অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તીક્ષ્ણ જુલાબનો રોગ

એક સંકેત "ગેસ્ટ્રોએન્ટાઇટીસ" ઘણી બધી વાર આ શબ્દ તીક્ષ્ણ પાતળા જુલાબને કહેવાય છે. જુલાબ એ એક પ્રવાહી પાણી જેવુ દ્રવ્ય આપણા પેટમાંથી નીકળે છે. આ પ્રવાહી જુલાબ દિવસમાં ત્રણથી વધારે વાર નીકળે છે. આ રોગની અસર લગભગ ૩ થી ૭ દિવસ ચાલે છે, અને કદાચ ૧૦ થી ૧૪ દિવસો સુધી પણ ચાલે છે. પાતળો જુલાબ એ એક આરોગ્યને લગતો વિકાસતા દેશોનો સામાજીક પ્રશ્ન છે. પાતળો જુલાબ એ મોટા પ્રમાણમાં ખરચાનો ભાર આરોગ્યને લાગતી સેવાને લાગે છે. લગભગ ૧૫% છોકરાની પથારીઓ વિકસિત દેશોમાં જુલાબને લીધે ભરાય જાય છે. ભારતમાં મોટા પ્રમાણમાં લોકોની તંદુરસ્તીનો પ્રશ્ન નાનકડા બાળકો જેની ઉમર ૫ થી ૧૦ વર્ષની હોય તેમને થાય છે. આરોગ્યને લગતી સંસ્થાઓમાં ત્રીજા ભાગના નાનકડા છોકરાનો રોગ પાતળો જુલાબ હોય છે.

પાતળા જુલાબને લગતા રોગો ઘણી બધી વાર મરણનુ મુખ્ય કારણ ૫ વર્ષોથી નીચેના છોકરાઓમાં હોય છે. આ ઘટના સૌથી વધારે ૬ થી ૧૧ મહીનાની વચલી ઉમરના ગાળામાં થાય છે. નેશનલ ડાયેરીઅલ ડીઝીસ કંટ્રોલના સમારંભ કરતા લોકોએ આ રોગ અટકાવવા માટે ખાસ કરીને છોકરાઓ જેની ઉમર ૫ વર્ષોથી ઓછી હોય તેના માટે મહત્વપણો ફાળો આપ્યો છે. પાતળો જુલાબ એ એક ઢીલુ, નરમ અને પાણી જેવુ પ્રવાહી ગુદાના રસ્તામાં હોય છે. જુલાબ દિવસમાં લગભગ ત્રણ કરતા વધારે વાર થાય છે. WHO/UNICEF એ જુલાબને એક અચાનક હુમલો કરતો રોગ બતાવેલ છે, જે લગભગ ૩ થી ૭ દિવસો સુધી ચાલે છે, અને કદાચ ૧૦ થી ૧૪ દિવસો પણ ચાલે છે. એ આપણા આતરડામાં ચેપ લાગવાથી થાય છે. આ સત્ર " ગેસ્ટ્રોએનટાયટીસ" ખાસ કરીને ઘણી વાર તીક્ષ્ણ પાતળા જુલાબને નામે ઓળખાય છે. ઘણા બધાય બનાવોમાં પાતળો જુલાબ પાણી જેવો હોય છે પણ જેમાં લોહી દેખાય તો તેને મરડાનો રોગ થયો એમ કહેવાય છે.

તીક્ષ્ણ જુલાબના રોગ થવાના કારણો

જુલાબના કારણો

વિકસિત દેશોમાં શરૂઆતથી જુલાબ એ સૌથી વિશ્વવ્યાપક ચેપી રોગ છે. ત્યા ઘણા બધા ચેપો છે જેને લીધે જુલાબ થાય છે. તેમાંથી ઘણા રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુના ચેપ છે જેવા કે Rotavirus, Adenovirus, Norwalk virus વગેરે. નાના બાળકોમાં Rotavirus સૌથી મહત્વનુ જુલાબ થવાનુ કારણ છે. લગભગ બધા બાળકોને આ રોગ બે વર્ષની ઉમર પહેલા એક વાર તો થાય છે અને ફરીથી વારંવાર થવુ એ સામાન્ય છે. તે માણસથી માણસ ફેલાય છે, ખાસ કરીને તેને જેનુ વ્યક્તીગત આરોગ્ય સારૂ ન હોય.

ઉષ્ણકટિબંધ જગ્યાઓમાં Rotavirus જુલાબ આખુ વર્ષ થાય છે. તેમ છતા તે શિયાળાના મહીનાઓમાં વારંવાર વધારે વાર થાય છે. જીવાણુ જેવા કે shigella, salmonella, vibrio કોલેરાને લીધે પણ જુલાબ થાય છે. કોલેરા વ્યાપક રોગચાળામાં થાય છે. જીવાણુને લીધે થતો જુલાબ વરસાદની રૂતુમાં સૌથી સામાન્યરીતે વધારે થાય છે.

Enterotoxigenic coli જેને ETT કહેવાય છે એ એક જુલાબ થવાનુ મહત્વનુ કારણ છે. પરોપજીવી જીવાણુ જેવા કે amoebiasis અને giardiasisને લીધે પણ જુલાબ થઈ શકે છે, તેમ છતા સાધારણપણે નહી.

બાળકને દાંત આવતા હોય ત્યારે જુલાબ થાય છે. દાંત આવતી વખતે બાળક ચિડાય છે અને તે/તેણી દુષિત આંગળીઓ તેના/તેણીના મોઢામાં નાખે છે. આ ઉપરાંત ત્યા ઘણા બધા કારણો છે જેને લીધે જુલાબ થાય છે જેવા કે અપૂરતો ખોરાક (જેને દુર્ગુણી ચક્કરની અસર થાય છે, જે અપુરતા ખોરકને સથાયી બનાવે છે.) તે સાધારણપણે નાના બાળકોમાં જોવા મળે છે જે માતાનુ દુધ પીવાનુ બંધ કરે છે. બીજા કારણો રોગોના છે જેવા કે Sprue, celiac disease વગેરે.ઘણા પેથોજેનિક જીવો છે જેને લીધે જુલાબ થાય છે જે મોઢાથી વિશિષ્ટ રીતે ખાસ કરીને ફેલાય છે.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate