હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / વધારે ગ્રીન ટી પીવાથી લિવરને પહોંચી શકે છે નુકસાન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વધારે ગ્રીન ટી પીવાથી લિવરને પહોંચી શકે છે નુકસાન

વધારે ગ્રીન ટી પીવાથી લિવરને પહોંચી શકે છે નુકસાન

તમે પણ ફિટ અને હેલ્થી રહેવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. જરૂર કરતાં વધુ ગ્રીન ટીનો ઉપયોગ તમારી લિવરને નુકસાન પહોંચાડી શકે છે. યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (ઇએફએસએ) દ્વારા કરવામાં આવેલા એક નવા સંશોધનમાં આ બાબત સામે આવી  છે. જેમાં જાણવા મળ્યું હતું કે ગ્રીન ટીના સપ્લેમેંટ્સના હાઇ ડોઝના કારણે લિવર ડેમેજ થઇ શકે છે.

બ્રુડ ટી અથવા ઇન્સ્ટન્ટ ટી ડ્રિક્સને સુરક્ષિત માનવામાં આવે છે. કારણ કે આ ડ્રિંક્સમાં ગ્રીન ટીમાં કુદરતી રીતે અસ્તિત્વમાં રહેતા એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ આ એન્ટીઑકિસડન્ટસનું વધુ સેવન શરીર માટે નુકસાનકારક હોઇ શકે છે અને આ જ કારણ છે કે ગ્રીન ટી સપ્લેમેંટ્સમાં હાજર રહેલા એન્ટીઑકિસડન્ટસનો જથ્થો લિવરને નુકસાન પહોંચાડે છે.

ગ્રીન ટી પ્રોડક્ટ્સના ઉપયોગથી ઉત્તર યુરોપના ઘણા દેશોમાં લીવર ડેમેજના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે ઈએફએસએ ગ્રીન ટી અને ગ્રીન ટી સપ્લેમેટ્સમાં હાજર કેટચીન્સના મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે ઇએફએસએ દ્વારા કેટચાીન્સના સેવન અને લિવર ડેમેજ વચ્ચે શું સંબંધ છે તે જાણવાનો પણ પ્રયાસ કર્યો છે. હકીકતમાં વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવામાં ‌આવતી ગ્રીન ટી સપલિમેન્ટ્સનું સેવન ખાલી પેટ અથવા તો દરરોજ એક સિંગલ ડોઝ તરીકે કરવો જોઇએ.

સ્ત્રોત: ગુજરાત સમાચાર

3.14285714286
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top