબૂના છાલ લો.
  • છાયામાં તેને પૂર્ણ રીતે સૂકવવા દો. તેનો ચૂર્ણ કરી તેમાં પ્રમાણાસર પાણી તથા ૧ ટી-સ્પૂન મદ્ય નાખો.
  • આ મિશ્રણ ચહેરા પર લગાવો.
  • ૧૦મિનિટ રાખી ચહેરાને ગરમ પાણીથી સાફ કરો .

મદ્ય-લીંબુ-ચણાનો લોટ(બેસન)-હળદ નો ફેસ પઁક /માસ્ક

  • ૨ ચમચી ચણાનો લોટ લઈ તેમાં ૧ ચપટી હળદ પાવડર, ૧ ટી-સ્પૂન મદ્ય અને ર ચમચી લીંબુનો રસ લો
  • જો જરૂરી પડે તો મિશ્રણ બનાવતી વખતે પાણીનો ઉપયોગ કરો.
  • આ મિશ્રણ ચહેરા પર લગાવો. સાધારણ રીતે ૨૦ મિનિટ રાખો.
  • પછી ચહેરો ગરમ પાણીથી સાફ કરો.

ચણાનો લોટ, હળદ, દુધ નો ફેસ પઁક/માસ્ક

  • વિવિધ પ્રકારના ત્વચાની સમસ્યા માટે આ એક પાંરપરિક ભારતીય પદ્ધતી છે.
  • ૨ ચમચી ચણાનો લોટ, ૧/૨ ચમચી હળદ પાવડર, ૧ ચમચી દૂધ.
  • આ મિશ્રણ ચહેરા પર લગાવો.
  • સાધારણ રીતે ૨૦ મિનિટ રાખી ચહેરાને ગરમ પાણીથી સાફ કરો.

કેટલાક કુદરતી અઁસ્ટ્રીંજટસ

  • ત્વચાની આરોગ્ય તથા સૌંદર્ય જાળવવા માટે એસ્ટ્રીંજટસ ઘણા ઉપયોગી છે.
  • ફેસ પઁક અથવા મેકઅઁપ કાઢયા પછી નિયમિત રીતે એસ્ટ્રીંજટસ ઉપયોગ કરો.

તરબૂચનો રસ

  • ૧/૨ તરબૂચના છાલનો નીચોડેલો રસ કપડાં(કપાસ) થી ચેહરા પર લગાવો.
  • પૂર્ણ રીતે સુકાવા દો
  • નરમ કપડા(કપાસ) થી ચેહરા પર લગાવો.
  • ત્યા બાદ ગરમ પાણીથી ચેહરા સાફ કરો.

ટમેટાનો રસ

  • મધ્યમ આકારના ટમેટાનો દબાવી રસ કાઢી તેને ગાળી લો.
  • નરમ કપડા(કપાસ) થી ચહેરા પર લગાવો.
  • પૂર્ણ રીતે સુકાવા દો.
  • ત્યાર બાદ ગરમ પાણીથી ચહેરો સાફ કરો.

લીંબુનો રસ

  • મધ્યમ આકારના લીંબુના રસને ગાળી લો.
  • નરમ કપડાં(કપાસ) થી ચહેરા પર લગાવો
  • પૂર્ણ રીતે સુકાવા દો
  • ત્યા બાદ ગરમ પાણીથી ચહેરો સાફ કરો.
  • લીંબુના રસને ક્યોરક ત્વચા સહન કરતી નથી ત્યો તેનો ઉપયોગ બંધ કરો.

કાકડીનો રસ

  • મધ્યમ આકારની કાકડી લઈ તેને દબાવી રસ કાઢો. તે રસને ગાળી લો.
  • નરમ કપડાં(કપાસ) થી ચેહરા પર લગાવો.
  • પૂર્ણ રીતે સુકાવા દો.
  • ત્યા બાદ ગરમ પાણીથી ચહેરો સાફ કરો.

ફેસ પઁક
ખીલના વિશે થતી ગૈરસમજ અને સત્ય પરિસ્થિતી

ગેરસમજ
તનાવને લીધે ખીલ થાય.

સત્ય પરિસ્થિતી:
રોજ થતો તનાવ (તાણ) એ ખીલ થવાનું કારણ નથી. પરંતુ કેટલાક ઔષધોના પરિણામોને લીધે તમને વધુ તનાવ (તાણ) થઈ શકે છે. જો તે ઔષધોનું પરિણામ હોય તો તમારા ડાઁક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

ગેરસમજ
ઓછા હાયજીનના લીધે ખીલ થઈ શકે છે.
સત્ય પરિસ્થિતી:
ખીલના કારણો ક્યારેય ખરાબ અથવા બાહ્યરીતે તૈલી રહેનારી ત્વચા નથી. ચેહરાને વાંરવાર અને કઠીન પ્રકારે ઘોવાથી અને કઠીણ કપડાંથી લુછવાથી આ કારણોને લીધે ત્વચામાં બળતરા થાય છે. તે ખીલ માટે હાનિકારક છે.

આટલું કરો:- હળવા હાથે, સારા સાબુથી ચેહરાને સ્વચ્છ રીતે ધુઓ. હળવા હાથે લુછો અને ખીલને યોગ્ય રીતે ઔષધોપચાર કરો.

ગેરસમજ
પ્રત્યેક ખીલના પ્રકાર માટે નિશ્ચિત અલગ-અલગ કાઁસ હોય છે.

સત્ય પરિસ્થિતી:
બજારમાં ઘણાં પ્રકારના અલગ-અલગ ઉત્પાદનો સહેલાઇથી મળી રહે છે. તે ખીલ તથા ખીલના પ્રકરને ઓછો કરવામાં મદદ કરે છે. જો તમને તમારા ખીલ વધુ હાનિકારક લાગતા હોય તો ત્વચા રોગ તંજ્ઞને બતાવો.

ગેરસમજ
ખીલ આહારને લીધે થાય છે. 

સત્ય પરિસ્થિતી:
સંશોધકોનું કહેવું છે કે આહાર એ ખીલ થવાનું કોઇ કારણ નથી. છતાં કેટલાક લોકોને ખીલ થવામાં તેમનો આહાર કારણાભૂત હોય છે. જો તેમને તેમના આહારની ખીલાનો ત્રાસ થતો હોય તો તેને ઉપયોગ બંધ કરવો. અને સમતોલ પૌષ્ટિક આહાર લેવો.
યાદ રાખો

આહાર અને ત્વચા

આહાર લીધે ત્વચા પર થતી અસરો

કોઇ એક વ્યક્તિના બદલાવની જે પ્રથમ દર્શનીય છાપ બીજા પર પડે છે તેજ છાપ કાયમ માટે રહેતો હોય છે. પંરતુ જો તમે દેખાવમાં સુંદર હશો, ગોરા હશો, આકર્ષક હશો, તો તમારા વ્યક્તિત્ત્વની એક સારી છાપ લાવી શક્શો. તમે જે આહાર લો છો તે તમારા વ્યક્તિત્વમાં દર્શાય આવે છે. જો આપણને સુંદર દેખાવ અને ખિલેલી ત્વચા જોઇતી હોય તો આપણે યોગ્ય સમયે યોગ્ય આહાર લેવાની આવશ્યકતા છે.

સોડીયમ

સોડીયમની ઉણપતાને લીધે ત્વચા ચીકણી બને છે. તેના લીધે થોડા વખતમાં ત્વચામાં કરચલીઓ થવા લાગે છે. સોડીયમની ઉણપતા પુરવવા માટે ભરપુર પ્રમાણમાં કાકડીનો ઉપયોગ કરવો જરૂરી છે. એના લીઘે ઉનાળામાં તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ મળે છે.

આયોડીન

આયોડીનની ઉણપને પુરવવા માટે આયોડીનયુક્ત પદાર્થોનો સેવન વધુ કરવો જોઇએ. જેવા કે ગાજર, બીટ વગેr

ફ્લોરીન

ફ્લોરીનના ઉણપને લીઘે ત્વયા છિદ્રાંળુ થઇ જાય છે. આને લીધે રક્ત અને બોળમાં તક્લીફ ઉત્પન્ન થઈ શકે છે. આ Flourine આહાર (ખોરાક)ને રાંધવાથી નષ્ટ થાય છે. તે માટે ખોરાક્ને કાયા ખાવા યોગ્ય છે. તેમજ રોજ ફળો, બકરીનું દૂધ લેવું તથા ચીઝ ખાવો. ક્રીમી પદાર્થ ખાવા.

સિલીકૉન

સિલીકૉનની ઉણપને લીધે ત્વચા પર અળાઇ(નાજુક લાલ ચકામાં) થતાં હોય છે. ત્વચા પર પરૂંના ત્રાસથી બચવા માટે ટામેટા, અંજીર, પાલક, સ્ટ્રોબીસ ખાવા. તેમજ લીલા શાકભાજી ખાવા જોઇએ. તમારા રોજના આહારમાં ઓછામાં ઓછું એક લીલા શાકભાજીનો સમાવેશ હોવો જોઇએ.

પાણી

તમે જેટલું વધુ પાણી રોજ પી શકો એટલું પાણી પીવું. સવારે ઉઠતાં જ એક લોટો ભરીને પાણી પીવું. તેમજ એક ચમચી મધ, લીબુંનો રસ અને પાણીનું મિશ્રણ કરીને પીવું. દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પિવાની આદત રાખવું. આના લીધે તમારા પાચનની ક્રિયા સુધરશે. તેમજ શરીરમાં રહેલા ટોકસીનને બહાર કાઢવામાં મદદ કરે છે. ધ્યાનમાં રાખો ત્વચાના બધા તકલીફો કિડનીથી શરૂ થાય છે. તેના માટે ભરપુર પાણી પીને શરીરને સ્વચ્છ રાખો.

વારંવાર પૂછાતાં પ્રશ્નોત્તરી

ખીલ એટલે શું?
ખીલ એ સર્વસામાન્ય ત્વચાની સ્થિતી છે. જયો સોબેશિયલ ગ્રંથી જે મૃત કોષોના લીધે બંધ થાય છે. અને સોબમને લીધે વ્હાઇટ હઁડસ, ફોલ્લી, pustules, અથવા cysts નિર્માણ થાય છે. ૧૦ થી ૪૦ ઉંમર ધરાવતાં લોકોને કોઇપણ પ્રકારના ખીલની સમસ્યા થઈ શકે છે. જે જગ્યાએ વધુ તૈલી ગ્રંથીઓ હોય છે જેવા કે ચહેરા, છાતી કે પીઠ તે જગ્યાએ વધુ થઈ શકે છે. તમે આ સમસ્યાને માત આપી શકો કે તેનો નિવારણ કરી શકો છો. પંરતુ તે માટે ફકત તેના કારણો અથવા તેની નજીકની યોગ્ય ચિન્હોની માહિતી હોવી જરૂરી છે. 

ખીલ થવાના કારણો ક્યાં ક્યાં છે?
ખીલ થવા માટે કત એક જ ઘટક કારણભૂત નથી. જો તૈલી ગ્રંથિઓ વધવા લાગે છે વિશેષ કરીને તરુણ વયમાં પ્રવેશ કરતી વખતે સામાન્ય રીતે ખીલનો ઉદભવ થાય છે. જો આ ગ્રંથીઓ પુરૂષના અંતસ્ત્રાવને લીધે ઉત્તેજીત થાય છે. તે સ્ત્રી તથા પુરૂષમાં મૂત્રપિંડની નજીકની ગ્રંથીઓમાં તૈયાર થાય છે. તૈલી ગ્રંથી ત્વચાની નીચે હોય છે તથા ત્વચા પર નાના છિંદ્રો દ્વારા તેમાંથી તેલ બહાર આવતો હોય છે. આ તૈલી પદાર્થને લીધે ત્વચાને ભેજવાળી સ્નિગ્ધતા મળે છે તથા તેનું રક્ષણ થાય છે. ક્યારેક છિંદ્રો નજીકના કોષો આ તૈલી ગ્રંથીના મુખને બંધ કરે છે. આને લીધે ત્વચા નીચેના તૈલી દ્રવ્ય નીકળવાનું શરૂ થાય છે. પ્રત્યેકના ત્વચામાં રહેલા બેકરેટીયાના આ તેલને લીધે ત્વચા ચમકે છે. તે ગુણાકારની રીતે પ્રમાણમાં વધે છે. જેના લીધે આજુબાજુના કોષોમાં પણ ચમક આવે છે. જો આ પ્રક્રિયા ઉપરના ભાગોમાં થતો હોવાથી pustule થાય છે. જો તે ત્વચાની થોડા ઉડાણ્માં હોય તો તે ફોલ્લલી થાય છે. અજે વઘુ ઉડાણમાં હોય તો હથકત નિર્માણ થાય છે. જો તેલ ત્વચાની ઉપરી સ્તર પર હોય તો વ્હાઇટ હઁડસ તૈયાર થાય છે. જો આ તેલ હવામાંના આઁકસીજનને લીઘે આઁકસડાઇઝડ થાય તો તે તેલ સફેદ રંગમાંથી કાળા થઈ બ્લેક હઁડસ નિર્માણ થાય છે. 

ખીલ શેના થી થતાં નથી?
નીયે દર્શાવલેલા કેટલાક કારણોને લીઘે ખીલ થતાં નથી 

આનુવાંશિકતા
માતા-પિતા હોય તે સમસ્યા બઘા લોકોને હોય જ એવૂં નથી. સિવાય ખીલની સમસ્યા દુનિયામાં ઘણા વધુ પ્રમાણમાં છે.

આહાર
દુનિયામાં બઘા વડીલો પોતાના બાળકને પિઝા, ચોકલેટસ, તૈલી પદાર્થ, જંક ફુડનો વધુ વપરાશ ન કરવા માટે સાવચેત કરતાં હોય છે. ખોરાક શરીરના માટે તથા આરોગ્ય માટે સારૂં નથી. તેના લીઘે ખીલની સમસ્યા વધી શકે છે અથવા ખરાબ થઈ શકે છે.

સિફેશન
તૈલી ગ્રંથીઓ તેલનું નિર્માણ કરે છે તે નૈસર્ગિક કામ છે. બ્લેક હઁડસ એ આઁકસડાઇઝ તેલ છે પરસેવો કે ધૂળ નહીં. કસરત કરતી વખતે નીકળતાં પરસેવાથી ખીલ થતાં નથી. વધારે પ્રમાણમાં ધોવાથી ત્વચા સૂકી બની જાય છે.

તાણ/તનાવ કેટલાક લોકો ફોલ્લીની સમસ્યાને લીઘે તનાવગ્રસ્ત હોય છે. તેના લીઘે તેવી સમસ્યા વધુ સમય સુધી રહે છે નહી તો ખીલની આ સમસ્યા તનાવની વિશેષ ભૂમિકા નથી. 

ગ્રંથે HORMONES
કેટલક મહિલાઓમાં ખીલની તકલીફ વારંવાર થતી હોય છે પંરતુ બઘાને થાય એવું નથી. હાઁમોન્સની તપાસ કે ઉપચારની કોઇ વધુ મદદ થતી નથી.

માસિક ધર્મની વખતે ખીલની સમસ્યા શું વઘે છે?
હાં. ગ્રંથીમાના સ્ત્રાવના બદલાવના લીધે જે માસિક ધર્મની વખતે થાય છે તેના લીધે કેટલાક સ્ત્રીઓમાં માસિક ધર્મના ૨ થી ૧ દિવસ પહેલા લક્ષણો દેખાય છે. 

પરસેવાને લીધે શું ખીલ પર તેની અસર થાય છે?
હા. પરસેવાને લીધે ખીલના વધવામાં મદદ થાય છે. શરીરમાંના સ્ત્રાવો જેવા કે પરસેવો, ધુળ ના લીધે ખીલની સમસ્યા ઉદ્દભવી શકે છે. 

ભેજવાળા હવામાનને લીધે શું ખીલની સમસ્યા ખરાબ થઈ શકે છે?
હા. ભેજવાના હવામાન અથવા ઘરમાં રસોડામાં કામ કરવાથી આ સમસ્યા વધી શકે છે. હાયફેશન અને વાળના મૂળના સોજો ખીલ માટે યોગ્ય કદી ન હોય શકે.

કોઇપણ પ્રકારના કપડાને લીધે ખીલ પર તેની અસર થઈ શકે છે?
વારંવાર દબાણમાં આવતા જેવા કે હેંડબેડસ, કૉલર અથવા બ્રાની પટટી આને લીધે તે ભાગના ત્વચા પર ડાગ પડી શકે છે. તે ભાગના ધાના પ્રસરણ લીધે થાય છે.

શું કેટલાક પ્રકારના સૌંદર્ય પ્રસાધનને લીધે ખીલની પરિસ્થિતી ખરાબ થઈ શકે છે?
કેટલાક પ્રકારના સૌંદર્ય પ્રસાધનને લીધે ત્વચામાં બ્લેક હઁડસ થઈ શકે છે. બ્લેક હઁડસ / વ્હાઈટ હઁડસ ઉત્પન્ન કરનાર તૈલી પદાર્થોનો ઉપયોગ ના કરો. કેટલાક લોકોને સનટઁન લોશનની એલર્જી હોય શકે છે તે માટે તે વાપરતા પહેલા તેની સાવચેતી લેવી. સનટઁન લોશન આ છાતી પર થોડી જગ્યાએ લગાવો અને તેની પ્રતિક્રિયા શું છે તે નોધો.

સગર્ભવસ્થામાં શું ખીલની સમસ્યા વધી શકે છે?
બધી સગર્ભા સ્ત્રીઓમાં ખીલની આ સમસ્યા થાય એવૂં નથી. કેટલાક સ્ત્રીઓમાં ખીલની સમસ્યા પૂર્ણ રીતે નહીવત હોય છે. પરંતુ સગર્ભાવસ્થા પછી પાછા તે ઉદ્દભવી શકે છે અને કેટલાક સ્ત્રીઓમાં ખુબજ ખરાબ પરિસ્થિતી નિર્માણ થાય છે.

ત્વચાને સ્વચ્છ કરનારા સાધનો( સ્ક્રીન ક્લેન્ઝસ)

સકીન ક્લેન્ઝનો ઉપયોગ શું છે. સારા સ્કીન ક્લેર્ન્ઝના લીધે ત્વચા પરના દ્યાતક બેકટેરીયાનો નાશ થાય છે અને ત્વયા સ્વચ્છ થાય છે. ત્વચાની સમસ્યાનો સામનો કરી શકીએ છીએ. ત્વયાની નૈસર્ગિક દક ની પાતળી સ્તર કાયમ રાખવા માટે, ત્વયામાં રહેલા વઘારાના તેલને દુર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.

કેટ્લાક સારી રીતે સ્વચ્છ કરનારા ઘટ્ક. (ક્લેર્ન્ઝ એજન્ટ)

  • એલનટોઇનઃ-ત્વયાને તરૂણ રાખવામાં મદદ કરે છે. તેમજ તેમાં એસ્ટ્રીજંટ તથા (ઘા) મટાડવાના ઘટ્કો છે.
  • ખાંટા ફળોઃ-આમાં ભરપૂર એસ્ટ્રીજંટ તથા એન્ટી ઓકસીડંટ ઘટ્કો હોય છે જે ત્વચા માટે ઘણા ઉપયોગી છે.
  • નારીયલનો તેલઃ-ત્વયામાં ભેજનું પ્રમાણ કાયમી રાખવા માટે મદદ કરે છે.
  • ડિસ્ટીલ્ડ વૉટર-અતિશય શુઘ્ઘ કરેલા પાણી જેમાં ઘાતક ખનીજ પદાર્થ હોતા નથી.
  • ગ્લીસરીનઃ-ત્વયામાં ભેજને જાબવી રાખે છે.
  • ગ્રેપ રૂટઃ-આ એક ઉપયોગી એસ્ટ્રીજંટ ટોનિક છે. જેમાં વીટામીન C, ક્લોરોફીલ તથા એન્ઝાઇમ હોય છે.
  • જોજાબા તેલઃ-ત્વયામાં હેલા ધ્ક ને સંતુલન રાખે છે. ત્વયાને સુંવાળી કરે છે આ સિવાય ત્વયામાં પાણીના વિદ્યટ્નની પ્રક્રિયામાં મદદ કરે છે.
  • જ્યુનિપ તેલઃ- તૈલી ત્વચા તથા ખીલ પર પ્રભાવશાળી અસર કરે છે. આ એક એન્ટીસેપ્ટીક, એસ્ટ્રીજંટ અને ત્વચા સ્વચ્છ કરનાર તથા ત્વયા ટોન કરનાર છે.
  • કેલ્પ (એક સમુદ્રી વનસ્પતી)ઃ-આમાં રહેલા આયોડીન, ગંધક અને એમિનો એસિડ જે ત્વયાને નિરોગી બનાવવામાં ઉપયોગી છે. આ ખીલ માટે યોગ્ય એન્ટીબાયોટીક છે.
  • પામ તેલઃ-ત્વયાને સુંવાળી કરે છે.
  • રોઝ પેટ્લ્સ (ગુલાબની પાંખડી)ઃ-આ એક નૈસર્ગિક એસ્ટ્રીજંટ છે. જે સૂકી ત્વચાને સુંવાળી બનાવે છે.
  • સીસમનું તેલઃ-અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વયાને રક્ષણ આપે છે. તૈલી ત્વચા માઠે વધુ ઉપયોયી છે. જેમાં લિનોલીક અને સેચ્યુરેટેડ એસિડ છે.
  • સોડીયમ સલ્ફાઇટ્સઃ- આ એક ક્લેન્ઝ અને ત્વચા માટે સૌમ્ય છે.
  • ટી.ટ્રી. તેલઃ- પ્રતિ જૈવિક, તેમજ જંતૂનાશક દ્ર્વ્ય છે. આને લીઘે ત્વયામાં થતા લાલાશ અને ખંજવાળને ઓછો કરે છે. આના લીઘે પરૂં નથી થતો અને ઘણા ઉપયોગો છે.
  • યુ.વી.એ/યુ.વી.બીઃ-એલર્જી ઓછી કરવા માટે બીજા કેટ્લાક દ્ર્વ્યો સાથે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  • વીટામીન સીઃ-ત્વયામાં રહેલા ભેજને જાળવી રાખવા તેમજ ત્વયામાં લાલાશને ઓછો કરવામાં મદદ કરે છે.
  • વોટ્ક્રેસઃ-તેલ ઉત્પન્ન ઓછો કરે છે અને ભેજ નિયંત્રીત કરવા માટે મદદ કરે છે. આમાં વીટામીન, ખનીજ દ્ર્વ્ય આવેલ છે જે ત્વચા નિરોગી રાખવામાં ઉપયોગ થાય છે. વિશેષ કરીને ત્વચા પરના ડાગ અને બીજા કેટ્લાક ઉપર અસરકારક છે. તેમાં વઘુ પ્રમાણમાં વીટામીન સી, ખનીજ દ્રવ્ય, લોહ અને આયોડીન છે.
  • વ્હાઇટ જર્મ(જંતુ):-ત્વયાને સુવાળું બનાવનારા એટી ઓકસીડંટ અને મૂળ ને સાફ કરનારા ઘટ્કો છે.

તમારી ત્વચાની માવજત કેવીરીતે કરશો

ખીલ ઔષઘોપચારમાં ત્વચાની સૌથી સારી પ્રાથમિક સારવાર એટલે ચહેરાને દિવસામાં બે વબત સ્વચ્છ પાણી થી ધોવૂં અથવા સારા સાબુનો ઉપયોગ કરવો. ખુબ જાડા ખરબચડા ટુવાલથી (કપડાંથી) યહેરાને લુછવું નહીં.
વાળની નજીકની ત્વચા માટે રોજ શેમ્પૂ લગાવીને વાળ ધોવા આવશ્યક અને સારું છે. સફળ ઔષધોપચાર માટે ખીલથી પ્રસરેલા ત્વચાના ભાગને સ્વચ્છ રાખવી એ સારી શુરુઆત છે. માટી, ધૂળથી ખીલનો રોગ થતો નથી. જે વખતે અઁકતે પર ઔષધોપચાર ચાલુ હોય તે વખતે ઔષધોપચારાની સાથે-સાથે સ્વચ્છતા જાળવવી એ પણ એટલું જ મહત્ત્વનું છે. જે દર્દીને ખીલ થયા હોય તેમણે યોગ્ય સલાહથી કસરત કરવાનું જાળવી રાખવું.
ચુસ્તરીતે બાંધવામાં આવેલ કપડું, જાડા પેડસ, ટોપી, હેલ્મેટ આને ખીલ થયેલા ભાગમાં હાની પહોંયે છે. પરસેવાને લીઘે ખીલ થતાં નથી. પણ પરસેવો આવતા ખીલ વાળા ભાગ પર હાનિ કારક પરિણામો થતા હોય છે. જો ખીલ ચહેરાના વિશિષ્ટ ભાગ પર હોય તો રોજ ચહેરા સાથે કયાં કયાં અવયવોનો સંપર્ક થાય છે તેનો વિચાર કરો. જેવા કે ટેલીફોનનો રીસીવ્હર કાન પર રાખી શકાય કે નહી? ચહેરાને હાથનો આધાર આપી વિશ્રાંતી લઈ શકાય કે શું?
જે સ્ત્રીઓ મેકાઅઁપનો ઉપયોગ કરે છે તે વખતે વાઁટ બેસ કોસ્મેટીકનો ઉપયોગ કરવો. oil,free કોસ્મેટીક અને "non-comedpgenic" આ જો પેકીંગ પર લખેલું હોય તો તે મેકઆપ clogpores નથી તે દર્શાવે છે. આઁઇલી કોસ્મેટીક ગંદકી (ધૂળ, માટીને) ને આકર્ષે છે તેને લીઘે ખીલ થાય છે. ઘણા બઘા લોકો જે ઇંડસ્ટ્રીયલ આઁઇલ કંપનીમાં કામ કરતા હોય છે, ગ્રીસ ને હવાથી પ્રસરે છે તે ખીલ માટે હાનિકારક હોય છે. જે લોકો ગ્રીસવાળા હાથથી ચહેરાને સ્પર્શે છે તે ખીલના દર્દી થાય છે. એક મોટી ગૈરસમજ એ છે કે ગ્રીસવાળા બાહ્યપદ્દાર્થાને લીઘે પિંપલ્સ થાય છે. ખરેખર આહાર અને ખીલ વય્યે ખુબ દૂરનો સંબંધ છે. ચોકલેટ અને french,fries આ તમરા વજન પર પરિણામ કરતા હોય છે અઁક્ને પર નહીં. વૈયક્તિક રીતે જો કોઇને એવું લાગતું હોય કે બાહ્યપદ્દાર્થાને લીઘે ખીલ પર પરિણામ થાયે છે તો તેવા પદ્દાર્થાનો સેવન ન કરવુ યોગ્ય છે.
હજી એક વાતની કાળજી લેવાની આવશ્યકતા એ કે ખીલ થયેલા દર્દ્દી પિંપલ્સને હાથથી ફોડે છે તેના લીઘે હાથની ગંદકીને કારણે ખીલ તેથી વઘી જાય છે. અને તે જગ્યાએ દાગ પડવાની શક્યતા રહે છે.

ત્વચા સૌંદર્ય

સુંદર ચમકતા વાળ એ સ્ત્રીનું અગત્યનું સૌંદર્ય છે. વાળની તંદુરુસ્તી એ શરીરની તંદુરુસ્તીનું સુચન કરે છે.
વાળનું આયુષ્ય એ કેટલાક મહિના થી વર્ષ સુધીનું હોય છે. વાળની માવજત કેવી રીતે થાય, તેના મૂળ કેવા છે તેના પર અવલંબિત હોય છે. એમ જોવા જઈએ તો વાળની સર્વસાધારણ આયુષ્ય પર વર્ષ સુધી હોય છે. પછી શુરુઆતથી વાળ નાના આવે છે અને તેની પ્રક્રિયા ઓછી થતી જાય છે પછી તે વાળ ખરી પડતાં હોય છે અને કેટલાક મહિનામાં તે જગ્યાએ નવીન વાળ આવે છે. સાધારણ રીતે મોટી વ્યક્તિના માથામાં ૧,૨૦,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ વાળ હોય છે તે પૈકી ૧૦૦ વાળ એક દિવસમાં ખરતાં હોય છે.
વાળ પાતળા થતાં નથીતે વખતે નવીન વાળ આવતા હોય ત્યાથી ત્રાસ થાય છે. વાળની ગ્રંથીઓમાં યોગ્ય રીતે રુધિરાભીશણ ન થવાથી તેમાંના હોર્મોનિલ પ્રક્રિયા નિરોગી વાળ બનવી શક્તા નથી. વાળ એ એક સારું સૌંદર્ય હોવાને લીધે તેની સારી કાળજી લેવી જોઇએ.
વાળમાં ચાર પ્રકાર હોય છે. સામાન્ય, તૈલી, શુષ્ક, તૈલી શુષ્ક,. સામાન્ય વાળમાં ચમક હોય છે પણ તે તૈલી હોતા નથી તેની સંભાલ લેવી ખુબ સહેલી છે. તૈલી વાળને શેમ્પૂથી ધોયા પછી એક/બે દિવસ સારા દેખાય છે અને પછી તે તૈલી થઈ જાય છે.
શુષ્ક વાળ શેમ્પૂથી ધોયા પછી સંભાળવામાં ખુબ તકલીફ થાય છે. તેના છેવટના મૂળ બે-મૂળિયા હોય છે. તૈલી શુષ્ક વાળ ધણાં લાંબા હોય છે. તે વાળના મૂળ ભાગ તૈલી હોય છે. પરંતુ વાળના છેવટના મૂળ શુષ્ક હોય છે.
વાળની સૌંદર્યતા એ સારા નિરોગી પ્રકૃતિ પર અવલબિંત હોય છે. વાળનો પ્રોટીન, હાય પ્રોટીન એ આહારને લીધે આપણા વાળ નિરોગી તથા કઠિણ બનાવવામાં મદદ કરે છે. વીટમીન B એ પ્રમુખ રીતે લીવર મારફત તેના લીધે તમારા આહારમાં અઠવાડિયામ એક વખત તો લીવ મિલ હોવો જોઇએ.
વાળના આરોગ્ય માટે મિનલ સાથે આર્યન, કોપ, આયોડીનનો પણ સમાવેશ હોવો જોઇએ. જો તમરા વાળ તૈલી હોય તો આહારમાં તૈલી પદાર્થ બંઘ કરવો જોઇએ. ફક્ત લીલા શાક્ભાજી , સલાડ, ઇંડા તાજો માંસ વગેરે ખાવા, શુષ્ક વાળ માટે નિયમિત આહારમાં વનસ્પતી તેલનો ઉપયોગ કરવો. પરંતુ તળેલા પદાર્થનું સેવન બંધ કરવું.
ખોડો એ સામાન્ય રીતે શુષ્ક, સામાન્ય અને તૈલી વાળમાં હોય છે. સંતુલિત આહાર અને સારું આરોગ્ય એ ખોડા થી કાયમ માટે મુકિત મેળવવાનું આવશ્યક છે.
ચીઝ, મટન, ઇંડા, માછલી, આમાં ભરપૂર પ્રોટીન યુક્ત આહાર લેવો. કઠોળ નો પણ આહારમાં સમાવેશ કરવો જેથી કરીને વાળમાં મજબૂતી અને ચમક આવશે. વાસી ખોરાક ન ખાવું. તે આરોગ્ય માટે હાનિકારક છે.
ડેરીના દૂધથી બનાવલેલા પદાર્થ ખાવા. સ્કીમૂડ અથવા સેમી-સ્કીમૂડ દુધ લેવૂં તેમાં ફેટસનું પ્રમાણ ઓછું હોય છે.

કન્ડિશન

કન્ડિશનમાં કેટલાક સારા ગુણધર્મ હોય છે., તેની સાથે-સાથે શેમ્પૂ કરેલા વાળમાં કેટલાક ખરાબ ઘટક પણ આવે છે. કન્ડિશન વાળના આરોગ્યને સારૂં રાખે છે.
તમારા વાળ ખુબ સુંદર અને નિરોગી હશે. કેટલાક સમય દરમ્યાન જો ખરાબ અને નિસ્તેજ થવા લાગે તો કન્ડિશનનો ઉપયોગ કરવો. કન્ડિશન એ વાળના ખરાબ થયેલા ભાગને સારો કરવાં માટે, તેમજ color pigments બંધ કરવા માટે કન્ડિશન તે વાળ ઉપર એક પ્રોટેક્ટીવ ફિલ્મ તૈયાર કરે છે.
કર્લી કરેલા વાળને તે કર્લી રાખવામાં કન્ડિશન મદદ કરે છે. જો તમારા વાળ સૂકા dry હોય તો હાયડ્રેટીંગ હેયર માસ્ક hydrating hair mask વાપરવો.
મોઇસ્યારાઇઝીંગ ઉપચારને લીધે તમારા વાળ સુંવાળા અને તેને બાંધવામાં સળરતા રહે છે. પ્રોટીન પઁક વાપરવાથી તમને ધ્યાનમાં આવશે કે તમરા વાળમાં શક્તિ પાછી આવી છે.
સારા વાળના સૌંદર્ય માટે કન્ડિશનનો ઉપયોગ કરો. વાળની કાળજી રાખવાનું ટાળવા માટે ગરમ તેલનો ઉપયોગ શક્ય ત્યાં ટાળવો.

ઉતરતાં વાળ
દિવસમાં ૨૦૦ થી ૨૦૦ વાળનુ ઉતરવું સાધારણ છે આ માટે કાળજી કરવાની જરૂરી નથી. જો તેનાથી વધુ વાળ ઉતતા હોય તો તે માટે ચિંતા કરવી જોઇએ.
હોર્મોન્સમાં બદલાંવ, શોક, તનાવ, ડિપ્રેશન, બિમારી, અપૂરતો આહાર આ બધાને લીધે વાળ ઉતરવાના કારણો વધે છે. આજના યુગમાં આ માટે અનેક ઔષધોપચાર ઉપલબ્ધ છે. પરંતુ આ બધા કરતા વધુ મહત્ત્વનું એ કે તમરા ડૉક્ટરની સલાહ લેવી.
આ અંગેના મોધા ઉપચારોથી બચો ખને પૂરતો આહાર, વિટામિન, મિનરલ્સ, પ્રોટીન્સ, હેડમસાજ અને લિકસેશનથી ઉતરતા વાળના ઉપચારમાં ઘણી મદદ કરે છે.

વાળના પ્રકારો

સામાન્ય વાળ

આ પ્રકારના વાળ સાધારણ રીતે અનુવંશિકતેને લીધે હોય છે. આપણાને ધ્યાનમાં આવશે કે વાળની સર્વસાધારણ માવજત એ વાળની તંદુરુસ્તીને જાળવી રાખવી. તમે વાળની કાળજી રાખવા માટે કઠીન, ત્રાસદાયક પ્રોડક્ટ વાપરાવાનું બંધ કરો. વાળને આકાર આપતા સાધનોનો ઉપયોગ ટાળવો.

નિસ્તેજ/સૂકા વાળ

અપૂરતો આહાર, કેમિકલ્સનો ઉપયોગ, heated,styling,appliances સૂર્યપ્રકાશનો વધારે સંપર્ક આ બધા પરિણામને લીધે વાળ સૂકા અથવા નિસ્તેજ બને છે.

તૈલી વાળ

હોર્મોન્સ અસંતુલનાને લીધે વાળ તૈલી બને છે. અપૂરતાં ખોરાક, હાર્શ(કકર્શ) હઁ કે પ્રોડક્ટ અને તનાવનાં પરિણામે વાળ તૈલી બને છે. આમાં સર્વસાધારણ રીતે મૂળ તૈલી(ચીકણું) હોય તો વાળના છેવટના મૂળ સૂકા હોય શકે છે. આ લક્ષણો સેબમના વધવાથી દેખાય છે.

બેમૂળીયા વાળ

ક્યુટીકલ ખરાબ થવાથી કોટેકલ ખુલ્લા પડે છે. તેના લીધે વાળ બેમૂળીયા (સ્પ્લિત એન્દ્સ) થવાના સંભવ હોય છે. કેમિકલ્સ અથવા હાર્શ ટ્રીટમેંટને લીધે પણ થાય છે.
કન્ડિશનથી આવી તકલીફો દૂર થતાં નથી તેથી બેમૂળીયા વાળને કાપી નાખવા જ યોગ્ય છે.
તમે વાળ(હજામ) કાપી આપતાં hair dresser વ્યક્તિત પાસે અથવા તમારી જાતે પણ કાપી શકો છો. વાળના છેવટના ભાગને હાથમાં લઈ તેને વ્યવસ્થિત રીતે પકડીને કાતર ચલાવવી. આ રીતે બે મૂળીયા વાળને કાપવું યોગ્ય છે. તે ધ્યાનમાં રાખવું.

ફલેકી સ્કાલ્પ

ફલેકી સ્કાલ્પ એ સેબમની ઉણાપતા, તનાવ, અપૂરતો ખોરકના લીધે થતો હોય છે. તેના પહેલાની જેવી બનવવા માટે મોશ્ર્યારાઇઝ ભરપૂર હોય તેવા શેમ્પૂ અને કન્ડિશનનો ઉપયોગ કરવો.

ખોડો

ખોડા વિરુદ્ધ લડાઇ

બીજા કેટલાક વાળની તકલીફો કરતાં ખોડા વિશે અનેક ગૈરસમજ હોય છે. ભારતમાં બધાને આરોગ્ય હોવાને લીધે બધા કાળજી લેતાં હોય છે. પરંતુ નક્કી શું કરવું તેની માહિતી કોઇને ખબર નથી. જેટલુ આપણે ગંભીર સમજીએ છીયે તેટલું છે કે શું.? બિલકુલ નહી જેને ખોડો સમજીએ છીએ ઘણીવાર તે ખોડો હોતો નથી. કેટલીક વાર ગમે તે પ્રકારનો શેમ્પૂ વાપરવામાં આવે છે. તેના લીધે વધુ નુકશાન થવાની શક્યતા છે.

ખોડો એટલે શુ?

૨૪ થી ૪૦ કોરિયમ મૃત કોષોના સ્તરને લીધે માથાની ત્વચા પર સામાન્ય scalp બને છે. તે મૂળ સ્તરથી ઉપરના સ્તર સુધી વધતી જોય છે. આ સર્વ પ્રક્રિયા માટે ૨૮ દિવસ લાગે છે. સાચા અર્થમાં ખોડોમાં આ પ્રક્રિયા વઘતી/તીવ્ર થતી હોય છે. તેના લીધે ૨૦ થી ૫૦ આવા સ્તરમાંથી નાના ટુકડા રુપે ખોડો પડવાની શરૂઆત થાય છે. તેના લીધે કોરિયમ ઘટટ પાતળું થવા લાગે છે. અને નવા કોષો બહારના વાતાવરણના કઠિન થઈ પડતાં હોય છે. આને લીધે કોષોમા સામાન્ય ગુણધર્મમાં બદલાવ થતો હોય છે તમને ઘણા શેમ્પૂ, ક્રિમ,તેલ, ખોડા માટે મળી શકે છે. પણ ખોડાનો પ્રશ્ન એની અંદર એ છે કે જો યોગ્ય સમયે કાળજી લીધી ના હોય તો વાળ ખરવા તથા ટુટીને પડવાનો સમય આવી શકે છે.

ચિન્હો

  • સફેદ/સુકા ટૂંકડા વાળમાં અથવા કપડાં પર દેખાય છે.
  • ખંજ, ખજંવાળ (માથામાં)
  • ત્વચા(માથાની) ઉત્તેજીત થવી.
  • ત્વચા તૈલી થવી.

દરોજ લેવાની કાળજી

  • પ્રદૂષણને ટાળો. તમારા વાળને સુર્યપ્રકાશ અને ઘૂળથી ઢાંકો.
  • જો ખોડાની સમસ્યા ખુબ વધો હોય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. તે તમને ઉત્ત્દ્દણ dandriff શેમ્પૂનો નિર્દેશ કરશે.
  • દર બે દિવસે શેમ્પુ કરો. શેમ્પૂને પૂર્ણરીતે સાફ કર્યાની ખાત્રી કરો. નહી તો તેના લીધે ખોડો થવાની શક્યતા રહેલી છે. શક્ય ત્યાં સુધી સોમ્ય શેમ્પૂ વાપરો.
  • જેમાં ઝીક પાયીથાઈન હોય તેવા શેમ્પૂનો ઉપયોગ કરો. શેમ્પૂ ૫/૧૦ મિનીટ રાખો. તમારા વાળ દર બે દિવસે ધોવો.
  • તમારા ડૉક્ટરની સલાહ લો.
  • જો ખુબ ઉપચારો કર્યાં છતાં ખોડો ઓછો ના થતો હોય.
  • જો તમારા છાતી પર, નાક પર, ભમર પર દાગ તૈયાર થવા લાગે તો.

સિબોરીક ડર્મિટાયટીસ

ઘણા લોકોને ઘણા બઘા ઉપચારો પછી પણ ઉપયોગ થતો નથી અને પછી ત્વચામાં બળતરા અથવા સ્તરનું જામી જવું શરૂ થાય છે. આ સ્થિતીને સિબોરીક ડર્મિટાયટીસ કહે છે. સિબારીયલ ગ્રંથીના લીધે આ રોગ થાય છે. તમારા ડૉક્ટર તમને Anti-dundruff શેમ્પુ અને ક્રિમ અથવા મલમ જેમાં હાયડ્રોક્રોટીસોન હોય તેનો ઉપયોગ કરવાનું જણાવશે.

તેમાં ત્રણ પ્રકારો છે

  • મોટા થાણી જેવો સ્તર જામવો. (S.Lcthyosis)
  • તૈલી, પીળાશ, ભૂખરું સ્તર (Oleosa)
  • સૂકી પીળાશ ફોફડી (S.Sicca)

કારણો

નક્કી કારણોની જાણ નથી.નાના બાળકો અથવા મોટા માણસોમાં જુદા-જુદા કારણો હોઇ શકે છે. એવું જાણવા મળે છે કે તૈલી ગંથીના અનિયમિતતાને લીધે થાય છે. જે વાળમાં તેલને જાળવી રાખવાની પ્રક્રિયા વધુ છે તે લોકોને આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. ક્યારેક ફગંલ ઇન્ફેક્શનના લીધે પણ થાય છે. સામાન્ય રીતે ફંગલ ઇન્ફેકશન થોડા પ્રમાણમાં હોય છે. પણ ક્યારેક તેના પ્રમાણમાં વધારો થવાને લીધે ત્વચા રોગ નિર્માણ થાય છે. 

ચિન્હો અને લક્ષણો

ત્વચા ઉપર સંસર્ગમાં આવેલો આ ભાગ લાલાશ અને તૈલી થાય છેં તે ઉપરાંન્ત તેના પર સફેદ અથવા પીળાશ ઘટટ જમાં થાય છે. સિબોરીક ડર્મિટાયટીસ સામાન્યરીતે માથામાંની પોપડી ચહેરા (કાનના ભાગે, ભ્રમર અને નાકની બાજુ)છાતી, ખભા, પગ, બાહુના સાંધામાં થાય છે. સિબોરીક ડર્મિટાયટીસના લીધે ત્વચા થોડી તૈલી અથવા ખરબચડી જેવી દેખાય છે. વધુ કરીને માંડી વાળીએ તે જગ્યાએ ખંજવાળ ક્યારેક વધુ તીવ્ર પણ થાય છે.

ઉપચાર

સિબોરીક ડર્મિટાયટીસ ઉપર ઉપચાર તે રોગના સ્થાન તથા વય ઉપર અવલંબિત હોય છે. ખોડા માટે શક્ય તો સેલીસાયલીક એસિડ, સેલેન્યિમ સલ્ફાઇડ અથવા પાયીથાઇન ઝીક યુક્ત શેમ્પૂ વાપરવાનો ઉપચાર કરવામાં આવે છે. આ શેમ્પૂ અઠવાડિયામાં બે વખત વાપરવો. આ શેમ્પૂ ખોડાને પુર્ણ રીતે ઓછો થાય ત્યાં સુધી વાપરવું. કોલ/ટા ધરાવતાં શેમ્પૂ પણ અઠવાડિયામાં ત્રણ વખત વાપરી શકાય. સંશોધક નવીન અને પરિણામકારક ઉપાય હજી પણ શોધી રહયા છે.

માથામાં જુનો ઉપદ્રવ

માથામાં જૂનો વધતો ફેલાવો

તમારા બાળકના માથામાં હમેશા ખંજવાળ આવવો? ધ્યાન આપો કદાય તેની માથામાં જુ કોઇ શકે શકે છે! ઉષ્ણતામાન ધરાવતાં પ્રદેશોમાં શાળામાં જતાં બાળકોમાં એક સર્વ સાધારણ તકલીફ એજ હોય છે એટલે કે માથામાં જૂવધારે કરીને બઘા બાળકોમાં જેમના વાળ લાંબા હોય છે તે આયુષ્યમાં એક વાર પણ આ તકલીફનો શિકાર બને છે. એનો અર્થ એ નથી કે મોટા માણસને આ તકલીફ થતી નથી!
જૂ એ નાનો પ્રાણી છે જે માનવીના વાળમાં રહે છે. તે સર્વસામાન્યરીતે નાના બાળકોના વાળમાં દેખાય છે. તેનો રોગ બ્રાઉનીશ હોય છે. પણ તે રક્ત પીવાને લીધે લાલ બને છે. તે માથાનાં ઘણા ભાગોમાંથી રક્તનું શોષણ કરે છે અને આ ભાગમાં શરીરના સૌથી વધુ રક્તનો પુવઢો હોય છે. આ જું ને માથામાંથી કાઢવા માટે એક અલગ પ્રકારનો કાંસકો મળે છે.(સાધારણ કાંસકાથી તે નીકળતાં નથી) માદા(જૂ) ૩ દિવસમાં સાધારણરીતે ૩-૪ લાખને જન્મ આપે છે. તે ફકત નખથી કાઠી શકાય છે. જે વાળને ખુબ મજબુત રીતે ચોટેલા હોય છે તે એક અઠવાડિયામાં તે લીખોનો જૂમાં રુપાંતર થાય છે. તે પછી એક અઠવાડિયામાં જૂલીખ બની શકે છે. આ પ્રકારો તેઓનો પ્રમાણ વધતો જાય છે.

જૂએ અતિશય ત્રાસદાયક હોય છે તેને લીધે

  • ખંજવાળ આવે
  • બીજા કેટલાક ઇન્ફેક્શન થવાની શક્યતા.
  • લાલચટક નાના માર્કસ માથામાં થાય છે.
  • આને લીધેખુબ જ ઓછા પ્રમાણમાં ગળા અને (હાથની નીચે) બગલમાં આનો ઇન્ફેક્શન થાય છે.
  • જૂ વિશેષ બાળક્ને શાળામાં કાનભંભેરણી કરવામાં આવે છે તે બાળક અને વડિલ બંનેને ખુબ કલેષદાયક લાગે છે. આમાં ખરેખર વૈયક્તિક હાયજીન આ નાના કારણો છે.
  • જૂએ પ્રત્યક્ષ માથામાંથી બીજાના માથામાં જાય છે અથવા બીજાનો કાંસકો, હઁડ બ્રશ, સ્કારફ, કેપ, હેંડફોન, હેલ્મેટના વાપરવાને લીધે પણ થાય છે.
  • જો તમારા કુંટુબમાં કોઇને માથામાં જૂ હોય તો નીચે દર્શાવેલા કેટલાક બાબતોનો ધ્યાનમાં રાખો.
  • પ્રત્યેકના વાળની તપાસ
  • જૂ ના નાશ કરવા માટે ઔષધોનો ઉપયોગ કરો.
  • પ્રત્યક્ષ રીતે જું નાશ કરો.
  • તેના ઉદભવના કારણો શોધો.
  • કેટલાક ઘરગુંથ્થી ઉપચારનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જેવા કે લીમડાના પાવડરની પેસ્ટ માથા પર લગાવો અને પછી વાળ ધોવો.
  • તમારા વાળ સ્વચ્છ અને નિરોગી, સુંદર રાખો !!!

શેમ્પૂ

દરરોજ વારંવાર તમારા વાળને ઓળવા જરૂરી છે. જેને લીધે વાળમાં રહેલા ધુળ અને સિબેશિયમ ગ્રંથીમાંથી નિકળતો સ્ત્રાવ દ્રવ્ય જે માથામાં ચામડીની બનતી સ્તરને દૂર કરવાની જરૂરી છે. શેમ્પૂની પ્રક્રિયા જે બે વિભાગમાં વિભાજીત છે. માટે તમો બે વખત શેમ્પૂ લગાવી ફીણ કાઢો અને વાળને સ્વચ્છરીતે ધોવો. ભરપૂર પાણીથી વાળને ધોવો. (શૉવરમાંથી પડતા પાણીથી)
હવે પ્રશ્ન એ ઉદભવે છે કે તમારો કેટલી વખત શેમ્પૂનો ઉપયોગ કરવો. સામન્ય વાળ હોય તો સ્ત્રીઓએ ૮ થી ૧૦ દિવસમાં એક વખત શેમ્પૂનો ઉપયોગ કરવો જોઇએ. સૂકા(નિસ્તેજ) વાળ માટે ૧૫ દિવસમાં એક વખત અને તૈલી વાળ માટે ૫ થી ૮ દિવસમાં એક વખત શેમ્પૂનો ઉપયોગ કરવો. અંહી એક ઉલ્લેખ કરવો જરૂરી છે કે વાળને સતત સારા શેમ્પૂનો ધોવાથી પણ આનું પરિણામ કેટલાક સમય પછી વાળને નુકસાન કરે છે. હાલમાં વાળ ધોવા માટે વિવિધ પ્રકારના ઘણાં બઘા ઉત્પાદનો બજારમાં મળી રહે છે. (સાબુથી તે ઔષધીય શેમ્પૂ સુધી) આ ઉત્પાદનો કેમિસ્ટ પાસેથી અથવા સારા જનરલ સ્ટોસઁમાંથી ખરીદી કરો.
હાલમાં બજારમાં વિવિધ પ્રકારના લીકવીડ (પ્રવાહી) શેમ્પૂ પણ મળી રહે છે. આ કૃત્રિમ ડિટર્જંટનો ઉદભવ ૧૯૩૯-૪૦માં થયો. આ સાબુ વગરનું શેમ્પૂ તે જડ અથવા હલકાં પાણીમાં વાપરવાથી જો વાળ નિસ્તેજ થાય તો, કોઇ પણ પ્રકારનો દાગ છોડતા નથી. કારણ કે તેમાંનો ભરપૂર ફીણ વાળને પૂર્ણરીતે સ્વચ્છ કરે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા ડિટર્જટનો વાળ ધોવામાં ઉપયોગ ના કરો. કારણ કે તેમાં ખરબછડા અને અલ્કાલાઇન યુક્ત હોય છે, જેને લીધે ત્રાસ થવાની શક્યતા હોય છે. ઉત્પાદકો ઘણી વખત રિફાઇન્ડ-ડિટર્જટ-સાબુન વગરનું શેમ્પૂ, સુંગધ અને બીજા કેટલાક દ્રવ્ય જેવા કે લેનોલીન અને લેસીથીનનો ઉપયોગ કરે છે જે વાળમાં ચમક અને સુવાળાં બનાવી રાખે છે.

ઔષધીયુક્ત શેમ્પૂ

આ શેમ્પૂનો ઉપયોગ માથાની ત્વચામાં થતા તકલીફો દૂર કરવાં માટે વાપરવામાં આવે છે.

જો તમારા વાળ સૂકા(નિસ્તેજ) હોય તો કાઁડ આઁઇલ, ટા અથવા લેસીથેન યુક્ત શેમ્પૂ નો ઉપયોગ કરવો. જો તમારા વાળ તૈલી હોય તો સલ્ફ યુક્ત શેમ્પૂનો ઉપયોગ કરવો. હાલમાં સૂકા અને રંગ આપનાર શેમ્પૂ જે પાવડરના સ્વરૂપમાં હોય છે તેને વાળમાં બરાબર પ્રસરાવવા અને પછી બ્રશ કરને કાઢી નાખવો. અને ફાયદો એ છે કે વાળને ભીના કરવાની જરૂરી નથી. તેમાં કૃત્રિમ ડિટર્જટનું મિશ્રણ એ પાવડરના સ્વરૂપમાં અને મિનલ સાઁલ્ટ હોય છે. વધુ કરીને સોડિયમ સાઁલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્નિગ્ધ પદાર્થને શોષી લે છે. આવી રીતે વારંવાર વાળને ન ધોતાં સ્વચ્છ રાખી શકાય તેવા શેમ્પૂ તૈલી વાળ માટે સુચવવામાં આવે છે.
રંગ ડાય આપતા શેમ્પૂ હાલમાં ખુબ લોકપ્રિય છે, કારણ કે તેના લીધે વાળ રંગ કરયા જેવો તેજ આવે છે. તે ડિટર્જટ યુક્ત સારા શેમ્પૂ છે જે બ્લીચ અથવા રંગવા Dye માં તેને વાપરવામાં આવે છે તે વાળની અંદર ન જતાં ફક્ત વાળ ઉપર એક પાતળા રંગો સ્તર બનાવે છે. રંગ આપતાં શેમ્પૂ સાધારણ રીતે હનિકારક હોતા નથી. પરંતુ જ્રોને એલઁજી હોય તેમને હાનિકારક થઈ શકે છે. જેવા કે દાગ/ખંજવાળ, ત્વચાની સમસ્યા, ગર્ભાવસ્થા, માસિક ધર્મ, જોનિવૃત્તી કાળ, સ્ત્રી જનૈનદ્રીય સંબંધિત સમસ્યામાં શેમ્પૂ વાપરવું નહી.
શેમ્પૂની અસરકારક પ્રક્રિયા માટે વાળને ધોતાં પહેલા ગરમ પાણીમાં ભીંજવો. વધુ ગરમ પાણી વાળ અને ત્વચા માટે હાનિકારક હોય છે. થોડું શેમ્પૂ માથામાં નાંખી આંગળીઓના ટેરવાંથી વ્યવસ્થિત ચોળો. જો તમારા વાળ લાંબા અને ઘટાદાર હોય તો વાળમાંથી તમારા આંગળીઓના ટેરવાને ત્વચા(તળીયા) સુધી લઈ જાવ અને માથાની ત્વચાને ઘસો/ચોળો પછી ગરમ પાણીથી વાળને સ્વચ્છ રીતે ધોવો અને ફરીથી એકવાર શેમ્પૂ લગાવો. આ વખતે હાથ વડે વાળને ઘસો. શેમ્પૂનો ફીણ સ્વચ્છ થવું જોઇએ જો ના થાય તો ફરીથી શેમ્પૂ લગાવો. શેમ્પૂ/ફીણ પૂર્ણરીતે સાફ થાય ત્યા સુધી વાળને પાણીથી ધોવો.
પછી તમે એક જાડા ટાવેલમાં વાળને વીટાળો/બાંધો. ઘડી નહી કરવી. હઁઅર ડાયરનો ઉપયોગ કરી શકો છો પણ વધો ગરમ હવા ન આપો.

તાત્કાલિક વાળ ધોવાની પદ્ધતી

 

જો તમારી પાસે સમય ના હોય અને શેમ્પૂ કરવાની જરૂરી હોય તો સૂકા વાળ ધોવાની પદ્ધતીનો ઉપયોગ કરો. તેમાં ઓછો સમય લાગે છે. એક મોજું લો બ્રશ/કાંસકાને તેનાથી ઢાકો. વાળ પર અથવા બ્રશ/કાંસકા પર કન્ડિશન ફેલાવો અને તેનાથી વાળમાં બ્રશ/કાંસકો ફેરવૂ.
ઘરગુંથ્થી શેમ્પૂ આમાં, ઘણી બઘી પદ્ધતીઓ છે તમારા વાળને યોગ્ય હોય તેની પસંદગી કરીને તેને ઘેર બનાવો.
પનામા વુડ શેમ્પૂ ૨ પાઇન્ટસ ગરમ પાણીમાં ૫૦ ગ્રામ પનામા વુડને ૧ કલાડ પલાળો. તેને ગાળીની લો. આ સામાન્ય અને તૈલી વાળ માટે ખુબ ફાયદાકારક મિશ્રણ છે.

રમ શેમ્પૂ

૨ ડેઝર્ટસ્પૂન ભરીને સુગંધિત લીનસીડ આઁઇલ તેમાં ૧ ઇંડાની જદી ભેળવો તથા તેમાં ૨ ડેઝર્ટસ્પૂન ભીને રમ નાખો. તેનાથી વાળ અને માથાને ત્વચા પલાળો. એક કલાક સુધી રાખો. પછી ગરમ પાણીથી વાળને ધોવો. નિસ્તેજ વાળ અને ખોડો માટે ઉપયુક્ત છે.

ઇંડા શેમ્પૂ

આ એક પ્રાચીન સૌંદર્ય પ્રકૃતી છે. ઇંડામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. બે ઇંડાના જદીને ૧ ગ્લાસ ગરમ પાણીમાં નાખી ફીણ તૈયાર કરો. વાળ અને ત્વચાને પૂર્ણ રીતે પલાળો. ૧ ક્લાસ રખી વાળને ગરમ પાણીથી ધોવો.

કન્ડિશનીંગ શેમ્પૂ

૧ અથવા ૨ ચમચી ટેબલસ્પૂન સાદા શેમ્પૂમાં એક ઇંડુ અને ચમચી Tebalaspun જિલેટીન પાવડર નાખો. આ એક અસરકારક કન્ડિશનીંગ શેમ્પૂ છે. ઇંડા અને જિલેટીનમાં પ્રોટીન હોય છે. જે તમારા વાળને ઘટાદાર અને સુંદર બનાવે છે.

ટાઁનિક શેમ્પૂ

૧ લીટર પાણીમાં અરીઠા, શીકાકાઇ, આંવળા પ્રત્યેક ૧૩૦ ગ્રામ નાખો. ૨૪ કલાક પલાળી આ મિશ્રણાને ઉકાળી ઠંડુ કરો. આ મિશ્રણાને ગાળી તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.

આર્યુવેદિક શેમ્પૂ

લોખંડના વાસણામાં ૨૦૦ ગ્રામ આઁલિવ અને શીકાકાઇને ઠંડા પાણીમાં રાતભર પલાળો. બીજા દિવસે સવારે ૧૦-૧૫ મિનિટ ઉકાળો અને ગાળી લો. આ મિશ્રણ શેમ્પૂ તરીકે વાળમાં લગાવો. આના લીધે તમારા વાળ સુંવાળા અને ચમકદાર બનશે.

ચમકતાં વાળ માટે

વાળની સ્વચ્છતા

યોગ્ય શેમ્પૂ અને કન્ડિશનને લીધે વાળની ચમકાટ અને આરોગ્ય વધે છે. આજના યુગમાં બઘા મોઇશ્ર્યાલઝીંગ શેમ્પૂ કન્ડિશન પર વધુ વિશ્વાસ રાખે છે. જેન લીધે ક્યુટીકસ બંધ થાય છે અને વાળ સુવાળા અને નિરોગી બને છે. વાળ ધોતી વખત કન્ડિશનને સંપૂર્ણ રીતે વાળમાં એક સરખી રીતે પ્રસરવા માટે જાડા દાંતી વાળા કાસંકાનો ઉપયોગ કરવો. જે શેમ્પૂને વાળના મૂળ સુધી પહોચાડે છે. ત્યાર પછી વાળને ઠંડા પાણીથી વ્યવસ્થિત રીતે ધુઓ. તેના લીધે વાળમાં ક્યુટીકલ બંધ થાય છે અને તેનો પરિણામ ખુબ સારો દેખાય છે.

આનાથી દૂર રહો (આનો ઉપયોગ ના કરો)

તમારા વાળ સારા અને નિરોગી રાખવા માટે વાળને સ્ટાયલિંગ ઇક્યુપમેંટ ના વાપરો. જો તમે વાળ સુકવવા માટે ડ્રાયનો ઉપયોગ કરતાં હોય તો તેને નાઁર્મલ એટેયમેંટ્સનો ઉપયોગ કરો. વાળ ઓળતી વખતે વાળને જમણી બાજુ ઉપરની તરફ વાળો. વધુ ચમક માટે plastic brush નો ઉપયોગ ના કરો, boar bristle brush નો ઉપયોગ કરો.

સલોન પોલિશ

જો તમો કેમિકલ્સનો ઉપયોગ કરી વાળને ચમકીલી બનાવવા હોય તો Hair Stylist ની સલાહ લો. તેમને ગ્લોસ પદ્ધતીના ઉપયોગ વિશે પૂછો. Shree wash ના લીઘે ક્યુટીકલ બંઘ થઈ સટફેસ સુવાળું બને છે. વાળને ન બદલતાં વાળમાં ચમક વધે છે.

નૈસર્ગિક ઉણપતાં

તમારા રસોઇ ઘરની એક મુલાકાત કરીને પણ તમે તમારા વાળને નિરોગી બનાવી શકો છો. તેના માટે નીચે દર્શાવેલી યુકિતનો ઉપયોગ કરો.
  • વાળની ચમક વધારવા માટે વાળને ધોતાં પહેલા ૧ કપ coder Vinegar વાળમાં લગાવો.
  • વાળના મૂળમાં અથવા વાળમાં સ્વીટ અલમોડ ઓઇલને લગાવો. તે બે કલાક રાખી પ્લેન સ્વીટ અલમોડ ઓઇલ વાળના મૂળમાં અને વાળને લગાવો. ૨ ક્લાક પછી પ્લેન યોર્ગટથી મસાજ કરો. તેને અર્ધો કલાકરાખી પછી સાદા શેમ્પૂથી વાળને ધોવો.
  • વાળને ધોવો. વઘારાના પાણીને ટુવાલથી લુછી લો. પછી ૪ ટેબલ સ્પૂન mayonnaise લગાવો અને વાળને ટુવાલ વડે અર્ધો કલાક વીંટાળી રાખી પછી પાછા વાળને ધોવો.

ટિપ્સ

  • તમારા આહારમાં સાકર અને મીઠાં નું પ્રમાણ શકય એટલું ઓછું રાખો. (શાકભાજીમાં કુદરતી રીતે મળતાં સોડીયમનો ઉપયોગ કરો.)
  • આલ્કોહોલ તથા તંબાકુનો ઉપયોગ બંઘ કરો તેના લીઘે વાળ ખરતાં અને ખોડો વઘે છે.
  • વધુ શેમ્પૂનો ઉપયોગ ના કરો. દિવસમાં એક જ વાર શેમ્પૂનો ઉપયોગ કરો. હળવાં, નોન મેડીકેટેડ, નોન-અલ્કાલાઇન શેમ્પૂનો ઉપયોગ કરો. શુષ્ક વાળ માટે ઓઇલ ર્બસ કન્ડિશન શેમ્પૂનો ઉપયોગ કરો.
  • દિવસમાં ઘણીવાર હેડ સ્ટેન્ડનો ઉપયોગ કરો. જેના લીઘે તમારો ખોડો શરીરથી દૂર રાખવામાં મદદ કરશે.
  • વાળના મૂળને તમારા હાથથી અથવા વાઇબ્રેટરના મદદથી મસાજ કરો.
  • આંખોને તાણ, તનાવ આપવું નહીં. મેડીટેશન, રીલેકસેશન ટેકનિકસનો ઉપયોગ ઘણો મદદ કરે છે.
  • પ્રાટીન કરતાં મિનરલ યુક્ત ઘટકો વાળ માટે ઘણાં મહત્વના છે. બંનેનો તમારા આહારમાં ઉપયોગ કરો.
  • ન્યુટ્રીશીનલ કસરતોના લીધે વાળનું ખરવું, અકાળે સફેદ થવા અને ઘણી વખત વાળ સફેદ થવા માટેના કારણોમાં કોપની ઉણપતાનો ભાગ હોય છે. સૌથી મહત્વનું એટલે સારો તથા સતુંલિત આહાર લેવો. એ ઉપરાંત તેમાં મલ્ટી-વીટામીન, મલ્ટી-મિનરલ, trace element અને amino acid, મળે છે. તેનું ધ્યાન રાખવું.
  • થોડા વ્યાયામને લીધે હાડકામાં શકિત વઘે છે તેને લીધે વાળ નિરોગી બને છે. તેને લીધે વાળના મૂળમાં રૂધિરાભિષણમાં સુધારો થાય છે.
  • ક્રૃત્રિમ રીતે બનાવેલા જયુસ થોડા સમય પછી લેવાથી, ઉપવાસ કરવાથી શરીરમાંથી Toxins થાય છે અને સામાન્ય રાસાયણિક પ્રક્રિયા થયેલા અન્નપદાર્થ હવા, પાણી અને ઔષદ્યોનો ઉપયોગ કરવાથી વાળ નિરોગી બને છે અને વાળ સફેદ થતા થોભી જાય છે.
  • એપલ સ્લાઇડ વીનિગ વાળને લગાવી એક કલાક પછી શેમ્પૂ કરો.
  • વીટામીન ઇ વાળના મૂળમાં લગાવો આ ખોડા માટે સારો ઉપચાર છે.
  • કલોરીન અથવા પ્રદૂષણ વાળા પાણીમાં સ્વીમીંગ કરયા પછી તરત વાળને ધોવો.
  • વધો સમય સુઘી સુર્યપ્રકાશમાં રહેવાનું ટાળવું, તેના અલ્ટ્રાવાઇલેટ કિરણો વાળને ખરાબ કરે છે. આ ૧૦ થી ૨ ના સમય ગાળામાં સુર્યપ્રકાશના કિરણો ૫૦% વઘુ પ્રખર બને છે.
  • તાણ અને તણાવ એ વાળ ખરવા માટેનો મહત્વનો કારણ હોય શકે. રોજીંદા જીવનામાં તણાવને ઓછો કવાનો પ્રયત્ન કરવો, તે માટે શારીરીક, માનસિક આધ્યાત્મિક સ્તરે પ્રયત્ન કરો.
  • વધુ પ્રમાણમાં પ્રોટીનનો ઉપયોગ કરવાથી વાળ ખરતાં અટકે છે તે તમારી ગૈસમજ હોય શકે.
  • પૌષ્ટિક આહાર અને નિયમીત વ્યાયામ, હવા, કઠોળ, અનાજ, લીલા શાકભાજી, બકરીનું દૂધ અને તેનું દહીં આ બધાનો આહારમાં ઉપયોગ કરવો.

પ્રશ્નોત્તરી

મારા વાળ મધ્યમ લાંબા અને જાડા હોવાને લીઘે તૈલી(ચિકણા) છે. તેના લીઘે ખંજવાળ આવે છે અને તેમાં કાઇ પણ ચમકાટ નથી આ માટે મારે શું કરવું?

  • વાળ ધોતા પહેલા થોડા વાળ લૈ બ્રશ ફેરવી વાળમાંથી ઘુળ કાઢી નાખવી.
  • શેમ્પૂ લગાવીને ધોયા પછી વીનીગરનો ઉપયોગ કરવો, તેના લીધે તમારા વાળમાં ચમકાટ આવશે.
  • સ્નાન કરતાં વાળ ધોતી વખતે વાળના મૂળમાં આંગળીના ટેરવે હળવીરીતે મસાજ કરવું જેના લીઘે રૂધિરાભિષણ યોગ્ય બને છે. કપાળથી શરૂ કરી માથાના પાછળના ભાગ તરફ ધીરે-ધીરે મસાજ કરો.
  • દિવસમાં ૬ થી ૮ ગ્લાસ પાણી પીવું- તેમજ ફળનો રસ પીવો.

મારા વાળ નિસ્તેજ હોવાને લીઘે તેમાં ચમક નથી તેના માટે કોઇ ઘરગુથ્થીં ઉપચાર શું કરી શકું ?

  • તમારા વાળને Keratin આ પ્રોટીનની જરુર છે. આનો પ્રમાણ ઓછો થવાથી વાળ નિરોગી રહેતા નથી. ચમક પણ રહેતી નથી.
  • Keratin નો પ્રમાણ વધુ હોય તેવા કન્ડિશનનો ઉપયોગ કરવો. જેના લીધે વાળ સુવાળાં અને ચમકીલાં બને છે.
  • તમને યોગ્ય આહારની પણ જરુર છે. તેના માટે પૌષ્ટિક આહા, ફળો, લીલા શાકભાજી ખાવા અને ભરપૂર પાણી પીવું.
  • ૧ ચમચી લીંબુ રસ અને પાણીનો મિશ્રણ વાળને લગાવવું. વાળના મૂળમાં મસાજ કરી ૧૫-૨૦ મિનીટ પછી ગરમપાણીથી વાળને ધોવો.

મારા વાળ ખુબ શુષ્ક છે તે ખુબ નિસ્તેજ દેખાચ છે. કાસંકો ફેરવતી વખતે ત્રાસ થાય છે. મૂળ જાડા પરંતુ વાળ પાતળા છે અને વાળ બે મૂળિયા છે તે માટે મો શું કરવું.?

  • વાળમાં શુષ્કતા એ સેબમની ઉણપતાને લીધે થાય છે. નરિશિંગ શેમ્પૂ અને ઇન્ટેનસીવ કન્ડિશનનો ઉપયોગ કરવો. જે ફકત શુષ્ક વાળ માટે હોય છે. વાળને હાથ ઓળો. વાળને નૈસર્ગિક્રરીતે વાળો.
  • સારો આહાર લો, ભરપૂર ફળ અને સલાડનો ઉપયોગ કરો.
  • જો વાળમાં બે મૂળિયા વાળનો ઉદ્ભવ થાય તો વાળને સ્ટ્રીમ કરો.

મારા વાળ ખુબ શુષ્ક હોવાને લીધે તેમાં ખુબ ખોડો છે, તેથી ખુબ ખંજવાળ આવે અને ત્રાસદાયક લાગે છે. તે માટે મારે શું કરવું ?

  • વાળને ધોતા પહેલા તેમાં ૧ કપ cider Vineger લગાવો.

વાળની યોગ્ય પરિસ્થિતી

  • તમારા આહારમાં સાકર અને મીઠાં નું પ્રમાણ શક્ય એટલું ઓછું રાખો. (શાકભાજીમાં) કુદરતી રીતે મળતાં સોડીયમનો ઉપયોગ કરો.
  • આલ્કોહોલ તથા તંબાકુનો ઉપયોગ બંધ કરો તેના લીધે વાળ ખરતાં અને ખોડો વધે છે.
  • વધુ શેમ્પૂનો ઉપયોગ ના કરો. દિવસમાં એક જ વાર શેમ્પૂનો ઉપયોગ કરો હળવાં, નોન-મેડિકેટેડ, નોન-અલ્કાલાઇન શેમ્પૂનો ઉપયોગ કરો. શુષ્ક વાળ માટે આઁઇલ ર્બસ કન્ડિશન શેમ્પૂનો ઉપયોગ કરો.
  • દિવસમાં ઘણીવાર હેડ સ્ટેન્ડનો ઉપયોગ કરો. જેના લીધે તમારો ખોડો શરિરથી દૂર રાખવામાં મદદ કરે છે.
  • વાળના મૂળનો તમારા હાથથી અથવા વાઇબ્રેટના મદદ થી. મસાજ કરો.
  • આંખોને તાણ, તનાવ આપવું નહીં. મેડીટેશન, લીકસેશન ટેડનિકશનો ઉપયોગ ઘણો મદદ કરે છે.
  • પ્રોટીન કરતાં મિનલ યુક્ત ઘટકો વાળ માટે ધણા મહત્ત્વના છે. બંનેનો તમારા આહારમાં ઉપયોગ કરો.
  • ન્યુટ્રીશીનલ કસરતોના લીધે વાળનું ખરવું, અકાળે, સફેદ થવા અને ધણી વખત વાળ સફેદ થવા માટેના કારણોમાં કોપની ઉણાપતાનો ભાગ હોય છે. સૌથી મહત્તનું એટલે સારો તથા સંતુલિત આહાર લેવો. એ ઉપરાંત તેમાં મલ્ટી-વીટામીન, મલ્ટી-મિનલ, trace elemet અને amino acid મળે છે. તેનુ ધ્યાન રાખવો.
  • થોડા વ્યાયામાને લીધે હાડકામાં શક્તિ વધે છે તેને લીધે વાળ નિરોગી બને છે. તેને લીધે વાળના મૂળમાં રુધિરાભિષણ્માં સુધારો થાય છે.
  • કૃત્રિમ રીતે બનાવેલા જ્યુસ થોડા સમય પછી લેવાથી, ઉપવાસ કરવાથી શરીરમાંથી toxins થાય છે અને સામાન્ય રાસાયનિક પ્રક્રિયા થયેલા અન્નપદાર્થ હવા, પાણી અને ઔષધોનો ઉપયોગ કરવથી વાળ નિરોગી બને છે. વાળ સફેદ થતા થોભી જાય છે.
  • અઁપલ સ્લાઇડ વીનિગ વાળને લગાવી એક કલાક પછી શેમ્પૂ કરો.
  • વીટામીન ઇ વાળના મૂળમાં લગાવો આ ખોડા માટે સારો ઉપચાર છે.
  • ક્લોરીન અથવા પ્રદૂષણ વાળા પાણીમાં સ્વીમીંગ કર્યા પછી તુરંત વાળને ધોવો.
  • વધારે સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાનું ટાળવું, તેના અલ્ટ્રાવાઇલેટ કિરણો વાળને ખરાબ કરે છે. આ ૧૦ થી ૨ ના સમય ગાળામાં સૂર્યપ્રકાશના કિરણો ૫૦% વધુ પ્રખર બને છે.
  • તાણ અને તણાવ એ વાળ ખરવા માટેનો મહત્વનો કારણ હોય શકે. રોજીંદા જીવનમાં તનાવને ઓછો કરવાનો પ્રયત્ન કરો, તે માટે શરિરીક, માનસિક આધ્યાત્મિક રીતે પ્રયત્ન કરો.
  • વધુ પ્રમાણમાં પ્રોટીનનો ઉપયોગ કરવાથી વાળ ખરતાં અટડે છે તે તમરી ગૈરસમજ હોય શકે.
  • પૌષ્ટિક આહાર અને નિયમીત વ્યાયામ, હવા, કઠોળ, અનાજ, લીલા શાકભાજી, બકરીનું દૂધ અને તેનું દહીં આ બઘાનો આહારમાં ઉપયોગ કરો.

આટલું કરો

ખોડોથી બચવા માટે apple,cider,vinegar ખુબ મહત્તની મદદ મળે છે.!!!

  1. શું તમે જાણો છો કે ઋતું, વય, જાતિ(સેકસ), વાળનો ભાગ, તમારો ખોરાક અને દિવસનો સમય આ બઘા તમારા વાળના વધવામાં ઘણો મહત્ત્વ્નો ભાગ ભજવતાં હોય છે.
  2. તમે કયો ખોરાક લો છો એ મહત્ત્વનું છે. તમારા આહારમાં વીટામીન A,C,B, Complex no સમાવેશ તેમજ આર્યન, આયોડીન તથા કૉપરનો સમાવેશ હોવુ ખુબ જરુરી છે.
  3. વાળ વધવાનો પ્રમાણ ખુબ ઓછો હોય છે. તે સર્વ સાધારણ રીતે ૧ મહિનામાં ૧/૪ ઇંચ જેટલો વધે છે. જેમ વય વધે છે. તેનો પ્રમાણ ઓછો થાય છે અથવા પૂર્ણ રીતે બંધ થઈ જાય છે.
  4. વાળ સફેદ થતાં નથી તે તેમાં રહેલા કરેલા પિંગમેટ સેલ્સ નષ્ટ થાય છે.
  5. વાળ ક્યારે ધોવા જોઇએ તે કહેવું ઘણું મુશ્કિલ છે. કારણ કે પ્રત્યેકની પોતાની પરિસ્થિતી પર અવલંબિત હોય છે. પરંતુ જો વાળ ગંદા, હાથને ચીકણાં લાગે તો આવશ્ય ધોવાજ જોઇએ.
  6. શેમ્પૂ કરતી વખતે આપણાને કઈંક ઉણપ લાગતું હોય છે. તમે શેમ્પૂ કરતી વખતે ભરપૂર ફીણ થતો ના હોય તો તેમાં થોડું પાણી મેળવવું
  7. શેમ્પૂનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી વાળમાં તેલ ઓછો થઈ તે ભૂખરા અને મોકળા થાય છે.
  8. મસાજ કરવાથી સેબોસીએશસ ગ્લેન્ડસ sebaceousg lands ઉત્તેજીત હોય છે. તેના લીધે વાળમાં તૈલી પણું પાછો આવે છે.
  9. વાળને હળવાં હાથે ટુવાલથી લુછો. જોરથી ના લુછો. તમારા વાળને હળવાં હાથે સવારો.
  10. ઈંડાનો શેમ્પૂ:- ઘણાં બધા લોકો એ આ પહેલા આના વિશે સાંભ્ળયું હશે. ઈંડા માંથી પ્રોટીન મળે છે. જો તમારા tinted hair હોય તો આ તમારા માટે યોગ્ય છે. આ શેમ્પૂથી હળવો અને યોગ્યરીતે વાળને ધોવો. આ નૈસર્ગિક તેલને કાઠી નાખતાં નથી.

સ્ત્રોત : આરોગ્ય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate