অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હેર સ્પા વાળની માવજત માટે ઉપયોગી

સિલ્કી અને શાઈની વાળ બધાને ગમે છે. દરેકની એવી ઈચ્છા હોય છે કે તેમના વાળ સિલ્કી અને એટ્રેક્ટિવ હોય જેથી સૌ કોઈ તેમને જોતાં જ રહી જાય, પરંતુ એવું થતું નથી.

વાળનું ખરવું, બેમુખી વાળ થવા અને રફ થવા એ વાળની સામાન્ય સમસ્યા છે. તો શું તમારા વાળ પણ દિવસે ને દિવસે ખરતા હોય છે?

શું તમારા વાળ નિસ્તેજ, બેમુખી અને રુક્ષ છે? શું તમારા વાળ તમારી પર્સનેલિટીને ખરાબ કરી રહ્યા છે? જો હા હોય તો હવે તમારે તમારા વાળમાં મેંદી, આમળા, શિકાકાઈ અને વિનેગર વગેરે ટ્રાય કરવાની જરૂર નથી. હવે તમે હેર સ્પા દ્વારા તમારા વાળને એક નવું જીવન આપી શકો છો. હેર સ્પા ટ્રીટમેન્ટ વાળને સિલ્કી, સોફ્ટ અને શાઈનિંગ લુક આપવામાં ઘણી અસરકારક સાબિત થઈ રહી છે.

હેર સ્પા એક એવી ટ્રીટમેન્ટ છે જે નિસ્તેજ વાળમાં ફરીથી ચમક લાવી દે છે. સ્પા આપણા શરીરના દરેક ભાગ પર કરી શકાય છે.

હેર સ્પાની જરૂર

આજકાલ માર્કેટમાં ઘણાં પ્રકારનાં શેમ્પૂ મળે છે, જેમાં કેટલાંક તો ઘણાં હાર્ડ હોય છે, તો કેટલાંક ઘણાં સોફ્ટ અને મોઈશ્ચરાઈઝરવાળા હોય છે. પરંતુ લોકો તેમના વાળ કેવા પ્રકારના છે એ જાણ્યા વગર જ માર્કેટમાં જે કોઈ નવું શેમ્પૂ આવે છે તેને પોતાના વાળ પર ઉપયોગ કરી લે છે, જેનાં પરિણામે વાળ ખરવા, રુક્ષતા અને બેમુખી થઈ જવા જેવી સમસ્યા ઊભી થાય છે. ફાસ્ટ લાઈફમાં લોકોની પાસે પોતાના માટે સમય કાઢવો અત્યંત મુશ્કેલ હોય છે.

આ કારણથી જ વાળ ખરાબ થઈ જાય છે. સમયસર સૂઈ ન જવું, પૂરતી ઊંઘ ના લેવી, વધારે ટેન્શન અને સ્ટ્રેસ પણ વાળ માટે નુકસાનકારક હોય છે. આમ પણ જેટલું ધ્યાન આપણે પોતાના ડ્રેસ, સ્લીપર વગેરેનું રાખીએ છીએ એટલું પોતાના વાળ માટે નથી રાખતા. એવામાં હેર સ્પા ટ્રીટમેન્ટ લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે.

હેર સ્પા કરતાં પહેલાં

ઝેન હેલ્થ સ્પાના મનોજકુમાર અનુસાર:

  • હેર સ્પા કરતાં પહેલાં વાળને માઈલ્ડ શેમ્પૂથી સારી રીતે સાફ કરો.
  • જો તમારા વાળ હાર્ડ હોય તો હેર સ્પા કરતાં પહેલાં વાળ પર દહીં, ઈંડાં,  મેંદી અથવા પછી હર્બલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.
  • હેર સ્પામાં વાળની ક્રીમથી માલિશ કરવામાં આવે છે. એટલે એ તપાસ કરવી કે જે ક્રીમનો તમારા વાળમાં ઉપયોગ કરો છો તે બ્રાન્ડેડ કંપનીની છે કે નથી, સાથે એ પણ તપાસ કરી લો કે ક્યાંક આ ક્રીમથી તમને  એલર્જી તો નથી થતી ને.
  • જો તમારા વાળમાં ડેન્ડ્રફ હોય અથવા વાળ બેમુખી હોય તો હેર સ્પા કરતાં પહેલાં તમારા વાળને ટ્રેમ કરાવી લો.
  • જો તમારા વાળ બહુ હાર્ડ હોય તો હેર સ્પા કર્યા પછી નામાંકિત, ગાર્નિયર, લોરિયલ કંપનીના મોઈશ્ચરાઈઝરયુક્ત શેમ્પૂનો જ ઉપયોગ કરો.

ટ્રીટમેન્ટ

હેર સ્પા ટ્રીટમેન્ટની અંદર સૌથી પહેલાં વાળને શેમ્પૂ કરવામાં આવે છે. શેમ્પૂ લગાડેલ વાળને સાદા પાણીથી સારી રીતે ધોવામાં આવે છે. પછી શેમ્પૂ કરેલા વાળ પર હેર સ્પા લગાડવામાં આવે છે.

 

તે પછી વાળને ૧૫ થી ૨૦ મિનિટ સુધી સ્ટીમ આપવામાં આવે છે અને છેલ્લે વાળને ઠંડા પાણીથી ધોવામાં આવે છે. હેર સ્પાની આ નાની સામાન્ય ટ્રીટમેન્ટ આપવાથી તમારા વાળ એકદમ સ્ટાઈલિશ અને સિલ્કી થઈ જશે. આ સિવાય હેર સ્પાની અંદર નીચેની ટ્રીટમેન્ટ પણ થાય છે.

ડેન્ડ્રફ હેર સ્પા

વાળને રુક્ષ અને નિસ્તેજ બનાવવામાં ડેન્ડ્રફનો સૌથી મોટો હાથ હોય છે. ડેન્ડ્રફ એક તરફ વાળને રુક્ષ, નિસ્તેજ  અને બેમુખી બનાવે છે, જ્યારે ડેન્ડ્રફ જો શરીર પર પડે તો એ સ્કિનમાં ઈન્ફેક્શન પણ કરી દે છે. મનોજકુમાર કહે છે કે ડેન્ડ્રફ હેર સ્પા ડેન્ડ્રફને વાળના મૂળમાંથી દૂર કરવાની એક પ્રકારની ટ્રીટમેન્ટ છે, જેના ઉપયોગથી વાળમાં ડેન્ડ્રફ થવાની શક્યતા  નહીંવત્ હોય છે.

આ ટ્રીટમેન્ટમાં વાળને સૌથી પહેલાં વેબ ટોન  આપવામાં આવે છે, વેબ ટોન એક પ્રકારનું ઈલેક્ટ્રિક ડ્રાયર હોય છે, જેમાં લાલ, લીલા અને પીળાં બટનો દ્વારા વાળના મૂળમાં જામેલા ખોડાને કાઢવામાં આવે છે, કારણ કે ડેન્ડ્રફ માથાની સ્કિનની સાથે ચોંટી જાય છે જેને શેમ્પુ અથવા કોઈ ક્રીમથી નથી કાઢી શકાતો. વેબ ટોન ડેન્ડ્રફને કંટ્રોલ કરે છે.

આ વેબ ટોન વાળને ઓછામાં ઓછી ૨૦ થી ૨૫ મિનિટ સુધી અથવા જ્યાં સુધી માથામાંથી બધો ખોડો ન નીકળી જાય ત્યાં સુધી આપવામાં આવે છે જેથી જામેલો ખોડો બધો જ  બહાર નીકળી જાય.

આ પછી વાળને એમ ક્યૂઝ  આપવામાં આવે છે. એમ ક્યૂઝમાં લોરિયલની કેપ્સ્યૂલ વાળમાં લગાડવામાં આવે છે. કેપ્સ્યૂલ લગાડેલ વાળને ૧૦ થી ૨૫  મિનિટ સુધી એમ જ રાખવામાં આવે છે.

પછી વાળને તેલ દ્વારા હેર ટોનર મસાજ  આપવામાં આવે છે.  આ મસાજ પણ વાળને લગભગ ૨૦ થી ૨૫ મિનિટ સુધી આપવામાં આવે છે. છેલ્લે ઓઝોન ઈલેક્ટ્રિક મશીનથી વાળમાં કરંટ આપીને રહી ગયેલા ખોડાને કાઢી નાખવામાં આવે છે. તેનાથી બાકી રહેલો ખોડો જતો રહે છે. ઓઝોન આપીને વાળને ધોઈ નાખવામાં આવે છે.

ડીપ કંડિશનિંગ

આ બધી ક્રિયાઓમાંથી પસાર થયા પછી વાળમાં ચમક લાવવા માટે ડીપ કંડિશનિંગ કરવામાં આવે છે. ડીપ કંડિશનિંગ ડેમેજ, રફ અને ડેડ હેર્સને કાઢવાની સૌથી વધુ જાણીતી પદ્ધતિ છે. આમાં લગભગ બધા ખરાબ વાળને દૂર કરવામાં આવે છે અને વાળમાં નવી ચમક આવી જાય છે. હેર સ્પા કરાવ્યા પછી તમે તમારા વાળમાં નવી ચમક અને શાઈનિંગનો અનુભવ કરો છો.

હેર સ્પા કર્યા પછી

હેર સ્પા કર્યા પછી તમારા વાળ ફરીવાર રુક્ષ, નિસ્તેજ, બરછટ, બેમુખી ના થાય અને તેની શાઈનિંગ અને સિલ્કીપણું હંમેશાં જળવાઈ રહે તેના માટે તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે.

  • જે પણ પ્રોડક્ટ તમે તમારા વાળમાં ઉપયોગ કરો છો તેને એ જાણીને કરો કે તે તમારા વાળને અનુકૂળ છે કે નથી. સોથે જ સારી કંપનીનાં શેમ્પૂ નો જ ઉપયોગ કરો અને તેના પર લખેલા નિયમો અને માહિતીને ધ્યાનપૂર્વક વાંચો.
  • વાળમાં ૧ અથવા ૨ અઠવાડિયામાં કંડિશનરનો પણ ઉપયોગ કરતા રહો. કંડિશનર વાળની શાઈનિંગ બનાવી રાખે છે.
  • જે પણ શેમ્પૂનો તમે ઉપયોગ કરો તેને પહેલાં પાણીમાં મિક્સ કરો અને પછી તમારા વાળમાં ઉપયોગ કરો.
  • કોઈ પણ ટ્રીટમેન્ટ લેતાં પહેલાં તે ટ્રીટમેન્ટ વિશે બધી જાણકારી પ્રાપ્ત કરી લો જેથી તમારા વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચે.

ખર્ચ

હેર સ્પાની આ બધી ટ્રીટમેન્ટ અર્થાત્ હેર સ્પા, ડેન્ડ્રફ હેર સ્પા અને ડીપ કંડિશશનિંગ લગભગ ૫ થી ૮ હજાર  રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. હા, જો તમે તમારા વાળ માટે માત્ર ડેન્ડ્રફ હેર સ્પા  અથવા ડીપ કંડિશનિંગ ટ્રીટમેન્ટ ઈચ્છો તો આ ટ્રીટમેન્ટ માટે તમારે ઓછા પૈસા  આવા પડશે.

સંદર્ભ : જયવંતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate