অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કોલેરા

કોલેરા

  1. સાધારણપણે કોને કોલેરાની અસર થાય છે?
    1. કોને સાધારણપણે અસર થાય છે?
    2. કોલેરાના પ્રેરણાત્મક ભાગો
  2. કોલેરાના પ્રેરણાત્મક મારફતીયા
    1. પ્રેરણાત્મક જીવતંત્ર vibrio કોલેરાનુ
  3. કોલેરાના પ્રસારણની રીત
    1. માણસથી માણસ દ્વારા પ્રસારણ થાય છે
    2. પીવાનુ પાણી
    3. ખોરાક
  4. કોલેરાના લક્ષણો અને ચિન્હો
    1. સાધારણથી તીવ્ર કોલેરાના નૈદાનિક રૂપકો નીચે બતાવેલ છે
    2. નીચે પ્રમાણે ચિન્હો અને લક્ષણોનુ નિરક્ષણ કરાય છે
  5. કોલેરા માટે નૈદાનિક રૂપકો
    1. મળમુત્ર કાઢી નાખવાના તબક્કાઓ
    2. પડી ભાંગવાના રૂપકો
    3. કોલેરાનુ પ્રયોગશાળાનુ નિદાન
    4. ઝાડાને ભેગા કરવા
    5. સીધી કસોટી
  6. કોલેરાની રોકથામ
    1. કોલેરાનુ પ્રસારણ થવુ કેવી રીતે રોકી શકાય?
    2. કોલેરા માટે રોગ અવરોધક રસ્સી મુકવી
    3. કોલેરાનુ નિયંત્રણ
    4. સુચના
  7. કોલેરાનુ નિદાન
    1. તેનુ નિદાન કેવી રીતે થાય છે?
    2. જુલાબના નમુનાઓનો સંગ્રહ કરીને તેનુ પરિવાહન કરવુ
    3. ઉપચાર પદ્ધતીને જોડનારૂ
    4. કોલેરાની સ્વચ્છતાના ઉપાયો
    5. Chemoprophylaxis
    6. કોલેરા ઉપર સ્વાસ્થયનુ શિક્ષણ
    7. મોઢેથી ફરી પાણી સાથે ભળી જવાની પદ્ધતી
  8. કોલેરા પછી ફરીથી પાણી સાથે ભેળવીને આપવુ

 cholera

કોલેરા એ તીવ્ર જુલાબનો રોગ છે જે V.Cholera (classical or EI T or) ને નિમિત્ત છે. હવે તો સામાન્ય રીતે EI T or biotype ને લીધે થાય છે. મોટે ભાગે આ ચેપ હળવો અથવા લાક્ષણિક હોય છે. વિશિષ્ટ દાખલાઓ અચાનક પુષ્કળ નિષ્ક્રિય પાણી જેવો જુલાબ, ઉલ્ટી થવુ, ઝડપી નિર્જલીકરણ, સ્નાયુઓનુ સંકોચાવુ અને પેશાબ કરતા થતુ દબાણ થયા પછી થાય છે. જ્યાં સુધી આનો ઝડપથી પ્રવાહીનો/ઇલેક્ટ્રોલાઇટનો બદલ ન થયા ત્યાં સુધી આ કિસ્સાનો અકસ્માત થવો એ ૩૦ થી ૪૦% જેટલો વધારે છે.

જ્યારેથી ૧૯૬૪માં કોલેરા EI T અથવા બાયોટાઇપ ની રજુઆત થઈ, ભારતમાં ભૌગોલિક કોલેરાનુ વિતરણ ઘણુ બદલાયુ છે. વેસ્ટ બેંગાલ કોલેરાનુ ઘર છે તેણે એ પ્રતિષ્ઠા ગુમાવી છે. તાજેતરમાં ઘણા બધા વિસ્તારોમાં પ્રસરેલી બિમારીઓમાં વારંવાર સંક્રમણનો વધારો થયો છે. શિષ્ટ તીવ્ર વ્યાપક રોગચાળો મૃત્યુના દરની સાથે અસાધારણ નથી. વર્તમાન મોટો વ્યાપક રોગચાળો ફોકી ઑફ કોલેરા મહારાષ્ટ્રમાં, તામિલનાડુ, કર્નાટકા, દિલ્હી અને કેરલામાં મળ્યો છે. આ રાજ્યો ઉપર ૮૦% જેટલો જણાવેલ ભાર છે.

કોલેરામાં ત્યાં વિકૃત મનોદશા અને મૃત્યુની સંખ્યામાં ઘટતુ વલણ છે. જણાવેલ કિસ્સાઓની સંખ્યા ઉંચા સ્તરથી નીચે જઈ રહી છે, ૧,૭૬,૦૦૦ કિસ્સાઓ ૧૯૫૦ હતા જે આસપાસ ૧૯૯૪માં ફક્ત ૪૯૫૮ કિસ્સાઓ હતા.

કોલેરાનો વ્યાપક રોગચાળાની ખાસિયત પ્રમાણે તે ઓચિંતો અને ઘણીવાર તે તીવ્ર સાર્વજનિક આરોગ્યનો સવાલ છે, જે ઉંચી જાતનો શક્તિશાળી ઝડપથી ફેલાવા માટે અને મૃત્યુ માટે કારણભુત છે. આ રોગચાળો સૌથી ઉપર પહોચીને પછી ધીમેધીમે નીચે આવે છે. તે રીતે "Force of infection" (ચેપનુ જોર) ઓછુ થાય છે. ઘણીવાર જ્યાં સુધી સમયને નિયંત્રણમાં લાવવાનુ માપ સ્થાપિત થાય છે, આ રોગચાળો સૌથી ઉપરની સપાટી ઉપર પહોચીને નીચે આવી ગયો હોય છે.

કોલેરા પાણીને લગતો રોગ છે, જે ભારતના અમુક પ્રદેશોમાં હંમેશા મળી આવતો રોગ છે અને અહિંયા ઘણાબધા અચાનક આ રોગના ફાટી નીકળવાના કિસ્સાઓ મળ્યા છે, તે છતા ક્યાંક ક્યાંક આ કિસ્સાઓ નોંધાયા છે, પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આ રોગના અચાનક ફાટી નીકળવાના કિસ્સાઓ જણાયા નથી. કોલેરા એક ઝડપથી ફેલાતો રોગ છે જે સાર્વજનિક આરોગ્યની કટોકટીનો સવાલ છે, ખાસ ધ્યાન રાખવાનુ જરૂરી છે, જ્યાં કોલેરાના જણાવેલ કિસ્સાઓની દેખરેખ અને તત્પર કારવાઈ કરવાની આવશ્યકતા છે.

નિયમિત દેખરેખની પ્રવૃત્તીઓની દરરોજ અને દર અઠવાડીયે હેવાલ આપવાની વ્યવસ્થા કરવી જોઇએ.

સાધારણપણે કોને કોલેરાની અસર થાય છે?

 picture

કોને સાધારણપણે અસર થાય છે?

ગમે તે માણસ જે પ્રેરણાત્મક મારફીતયાના સંબધમાં આવે છે તેમને કોલેરાની અસર થાય છે.
દરેક ઉમરના અને બંને જાતિઓના લોકોને તેની અસર થાય છે.(ખાસ કરીને માતાનુ દુધ પીતા બાળકોને છોડીને).
શહેરોમાંથી અને ગામડામાંથી કિસ્સાઓની નોંધ થાય છે. pH5 અથવા ઓછી હોય ત્યારે vibrioનો નાશ થાય છે. આ પરિસ્થિતીમાં પેટની ખટાશ કદાચ ઓછી થશે, જે વસ્તીના હલનચલનને વ્યક્તિગત રીતે અસર કરશે.(દા.ત. પવિત્રધામો, લગ્નો, મેળો અને તહેવારો) અને તેનુ પરિણામ ચેપના ઉઘાડા થવાનુ જોખમ વધારશે.
કોલેરાની મર્યાદાનુ વલણ નીચલા સામાજીક આર્થિક સમુદાયમાં સૌથી વધારે છે અને તે અપુરતી સ્વચ્છતાને લીધે છે.

કોલેરાના પ્રેરણાત્મક ભાગો

સંક્રામક સામગ્રી :ચેપના તરત મળતા કારણો ઝાડા અને ઉલ્ટીના વાહકો છે.
વ્યવહારિતાનો સમય :એક કોલેરાનો કિસ્સો આશરે ૭ થી ૧૦ દિવસ સુધી ચેપી હોય છે. માંદગી પછી આરોગ્ય પાછુ મેળવતા માણસના વાહકો લગભગ ૨ થી ૩ અઠવાડીયા ચેપી રહે છે.
કોલેરાના ચેપ લગાણનાર :લાંબા સમયથી ચાલતી માંદગીના વાહકો
એક લાંબા સમયથી ચાલતી માંદગીનુ રાજ્ય ઘણી ઓછી વાર ચાલે છે. કોલેરાના યજમાન ભાગો

ઉમર અને લીંગ:કોલેરા બંને ઉમરના અને બંને જાતિના લોકોને થાય છે.

લોકસંખ્યાની પ્રગતીશીલતા :લોક્સંખ્યાનુ હલનચલન (દા.ત. પવિત્રધામો, લગ્નો, મેળાઓ અને તહેવારો) ચેપ લગાડવાના જોખમને ખુલ્લુ કરીને તેનુ પરિણામ આવે છે.

આર્થિક સ્થિતી :કોલેરાની મર્યાદાનુ વલણ સામાજીક આર્થિક સમુદાયમાં સૌથી વધારે છે અને તે ગરીબ સ્વચ્છતાને લીધે છે.

કોલેરાના પ્રેરણાત્મક મારફતીયા

પ્રેરણાત્મક જીવતંત્ર vibrio કોલેરાનુ

  • ત્યાં ૬૦ કરતા વધારે vibrio કોલેરાના સેરોગ્રુપ છે પણ ફક્ત sero group 01 and 0139 કોલેરાને નિમિત્ત છે.
  • Cholerae 01 થાય છે ત્યારે બે biotypes શિષ્ટ અને EL Tor થાય છે. દરેક biotype પણ આગળ વધીને દરેક ત્રણ serological types Inaba, Ogawa and Hikojima ના ભાગ પડે છે.
  • લગભગ બધા તાજેતરના કોલેરા EL Tor biotypeને લીધે થાય છે.
  • મહારાષ્ટ્રમાં ૦૧ અને ૦૧૩૯ sero ના સમુદાયોના કારણે કોલેરાને biotypeના ક્યાંક ક્યાંક પ્રકારો મળ્યા છે.
  • ખટાશ pH5 અથવા ઓછી હોય ત્યારે vibrio નો નાશ થાય છે. પરિસ્થિતી જે પેટની ખટાશ કદાચ ઓછી કરે છે તે એક વ્યક્તિની સંવેદનશીલતાને અસર કરે છે.
  • Cholerae જ્યારે ૫૬ ડીગ્રી ઉપર ગરમ કરીયે છીયે ત્યારે તે ૩૦ મિનિટમાં મરી જાય છે, અથવા થોડી સેકેંડોમાં તેને ઊકાળીને. તે ૪ થી ૬ અઠવાડીયા અથવા વધારે સમય માટે બરફમાં રહે છે. તેઓ સહેલાઈથી જંતુનાશક પદાર્થો જેવા કે cresol થી મરી જાય છે. રંગનાશક પાવડર એક બીજી જંતુનાશક દવા છે જે vibros ને તરત જ ૬ મિલીગ્રામ એક લીટરથી મારી નાખે છે.
  • માણસ ફક્ત એક જ જાણીતુ કોલેરાના ચેપનુ માહિતી કેન્દ્ર છે.
  • તાત્કાલિક ચેપનુ ઉગમ સ્થાન ઝાડા, ઉલ્ટી થવાના કિસ્સાઓ અને વાહક છે.

કોલેરાના પ્રસારણની રીત

માણસથી માણસ દ્વારા પ્રસારણ થાય છે

Fecally દુષિત પાણી

  • નિયંત્રણમાં નહી આવતા પાણીનુ મુળ જેવુ કે કુવા, સરોવાર, તળાવ, ઝરણુ અને નદીઓ બહુ મોટો ભય ઉભો કરે છે.
  • ખોરાકમાં દુષિત પીણા: દુષિત ખોરાક પેટમાં નાખવો અને દુષિત પાણી પીવુ એ કોલેરાના રોગચાળાની સાથે સંકળાયેલ છે. નાના બાળકોને શીશીમાં દુધ પાવુ પણ નોંધપાત્ર જોખમ છે. ફળ અને સબજી દુષિત પાણીથી ધોવા એ પણ એક ચેપનુ કારણ છે. તૈયાર કર્યા પછી રાંધેલો ખોરાક દુષિત થયેલા હાથથી અથવા/અને માંખીઓથી દુષિત થાય છે.
પેથોજીનેસિસ :એક મુખ્ય લક્ષણ કોલેરાનુ જુલાબ છે.

પીવાનુ પાણી

  • ઉગમસ્થાનથી દુષિત છે.
  • સંગ્રહ કરતી વખતે દુષિત થાય છે.
  • દુષિત પાણીથી બરફ બનાવવો.

ખોરાક

  • બનાવ્યા પછી/અથવા બનાવતી વખતે દુષિત થાય.
  • ફળો અને સબજી તાજી દુષિત પાણીથી સાફ કરી, ધોઈને અને કાચી ખાઈને.
  • ફળો અને સબજી નજીક અથવા જમીનની સપાટી ઉપર રાતની માટીથી અથવા દુષિત પાણીથી સીંચીને માણસના મળ સાથે અને કાચા ખાઈને.
  • ચેપ સાધારણપણે દુષિત પાણીથી અને ખોરાક્થી ફેલાય છે.
  • મોટા રોગચાળાઓ ઘણીવાર મળ જેવા દુષિત પીવાના પાણીને સંબધિત છે.

કોલેરાના લક્ષણો અને ચિન્હો

સાધારણથી તીવ્ર કોલેરાના નૈદાનિક રૂપકો નીચે બતાવેલ છે

  • તીવ્ર શરૂઆત.
  • દર્દ વીનાનો પાણી જેવો તીવ્ર જુલાબ ઉલ્ટી સાથે અથવા ઉલ્ટી વીના.
  • શરીરમાં પાણી સુકાઈ જવાના ચિન્હો અને ઇલેક્ટ્રોલાઇટની અસમતુલના અને આઘાત, મોટી સંખ્યાના કિસ્સાઓ હળવા જુલાબના હોય છે.
  • જુલાબ પ્રવાહી બનાવે છે અને ઇલેક્ટ્રોલાઇટને ગુમાવે છે. તે કદાચ હળવો, માધ્યમ અથવા તીવ્ર હોઇ શકે છે, નુકશાનની ગંભીરતા તેના ઉપર આધારીત છે.

નીચે પ્રમાણે ચિન્હો અને લક્ષણોનુ નિરક્ષણ કરાય છે

શરીરમાં પાણી સુકાઈ જવાના ચિન્હો (સાધારણ પાણીનુ સુકાવુ)

  • વધુ લાગતી તરસ.
  • બેચેની અને ચિડચિડાપણુ.
  • ચામડીની લવચિકતા ગુમાવવી.
  • સુકુ મોઢુ.

તીવ્ર પાણી સુકાવાના ચિન્હો
ઉપર બતાવેલ બધી નિશાનીઓ અને

  • સુસ્ત દેખાવ.
  • ધીલુ hypotonia.
  • પાણી પીવા માટે અસમર્થ.
  • ઓછો પેશાબ નીકળવો.
  • હૃદયના ધબકારા વધવા.
  • બેહોશી.
  • લોહીનુ દબાણ ઓછુ થવુ.
  • બાળકોમાં પુર્વકાલીન frontanalae ની ઉદાસિનતા.

Hypokalemia/Electrolyteની અસમતુલના ચિન્હો

  • Hypotonia.
  • હૃદયનો arrhythmia.
  • પક્ષાઘાતનો ileus.
  • હૃદયની લગતી શ્વાસોશ્વાસની નિષ્ફળતા.
૯૦% કરતા વધારે છુટછવાયા કિસ્સાઓ હળવા હોય છે અને ૯% કિસ્સાઓને મોઢેથી પુનર્જલીકરણની ચિકિત્સાની જરૂર છે અને ૧% કિસ્સાઓને ઇસ્પિતાલમાં દાખલ કરીને IV ઉપચાર પદ્ધતીની જરૂર છે.

કોલેરા માટે નૈદાનિક રૂપકો

મળમુત્ર કાઢી નાખવાના તબક્કાઓ

એકાએક પુષ્કળ, દર્દ વીનાનો પાણી જેવો જુલાબ ઉલ્ટી પછી ચાલુ થાય છે. દર્દી એક દિવસમાં ૪૦ વાર જાજરૂ જાય છે. તેનો ઝાડો ચોખા જેવા પાણીવાળો દેખાય છે.

પડી ભાંગવાના રૂપકો

પાણીના સુકાઈ જવાથી દર્દી પડી ભાંગવાના તબક્કામાંથી પસાર થાય છે. આને લીધે કદાચ મૃત્યુ પણ થાય છે. ફક્ત ૫ થી ૧૦% કિસ્સાઓ તીવ્ર કોલેરા સર્વશ્રેષ્ઠ પ્રકારોના થાય છે. બાકીમાં આ રોગ હળવો થતો જાય છે અને લાક્ષણિક રીતે જુલાબ ઉલ્ટી સાથે અથવા ઉલ્ટી વીના અથવા જાણેલ પાણીના સુકાઈ જવાથી થાય છે. એક નિયમ પ્રમાણે હળવા કિસ્સાઓને સાજા થતા ૧ થી ૩ દિવસ લાગે છે.

કોલેરાનુ પ્રયોગશાળાનુ નિદાન

જીવોને પણ દુષિત પાણીથી અથવા ખોરાકથી જુદા કરી શકાય છે. પ્રયોગશાળાની પદ્ધતીને નિદાન કરવા માટે નિદાનની પુષ્ટીનુ જરૂર છે.

ઝાડાને ભેગા કરવા

એક તાજો નમુનો જીવાણુનાશક દવા જેનો ઉપચાર કર્યો છે તે મેળવવો.

સીધી કસોટી

એ કદાચ બની શકે છે કે થોડી મિનિટના અંતરમાં ૮૦% લોકોનુ નિદાન થાય છે.

કોલેરાની રોકથામ

કોલેરાનુ પ્રસારણ થવુ કેવી રીતે રોકી શકાય?

આરોગ્યનુ શિક્ષણ અને સાર્વજનિક જાગરૂકતા આ રોગના ફેલાવા ઉપર, ઉપચાર કરવાની અને ઘરેલુ સ્તર ઉપર સાવધાની રાખવાની અને આ રોગચાળાના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે સહયોગ આપવો એ એક મહત્વની વાત છે.

કોલેરા રોકવા માટે

  1. સુરક્ષિત પીવાના પાણીનો પુરવઠો
  • સાર્વજનિક પાણીના ઉગમ સ્થાનનુ શુદ્ધિકરણ કરવુ.
  • કુવાના પાણીમાં ક્લોરીન નાખીને શુદ્ધ કરવુ.
  • ઘરેલુ ઉપયોગ માટે ક્લોરીનની ગોળીઓનુ વિતરણ કરવુ.
  • જરૂર પડે તો ઉકાળેલુ પાણી વાપરવુ.
  • કાચા, નહી રાંધેલા ખોરાકથી દુર રહેવુ જ્યા સુધી તેની છાલ ન ઉતારી હોય, અથવા તે ફોલી ન હોય અથવા ધોઈને જંતુ રહિત ન કરી હોય.
  • જમવાનુ બનાવતા પહેલા અને જમતા પહેલા હાથ ધોવા.
  • સંડાસમાં ગયા પછી અથવા મળમુત્ર કર્યા પહેલા હાથ ધોવા.
  1. માણસનુ મળમુત્ર સુરક્ષિતપણે અને તાબડતોબ ફેકી દેવુ જોઇએ.
  2. કોલેરાના રોકથામ માટે અંતર વિભાગીય સહયોગના ત્રણ સરળ નિયમો.

કોલેરાને રોકવા માટે ૩ સીધા ઉપાયો

  1. તાજો બનાવેલો ખોરાક ખાવો
  2. સુરક્ષિત પાણી પીવુ (ઉકળેલુ અથવા ક્લોરીનથી શુદ્ધ કરેલુ).
  3. સંડાસમાં ગયા પછી અને ખોરાક લેતા પહેલા સાબુથી હાથ ધોવા.
૯૦% કરતા વધારે છુટછવાયાના કિસ્સાઓ હળવા હોય છે, અને ૯% કિસ્સાઓને મોઢેથી પુર્નજલીકરણના ચિકિત્સાની જરૂર છે અને ૧% કિસ્સાઓને ઇસ્પિતાલમાં દાખલ કરીને IV ઉપચાર પદ્ધતીની જરૂર છે.

કોલેરા માટે રોગ અવરોધક રસ્સી મુકવી

 

માતાપિતાની રસ્સી બે સરખી માત્રામાં હોય છે, જે ચામડીની નીચે ૪ થી ૬ અઠવાડીયાના અંતરે આપવામાં આવે છે. તાજેતરમાં મળતી રસ્સી ૫૦% ૩ થી ૬ મહીનાના સમય માટે છે.

મૌખિક બીજા રોગની વપરાતી રસ્સી : રસ્સી મારેલા આખા V કોષની બનેલી છે. કોલેરા 01 ની સાથે મળીને recombinant B–sub ના સંયોગનુ માપ કોલેરાનુ વિષ છે. તે મૌખિક વડે બે માત્રા સમયપત્રક પ્રમાણે ૧૦ થી ૧૪ દિવસના અંતરે અપાય છે. આ રસ્સી ઓછામાં ઓછુ ૫૦-૬૦ ટકા ૩ વર્ષ સંરક્ષણ બક્ષે છે.

તે છતા આ રસ્સી મળે છે પણ તે નિયમિત રીતે લગાવવા અને તેનુ રોકથામ કરવા અને રોગચાળાને નિયંત્રિત કરવા વપરાતી નથી.

કોલેરાનુ નિયંત્રણ

તે હવે માનવામાં આવ્યુ છે સૌથી સારો રસ્તો કોલેરને નિયંત્રણમાં લાવવાનો એ છે કે તેને વિકસિત કરી જુલાબના રોગને નિયંત્રિત કરવો અને તે રોગચાળાનુ શસ્ત્ર જે સરખુ છે તેના માટે દેશમાં એક કાર્યક્રમ રાખવો.

સુચના

કોલેરા એક તાકીદ કરેલો સ્થાનિક, રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય રોગ છે. બધાય સ્વાસ્થયના કામગારો દરેક સ્તર ઉપરના (ખાસ કરીને જેઓ સમુદાયની બહુ નજીક છે, જેવા કે સ્વાસ્થયનુ ધ્યાન રાખનારા કામગારો, વિવિધ પ્રયોજન કરતા કામગારો) તેઓને ઓળખવા અને સ્થાનિક આરોગ્યના અધિકારીઓને તાત્કાલિક ખબર આપવા તાલીમ આપવી જોઇએ.

ORS ની રચના bicarbonate

મિશ્રણનુ ઘટક

માત્રા

સોડીયમ ક્લોરાઈડ
સોડીયમ બાઇકાર્બોનેટ
પોટેશિયમ ક્લોરાઇડ
ગ્લુકોઝ (ડેક્સટ્રોસ)
પોટેબલ વૉટર

૩.૫ ગ્રામ
૨.૫ ગ્રામ
૧.૫ ગ્રામ
૨૦.૦ ગ્રામ
૧ લીટર

સોડીયમ બાઇકાર્બોનેટની જગ્યાએ ટ્રાયસોડીયમ સાઈટ્રેટનો સમાવેશ આ વસ્તુને વધારે સ્થિર કરે છે. મૌખિક રીતે ફરીથી પાણીમાં ભળી જવાના મિશ્રણના પડીકાઓ હવે દરેક પ્રાથમિક સ્વાસ્થયના કેંદ્રો ઉપર, ઉપ કેન્દ્રો ઉપર અને ઇસ્પિતાલમાં છુટથી મળે છે. જો WHO નુ મીઠાનુ મિશ્રણ ન મળે તો એક સાધારણ મિશ્રણ - મીઠુ (5g) અને ખાંડ - 20g અને એક લીટર પાણી સાથે સુરક્ષિત રીતે વાપરી શકાય છે, જ્યાં સુધી ચોક્કસ મિશ્રણ ન મળે.

મોઢેથી ફરીથી પાણી સાથે ભળવાની ઉપચાર પદ્ધતી (બધી ઉમરના લોકો માટે) પહેલા ૬ કલાકમાં કરવાની માર્ગદર્શિકા.

ઉમર

વજન

ORS (Solution in ml)

૪ મહીના કરતા ઓછી

૫ નીચે

૨૦૦ - ૪૦૦

૪ - ૧૧ મહીના

૫-૭.૯

૪૦૦ - ૬૦૦

૧૨ - ૨૩ મહીના

૮-૧૦.૯

૬૦૦ - ૮૦૦

૨ - ૪ વર્ષ

૧૧ તો ૧૫.૯

૮૦૦ - ૧.૨૦૦

૫ - ૧૪ યેઅર્સ

૧૬ - ૨૯.૯

૧.૨૦૦ - ૨.૨૦૦

૧૫ વર્ષ અથવા તે કરતા

૩૦ અથવા વધારે

૨.૨૦૦ - ૪.૦૦૦

દર્દીનુ વજન ન ખબર હોય તો તેની ઉમર જણાવવી. લગભગ ORS ની જરૂરીયાતની માત્રા મિલીલીટરમાં દર્દીના વજનને (કિલોગ્રામમાં સ્પષ્ટ કરી છે) ૭૫થી ગુણવી.

જુલાબનુ પ્રમાણ

મોઢેથી લેવાતા પ્રવાહીની માત્રા

હળવો જુલાબ (એક ઝાડા કરતા વધારે નહી, દર બે કલાકે અથવા વધારે સમયમાં અથવા ૫ મિલીલીટર કરતા ઓછા ઝાડા દરેક કિલોગ્રામ દર કલાકે.

જુલાબ રોકાય નહી ત્યાં સુધી ૧૦૦ મિલીલીટર/શરીરનુ વજન દરેક દિવસે.

તીવ્ર જુલાબ (દરેક બે કલાકે એક કરતા વધારે ઝાડા અથવા ૫ મિલીલીટર કરતા વધારે ઝાડા દર કિલોએ દર કલાકે).

ગુમાવેલા જુલાબની માત્રા તેટલીજ માત્રામાં ફરીથી ભરવી. જો માપી શકાય ન હોય તો ૧૦-૧૫ મિલીલીટર દર કલાકે શરીરના વજનના પ્રમાણમાં આપવી.

કોલેરાનુ નિદાન

તેનુ નિદાન કેવી રીતે થાય છે?

જુલાબના નમુના C.B. Media માં લેવા અને સુક્ષ્મદર્શક નીચે તપાસવા.

બેકટેરીયાનો કૃત્રિમ રીતે ઉછેર TCBSથી કરીને (Thiosulfate – Citrate – Bile salts - Sucrose) જીવાણુના માધ્યમ વિકાસ માટે.

જુલાબના નમુનાઓનો સંગ્રહ કરીને તેનુ પરિવાહન કરવુ

  • દર્દીને જીવાણુનાશક દવા મળે તે પહેલા જુલાબનો નમુનો લેવો.
  • ગુદામાં એક ચોખા કપડાને ખોળ ચડાવીને તે પોતાને લુછીને બરોબર રીતે અંદર મુકવુ. આ પોતુ ભેજવાળુ થઈ જશે અને મળથી ગંદુ થઈ જશે.
  • વૈકલ્પિક રીતે તાજો કાઢેલો જુલાબ એક બાટલીમાં અથવા એક કપડાના ખોળ ચડવેલા લુછવાના પોતામાં ભેગો કરવો.
  • એક સંપુર્ણપણે સજ્જડ રીતે બંધ કરીને એક સ્ક્રુ ઠાકણપટ્ટીની સાથે સીલ લગાડીને જંતુરહિત બાટલીમાં જો આ નમુનો બે કલાકમાં પ્રયોગશાળામાં પહોચી શકે તો મોકલવો.
  • એક સંપુર્ણપણે સજ્જડ રીતે બંધ કરીને એક સ્ક્રુ ઠાકણપટ્ટીની સાથે સીલ લગાડીને જંતુરહિત બાટલીમાં Cary–Blair પરિવાહનનુ માધ્યમ લઈને (અથવા VR medium or Alkaline Peptone Water) જો આ નમુનો બે કલાકમાં પ્રયોગશાળામાં પહોચી શકે તો મોકલવો.
  • જો પરિવાહન ન મળે તો પ્રવાહી જુલાબ એક શહી ચુસ કાગળમાં ભીજવવુ. તે સુકાઈ ન જાય એના માટે કાળજીપુર્વક પ્લાસ્ટીક્ની સીલ કરેલી થેલીમાં ભરીને પ્રયોગશાળામાં મોકલવુ.
  • નમુનાઓ એક ઠંડી સાકળી વાપરીને મોકલવા.
  • દુષિત વસ્તુઓને ગળી જતી રોકવા માટે બાટલીઓ અથવા પ્લાસ્ટીક્ની થેલીઓમાં જુદીજુદી પ્લાસ્ટીકની થેલીઓમાં મુકવી જોઇએ.
  • દરેક નમુનાને લેબલ લગાડવુ જોઇએ. દરેક નમુનાની વિસ્તૃત જાણકારી આપવી જોઇએ.

ઉપચાર પદ્ધતીને જોડનારૂ

ઉલ્ટી બંધ થાય પછી તરત જ જીવાણુનાશક દવા આપવી જોઇએ, જે સાધારણપણે મોઢેથી ફરીથી પાણી સાથે ભેળવીને ૩ થી ૪ કલાક પછી આપવી જોઇએ. શિરા દ્વારા અપાતી જીવાણુનાશક દવાનો કોઇ ખાસ ફાયદો નથી. બીજી કોઇ પણ દવા કોલેરાને મટાડવા નહી આપવી જોઇએ જેવી કે જુલાબ વિરોધી, ઉલ્ટી થવા વિરોધી, અવારનવાર જોર કરવા વિરોધી, હૃદયને સ્ફુર્તિકારક દવા વિરોધી અને corticosteroids. જીવાણુનાશક વાપરવામાં આવતી દવા tetrocycline, doxycycline Furazolidinen and Bactrim છે.

કોલેરાની સ્વચ્છતાના ઉપાયો

પાણી ઉપર નિયંત્રણ: કોલેરાના પ્રસારણ માટે પાણી એક બહુ મહત્વનુ માધ્યમ છે. તેનો બરોબર રીતે ઉપયોગ કરવા માટે યોગ્ય પગલા ભરવા જોઇએ અથવા બધાય વપરાશ માટે સુરક્ષિત પાણી સમુદાયના સંકલ્પ માટે (પીવાના પાણી માટે, ધોવા માટે અને રાંધવા માટે.) શહેરમાં સારી રીતે તૈયાર કરેલ પીવાનુ પાણી chlorine વાપરીને બધાય કુંટુંબો માટે મળવુ જોઇએ. આ પાણી ઘરમાં સાંકડા મોઢાવાળા અને ઢાકેલા વાસણોમાં ભરીને રાખવુ જોઇએ, ગામડામાં પાણીને ઉકાળીને અથવા તેમાંchlorine નાખીને સુરક્ષિત રીતે મળવુ જોઇએ.

Chemoprophylaxis

મોટા ભાગનો Chemoprophylaxis કોલેરાના ગંભીર કિસ્સાઓ ન થાય એટલા માટે સંપુર્ણ સમુદાય માટે વાપરવાની સલાહ નથી અપાતી.

રોગ અવરોધક રસ્સી : કોલેરાની રોગ અવરોધક રસ્સી ફક્ત એક જ ચોક્કસ રોગ પ્રતિબંધક કોલેરા વિરૂદ્ધ મળતી દવા છે.

માત્રા :પ્રાથમિક રોગના ચેપથી મુક્ત થવા બે બરોબરની માત્રામાં મળે છે, જે ચામડીની નીચે શિરા દ્વારા ચાર થી ૬ અઠવાડીયાના અંતરે અપાય છે. આ રસ્સી એક વર્ષથી ઓછી ઉમરના બાળકોને નથી અપાતી.

પ્રતિક્રિયાઓ :કોલેરામાં રસ્સી મુકવાની પદ્ધતી સાધારણપણે સ્થાનિક નાજુકતા, હળવી સુજ, કોઇવાર લાલાશ અને ક્યારેક ક્યારેક હળવાથી સાધારણ ઉષ્ણતામાનનુ ઉંચે ચડવાને લીધે થાય છે.

સુરક્ષાત્મક કિંમત :તાજેતરમાં મળતી સુરક્ષાત્મક રસ્સીની કિંમત લગભગ અંદાજે ૫૦% ત્રણથી છ મહીનાના સમય માટે મળે છે. સંક્ષેપમાં, તાજેતરમાં મળતી કોલેરાની રસ્સી આ રોગને નિયંત્રણમાં લાવવા અને રોકવા માટે મદદરૂપ નથી. તે એક બીજા રોકવાના માપો જેવા કે રોગની પ્રતિબંધક ઉપચારની દવા, સ્વચ્છતા અને સ્વચ્છતાને લગતુ શિક્ષણ વાપરી શકાય છે. વિશ્વ સ્વાસ્થય સભા મે, ૧૯૭૩માં કોલેરાની રસ્સીનુ પ્રમાણપત્રની જરૂરીયાત અંતરરાષ્ટ્રીય સ્તર ઉપર નાબુદ કરી, તે છતા કેટલાક થોડા દેશો (દા.ત. સુદાન, લીબ્યા)એ આ પ્રમાણપત્રની માંગ ચાલુ રાખી છે.

કોલેરા ઉપર સ્વાસ્થયનુ શિક્ષણ

સૌથી પ્રભાવી રોગ પ્રતિબંધક દવા ઉપર કદાચ સ્વાસ્થયનુ શિક્ષણ અને તે સીધી રીતે મુખ્ય રૂપમાં નિર્દેશિત કરવુ જોઇએ:

  1. અસરકારક અને સરળતા મોઢેથી ફરીથી પાણી સાથે ભેળવવાની પદ્ધતી.
  2. તત્પર ઉપચાર માટે વ્હેલા રજુ કરવાના ફાયદા.
  3. ખોરાકને સ્વચ્છતા રાખવાની ટેવો.
  4. સંડાસ ગયા પછી અને ખોરાક લેતા પહેલા હાથ ધોવા જોઇએ.
  5. રાંધેલો અને ગરમ કરેલો ખોરાક અને સુરક્ષિત પાણીના ફાયદાઓ. કારણકે કોલેરા એક મુખ્ય ગરીબનો, જે અજાણ છે, તેમનો રોગ છે એટલે આ જુથોને પહેલા તેમની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ.
તત્પર અને પૂરતુ :પાણી અને electrolytes નુ બદલવુ બહુ મહત્વનુ છે. તે મોઢેથી અથવા નસો દ્વારા આપી શકાય છે. નૈદાનિક સંચાલન :વ્હેલો ઉપચાર ઘણા બધા કિસ્સાઓમાં મોઢેથી ફરીથી પાણી ભેળવીને કરાતી પદ્ધતી, કોલેરાને લીધે થતી મૃત્યુની સંખ્યા ૧% કરતા ઓછી કરી શકાય છે. જો વ્હેલો ઉપચાર મોડો થાય અથવા અપૂરતો હોય તો પાણીના સુકાઈ જવાને લીધે અને તેના ફેલાવાને લીધે શારિરીક શક્તિપાત ઝડપથી થાય છે.

મોઢેથી ફરી પાણી સાથે ભળી જવાની પદ્ધતી

હળવા કિસ્સાઓમાં મોઢેથી ફરી પાણી સાથે ભળી જવા માટે મીઠુ લેવાની ભલામણ કરવામાં આવે છે.
ભલામણ કરેલ ORS solution - WHO formula. 
ORS ની રચના (ચોખ્ખુ વજન = ૨૭.૯ ગ્રામ) :  ORS પાવડર રૂપમાં નીચે જણાવેલ રચના પ્રમાણે WHO ની ભલામણ પ્રમાણે મળે છે. આ પાવડર એક લીટર પાણીમાં ઓગાળીને નીચે બતાવેલ ટેબલ પ્રમાણે મળે છે:

Sr. No

મિશ્રણનુ ઘટક

માત્રા

૧)

સોડીયમ ક્લોરાઈડ IP

૩.૫ ગ્રામ

૨)

પોટેશિયમ ક્લોરાઇડ IP

૧.૫ ગ્રામ

૩)

સોડીયમ સિટ્રેટ IP

૨.૯ ગ્રામ

૪)

ગ્લુકોસ એન્હાયડ્રોસ IP

૨૦.૦ ગ્રામ

ORS ની પડકીઓ બધા ઉપકેન્દ્રોમાં, PHCs માં અને બીજી ઈસ્પીતાલોમાં મળે છે. ભંડારના વડાઓ ગામડામાં અને Padasમાં આદી જાતના વિસ્તારમાં સ્થાપિત થયા છે.

ઉમર પ્રમાણે ORS ની જરૂરીયાત નીચે બતાવેલ છે:
ORS નુ વિગતવાર નોંધપત્રક ૪ કલાક છે

ઉમર

માત્રા

૦-૬ મહીના

૨૫૦ મિલીલીટર (૧/૪ લીટર)

૬ મહીનાથી એક વર્ષ

૫૦૦ મિલીલીટર (૧/૨ લીટર)

૧ વર્ષ થી ૨ વર્ષ

૭૫૦ મિલીલીટર(૩/૪ લીટર)

૨ થી ૫ વર્ષ

૧ લીટર

૫ વર્ષ થી ૧૫ વર્ષ

૧ થી ૨ લીટર

૧૫ વર્ષ કરતા વધારે

૨ થી ૪ લીટર

  • જો દર્દીને તરસ લાગી હોય અને તેને વધારે પીવુ હોય તો તેને પીવા દયો.
  • પાણી ફરીથી ભરાઈ ગયેલુ હોય તો પ્રાપ્ત કર્યા પછી ORS Solution વાપરેલી ખોટ ભરવા માટે ચાલુ રાખવુ. શુદ્ધ પાણી અને ઘરમાં મળતા પ્રવાહી આપી શકાય છે.
  • ફરીથી પાણી ભળી જવાના લક્ષણોની ચકાસણી કરાય છે, જ્યાં સુધી તે ઓસરી ન જાય. 
  • ORSની રજુઆત ઉપચાર કરવાની કિંમત ઓછી કરી નાખે છે અને તે વિકુત મનોદશા અને ફરીથી પાણી ભળી જવાથી થતી મૃત્યુની સંખ્યા બહુ અસરકારક રીતે ઓછી કરી નાખી છે.
  • મૌખિક ફરીથી પાણી ભળી જવાની પદ્ધતીનો વિકાસ કોલેરા અને બીજા જુલાબને લગતા રોગોની સામે લડવા એક બહુ મોટો મોકો છે.

    નસોમાં રસ્સી આપવાની પદ્ધતી - વિચ્છેદ કરેલા કોલેરા I.V. પ્રવાહીનુ સમિશ્રણ અને electrolyte ની જરૂર છે.

    ઉમર પ્રમાણે I.V.નુ સમિશ્રણની જરૂરીયાત

ઉમરની તક્તેવારી

માત્રાની આવશ્યકતા

આવર્તન (સમય પ્રમાણે)

શિશુ

૩૦ મિલીલીટર/કિલોગ્રામ શરીરનુ વજન

૭૦ મિલીલીટર/કિલોગ્રામ શરીરનુ વજન

પહેલો કલાક

આગળના પાંચ કલાકો

મોટા બાળકો/પુખ્ત વયના

૩૦ મિલીલીટર/કિલોગ્રામ શરીરનુ વજન

૭૦ મિલીલીટર/કિલોગ્રામ શરીરનુ વજન

પહેલી ૩૦ મિનીટ

પછીના ૨.૧/૨ કલાકો

પ્રવાહીની પદ્ધતીની સલાહ

  • પસંદગી: Ringer દુગ્ધક્ષારનુ પ્રવાહી.
  • અનુકુળતા: સામાન્ય ક્ષારોનો (acodosisનો આધાર/સરખો કરતો નથી અને potassium નુ નુકશાન કરે છે).
  • અયોગ્ય: સાદા glucose (dextrose) solution.

કોલેરા માટે જીવાણુનાશક પદ્ધતી :ઉલ્ટી બંધ થયા પછી તરત જ જીવાણુનાશક દવા આપવામાં આવે છે, જે સાધારણપણે ૩ - ૪ કલાક મોઢેથી ફરીથી પાણી સાથે ભેળવ્યા પછી.
ઉપચાર માટે દવાની પસંદગી છે:

જીવાણુનાશક દવા

બાળકો

પુક્ત વય માટે

પસંદગી

Doxycycline(એક વાર)

-

૩૦૦ મિલીગ્રામ

પુક્ત વય માટે

Tetracycline
(દિવસમાં ચાર વાર ત્રણ દિવસ માટે)

૧૨.૫ મિલીગ્રામ/કિલો

૫૦૦ મિલીગ્રામ

પુક્ત વય માટે

Trimethroprim
TMP Sulfamethoxazole 
(SMX) ૩ દિવસ માટે દિવસમાં બે વાર

TMP ૫ મિલીગ્રામ/કિલો
SMX ૨૫ મિલીગ્રામ/કિલો

TMP ૧૬૦ મિલીગ્રામ
SMX ૮૦૦ મિલીગ્રામ

બાળકો

Furazoludine
૪ વાર દિવસમાં, ત્રણ દિવસ માટે

૧.૨૫ મિલીગ્રામ/કિલો

૧૦૦ મિલીગ્રામ

સગર્ભા સ્ત્રી માટે

  • જીવાણુનાશક દવા શીરાથી આપવી એ કોઇ ખાસ ફાયદાકારક નથી.
  • બીજી કોઇ દવાનો ઉપચાર antispasmotics antidiarrhoeal cardiolotrics ની જરૂર નથી. જો જુલાબ ૪૮ કલાક ઉપચાર આપ્યા પછી ચાલુ રહે તો તે શંકાશીલ છે અને તે પ્રમાણે જીવાણુનાશક દવા આપવી.

ભરણપોષણ કરવાની પદ્ધતી : શરૂઆત કર્યા પછી પ્રવાહી અને electrolyteની ખોટ બરોબર કરે છે. ભરણપોષણ કરવાની પદ્ધતી ઉપર મોઢેથી પ્રવાહી લેવુ જોઇએ. મોટા બાળકોમાં અને પ્રોઢ વયના લોકોમાં તરસ બુજાવવા પ્રવાહી એક જરૂર પુરતી માર્ગદર્શિકા છે. મોઢેથી લીધેલુ પ્રવાહી જુલાબના લીધે વહી ગયેલા પ્રવાહી જેટલુ જ હોવુ જોઇએ.

રોગનો રાસાયણિક પ્રતિબંધક ઉપચાર :લગભગ ૧૦ - ૧૨ ટકા ઘરગુથીના કોલેરાના સંપર્કમાં આવતા લોકો કદાચ જીવાણુ વિજ્ઞાન વિષયક સકારાત્મક હોય છે અને તેઓને નૈદાનિક માંદગી થઈ શકે છે.

Tetracycline દવા રોગના રાસાયણિક પ્રતિબંધક ઉપચાર માટે શ્રેષ્ઠ છે. પ્રોઢ લોકોને તે ૩ દિવસના સમય દરમ્યાન બે વાર ૫૦૦ મિલીગ્રામ રોજ અપાય છે, અને ૪ - ૧૩ વર્ષના બાળકોને ૧૨૫ મિલીગ્રામ અને ૫૦ મિલીગ્રામ ૦ - ૩ વર્ષના બાળકોને અપાય છે.

લાંબા સમયથી ચાલતુ tetracycline (doxycycline) કદાચ વાપરવુ. એક મૌખિક માત્રા doxycycline (૩૦૦ મિલીગ્રામ પ્રૌઢ વ્યક્તિ માટે અને ૬ મિલીગ્રામ/કિલો ૧૫ વર્ષથી નીચેના બાળકોને) આપવી અસરકારક છે.

કોલેરા પછી ફરીથી પાણી સાથે ભેળવીને આપવુ

મોઢેથી ફરીથી પાણી સાથે ભેળવીને આપવુ :મોઢેથી ફરીથી પાણી સાથે ભેળવાની ઓળખાણ WHO એ ૧૯૭૧ માં કરી જેણે કોલેરાના ઉપચાર માટે બહુ સરળ કરી છે અને બીજા તીવ્ર જુલાબના રોગ માટે પણ. મોઢેથી પ્રવાહી આપવાની પદ્ધતીનુ લક્ષ પાણી સુકાતુ રોકવા માટે અને મૃત્યુની સંખ્યા ઓછી કરવા માટે છે.આ કલકત્તાના કામગારોનો અનુભવ છે, ઉદાહરણ તરીકે ૯૦ થી ૯૫% કોલેરાના કિસ્સાઓ અને તીવ્ર જુલાબવાળા લોકેને મોઢેથી ફક્ત પ્રવાહી આપવાથી સારા થાય છે.

મોઢેથી પ્રવાહી આપવાની પદ્ધતી નિરીક્ષણ ઉપર આધારીત છે કે ગ્લુકોસ મોઢેથી લેવાથી આતરડા મીઠાને અને પાણીને શોષી લેવા વધારે છે અને પાણીની ખોટ અને electrolyte ને સુધારવા સમર્થ છે.

નસોમાં અપાતુ પાણી ફરીથી ભરવુ :નસોમાં કરેલુ સમિશ્રણ સાધારણ રીતે શરૂઆતથી ફરીથી પાણી ભરવાની જે દર્દીઓને જરૂરીયાત છે તેઓમાં પાણી સુકાઈ જાય છે અને તેમને આઘાત લાગે છે અથવા તે પાણી પી શકતા નથી.

કોલેરા માટે ભરણપોષણની પદ્ધતી :પ્રવાહી અને electrolyte ની ખોટ બરોબર કરાય છે ત્યાર પછી (દા.ત. પાણી સુકાઈ જવાના ચિન્હો ચાલ્યા ગયા છે), મોઢેથી પ્રવાહી માટે ભરણપોષણ કરવાની પદ્ધતી વાપરવા જોઇએ.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate