વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હેડકી

હેડકી વિષે માહિતી

 1. હીંગ અને અડદનું ચુર્ણ અંગારા પર નાખી મોંમાં ધુણી લેવાથી હેડકી મટે છે.
 2. હેડકી વખતે એક નાની ચમચી જેટલું મરીનું ચુર્ણ પાણી સાથે ફાકવું. દીવસમાં બેત્રણ કલાકના અંતરે લેતા રહેવું. મરીના ચુર્ણના બદલે મરી સારી રીતે ચાવીને ખાવામાં આવે તો પણ હેડકી મટે છે. અથવા એક મરી ટાંકણીમાં ખોસી દીવાની જ્યોત ઉપર બાળી એ ધુમાડાનો નાસ લેવાથી હેડકી મટે છે.
 3. ગાયનું ઉકાળેલું દુધ પીવાથી હેડકી મટે છે.
 4. ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખવાથી હેડકીમાં ફાયદો કરે છે.
 5. સુકા મુળાનો સહેજ ગરમ ઉકાળો ૫૦-૧૦૦ ગ્રામ એક-એક કલાકે પીવડાવવાથી હેડકી મટે છે.
 6. ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી હેડકી મટે છે.
 7. નાળીયેરના ઉપરનાં છોડાંને બાળી તેની રાખ મધમાં ચટાડવાથી હેડકી મટે છે.
 8. સરગવાનાં પાનનો રસ પીવાથી હેડકી મટે છે.
 9. સુકા લીંબુને બાળીને બનાવેલી રાખ ૧.૫ ગ્રામ જેટલી મધમાં મેળવી એક-એક કલાકે ચટાડતા રહેવાથી હેડકી બંધ થાય છે.
 10. સુંઠ-ગોળને ગરમ પાણીમાં મેળવી નાકમાં ટીપાં પાડવાથી હેડકી મટે છે.
 11. ચણાનાં ફોતરાં અથવા તેનાં પાનનો ભુકો ચલમમાં ભરીને પીવાથી ઠંડી લાગવાથી કે આમાશયની વીકૃતીથી થયેલી હેડકી શાંત થાય છે.
 12. પાણીમાં સીંધવ નાખી ખુબ હલાવી એ પાણીનું નસ્ય દર બે કલાકે અથવા દીવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત દરરોજ લેવાથી હેડકી મટે છે.
 13. એક એક નાની ચમચી સીંધવ દર અડધા કલાકે પાણી સાથે ફાકવાથી હેડકી મટે છે.
 14. સુકી હળદરના ટુકડા ચલમમાં ભરી ધુમ્રપાન કરવાથી હેડકી મટે છે.
 15. જીભ નીચે એક ચમચી સાકર રાખવાથી હેડકી આવતી બંધ થાય છે. સાકરના દાણા ગળાના પાછલા ભાગમાં આવેલી નસને ઉત્તેજીત કરતી હોવાથી આ નસ શરીરની અંદરથી આવતા સીગ્નલને રોકી દે છે, આથી હેડકી આવવી બંધ થઈ જાય છે.
 16. ઉંડા શ્વાસના પ્રાણાયામ કરવાથી હેડકી મટે છે. પ્રાણાયામના પ્રયોગો હેડકી ઉપર ઘણા અસરકારક છે.
 17. ૧૨ ગ્રામ સુંઠ, ૧૨ ગ્રામ મરી અને ૧.૫ ગ્રામ સીંધવના ચુર્ણની ૬-૬ ગ્રામની ચાર પડીકી બનાવી હેડકીના રોગીને છાસ સાથે આપવાથી હેડકી બેસી જાય છે.
 18. નાળીયેરની ચોટલી અથવા મુંજ ચલમમાં પીવાથી હેડકી મટે છે.
 19. કાચા કાંદાનું કચુંબર મીઠું નાખી ખાવાથી હેડકી મટે છે.
 20. એકદમ વારંવાર તીવ્ર હેડકીઆવતી હોય અને બંધ થતી જ ન  હોય તો અડધી ચમચી જેઠીમધનું ચુર્ણ અડધા કપ દુધમાં નાખી ઉકાળી ઠંડું પાડી, તેના ચારથી પાંચ ટીપાં બંને નાકમાં નાખવા તથા મધ-માખણ મીશ્ર કરી ચટાડવું. હેડકી મટી જશે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.89655172414
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top