વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ફૂર્તિ માટે

સ્ફૂર્તિ માટે વિષે માહિતી

  • કોઈ ખાસ પ્રસંગ માટે જેમ કે કોઈ રમતની સ્પર્ધા  હોય ત્યારે શરીરમાં સ્ફુર્તીની જરુર હોય તો બે દીવસ પહેલાંની સાંજે વીટામીન ‘સી’ અને પીપરમીન્ટ ટી મધ, મોલાસીસ કે ગોળ સાથે લેવી.
  • બીજે દીવસે સવારે ઑરેન્જ અને લીંબુનો રસ પાણી સાથે અથવા એકલા લીંબુનું શરબત મધ, મોલાસીસ કે ગોળ નાખીને તથા વીટામીન ‘સી’ લેવું. એકબે માઈલ ચાલવું. સવારે ભુખ હોય તો અનુકુળ હોય તે મુજબ માત્ર તાજો રસ કાઢીને પીવો, જેમાં ગાજર અને સફરજન અથવા ગાજર, સફરજન અને બીટરુટ અથવા સફરજન અને સેલરી લઈ શકાય. વધુ ભુખ હોય તો એકબે સફરજન ખાવાં.
  • બપોરે સફરજન અને મોસંબીનો રસ અથવા વીવીધ શાકભાજીનું કચુંબર, ફણગાવેલાં કઠોળ, થોડું ઑલીવ ઑઈલ અને લીંબુ તથા વીટામીન ‘સી’ લેવું.
  • બપોર પછી ફળ, શાકભાજીનો રસ અથવા હર્બલ ટી પીવી.
  • સાંજે થોડા પ્રમાણમાં કચુંબર અથવા બાફેલાં શાકભાજી લો.
  • રાત્રે સુતાં પહેલાં કેમોમાઈલ ટી પીઓ.
  • આ પ્રયોગ જ્યારે કોઈ પ્રતીયોગીતામાં ભાગ લેવો હોય કે શારીરીક સ્ફુર્તીની જરુરીયાતનું કામ હોય તેના એક દીવસ પહેલાં કરવો.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.10344827586
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top