હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / સમરમાં સ્કીનને હેલ્ધી રાખવાના ઉપાયો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સમરમાં સ્કીનને હેલ્ધી રાખવાના ઉપાયો

સમરમાં સ્કીનને હેલ્ધી રાખવાના ઉપાયો વિષે વાત કરી છે

ઉનાળામાં તડકામાં આપણી સ્કિન ચીકણી થઈ જાય છે અને પુષ્કળ પરસેવો થતો હોય છે. આ ગરમ અને તડકાવાળું વાતાવરણ અનપ્લેઝન્ટ સાઇડ ઇફેક્ટ સર્જે છે જેમ કે ચહેરા અને શરીર પર ખીલ અને ડાઘ થવા. ગરમીને કારણે બળતરા અથવા ઝિટ્સને કારણે આ ડાઘ વકરે છે. તૈલગ્રંથિઓ ઉનાળામાં વધુ પડતી એક્ટિવ થાય છે અને ચામડીનાં છિદ્રો પૂરાઈ જાય છે. એમાં ય જો સીધો તડકો ચામડીને લાગે તો સમસ્યા વધુ વકરે કેમ કે સૂર્યનાં આકરા યુવી કિરણો ત્વચાને વધારે ઇરિટેટ કરે છે, વધારે બળતરા કરે છે. ઉપરાંત, એથ્લેટિક ગિઅર્સ જેમ કે હેલ્મેટ અને ઓકલ્સિવ વસ્ત્રો વગેરેનો ઉપયોગ કરવાથી ભેજ રોકાઈ જાય છે જેથી વધુ પડતો બેક્ટેરિયલ ગ્રોથ થાય છે. એક્ને ક્યોર પ્રોડક્ટ્સ સામાન્ય રીતે એવા તત્ત્વો ધરાવે છે કે જે કાં તો ટૂંકા ગાળા માટે કામ કરે અથવા તો શરીરમાં હોર્મોનલ ફેરફાર લાવે. એક્ને થાય છે પણ એવી ઉંમરે કે જેમાં ડીપ્રેશન અને લો સેલ્ફ-એસ્ટીમ થવાની શક્યતા વધારે હોય છે.
નારિયેળ પાણી, કાકડી, તરબૂચ જેવા પદાર્થો કે જેનાથી ત્વચાને પાણી મળતું રહે તેને લેવાનું રાખવું.
અહીં થોડીક હેલ્ધી ટિપ્સ આપી છે જેથી સમર એક્નેમાં ઘટાડો થઈ શકેઃ.

અવોઇડ કરવા જેવી બાબતોઃ

 1. ખાસ તો સમર એટલે કે ઉનાળાની ગરમીને કારણે શરીરને ઠંડક જોઈએ જેમ કે આઇસ્ક્રીમ, સુગરી સોડા અને અન્ય ઠંડા પીણા પીવાં ગમે. હજુ એવું સંશોધન બહાર નથી આવ્યું કે વધુ પડતી ખાંડ અને એક્નેનો પરસ્પર શું સંબંધ છે પણ છતાં, એવાં પીણાં ટાળવા એ બેસ્ટ છે.
 2. રિફાઇન્ડ કાર્બ સમર એક્ને માટે બહુ જ ખરાબ છે અને એટલે ચોકલેટ્સ, બ્રેડ્સ, કેક્સ, તળેલાં પદાર્થો અને વધુ પડતી ખાંડવાળા પદાર્થો, મેંદો અને માખણ/તેલ વગેરે બને ત્યાં સુધી ન લેવાં.
 3. સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરની બહાર પગ ન મૂકવો

આટલું કરોઃ

 • ચહેરા પર ઉનાળામાં વધારે ધૂળ અને તેલ જમા થતા હોય છે એટલે એને સાફ કરવા પર વધારે ધ્યાન આપવું. એને માટે એક જેન્ટલ ક્લિન્સર જે તમારી ત્વચાને ઝાઝું નુકસાન કરે તેનાથી ઓછામાં ઓછું બે વાર મોઢું ધોવું..
 • બે વાર સ્નાન કરવું અને દિવસભરમાં હાથ એકથી વધુવાર ધોવા..
 • નારિયેળ પાણી, કાકડી, તરબૂચ જેવા પદાર્થો કે જેનાથી ત્વચાને પાણી મળતું રહે તેને લેવાનું રાખવું. એનાથી બળતરા ઓછી થાય છે અને સ્કિનને અંદરથી મોઇશ્ચર મળે છે. .
 • એવોકાડોઝ હેલ્ધી ફેટ્સ ગણાય. એમાં વિટામીન A, D અને E ભરપૂર માત્રામાં હોય છે. એમાં વિટામીન B3 (નિયાસિન) પણ ફૂલ પ્રમાણમાં હોય છે, જે એન્ટિ-ઇન્ફ્લેમેટરી એજન્ટ તરીકે કામ કરે છે અને એક્ને તથા એક્ને સ્કેરિંગની તકલીફમાં મદદ કરે છે. .
 • પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું. ઘરની બહાર નીકળતાં ગોગલ્સ, હાથમોજાં-પગમોજાં વગેરે જરૂર પહેરવા.
 • લીલાં શાકભાજીમાં કોઈ તેલ કે ફેટ્સ નથી હોતાં. એમાં ભરપૂર ફાઈબર હોવાથી તે તેલ અને તમારી સ્કિનને સાથે જ ક્લિયર કરે છે.
 • લીંબુથી ચામડીને ઘણો ફાયદો થાય છે. એ માત્ર સ્કિનને ક્લિયર રાખે છે એટલું નથી, બલ્કે એ સ્કિનનું તેલ તાત્કાલિક ચૂસે છે અને સ્કિનને સ્મૂધ અને બ્રાઇટ બનાવે છે. લાઇમ જ્યૂસ પણ ચહેરા પર ડાયરેક્ટ લગાવી શકાય.
 • જો તમારી સ્કિન ઓઇલી હોય, તો રોજ એક કેળું ખાવું અત્યંત લાભદાયી બની શકે. એમાં ફોસ્ફેટ્સ, પોટેશિયમ અને વિટામિન E આવેલ છે જેનાથી સ્કિન ગ્લો થવામાં મદદ મળે છે. કેળું સ્ટ્રોંગ ડીટોક્સિફાઇંગ એજન્ટ છે. એનાથી પોરસ (છિદ્રો)ને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને એ રીતે ધૂળ સ્કિનમાં એન્ટર થતી નથી અને ઓઇલ બિલ્ડ-અપ થતું નથી.
 • લેન્ટિલ્સ તેનામાં રહેલ ન્યુટ્રિઅન્ટ્સના કારણે જાણીતા છે. એનાથી ઓઇલ પ્રોડક્શન પર કંટ્રોલ આવીને સ્કિન ક્લિયર રહે છે. ઓઇલના બેલેન્સમાં પલ્સેસ બહુ સારું કામ કરે છે. તેઓ ન્યુટ્રિઅન્ટ્સ અને પ્રોટિન્સ પ્રોવાઇડ કરે છે અને એમાં ઓઇલ સિક્રેશન વધારનાર ખાંડમાં ન પલટાનારા એમિનો એસિડ્સ પણ હોય છે.
 • તેમ છતાં, ગંભીર કેસોમાં, જેમાં બળતરા અસહ્ય હોય અથવા જેમાં ઉંમરના કારણે ઘટાડો ન થતો હોય તો એક્ને ટ્રીટમેન્ટ માટે ભલામણ કરવામાં આવે છે. અને ડાયેટિશ્યન અને ડર્મેટોલોજિસ્ટ એના માટે ક્યોર મેથડ્સ સૂચવે છે..

સ્ત્રોત : ફેમિના, નવગુજરાત સમય

3.125
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top