વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સુંઠ્યાદી ચુર્ણ

સુંઠ્યાદી ચુર્ણ વિષે માહિતી

  1. સુંઠ્યાદી ચુર્ણ સુંઠ ૬૦ ગ્રામ, લીંડીપીપર ૬૦ ગ્રામ, મરી ૪૦ ગ્રામ, નાગરવેલનાં સુકવેલાં પાન ૩૦ ગ્રામ, તજ ૨૦ ગ્રામ, એલચી ૧૦ ગ્રામ અને ૨૨૦ ગ્રામ સાકરનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ સુંઠ્યાદી ચુર્ણ નં.૧ છે. અડધી ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે સવાર-સાંજ લેવાથી મંદાગ્ની, અરુચી, અપચો, દમ, ઉધરસ, શરદી, કંઠ-ગળાના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. બે મહીના બાદ નવું ચુર્ણ બનાવવું જોઈએ.
  2. અમલભેદ, સુંઠ, દાડમ, સંચળ અને હીંગનું સરખા વજને ખુબ ખાંડી બનાવેલું બારીક ચુર્ણ તે સુંઠયાદી ચુર્ણ નં. ૨. આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી શ્વાસ, કફના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. આ ચુર્ણનો ઉપયોગ કરતી વખતે કફકારક આહાર-વીહારનો ત્યાગ કરવો.
  3. અતીવીષ, સુંઠ, ચીત્રક, નાગરમોથ, ઈન્દ્રજવ અને હીંગનું સરખા વજને ખુબ ખાંડી બનાવેલું બારીક ચુર્ણ તે સુંઠયાદી ચુર્ણ નં. ૩. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ નવશેકા પાણી સાથે સવાર-સાંજ લેવાથી અતીસાર, આમાતીસાર, જુનો મરડો, ગેસ, આફરો, વાછુટ અને મળની દુર્ગંધ વગેરે મટે છે.
2.91666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top