હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / એસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

એસિડિટી,પિત્ત, ગેસ, અપચાની સમસ્યા માટે સરળ ઘરેલૂ ઉપાય

પિત્ત, ગેસ, અપચાની સમસ્યામાં ઝડપથી રાહત આપશે, સરળ ઘરેલૂ ઉપાય…!!

”


“આ વિડિયોમા એસિડીટી વિષે જરૂરી માહિતી આપવામાં આવી છે આ માહિતી આયુર્વેના સિદ્ધાંત આધારિત છે"

ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફુડનો ચટાકાને કારણે આજકાલ મોટાભાગના ઘરમાં ગેસથી પરેશાન લોકો જોવા મળે છે. ગેસની તકલીફ બહુ જ ખરાબ હોય છે અને તે પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, માથુ દુખવા લાગે છે અને ખાટા ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું.
જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન અને ઘરે જ તેનો દેશી ઈલાજ કરવો.

એસિડિટીના ખાટા ઓડકારથી બચવા શું કરવું ?

  • ખોરાક સાથે પાણી ઓછું પીવું અથવા શક્ય હોય તો ન પીવું.
  • વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો.
  • ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેને નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
  • જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.
  • ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું.
  • વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.
  • ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.

ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે દેશી દવાઓ

  • જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.
  • મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.
  • દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.
  • દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે.
  • ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.
  • અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.
  • વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.
  • ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.
  • ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ.
  • કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.
  • કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.
  • પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખૂબ શીતળ છે.
  • કોઠાનાં પાનની ચટણનું સેવન કરવાથી પિત્તમાં રાહત મળે છે.
  • આમલી પિત્તશામક છે. ઉનાળામાં પિત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.
  • ટામેટાના રસ કે સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વિકારોથી છુટકારો મળે છે.
  • અળવીનાં કૂણાં પાનનો રસ જીરાનો પાઉડર મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.
  • આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક પલાળી, ઉકાળો પછી અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપમાં ઝડપથી રાહત મળે છે.
  • ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્ત પ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તિ મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.
  • તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ શાંત થાય છે.
  • પાકાં કેળાં અને ઘી ખાવાથી પિત્તરોગમાં લાભ થાય છે.
  • જામફળનાં બીજ પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્ત વિકાર મટે છે.
  • જાંબુડીની છાલનો રસ દૂધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પિત્ત વિકારમાં રાહત મળે છે.
  • આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે.
  • દૂધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પિત્તનું શમન થાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

3.21212121212
સવજીભાઈ Aug 24, 2019 07:04 PM

ગેસ કબજિયાત બહુ રહે છે

કેતન પટેલ Jun 20, 2019 12:43 PM

પગ નાં સાંધા નાં દુખાવા નો ઘરેલુ ઇલાજ બતાવો

અનઘન jatin n Apr 28, 2019 03:22 PM

ગેસ બહુ થાય છે ૫:૦૦ વગે એટલે બહુ થાય છે

સેધાભાઈપટેલ Mar 01, 2019 04:11 PM

ગેસ પેટનો દુખાવોકાયમીછુટકારોબતાવો ઘરેલુઊપચાર

રામજી Feb 24, 2019 01:53 PM

મને પિત ના હિસાબે જીભ પર સ્વાદ નથી આવતો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top