વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હળદર અને દુધ

હળદર અને દુધ વિષે માહિતી

હળદર અને દુધ બંનેમાં કુદરતી એન્ટીબાયોટીક ગુણ છે. આપણા રોજના આહારમાં આનો સમાવેશ કરવાથી અનેક રોગોથી અને ચેપથી બચી શકાય છે. દુધમાં હળદર નાખવાથી સ્વાસ્થ્યની ઘણીબધી સમસ્યાઓમાં મદદ મળી શકે છે. સુક્ષ્મ જીવાણુઓ અને પ્રદુષણથી બચવા માટેનો આ એક બહુ જ અસરકારક ઈલાજ છે.

હળદર અને દુધ કેવી રીતે લેશો :

 1. લીલી હળદરનો એકાદ ઈંચ (૨-૩ સે.મી.)નો ટુકડો લો. જો લીલી હળદર ન હોય તો હળદરનું ચુર્ણ એકાદ ચમચી લો.  એને ૧૫૦ મી.લી. એટલે કે એક ગ્લાસ દુધમાં નાખીને ૧૫ મીનીટ ઉકાળો. આ પછી એને ગળણીથી ગાળી લો, જેથી હળદરનો ટુકડો દુર થશે. (સુકી હળદરનું ચુર્ણ નાખ્યું હોય તો ગાળવાની જરુર નથી.) ઠંડુ પડે એટલે પી જવું.

નોંધ (ગાંડાભાઈ): જ્યાં જંતુમુક્ત (pasteurized) દુધ મળતું હોય ત્યાં દુધને ફરીથી લાંબા સમય સુધી ઉકાળવું ન જોઈએ, જેથી એમાંનાં અગત્યનાં તત્ત્વો બહુ નાશ ન પામે. હું પહેલાં થોડા પાણીમાં હળદરનું ચુર્ણ નાખી એને ઉકાળું છું, અને પછીથી દુધ નાખી ઉકળવા આવે તે પહેલાં ઉતારી લઉં છું.

હળદરવાળા દુધના ગુણ

 

 1. શ્વાસોચ્છ્વાસની તકલીફ: હળદર અતી સુક્ષ્મ જંતુઓ – વાઈરસનો નાશ કરે છે. એ ૧૫૦ પ્રકારના વાઈરસના ચેપને મટાડે છે. આથી એ શ્વસનને લગતી બીમારીઓ દુર કરવામાં ઉપયોગી છે. હળદર શરીરમાં ગરમાવો પેદા કરે છે, અને ઘણી જલદી ફેફસામાં જામેલા કફને તથા સાઈનસને દુર કરે છે.આનાથી દમ – અસ્થમા અને શ્વાસનળીના સોજા(બ્રોન્કાઈટીસ)માં પણ રાહત મળે છે.
 2. કેન્સર: હળદરવાળું દુધ બ્રેસ્ટ, ત્વચા, ફેફસાં, પુરુષાતન ગ્રંથી (પ્રોસ્ટેટ) અને આંતરડાના કેન્સરને વધતું રોકે છે, કેમ કે એમાં સોજો દુર કરવાનો ગુણ રહેલો છે. આથી કેન્સરના કોષો ડી.એન.એ. (DNA)ને નુકસાન પહોંચાડી શકતા નથી, અને કેમોથેરેપીની આડ અસરથી બચી જવાય છે.
 3. દાહ અને સોજાનાશક: હળદર નાખેલું દુધ દાહ અને સોજા દુર કરે છે, આથી સંધીવા અને હોજરીના ચાંદાં સામે રક્ષણ મળે છે.
 4. એ ‘કુદરતી એસ્પીરીન’ તરીકે પણ જાણીતું છે, જે માથાનો દુખાવો, સોજો અને અન્ય દુખાવામાં મદદગાર બને છે.
 5. શરદી અને કફ: શરદી અને કફનો સૌથી ઉત્તમ ઈલાજ હળદરવાળા દુધને ગણવામાં આવે છે, કેમ કે એ વાઈરસ અને જીવાણુનાશક છે. એનાથી ગળામાં થતી બળતરા, શરદી અને કફમાં તાત્કાલીક રાહત મળે છે.
 6. સંધીવા: સંધીવાનો દુખાવો અને સોજો દુર કરવા હળદરવાળું દુધ વપરાતું આવ્યું છે. એનાથી દુખાવો દુર થતાં સાંધા અને સ્નાયુઓની લચક પાછી મળી શકે છે. વાંકા વળવાની તકલીફ આથી દુર થાય છે.
 7. દુખાવો અને કળતર: હળદરવાળું પીળું દુધ દુખાવા અને કળતરમાં સૌથી સારી રાહત આપે છે. એનાથી કરોડરજ્જુ અને સાંધાઓની મજબુતાઈ વધે છે.
 8. એન્ટી ઑક્સીડન્ટ: હળદરવાળું દુધ એન્ટીઑક્સીડન્ટનો ઉત્તમ ખજાનો છે, જે ફ્રી રૅડીકલ્સની સામે રક્ષણ આપે છે. એનાથી ઘણા રોગો સારા થાય છે. ફ્રી રૅડીકલ્સ એ શરીરમાં રહેલા અસ્થીર કોષો છે, જેના એટમમાં એક કે તેથી વધુ ઈલેક્ટ્રોનની ખોટ હોય છે કે વધુ પડતા હોય છે, જે બીજા સ્થાયી કોષો પાસેથી ઝુંટવી લઈ તેને પણ અસ્થીર બનાવે છે, અને એ રીતે અસ્થીર કોષો (ફ્રી રૅડીકલ્સ)ની પરંપરા ચાલુ થાય છે. સામાન્ય સંજોગોમાં તો શરીર એની સામે સંતુલન મેળવી લે છે, પણ મોટા પ્રમાણમાં આ પ્રક્રીયા ચાલુ થઈ જતાં મુશ્કેલી પેદા થાય છે, જે એન્ટીઑક્સીડન્ટ દ્વારા મળતા વધારાના ઈલેક્ટ્રોન વડે દુર થઈ શકે. આથી શરીરને એન્ટીઑક્સીડન્ટ પુરા પાડનાર આહારની જરુર રહે છે.
 9. લોહીને ચોખ્ખું કરનાર: હળદરવાળું દુધ લોહીને બહુ જ સારી રીતે ચોખ્ખું કરે છે. એનાથી લોહીને નવી શક્તી મળે છે અને રક્તપરીભ્રમણમાં જોમ આવે છે. વળી એનાથી લોહી પાતળું થાય છે, જેથી લોહીની કેશનલીકાઓના સમગ્ર તંત્રને ચોખ્ખું કરી દે છે અને બીજી રક્તવાહીનીઓમાં જામેલો કચરો દુર કરે છે.
 10. યકૃત (લીવર)નું શુદ્ધીકરણ: હળદરયુક્ત દુધ યકૃતને શુદ્ધ કરનાર કુદરતી આહાર છે. અને લોહીના શુદ્ધીકરણને લઈને યકૃતના કાર્યને વેગ આપે છે. એ લીવરને મદદ કરે છે અને લીવરમાંના કેશનલીકા તંત્રને ચોખ્ખું કરે છે.
 11. હાડકાનું સ્વાસ્થ્ય: હળદરવાળા દુધમાંથી સારા પ્રમાણમાં કેલ્શ્યમ મળે છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે અને મજબુતાઈ માટે અત્યંત જરુરી છે. એનાથી હાડકાની ક્ષતી થતી અટકે છે આથી હાડકાં પોચાં થવાના રોગ ઑસ્ટીઓપોરોસીસ સામે રક્ષણ મળે છે
 12. પાચનશક્તી: એ શક્તીશાળી જંતુઘ્ન છે, જેનાથી આંતરડાને સારો લાભ થાય છે, અને જઠર તેમ જ આંતરડાંનાં ચાંદાંમાં ફાયદો કરે છે. આથી પાચનશક્તી સુધરે છે જેથી અલ્સર, અપચો તેમજ ઝાડામાં લાભ થાય છે
 13. બહેનોને માસીક વખતનો દુખાવો: હળદરયુક્ત દુધ એકાએક થતા જોરદાર દુખાવા સામે આશ્ચર્યકારક રક્ષણ આપે છે જે માસીક વખતે થતા ક્રેમ્પ્સ અને દુખાવામાં ગજબની રાહત આપે છે. મા બનનારી બહેનોએ હળદરવાળું પીળું દુધ લેવું જોઈએ, જેથી સરળતાથી પ્રસુતી થઈ શકે, પ્રસુતી પછી ઝડપથી સ્વસ્થતા મળી જાય, ધાવણ સરળતાથી પેદા થાય અને ગર્ભાશય સંકોચાઈને ઝડપથી મુળ સ્થીતીમાં આવી જાય.
 14. ફોલ્લીઓ અને ચામડીનું સ્વાસ્થ્ય: જુના સમયમાં રાણીઓ ચામડી મુલાયમ રહે અને ચમકવાળી થાય એ માટે હળદર નાખેલા દુધથી સ્નાન કરતી. એ જ રીતે હળદરવાળું દુધ પીવાથી પણ ચામડી ચમકીલી થશે. હળદરવાળા દુધમાં રુનું પુમડું પલાળી રતાશવાળી કે બરછટ ચામડી પર પંદરેક મીનીટ સુધી મુકી રાખો. એનાથી ચામડી વધુ ઉજળી અને ચમકતી થશે.
 15. વજન: આપણે આહારમાં લીધેલી ચરબીનું હળદરવાળું દુધ વીઘટન કરે છે. એનાથી વજન કાબુમાં રાખવામાં મદદ મળી શકે.
 16. ખરજવું: દરરોજ એક ગ્લાસ હળદરવાળું દુધ પીવાથી ખરજવું મટી શકે છે.
 17. અનીદ્રા: હળદરવાળું હુંફાળું દુધ પીવાથી શરીરમાં ટ્રીપ્ટોફેન નામનું પ્રોટીનનું એક ઘટક પેદા થાય છે, જેનાથી સરસ મજાની શાંત નીદ્રા આવી જાય છે.
 18. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
  સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.03448275862
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top