વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

5 ફૂડ તમારી કિડનીને હંમેશા હેલ્ધી રાખશે

દર વર્ષે વિશ્વભરમાં 6 લાખની આસપાસ મહિલાઓની મોત કિડનીના રોગને કારણે થાય છે

દુનિયાભરમાં 195 મિલિયન મહિલાઓ કિડનીના રોગથી પ્રભાવિત હોય છે. જેના કારણે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 6 લાખની આસપાસ મહિલાઓની મોત કિડની અથવા કિડની સાથે સંકળાયેલ રોગના કારણે થાય છે, જે મહિલાઓની મોતનું 8મું સૌથી મોટું કારણ છે. એટલા માટે જરૂરી છે કે પોતાની જાતને હેલ્ધી બનાવી રાખવા માટે પોતાની કિડનીનું ધ્યાન રાખવું જોઇએ. આજે વિશ્વ કિડની દિવસ પર જાણો તે ફૂડસ વિશે જે તમારી કિડનીને સ્વસ્થ બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

સફરજન :  સફરજન ન માત્ર તમારી કિડની માટે શ્રેષ્ઠ છે પરંતુ તેના સેવનથી બ્રેઇન સેલ્સ પ્રોટેક્ટેડ રહે છે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. એટલા માટે વિટામિન સી, ફાઇબર અને એન્ટી ઑક્સીડેન્ટ્સથી ભરપૂર સફરજન દરરોજ ખાવું જોઇએ.

લસણ : ખાલી સ્વાદ વધારવા માટે નહીં પરંતુ તમારી કિડની સ્વસ્થ રાખવામાં પણ લસણ અસરકારક છે. આ કિડની ફેલ થવાના લક્ષણો જેવા રેનલ રેપરફ્યૂઝન ઇન્જરી સામે લડે છે.

હળદર : શરીરને વાતાવરણને કારણે થતી એલર્જી અને સ્કિનને સારી બનાવવાની સાથે જ હળદર કિડનીને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. એટલા માટે દરરોજ પોતાના ભોજનમાં તેનો ઉપયોગ કરો.

ગાજર : શરીરમાં લોહી અને આંખની રોશની વધારવા ઉપરાંત વિટામિન Aથી ભરપૂર ગાજર કિડનીથી ટૉક્સિન્સને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા પેક્ટિન કિડની ફેલ થવાથી બચાવે છે.

આદુ : કિડની સ્વસ્થ રીતે કાર્યરત રાખવા માટે આદુ ખૂબ જ મદદ કરે છે. આ કિડનીમાં બ્લડ ફ્લૉ વધારીને સ્વસ્થ રાખે છે. આ કારણથી કિડનીની ઉંમર વધે છે અને હેલ્ધી રહે છે.

સ્ત્રોત: હેલ્થ, ગુજરાત સમાચાર 

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top