હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / દિવાળી પછીનો બોડી ક્લિન્સિંગ પ્લાન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દિવાળી પછીનો બોડી ક્લિન્સિંગ પ્લાન

દિવાળી પછીનો બોડી ક્લિન્સિંગ પ્લાન વિષેની માહિતી આપવામાં આવી છે

દિવાળી, આપણને પરિવાર અને મિત્રો સાથે મળીને ઉજવવો ગમતો તહેવાર છે. દિવાળીમાં આપણે ઘણી બધી મીઠાઈઓ અને તમતમતાં ફરસાણની છૂટથી મઝા માણીએ છીએ. ગમે તે કહો પણ આપણે આપણી જીભને ચટાકા કરવા સ્વતંત્રતા આપી છે અને દિવાળી પર ઘણી બધી અનુચિત વાનગીઓ પણ ખાઈ લઈએ છીએ.
દિવાળી પૂરી થયા પછી એક કે બે દિવસ પછી આપણે આપણા રૂટિન કામે લાગી જઈએ છીએ. પ્રવાસીઓ ઘરે આવી જાય છે અને ઓફિસો ફરીથી ખૂલી જાય છે. એટલે મઝા માણવાની છૂટ પણ પૂરી થઈ જાય છે. હવે હેલ્ધી વિકલ્પો શોધવાનો સમય આવી જાય છે અને એને માટે શરીર (બોડી)ને ક્લિન કરવાની જરૂર પડે છે.

બોડી ક્લિન્સિંગ શું છે ?

ક્લિન્સિંગ એ યોગ્ય સમયે યોગ્ય ખોરાક પસંદ કરીને શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવાની પ્રક્રિયા છે. ઘણી બધી રીતે લોહી શુદ્ધ કરી શકાય છે. એનાથી શરીરમાં લિવરમાં લોહીમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ મળે છે તેમ જ કીડની, આંતરડા અને સ્કિન મારફતે પણ અશુદ્ધિ દૂર થાય છે. ગમે તે રીતે અશુદ્ધિઓનું લેવલ વધી જાય છે ત્યારે જે તે અંગનું કામ પણ અસર પામે છે અને ઘણા એલર્જી  કે રોગથી પીડાય છે.

કેવી રીતે કરવું ?

પહેલું કામ તો એ કરવું કે તમામ તળેલી ચીજો અને મીઠાઈઓ રોજના ખાણામાંથી બાદ કરી દો. તે પછી તમામ હેલ્ધી આઇટમો યોગ્ય રીતે પસંદ કરો. ફળો ખાવ કે ઉપવાસ કરો તો એટલું બધું ન કરો કે થાક વધી જાય, પેટ ફૂલી જાય, કબજિયાત થઈ જાય. જો શક્ય હોય તો કેવી રીતે ફોલો કરવું તે માટે નિષ્ણાતની સલાહ લો.

કેટલીક મહત્ત્વની ટીપ્સઃ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તેલ/ઘીને ના કહોઃતમારા  સવાર-સાંજના નિયમિત ભોજનમાંથી તેલ/ઘીના પ્રમાણને ઓછું કરી નાખો. એને બદલે ગ્રિલ/બેક કૂકિંગ પદ્ધતિનો ઉપયોગ કરો.

એક્સરસાઇઝ શરૂ કરોઃ રજાઓમાં જે એક્સરસાઇઝ બાજુ પર મૂકાઈ જાય છે, તે 30 મિનિટ ચાલવા સાથે શરૂ કરી દો અને પછી મિનિટો વધારો.

તાજાં શાકભાજી /ફળો પસંદ કરોઃ

શિયાળો આવતાં જ તાજાં શાકભાજી બજારમાં આવવા લાગ્યાં છે. તમારા મેનુમાં વિવિધ પ્રકારનાં અને વિવિધ રંગનાં શાકભાજી-ફળોનો ઉપયોગ કરો. એ તમારું પેટ સાફ રાખનાર સારા ફાઇબરમાં વધારો કરે છે.

ખાંડ ઓછી કરોઃચા /કોફી /મોકટેલ્સ/ મીઠાઈઓ /ચોકલેટ્સ વગેરે વારંવાર લેવાવાને કારણે સુગર વધી જાય છે. દિવાળી પછી આ વધારાની સુગર તકલીફ કરે છે. એટલે શક્ય તેટલું સાદું પ્રવાહી લેવાનું રાખો. પાણી એ  ડીટોક્સ માટેનો બહુ જ સરસ વિકલ્પ છે.

પાણી વધારે પીવાનું રાખોઃ સોડમદાર સ્વાદિષ્ટ વાનગીઓ વધુ પડતી ખાવાથી શરીર લેઝી અને સ્લગિશ બની જાય છે એથી પાણી ઓછું પીવાય છે. એટલે દર અડધા કલાકે પાણી પીવાનું રાખો અને શરીરને હાઇડ્રેટ રાખો.

શરીર ક્લિન્સ કરવું એટલે લોહી શુદ્ધ કરવું પણ એનર્જી લેવલ ઘટવા ન દેવું. એટલે ખોરાકની પસંદગી બહુ જ શાણપણથી કરવી જોઈએ અને જેની શરીરને રોજના કામકાજ માટે જરૂર છે તેવી ચીજો કપાઇ ન જાય તે જોવું જોઈએ. એટલે ભૂખે મરવાની કે જમવાનું છોડી દેવાની કે માત્ર પ્રવાહી ભોજન જેમ કે શાકભાજીનો/ ફળોનો જ્યુસ જ લેવો એવું કંઈ કરવાની જરૂર નથી.

એને બદલે, ક્લિન્સિંગ એટલે રોજના રૂટિનમાં ખાવાની ચીજોની સ્માર્ટ પસંદગી કરવી, દિવસમાં 5-6 વખત એમ થોડું થોડું ખાવું અને નિયમિત કસરત કરવી.

તમે તમારી પસંદગી મુજબ ફળો અને શાકભાજીમાં ફેરફાર કરી શકો છો. ઉપરનો સેમ્પલ પ્લાન એ ખાલી ગાઇડલાઇન છે. એટલે દરેક વ્યક્તિ માટે એ જુદો હોઈ શકે, જે દરેકની કેલરીની જરૂરિયાત પર આધાર રાખે છે. એટલે તમારો પ્લાન કોઈ નિષ્ણાતના ગાઇડન્સ હેઠળ તૈયાર કરો.

તહેવાર પછી બોડીનું ક્લિન્સિંગ એ કંઈ સજા નથી. જ્યારે ખાઓ ત્યારે યોગ્ય રીતે નિર્ણય કરીને ખાઓ.

સોનલ શાહ (stay healthy)

3.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top