વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હર્નીયા

હર્નીયા વિષે માહિતી

હર્નીયામાં ઑપરેશન પહેલાં દોઢેક માસ રોજ સવાર-સાંજ એક કપ દુધમાં એક ચમચો એરંડીયું (દીવેલ) નાખી પીવાનો પ્રયોગ કરી જોવો. જો ફરક માલમ પડે તો પ્રયોગ જાળવી રાખવો અને કદાચ ઑપરેશન વગર રોગ મટે પણ.
હર્નીયા માટે બીજા કેટલાક ઈલાજ નીચે મુજબ જો તમને અનુકુળ હોય તો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની દેખરેખ હેઠળ કરી શકો.

હર્નીયા માટે ગુજરાતી શબ્દ છે સારણગાંઠ. હા, એનો સોજો ગાંઠ જેવો દેખાય છે, પણ એ ખરેખર કોઈ ગાંઠ નથી. માત્ર શરીરનો ઉપસી આવેલો કોઈ અવયવનો ભાગ હોય છે.
પેટના કોઈ સ્નાયુ જ્યારે નબળા પડી જાય ત્યારે અંદરનો કોઈ અવયવ બહાર ઉપસી આવે છે. એને હર્નીયા કહે છે. સામાન્ય રીતે એ જાંઘના અમુક ભાગમાં વધુ થાય છે. પરંતુ જે જગ્યાએ હર્નીયા થયો હોય તે પ્રમાણે એના જુદા જુદા પ્રકાર છે. ઓપરેશન વીના પણ હર્નીયાનો ઈલાજ થઈ શકે છે.
કેટલાક લોકોને હર્નીયાની તકલીફ જન્મથી વારસામાં પણ મળે છે. બીજા ઘણાને ઉંમર વધતાં થાય છે. પેટમાં વધુ પડતું દબાણ થવાથી પણ હર્નીયા થઈ શકે, વજન ઉંચકતાં, વધુ પડતા જોરથી ખાંસવાથી, ભુતકાળમાં વાગ્યું હોય તે કારણે, કાયમી કબજીયાત રહેતી હોય તો, ગર્ભાવસ્થામાં, પેટના સ્નાયુ નબળા પડી જવાથી વગેરે કારણે હર્નીયા થઈ શકે. બેસવાથી તેમ જ ચત્તા સુઈ જવાથી હર્નીયાનો સોજો પણ ઘણી વાર બેસી જતો હોય છે – જો એ બહુ વધી ગયેલો ન હોય તો.

યોગ દ્વારા હર્નીયાનો ઈલાજ

પગ લંબાવી સીધા સુઈ જાઓ. એક હાથ હર્નીયાવાળા ભાગ પર દબાવી રાખો. હવે જમણો પગ ઉંચો કરો અને ઉપરથી ધીમે ધીમે નીચે લઈ આવો, પણ પગ જમીનને અડાવી ન દેવો. આ રીતે ઓછામાં ઓછું દસ વખત કરો. એ જ રીતે ડાબા પગની કસરત દસ વખત કરો. એનાથી પેટની નીચેના ભાગના સ્નાયુઓ મજબુત થાય છે.

વારા ફરતી પગ ઉંચકવા

પીઠ પર ચત્તા સુઈ જાઓ. બંને હાથ હર્નીયાવાળા ભાગ પર મુકી રાખો. હવે ડાબો પગ જમીન પર જ રાખી જમણો પગ જમીનથી લગભગ બે ફુટ જેટલો ઉંચો કરો. હવે ડાબો પગ ઉંચો કરો અને જમણા પગને જમીન પર લાવી દો. આ રીતે ઓછામાં ઓછું દસ વખત કરી બંને પગને આરામ આપો.

વૃક્ષાસન

સીધા ઉભા રહો. હવે બંને પગ થોડા પહોળા કરી હાથ માથા તરફ ઉપર લઈ જઈ નમસ્તે કરીએ તેમ જોડી રાખો. એ પછી જમણો પગ ઘુંટણમાંથી વાળીને એનું તળીયું ડાબા પગની જાંઘને અડકાવો. આ વખતે જમણા પગની એડી શીવની નાડીને (ગુદાદ્વાર અને જનનેંદ્રીયની વચ્ચે) અડેલી રાખવી. ડાબા પગ પર બેલેન્સ જાળવી હાથ, માથું અને ખભા ટટ્ટાર સીધા રાખી જેટલો સમય રહી શકાય તેટલો સમય ઉભા રહો. આ રીતે બીજા પગ પર ઉભા રહીને પણ કરવું. દરેક પગ વડે બે કે ત્રણ વખત કરી શકાય.

હર્નીયા સામે રક્ષણ

 • કબજીયાત થવા ન દેવી.
 • વજન કાબુમાં રાખવું.
 • પ્રોટીન અને વીટામીન સીની ઉણપ હોય તો એની ટીકડી લેવી.
 • નીચે પહેરવાનાં કપડાં આરામદાયક પસંદ કરવાં.
 • પેટના સ્નાયુઓ પર વધુ પડતું દબાણ આવે તેવાં કામ ન કરવાં.
 • રેસાવાળો આહાર લેવાનું ધ્યાન રાખવું.
 • મયુરાસન કદી ન કરવું.
 • મુલબંધ સહીત બાહ્ય પ્રાણાયામ કરવો.
 • પાછળ નમીને કરવાનાં કોઈ આસન કરવાં નહીં. આગળ નમીને કરવાનાં આસનો કરવાં.
 • મંડુકાસનઃ સ્વામી રામદેવનો વીડીઓ જોવા માટે લીન્કઃ

મંડુકાસન કરવા માટે વજ્રાસનમાં બેસી બંને હાથની હથેળીઓથી મુઠ્ઠી વાળી, બંને મુઠ્ઠીઓને પેટના નીચેના ભાગ, પગના જોઇન્ટ પાસે મૂકવી. હવે ધીમે ધીમે શ્વાસ લો, શ્વાસ લીધા પછી શરીરને સામેની તરફ, નીચે તરફ શ્વાસ કાઢતાં-કાઢતાં વાળો. સંપૂર્ણ શ્વાસ નીકળી જાય ત્યાં સુધી શરીરને વાળો. શરીરને આંચકો લાગે તેમ ન કરવું, પણ ધીમે ધીમે વાંકા વળવું.
શ્વાસ બહાર કાઢી પહેલાં જમણો પગ ઘુંટણમાંથી વાળીને બંને હાથ વડે છાતી પર દબાવવો. પછી એ જ રીતે ડાબો પગ વાળીને છાતીએ દબાવવો અને પછી બંને પગ એકી સાથે વાળીને છાતી સાથે દબાવવા.
ચત્તા સુઈને પગ ૯૦ અંશના ખુણે વાળો. શ્વાસ લઈને પેટને બહાર ફુલાવો, શ્વાસ બહાર કાઢી પેટ અંદરની તરફ ખેંચો. દસ વખત.
ચત્તા સુઈને બંને પગ સાથે જોડેલા રાખી લંબાવો. હવે બંને પગ સાથે રાખીને જ ધીમે ધીમે ૩૦થી ૪૦ અંશ જેટલા ઉપર ઉઠાવો. દસ-પંદર સેકન્ડ રાખી આંચકા વીના ધીમે ધીમે પગ જમીન પર મુકો. અને શવાસનમાં આરામ કરો.
સુખાસનમાં બેસો. બંને હથેળી પેટ પર દુંટીની આસપાસ મુકો, અથવા હર્નીયાનો સોજો હોય અને દુખાવો હોય તો તેને દબાવી રાખો. બંને હાથની ચારે આંગળીઓ દુંટી પર ભેગી રાખવી. ઉંડો શ્વાસ લો અને બહાર કાઢો. શ્વાસ બહાર કાઢતી વખતે આંગળાં વડે પેટને અંદરની બાજુ દબાવો. આ પ્રમાણે પાંચ વખત કરો.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.04
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top