অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઍક્યુપંક્ચર

સોયથી ટોચવાનું તંત્ર

એક્યુપંચર જે સોયથી શરીરના વિશિષ્ટ બિંદુઓને ટોચવાની થેરપી પર આધારિત છે , તે ચીનની પ્રાચીન અને વિશિષ્ટ કોશલ્ય દર્શાવે છે. પ્રાચિન કાળથી આ કોશલ્ય કેટ્લાક ગંભીર અને લાંબા સમયના રોગના ઉપચારો માટે વપરાતી થેરપી છે. અશ્મયુગમાં પથ્થરની સોયનો ઉપયોગ કરતા હતાં.

એસ્કિમો રોગનો ઉપચાર કરવા માટે ટોક્દાર/અણીદાર પથ્થરનો ઉપયોગ કરતા હતાં. યુધ્ધના કાળમાં શરીરના કેટલાક વિશિષ્ટ ભાગ પર દબાણ લાવવાથી જખ્મી થયેલા સૈનિકને સાજાં કરવામાટે શરીરના બીજા ભાગોના અવયવનો ઉપયોગ કરાતો હતો. અત્યંત ઉત્સુક્તાથી માણસ ને આશ્ચર્ય લાગ્યું કે ત્વચાના પૃષ્ઠ્ભાગ પર ટોચવાને લીધે શરીરના અંદરના અવયવો સાજા થાય છે, તેમાં કોઇ સંશય તો નથી ને?

ટેકનીક (કલાકોશલ્ય)

આ કાર્યશક્તિના પ્રવાહને ચીનમાં Ql (ઉચ્ચાર chi, જાપાનમા તેને ki અને આયુર્વેદમાં પ્રાણ આ નામે ઓળખાય છે. ) આ કાર્યશક્તિના સકારાત્મક અને નકારાત્મક ઘટકને યાંગ અને યીન એવું સંબોધન કરવામાં આવે છે. સામાન્ય માણસમાં આ ઘટક સમતોલન પ્રમાણમાં હોય છે. કાર્યશક્તિના પ્રવાહમાં કોઇ અડચણ આવે તો, અથવા કોઇ એક અવયવમાં કાર્યશક્તિના પ્રવાહનું પ્રમાણ વધારે કે ઓછું થાય અથવા સકારાત્મક અને નકારાત્મક ઘટકમાં અસંતુલિતપણું વધે તો માણસ બીમાર પડે છે.

શરીરના પ્રુષ્ઠભાગ પર આજુ - બાજુ હજારો બિંદુઓ હોય છે. રોગના પ્રશિક્ષણ પછી છ થી દશ બિંદુઓ ઉપચાર માટે નિયુક્ત કરવામાં આવે છે. આ બિંદુઓમાં પાતળી નાની સોય ટોચવામા આવે છે. વિદયુત બેટરી થી ચાલતા યંત્રના સહાયથી સોયને ઉત્તેજિત કરવામાં આવે છે. ૯ વૉલ્ટ (volts) નો પ્રચલિત ઉપયોગ કરવાથી તે નિરૂપદ્રવી હોય છે. સોયને ૧૫ - ૨૦ મિનિટ પછી કાઢ્વામાં આવે છે. આને અનુસુચિતરીતે બેસવું કહે છે. સામાન્યપણે દિવસમાં એક્વાર બેસાડ્વું.આ રીતે ૧૦ દિવસનાં વ્યવસ્થાપનને એક હોળ કહે છે. જો આવશ્યકતા હોય તો આગળની (બીજી) હોળ શરૂ કરતાં પહેલા ૧૦ દિવસ પછી નિરિક્ષણ કરવામાં આવે છે.

રોગનું નિદાન

પ્રત્યેક વ્યક્તિનું સમતોલ કાર્યશક્તિના રોગ નિદાનના શરૂઆતમાં સોય ટોચીને કરવામાં આવે છે. આરોગ્યનો વિચાર કરતા ધ્યાનમાં આવે છે કે કાર્યક્ષમ કાર્યશક્તિના સરળ પ્રવાહને (અથવા "Chi") શરીરનાં વિવિધ માર્ગ મારફતે અથવા નહેર દ્વારા શરીરના બધા અવયવોને જોડી અને એક્ત્ર કરી શરીરનું બંધારણ કરે છે. આમાં પ્રત્યેક અવયવનાં પાસે પોતાને સુસંગત કરવાનો માર્ગ છે. જો કોઇ એક કારણથી કાર્યશક્તિનો પ્રવાહ વહેતો બંધ થાય અથવા અડ્ચણ આવે તો તેના સંબંધિત હોય તે અવયવ અથવા માર્ગનુ કાર્ય તેના જેવી અસરકારક ન હોવાને લીધે આરોગ્ય ખરાબ થઈ શકે છે. જો કોઇ એક અવયવ અથવા માર્ગનું કાર્ય અનેક પ્રકારે થતું હોય. ઉદા. તરીકે અનેક પ્રકારના ઉત્પન્ન થતાં લક્ષણો ચેહરાનો રોગ, લાગણીશીલ ક્ષેત્ર, બાકી માંશપેશીના માર્ગ દ્વારા થનાર સ્પર્શનું જ્ઞાન થાય, ત્વચા પર અનુભવાય અને સ્નાયુ, જીભ પર દેખાવવું અને નાડીના ધબકાર ઉપર વર્તાવવું (કાંડાના વિશિષ્ટ ભાગ પર) રોગ નિદાનનું મુખ્ય ઉદેશ્ય સંપુર્ણ શરીરની ચેતના અને સમતોલ રાખવા માટે કાર્યશક્તિનો પ્રવાહ પુર્વવત કરવો, તે માટે અવયવો અથવા તેના માર્ગ માટે જરૂરી અનુકુલ કાર્યશક્તિનું સરળ રૂધિરાભિસણ કરવું .

ફાયદો અને ગેરફાયદો

ફાયદો

પાશ્ચાત્ય ઔષધોની તુલનામાં સોયથી ટોચવાનીં પ્રક્રિયા નિરૂપદ્રવી છે, કારણ કે પાશ્ચાત્ય ઔષધોની પ્રતિક્રિયા અને ખરાબ પરિણામો કારણભૂત ઠરતાં હોય છે. સોયથી ટોચવાના તંત્રનો દિર્ઘકાલીન વ્યાધિમાં ઉપચાર કરવાથી ઉપયુક્ત હોય છે. શ્ર્વાસનળી સંબંધિત રોગ દમ (અસ્થમા) , મધુમેહ (ડાયબીટીસ), પોલીયો સંબંધી, પક્ષઘાત, બહેરાપણું, સાંધામાં દુ:ખાવો, પીઠ્નો દુ:ખાવો, જક્ડાયેલો ખભો, અતિશય ચિંતા (ઉદાસિનતા), મુંઝવણ, પક્ષઘાત, બન્ને પગ નકામા થઈ જવાં, આધાશીશી, તોતડાપણું, લકવો, વાઈ (એપીલેપ્સી), મગજની નિર્બળતા - વિકાસ રૂંધાવો, અનિંદ્રાનો રોગ અને બીજા અનેક રોગમાં અસરકારક ઉપચાર થાય છે

ગેરફાયદો

પ્રતિબંધિત ક્ષેત્ર

કેટલિક મર્યાદા

થનારી મુંઝવણ

  • સ્તનાગ્ર/વૃક્ષસ્થલની માંસપેશી
  • નાભીસંબંધી (Moxibuston and cupping can bedone)
  • બાહય જનેનદ્રિય
  • ગર્દનની આગળ અને પાછળનો ભાગ
  • દેખાય આવતી રક્ત શરીરનાં બિંદુ

દાઝેલ, ચાંદા(ulcer), Eczema, વગેરે

  • પ્રાણઘાતક ઉપચાર તપાસણીમાં હોય
  • વૃદ્ધ મરણ પથારીયે હોય કમજોર દર્દી
  • રક્તસ્ત્રાવ ન થોંભવો
  • યાંત્રિક અવરોધ જેવાકે આંતરડામાં નિર્માણ થતા અવરોધ, નાક્માં

શસ્ત્રક્રિયા સંબંધી નિર્દેશ જેવા કે અસ્થિભંગ સાધામાંથી હાડ્કું ખસી જવુ, તાળવામાં તિરાડ પડ્વી.

  • તોછ્ડું, વાંકડિયું અથવા સોય હલી ગઈ હોય તો થતો દુ:ખાવો
  • ચિંતાયુક્ત દર્દી અથવા તાલીમ વગર સોય ટોચ્યાં પછી થતો દુ:ખાવો
  • રક્ત સ્ત્રાવ-હાલમાં દબાણ આપ્યું હોય તેવું

ચેપ લાગવો/સંસર્ગ અતિશય વિલક્ષણ

પ્રશ્નોત્તરી

ઍક્યુપંક્ચર એટલે શું?

ઍક્યુપંક્ચર ઉપચાર પધ્ધતિમાં વિશિષ્ટ બિંદુમાં કાર્યશક્તિના પ્રવાહને સમતોલ રાખવા માટે કરવામાં આવે છે. જેને લીધે વેદનાથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે. આરોગ્ય કાર્યશક્તિના પ્રવાહના સમતોલ પર અવલંબિત છે. આ વિશ્વાસ પર ઍક્યુપંક્ચરની ઉપચાર પધ્ધતિ આધારિત છે. શરીરના પ્રમુખ ૧૨ કાર્યશક્તિના પ્રવાહ માર્ગમાં પ્રસરેલો છે. જેને મેરીડીઅન્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક મેરીડીઅન એ વિશિષ્ટ અવયવ સાથે જોડાયેલો છે. મેરીડીઅનમાં ૧૦૦૦ કરતાં વધુ એક્યુબિંદુ હોય છે. તેને ઉદર્પિત કરીને (QI) કાર્યશક્તિના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવે છે. " ઍક્યુપંક્ચર" આ શબ્દ લેટીન ભાષામાં"Acus" એટલે " સોય " તથા " Puncture " એટલે "ચાયનીઝ પધ્ધતિ " જેનો ઇતિહાસ ૪૫૦૦ વર્ષ જુનો છે.

આપણે ઍક્યુપંક્ચરનો ઉપયોગ શા માટે કરીએ છીએ?

વિવિધ આરોગ્યની સમસ્યા માટે હજારો લોકોએ ઍક્યુપંક્ચરનો ઉપચાર પધ્ધતિનો ઉપયોગ કર્યો છે. અનેક શાસ્ત્રીય અભ્યાસકોએ તેની ઉપયોગિતા સિધ્દ કરી છે. દાબ, ઉષ્ણતા, લેઝ અને moxibution (શરીરના વિશિષ્ટ ભાગ પાસે વનસ્પતિને બાળવું) વગેરે... ઉદપીત કરનાર તંત્ર છે. (Who) વિશ્વ આરોગ્ય સંસ્થા પાસે ૪૦ થી વધુ વિશિષ્ટ શારિરીક વ્યાધિની યાદી છે, જેમાં ઍક્યુપંક્ચરનો ઉપયોગ કરી શકાય છે. આમાં નૉશિયા, દુ:ખાવામાં આરામ, દારૂનું, તંબાકુનુ વ્યસન અને બીજા કેટ્લાક ડ્રુગ્ઝ , ફેફસાની, સમસ્યા ઉદા. દમ, સ્ટ્રોક્ને લીધે ખરાબ થયેલ મજજાતંતુ તેના પર પ્રતિબંધક તથા ઉપચાર તરીકે કરવામાં આવે છે.

શું તે ખરેખર તમારા દુ:ખાવાથી આરામ મેળવવામાં મદદ કરે છે?

શસ્ત્રક્રિયા પછી થતો દુ:ખાવો, સ્નાયુ/ હાડકાનાં દુ:ખાવામાં ઍક્યુપંક્ચરનો સફળતા પુર્વક ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપચારમાં પીઠ નીચે દુ:ખાવો, મીસ એલ્બ્રો, તીવ્ર સ્નાયુનો સોજાનો સમાવેશ થાય છે. સંશોધન દ્વારા સિધ્દ્દ થયુ છે કે ઍક્યુપંક્ચર દ્વારા શરીરમાં વેદના સાયન જેને endorpphins કહે છે. તે સ્ત્રાવનું નિર્માણ કરવામાં મદદ કરે છે. endorpphins એ દુ:ખાવાને થોભાવવામાં અત્યંત અસરકારક છે. ઍક્યુપંક્ચર પધ્ધતિ વધુ પ્રભાવશીલ છે.

ઍક્યુપંક્ચરનો વધુ અસરકારક ઉપયોગ ક્યાં થાય છે?

અસંખ્ય સર્વેક્ષણ અને સંશોધન દ્વારા એવું સિધ્દ્દ થયુ છે કે ગર્ભાવસ્થાને લીધે થનારો નૉશિયા, શસ્ત્રક્રિયાથી બેહોશી અથવા કેમોથેરપીમાં ઍક્યુપંક્ચરનો સારો પ્રતિસાદ મળયો છે.

વ્યસન અને એડ્સ જ્યા વ્યસનીયો પર ઉપચાર તરીકે આ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે,ત્યા એવું જાણયુ છે કે વ્યક્તિમાં તે પદાર્થની ઝંખના ઓછી થઈ છે. માનસિક પરિસ્થિતિ પણ સુધરી છે. Withdrawal Symptoms ની તીવ્રતા ખુબ ઓછી થયેલી જણાય છે. ઍક્યુપંક્ચર એ ચાયનીઝ વનસ્પતી જે એડ્સનાં દર્દી માટે ઉપયોગમાં લેવામાં આવી ત્યા તેની પ્રતિક્રિયા શક્તિ સુધરવાની, પાચનક્રિયાની સમસ્યામાં સુધારો, થાક ઓછો લાગવો વગેરે લકક્ષ્ણો ઓછા થતા જણાયા છે .

લેઝર ઍક્યુપંક્ચર

લેઝરમાં ઇલેક્ટ્રોમૅગ્નેટીક એલર્જીને એકદમ નાના સુક્ષ્મ ભાગ પર કેદ્રીત કરી તીવ્ર/જ્વલદ પરિણામ મેળવવાં માટે એકત્રિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ વિવિધ શસ્ત્રક્રિયાના ઉપચાર વખતે કરવામાં આવે છે. ઉદા. નેત્રપટ્ના પડદાને છુટા કરવાનાં ઉપચારમાં, નાની ગાંઠ, Polyps અને આંતરિક રક્તસ્ત્રાવ. લેઝ કિરણો જીવન શાસ્ત્ર વિષયક પર અસરકારક પરિણામને લીધે ઓળખાય છે અને લાલ કિરણોને ઉપયોગ શરીરના વિવિધ રોગના નિવારણ માટે કરવામાં આવે છે, જેવા કે - ત્વચાની રૂઝ મટાડવામાં મદદ કરે છે, શરીરના એક ભાગ પર તેનાં બીજા ભાગને ત્વચા લગાડવી, ત્વચારોગ, અને લોહીના ગાંઠોનાં ઉપચાર માટે, તૂટેલા અસ્થિમજ્જાને સુધારવા માટે લેઝર કિરણો ઉત્તેજિત કરે છે. હેલિયમ નિઑન લેઝર કિરણના યંત્રમાંથી લાલ રંગના કિરણો પ્રકાશિત કરવામાં આવે છે. જે સીધાં આંખોમાં પ્રવેશ કરે છે. આ ઉપચાર અંધારા ઓરડામાં આપવામાં આવે છે. જેથી બીજા પ્રકાશ કિરણો લેઝર કિરણોને ખલેલ પહોંચાડ્તાં નથી. પ્રત્યેક બિંદુ કેટલાક સેકંડથી કેટ્લાક મિનીટ સુધી ઉત્તેજિત કરવામાં આવે છે. વિવિધ રોગ/ બિમારી માટે લેઝરથી સોય ટોચવાનું તંત્ર અત્યંત અસરકારક છે. અવ્યવસ્થિત હલનચલનમાં ઉપચાર કરવાથી આ તંત્ર અત્યંત અસરકારક પરિણામ આપે છે એટ્લે કે, કેડ્માં દુ:ખાવો, ઘૂટ્ણના સાંધામાં દુ:ખાવો, ખભો જક્ડાઇ જવો, સાયટિકા વગેરે આંખના રોગમાં ઉપચાર કરવા માટે આ તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેવા કે લઘુદૃષ્ટિ, hypermetropia, દૃષ્ટિ સંબંધિત વગેરે શરીરમાં ગાંઠોનો ઉપચાર કરવામાં લેઝર નો ઉપયોગ અસરકારક છે. હૃદયવિકાર જેવા કે angina Pectoris અને myocardial infraction પર ઉપચાર કરવા માટે ઉપયોગી છે, શ્વાસનળીમાં સોજાને લીધે દમ (અસ્થમા) માં પણ અસરકારક પરિણામ થાય છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate