વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હરડે

હરડે વિષે માહિતી

હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગોનો નાશ કરે છે. આમ એ ત્રીદોષનાશક છે.

હરડેનું ચુર્ણ યોગ્ય પ્રમાણમાં લેવું. એનો આધાર ઉંમર, જરુરીયાત તથા પોતાની પ્રકૃતી ઉપર રહે છે. આરોગ્યની ઈચ્છા રાખનારે રોજ હરડેનું સેવન કરવું. રાતે અડધી હરડે ચાવીને ખાવી. તેના ઉપર એક કપ ગરમ દુધ પીવું. ચાવીને ખાધેલી હરડે અગ્નીને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં અાવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.

હરડે ભોજનની સાથે ખાધી હોય તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયો સતેજ બને છે. વાયુ, પીત્ત તથા કફનો નાશ કરે છે. મુત્ર તથા મળને વીખેરી નાખે છે.

જમ્યા પછી હરડે ખાધી હોય તો તે અન્નપાનથી થયેલા અને વાત, પીત્ત તથા કફથી થયેલા દોષોને દુર કરે છે.

હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ.

મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.

  1. દુઝતા હરસમાં જમ્યા પહેલાં હરડે અને ગોળ ખાવાં.
  2. બહાર દેખાતા ન હોય અેવા હરસમાં સવારે હરડે અને ગોળ ખાવાં.
  3. ઉલટી-ઉબકા થતા હોય તો હરડે મધ સાથે ચાટવી.
  4. હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગોમાં અડધીથી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.
  5. હરડેનું ચુર્ણ, ગોળ, ઘી, મધ અને તલનું તેલ સરખા વજને મીશ્ર કરી બે ચમચી સવાર-સાંજ ચાટવાથી મરડો, જીર્ણ જ્વર, ગૅસ, અજીર્ણ, અપચો અને આમ મટે છે. પીત્તના દુખાવામાં પણ આ ઉપચાર અકસીર ગણાય છે.
  6. હરડે અને સુંઠ સરખા ભાગે પાણીમાં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી દમ-શ્વાસ અને કફના રોગો મટે છે.

હરીતકી અને ઉધરસ :

हरि हरितकी चैव सावित्री च दिने दिने |

आरोग्यार्थी च मोक्षार्थी भक्षयेत् कीर्तयेत् सदा ||

આરોગ્ય ઈચ્છનારાએ રોજ હરીતકીનું (હરડેનું) સેવન કરવું અને મોક્ષ ઈચ્છનારાએ હરી અને સાવીત્રીનું કીર્તન કરવું. આમવાત, સાયટીકા-રાંઝણઃ એક ચમચો હરડેનું ચુર્ણ બે ચમચી દીવેલમાં દરરોજ નીયમીત લેવાથી આમવાત, સાયટીકા-રાંઝણ, વૃદ્ધીરોગ અને અર્દીત વાયુ(મોં ફરી જવું) મટે છે.

એ હકીકત સાચી છે કે હરડે રેચની દવા નથી, પણ એક બહુ જ મહત્ત્વનો ખોરાક છે. હરડે લેવાથી શરુઆતમાં રેચ લાગશે, પણ એ માત્ર એની સાઈડ ઈફેક્ટ છે. નીયમીત હરડે લેવાથી વધારાના રેચનો પ્રશ્ન રહેતો નથી. એનો મને અનુભવ છે. હરડે નીયમીત રીતે દરરોજ લેવી જોઈએ. મને યાદ છે સૌરાષ્ટ્રના ગઢડાવાળા વૈદ્ય પણ કહેતા કે હરડે વીના એક પણ દીવસ જવો ન જોઈએ. ભાઈશ્રી જુગલકિશોરભાઈએ ક્યાંક એવું કહ્યાનું સ્મરણ છે કે હરડે એટલે હર (હંમેશ) ડે (રોજ) લેવાની ચીજ. એવું તેઓ જ્યારે અભ્યાસ કરતા ત્યારે એમને કહેવામાં આવેલું.
ઋષિજીવન સ્વામી કહે છે કે બાળકને જન્મથી જ હરડે આપવાનું શરુ કરવું જોઈએ. શરુઆતમાં નાની ચમચીમાં સહેજ પાણી લઈ સાવ નાની ચપટી હરડે ઓગાળીને પીવડાવી દેવી, એટલે કે મોંમાં આંગળીથી ચટાડી દેવી. જેમ જેમ બાળક મોટું થાય તેમ હરડેનું પ્રમાણ થોડું થોડું વધારતા જવું. છ-સાત માસનું થાય ત્યારે અડધી ચમચી જેટલી હરડે આપી શકાય. એકાદ વર્ષનું થાય એટલે એક ચમચી હરડે આપવી. આ રીતે બાળકને હરડે આપતા રહેવાથી એને કોઈ પણ રોગ થતો નથી. કહેવાય છે કે જે બાળકની મા ન હોય તેની મા હરડે છે. બાળકની મા એના સ્વાસ્થ્યની જેટલી કાળજી રાખે એનાથી વધુ સારી કાળજી હરડે રાખશે. યુવાન થયા પછી એટલે ૧૮-૧૯ વર્ષની ઉંમર પછી દરરોજ એક ચમચો હરડે સવારે નરણા કોઠે એટલે કશું પણ ખાધાપીધા વીના લેવી જોઈએ. નીયમીત આ રીતે ૧૦૦ દીવસ સુધી હરડે લેવાથી આંતરડાં કાચ જેવાં ચોખ્ખાં થઈ જાય છે. આ પછી પણ હરડે લેવાનું જીવન પર્યંત ચાલુ રાખવું. પણ જો કોઈને સવારે હરડે લેવાની અનુકુળતા ન હોય તો સાંજે પણ લઈ શકાય, પરંતુ એની અસર સવારે નરણા કોઠે લેવાથી જે થાય એટલી ઉત્તમ નહીં થાય.
નીયમીત હરડે લેવાથી લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે હરડે આપણાં હાડકાં, માંસ, લોહી તેમ જ સમસ્ત નાડીઓની શુદ્ધી કરે છે. આથી કોઈ પણ જાતનો રોગ શરીરમાં રહેતો નથી. વળી આ રીતે શરીરની શુદ્ધી થવાથી સ્ફુર્તી પણ સારી રહે છે. નીયમીત હરડે લેનાર વ્યક્તી સવારમાં ચાર વાગ્યે ઉઠીને રાત્રે બાર વાગ્યા સુધી સ્ફુર્તીલી રહી શકે છે.
શરીરની તંદુરસ્તી જાળવી રાખવા અને લાંબું આયુષ્ય ભોગવવા દરરોજ હરડે લેવી. હરડે શરીરના કોષોને જીવંત રાખે છે, મરવા દેતી નથી. આથી આંખની તકલીફ, પેટના રોગો, નાકના રોગો, માથાની ફરીયાદ જેવી બધી જ તકલીફ હરડે લેવાથી મટી જાય છે. શરીર તંદુરસ્ત થવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તી થાય છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.09677419355
કેતન કાનાણી Apr 20, 2019 09:11 PM

હરડે નુ અંગ્રેજી નામ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top