વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હાથીપગુ

હાથીપગુ વિષે માહિતી

હાથીપગાને આપણે “ફાઇલેરિયા” નામે પણ ઓળખીએ છીએ. હાથીપગો એ શરીરમાં રહેલી લસિકાગ્રંથિઓમાં ફાઇલેરિયા ના કૃમિ (પરોપજીવી) નો ચેપ લાગવાને કારણે થાય છે. આ રોગ સ્ત્રી-પુરુષ અને બાળકોના શરીરના નીચેના ભાગના અંગો માં થાય છે.

લક્ષણો

 

૧. હાથીપગો થાય ત્યારે અવાર નવાર ખુબજ તાવ આવે છે.
૨. બેચેની અનુભવાય.
૩. ઠંડી લાગે.
૪. અંગ અકડાય જાય.
૫. લસિકાગ્રંથિમાં સોજા આવી જાય છે.
૬. પગ તથા જનાનગોમાં સોજા આવી જાય છે.

હાથીપગાના કારણો

આ રોગ માદા મચ્છરના કરડવાથી ફેલાય છે. લસિકાગ્રંથિમાં પુખ્ત માદા કૃમિ સૂક્ષ્મ કદના અનેક લાર્વા છોડે છે. જે લોહીના પ્રવાહમાં ભળે છે. જેને હાથીપગાના સૂક્ષ્મ જંતુઓ (માઇકોફિલેરી) કહે છે. વ્યક્તિને મચ્છર કરડે ત્યારે તેના ડંખમાથી તે લાર્વા અન્ય વ્યક્તિના શરીરમાં પ્રસરે છે.

હાથીપગાની સારવાર

 

  1. હાથીપગાની સારવાર માટે (ડી.ઇ.સી) નામની દવા આપવામાં આવે છે. દવાનો ડોઝ ડોક્ટરએ આપેલી સુચના અનુસાર તેમને ડોઝ પુરા કરવા જોઇયે.
  2. મચ્છર ન કરડે તેની કાળજી રાખવી જોઇયે.
  3. દવાનો વાર્ષિક ડોઝ લેવો જરૂરી છે.
  4. સુંઠને ગોમુત્ર કે ગરમ પાણી સાથે રોજ લેવાથી હાથીપગાનો રોગ મટે છે.
  5. ગોમુત્રમાં ગોળ અને હળદર મેળવી પીવાથી હાથીપગું મટે છે.

 

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.10344827586
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top