વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગરમીમાં કાચી કેરી ખાવાથી શું ફાયદા

ગરમીમાં ગરમ લૂથી બચવામાં કાચી કેરી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે

ગરમીની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ગરમ-ગરમ હવાઓને કારણે લૂ લાગી જાય છે. ગરમીમાં એક ફળ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. બાળપણમાં કાચી કેરીઓ તો બધાએ ખાધી હશે.    કાચી કેરી શરીરની બધી સમસ્યાઓને દૂર કરે છે. કાચી કેરીનાં અથાણાનું પણ ગરમીના દિવસોમાં ખૂબ સેવન કરવામાં આવે છે. તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમીમાં કાચી કેરી ખાવાથી બીજા કેટલાય ફાયદાઓ છે.    કાચી કેરી રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આટલું જ નહીં પેટ સંબંધિત રોગમાં પણ આ ફાયદાકારક હોય છે. કાચી કેરીની મદદથી એસિડિટીને દૂર કરી શકાય છે. એટલા માટે જેને ગેસની સમસ્યા વધારે હોય છે તેમણે ગરમીમાં કાચી કેરી ખાવી જોઇએ. કાચી કેરીને મીઠા(નમક) સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત સર્જાતી નથી, આ સાથે જ તે ઊંચા તાપમાનથી પણ બચાવે છે.    એટલા માટે ગરમીમાં શરીરમાં પાણીનાં પૂરતા પ્રમાણ માટે કાચી કેરી લાભદાયી છે. કાચી કેરી આંતરડામાં થતા ઇન્ફેક્શનને પણ દૂર કરે છે. કોઇને લીવર સંબંધિત કોઇ સમસ્યા છે તો તે ઠીક કરવાનો આ એક પ્રાકૃતિક ઉપાય છે. આ ઉપરાંત કાચી કેરી વજન વધતા પણ અટકાવે છે.

3.14285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top