વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લીલાં પાંદડાવાળી ભાજીના ફાયદા

લીલાં પાંદડાવાળી ભાજીના ફાયદા વિશેની માહિતી આપવામાં આવી છે


શિયાળો ચાલી રહ્યો છે અને શાકબજાર, લારીઓ અને શેરીઓ વિવિધ લીલાં પાંદડાવાળી શાકભાજીઓથી છલકાઇ રહ્યાં છે. આપણે જોઈએ છીએ કે બગીચામાં સરસ વૉક લઈ આવ્યા પછી, મોટાભાગના વૉકર્સ આ વિવિધ ભાજીઓ બેગમાં ઘરે લઇ જતાં હોય છે. મોટા ભાગના ઘરોમાં એમાંથી સૂપ, મૂઠિયાં, પરાઠા અથવા સબ્જી અને અન્ય ઘણી ફૂડ આઇટમો બનતી હોય છે.
આ શાકભાજીઓ ખાવી હેલ્ધી છે એમ કહેતા માતા અને દાદી હંમેશાં સાચા હતા. મેથી, પાલક, તાંદળજો, સુવા વગેરે તેમાંના મોટા ભાગની પસંદીદા શાકભાજી છે. ચાલો, આ લીફી વેજિટેબલ્સ-લીલી ભાજીઓમાં શું વિવિધતા છે તે જોઈએ. લીફી ભાજીઓ વજનના મેનેજમેન્ટ માટે બહુ જ આઇડિયલ છે કેમ કે તે ટીપીકલ લો કેલરી ધરાવે છે. ફેટ ઓછી, ડાયેટરી ફાઇબર વધારે અને ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ, વિટામીન C, પોટેશિયમ અને મેગ્નેશિયમ વગેરે હોવાના કારણે કેન્સરનું અને હાર્ટ ડિસિઝનું જોખમ ઘટાડવામાં તે બહુ જ મદદરૂપ થાય છે. આ પોષક તત્ત્વો ઉપરાંત એવા કેટલાંય પોષક તત્ત્વો છે જેને લીધે તે એકબીજાથી અલગ પડે છે.

પાલક:

ઘાટી લીલી ભાજી પાલકમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લાલ લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. કીડ્ઝ કાર્ટૂનમાં પોપાઇની લીલી ભાજી તરીકે પસંદગી પાલકની છે જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારા પ્રમાણમાં છે. એમાં માઇલ્ડ ફ્લેવર હોવાથી વિવિધ પ્રકારનાં ફળો અને શાક સાથે સહેલાઇથી મિક્સ કે સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકાય છે.

મેથી :

મેથીના દાણા ખૂબ જ પ્રાચીન મસાલો છે જેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં સ્વાદ માટે થાય છે. એનાં પાંદડા સ્વાદમાં કડવાં હોય છે,  પણ જ્યારે કોઈ પણ રેસીપીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનો ચોક્કસપણે ફ્રેન્ડલી ટેસ્ટ લાગે છે. સ્વાદમાં  ઉમેરો કરવા ઉપરાંત, તે ઘણી ન્યુટ્રીશનલ વેલ્યૂ  પણ ધરાવે છે. મેથીનાં પાન એ  કુદરતી ઔષધિ પણ છે જે ન્યુટ્રીશનલ સપ્લિમેન્ટ તરીકે કામ કરે છે. તે  રોગો  સામે અસરકારક ફાઇટ  આપે છે અને તેમાં આયર્ન, સોડિયમ અને પોટેશ્યમ ઉપરાંત વિટામિન B6 , મેગ્નેશિયમના  સારા સ્રોત જેવા ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે. તે કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર ઘટાડવા, વાળને તાકાત આપવા વગેરેમાં ફાયદાકારક છે.

લેટ્યૂસ :

આ ન્યુટ્રીઅન્ટ્સ-ડેન્સ પાંદડા ક્રિસ્પી અને સહેજ કડવા છે, અને કાચાં સલાડ અથવા સૂપમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. લેટ્યુસ વિટામીન્સ  A, C અને K થી સમૃદ્ધ છે, તે ખાવાથી દૃષ્ટિ, હાડકાંની તંદુરસ્તી અને સ્કિનને મદદ થા. છે. તે સ્કિનની ઇલાસ્ટિસિટીને સુધારવા માટે મદદ કરે છે.

લીલી ડુંગળી :

ટેન્ગી અને મસાલેદાર ટેસ્ટવાળી લીલી ડુંગળી આખું વરસ મળતી હોય છે પરંતુ શિયાળા દરમિયાન તે સારી ક્વોલિટી સાથે ઘણા જથ્થામાં ઉપલબ્ધ છે. આ  સ્પ્રિંગ ઓનિયનનો  ઉપયોગ પંજાબી દાળ, સલાડ, કઢી અથવા સબ્જીના રૂપમાં થાય છે. પોષણની રીતે લીલી ડુંગળીમાં ડુંગળી અને લીલાશના ફાયદા છે. તે વિટામિન K, C અને વિટામિન A નો પણ ઉત્તમ સ્ત્રોત છે.

સરસવ અથવા રાયડાની ભાજી :

આ લીલી ભાજી શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે અને કેન્સર વિકસાવવાની તકોમાં ઘટાડો કરે છે. તે કોલેસ્ટરોલને ઘટાડીને હૃદયની તંદુરસ્તીને પ્રોત્સાહન આપે છે અને વિટામિન A, વિટામીન C અને મેગ્નેશિયમનો પણ એક  ગ્રેટ સૉર્સ છે, જે બ્લડપ્રેશરનું નિયમન કરવામાં મદદ કરે છે.

બીટરૂટ ગ્રીનઃ

કૃપા કરીને બીટના પાંદડાં ફેંકશો નહીં. તે બીટ કરતાંય વધારે ન્યુટ્રીશનલ છે. આ પાંદડા વિટામિન K નો સારો સૉર્સ છે, જે હાડકાંને મજબૂત કરવામાં અને ટાઇપ 2 ડાયાબિટીસને ઘટાડવા માટે મદદ કરે છે. બધી લીલી ભાજીઓ અન્ય કોઈપણ ખોરાક કરતાં કેલરી દીઠ વધુ પોષણ પહોંચાડે છે. તે ફાયટોન્યુટ્રન્ટ્સ, પ્રોટીન, વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટોથી સભર હોય છે.  તેથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને વિવિધ  લીલી ભાજીઓનો ઉપયોગ કરતા રહો. અને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવો. દર અઠવાડિયે ઓછામાં ઓછા બે વિવિધ પ્રકારની લીલી ભાજીઓ ખાવી આઇડિયલ છે. આ રીતે તમે તમારા શરીરને વિવિધ પ્રકારનાં ન્યુટ્રીઅન્ટ્સ ખવડાવશો જે બીજી કોઈ રીતે મળતાં હોતાં નથી.

યાદ રાખવાનો સૌથી મહત્ત્વનો મુદ્દો :

જો આ પાંદડાવાળા શાકભાજી ખાતાં હોવ તો પૂરતા પ્રમાણમાં પાણી પીવાની જરૂર છે, કેમકે આ પાંદડામાં ઘણા અન-હાઇજિનિક કંપાઉંડ છે જેને શરીરમાંથી બહાર કાઢવાની જરૂર છે. તેથી શિયાળાની મોસમમાં તમારા શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવાનું રાખો.

સ્ત્રોત: સોનલ શાહ(stay healthy)

4.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top