હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / શરીરને તંદુરસ્ત રાખવા આટલું જાણી લો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શરીરને તંદુરસ્ત રાખવા આટલું જાણી લો

સારા સ્વાસ્થ્ય માટે શાક બાફીને અથવા સાંતળીને કે માઈક્રોવેવમાં રાંધીને ખાઓ.

તંદુરસ્તી અને આહારને લઈને આપણા મનમાં ઘણી મૂંઝવણો જાગતી હોય છે. અહીં કેટલીક બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે તમારી દ્વિધાને દૂર કરશે અને શરીરને તંદુરસ્ત રાખવામાં તમને મદદરૂપ થશે.

  • સપ્લિમેન્ટ્સ (પૂરક ઘટકો) લેવાં જોઈએ કે નહીં તેની મૂંઝવણમાં છો? તમે અત્યારે સાજા અને તંદુરસ્ત છો. એટલે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નથી એમ ન સમજશો. યાદ રાખો, તબિયત બગડે ત્યારે કે ઉંમર વધવા લાગે અને અશક્તિ અનુભવાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે તેને જાળવી રાખવા માટે આહારની અને વનસ્પતિઓમાંથી બનાવેલી ઔષધિઓના સપ્લિમેન્ટ્સની જરૂર હોય છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન રોજના ખોરાક કરતાં બમણું ખાવાની જરૂર નથી. તે સમય દરમિયાન રોજ ૩૦૦ જેટલી વધારે કેલરી લેવી જોઈએ.
  • પુખ્ત વયે થતા રોગો જેવા કે હાઈ બ્લડપ્રેશર, હ્વદયરોગ કે ડાયાબિટીસનાં મૂળ જે તે વ્યક્તિના બાળપણમાં રહેલાં છે. બાળપણથી જ પૌષ્ટિક આહાર અને શારીરિક પ્રવૃતિઓને મહત્ત્વ આપવું જોઈએ. અત્યારે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ રોગચાળાની જેમ વધી ગયું છે. તે બાળકોનું સામાન્ય વજન જાળવવા માટે તેમને પૌષ્ટિક આહાર આપવો જોઈએ. બાળકોને મેદસ્વીતાને કારણે થતું નુકસાન તમાકુ, આલ્કોહોલ કે નશીલી દવાઓથી થતાં નુકસાન કરતાં ઘણું વધારે છે.
  • દરરોજ દસ મિનિટ સવારનો સૂર્યપ્રકાશ લેવાથી શરીરને વિટામિન ‘ડી' મળે છે. તેના કારણે દિવસભર સ્ફૂર્તિ રહે છે. વિટામીન ‘ડી' શરીરમાં કેલ્શિયમ વધારવામાં મદદ કરે છે અને તેથી હાડકાં અને સાંધા મજબૂત રાખવામાં તેનો અગત્યનો ફાળો છે તેમ કહી શકાય.
  • શાકને વધારે પડતા ચઢવવાથી કે તેનો છૂંદો કરી નાંખવાથી તે કેન્સર સામે રક્ષણ આપવાની ગુણવત્તા ગુમાવી દે છે, કારણ કે શાકનાં બધાં જ પોષકતત્ત્વો નાશ પામ્યાં હોય છે. ફ્રીઝમાં રાખેલાં શાક બહાર કાઢીને વાપરવાથી પણ આ જ પરિણામ આવે છે. સારા સ્વાસ્થ્ય માટે શાક બાફીને અથવા સાંતળીને કે માઈક્રોવેવમાં રાંધીને ખાઓ.
  • ટામેટાં કાચા ખાવાને બદલે રાંધીને ખાઓ. કારણ કે ટામેટાં ગરમ ખાવાથી તેમાં રહેલાં લાયકોપીન (એન્ટિઓક્સિડન્ટ) તત્ત્વ વધારે મળે છે. જેના કારણે કેન્સર કે હ્વદયરોગ થવાની શક્યતા ઘટે છે.
  • ગાજરને રાંધીને ખાવાથી તેની પૌષ્ટિક ગુણવત્તા વધે છે.
  • મેનોપોઝમાં પ્રવેશતા પહેલાં, અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ ૩૦ મિનિટ કસરત કરવાથી મેનોપોઝ વખતે થતી તકલીફોમાં રાહત રહે છે એવું એક અભ્યાસનું તારણ છે. મેનોપોઝના સમય પહેલાં, દરમિયાન અને પછી જે મહિલાઓ નિયમિત વ્યાયામ કરે છે તેમનું વજન વધવાની શક્યતા ઘટે છે. એટલું જ નહીં તે મેનોપોઝની તકલીફો દૂર કરવામાં મદદરૂપ થાય છે.
  • મેનોપોઝ કે પ્રિમેનોપોઝ દરમિયાન શરીરમાં પાણીનો ભરાવો થાય તે સામાન્ય છે. આ વખતે ખોરાકમાંથી સોડિયમનું પ્રમાણ ઘટાડવું જોઈએ. જંકફૂ઼ડનું પ્રમાણ પણ ઓછું કરવું જોઈએ કારણ કે એમાં સોડિયમ રહેલું હોય છે.

સ્ત્રોત : સ્ટે હેલ્થી, સોનલ શાહ

3.17391304348
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top