વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઓર્ગેનિક ગોળના સ્વાસ્થ્યલક્ષી ફાયદા

ગોળ આયર્નનો સારો સ્રોત છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ખનિજો રહેલાં છે.

‘ગોળ' રસોડાનાં સૌથી અગત્યનાં પદાર્થો પૈકી એક છે. ઘણી બધી વાનગીઓ ‘ગોળ' વિના પૂર્ણ થઈ શકે નહીં. સફેદ ખાંડ કે જેમાં કેલરી શૂન્ય અને કોઈ પોષક તત્ત્વો નથી હોતાં તેના કરતા ગોળ હંમેશા વધુ સારો હોય છે, જેમાં ઘણા બધા હેલ્થ બેનેફિટસ છે. તેથી જ્યારે આપણે ખોરાકમાં ઉમેરવાની મીઠી અને સ્વાદિષ્ટ વાનગી વિશે વિચારીએ છીએ ત્યારે આપણે હંમેશાં જેગરી (ગોળ) માટે વિચારવું જોઈએ. ચાલો તો, કેવી રીતે ઓર્ગેનિક ગોળ બને છે? ઓર્ગેનિક ગોળના ફાયદા શું છે? ગોળનો ઉપયોગ શું છે? વગેરે વિશે આપણે જાણીએ.
ગુજરાતીમાં ‘ગોળ' તરીકે જાણીતો આ પદાર્થ મરાઠીમાં ગુળ, હિન્દીમાં ગુડ અને અંગ્રેજીમાં જેગરી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે ગોળ બનાવવા માટે શેરડીના રસને તાવડામાં ઉકાળવામાં આવે છે. એ જ રીતે નાળિયેર અને તાડના સત્વમાંથી પણ ગોળ બનાવવામાં આવે છે, પણ જે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે તે શેરડીના રસમાંથી બનતો ગોળ છે. તમામ પ્રકારની ખાંડ, ખાંડની ચાસણી(સીરપ)ના બ્લોક્સ અથવા પેસ્ટમાં આવે છે, જે 200 ° સે (392 ° ફૅ) સુધી ગરમ થાય છે. પરંપરાગત રીતે, આ સીરપ મોટા તાવડાઓમાં શેરડીના રસ અથવા તાડના સિરપને ઉકાળીને મેળવવામાં આવે છે.

ગોળ ખરીદતી યાદ રાખવાની બાબતો

 1. જો શક્ય હોય તો ગોળ ચાખી જોવો. તેમાં ખારાશ ન હોવી જોઈએ અને જો તે ખારો હોય પછી તે મિનરલ સોલ્ટવાળો હોવો જોઈએ. ખારા સ્વાદથી ખબર પડી જાય છે કે ગોળ જૂનો છે કે નવો..ઉકળવાની પ્રક્રિયા દરમિયાન જો ગોળમાં કેરેમલાઇઝેશન થવા માંડે તો ગોળ કડવો બને છે..
 2. ગોળમાં રંગ મોટી ભૂમિકા ભજવે છે. જો તે પીળો હોય તો એનો અર્થ એ કે તેની પર રાસાયણિક ટ્રીટમેન્ટ થઈ છે. મૂળભૂત રીતે તે ડાર્ક બ્રાઉન હોવો જોઈએ..
 3. નરમ ગોળને બદલે કડક ગોળ લેવો હિતાવહ છે. એનો અર્થ એ કે ગોળ બનાવતી વખતે તેમાં કંઈ ઉમેર્યું નથી. .
 4. મોટાભાગના વિક્રેતાઓ ગોળમાં ચૉક પાવડર ઉમેરે છે, તેથી તેની હાજરી ચકાસવા માટે, તમારે ફક્ત પાણીનું પારદર્શક બાઉલ લઇ એ પાણીમાં ગોળનો ટુકડો ઓગાળવો. જો પાવડર પાણીમાં બેસી જાય તો તેનો અર્થ છે કે ચૉક ઉમેરવામાં આવે છે.
 5. બની શકે કે ગોળને સારું ટેક્સચર આપવા માટે આર્ટિફિશિયલ રંગનો ઉપયોગ થાય. અડધો ચમચો ગોળ લો અને તેને 6 એમએલ કેમિકલમાં ઉમેરો અને સારી રીતે મિશ્રણ કરો. હવે કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક એસિડના 20 ટીપાં ઉમેરો. જો ગોળ ગુલાબી બને તો તેનો અર્થ એ કે આ ગોળમાં ઘણા આર્ટિફિશિયલ રંગો ઉમેરવામાં આવ્યા છે.

ઉપરોક્ત તમામ માપદંડ ધ્યાનમાં લઈને તમે સારી રીતે ખાતરી કરી લીધી હોય કે જે ગોળ તમે ખરીદેલ છે તે શ્રેષ્ઠ છે તો ચાલો તેના ફાયદા જાણીએ.

ફાયદા

 1. ગોળનો શ્રેષ્ઠ લાભ એ છે કે તે કુદરતી મીઠાશ તરીકે કામ કરે છે અને લાંબા ગાળા માટે એનર્જીનો પુરવઠો પૂરો પાડે છે. કોઈ પણ વ્યક્તિ ચા, સ્મૂધી માટે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકે છે. પણ ગોળ વાપરવાના પ્રમાણમાં ધ્યાન રાખવું કેમ કે તેમાં કેલરી 4 kcal/gram હોય છે. જે લોકોને ડાયાબિટીસ હોય અથવા વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તેમણે ગોળના વપરાશમાં ધ્યાન રાખવું કેમ કે વધુ પડતા ગોળથી વજન વધી શકે અને બ્લડ-સુગર લેવલમાં ફ્લક્ચ્યુએશન્સ આવી શકે
 2. ગોળ આયર્નનો સારો સ્રોત છે. તેથી લીંબુપાણીમાં ખાંડને બદલે ગોળ લેવામાં આવે છે ત્યારે લીંબુમાં વિટામિન સી હોવાને કારણે શરબતમાં આયર્ન વધે છે.
 3. ગોળમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ખનિજો જેવા કે ઝીંક અને સેલેનિયમ ભરપૂર હોવાથી પ્રારંભિક વૃદ્ધત્વ માટે જવાબદાર ફ્રી રેડિકલ્સને રોકવા માટે મદદ કરે છે. ગોળ શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.
 4. તે ડિટોક્સ તરીકે કાર્ય કરે છે અને શરીરમાંથી ટોક્સિનને સાફ કરવા માટે લીવરને મદદ કરે છે.
 5. તે કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ સક્રિય કરે છે, અને ખોરાકના યોગ્ય પાચનમાં મદદ કરે છે. એટલા માટે ઘણાં લોકો ભોજન પછી ગોળ ખાવાનું પસંદ કરે છે.
 6. એવું જોવા મળે છે કે ગોળનો ટુકડો ખાવાથી સ્ત્રીઓમાં પીએમએસ(PMS)ના લક્ષણો, માસિક પીડા, મૂડ સ્વિંગ વગેરે ઘટાડવામાં મદદ મળે છે.

તો હવેથી તમારી મનપસંદ મીઠી વાનગી બનાવતી વખતે તેમાં ખાંડ અથવા આર્ટિફિશિયલ મીઠાશને બદલે ઓર્ગેનિક ગોળનો ઉપયોગ કરો.

સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય

2.96
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top