વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સીંધવ

સીંધવ વિષે માહિતી

સીંધાલુણ ખાણમાંથી કાઢવામાં આવે છે. એ ઘણું સફેદ હોય છે. જ્યાં મીઠું ત્યાજ્ય-વર્જ્ય હોય ત્યાં સીંધાલુણ થોડું ખાવા આપવું એ પથ્યકર છે.

સીંધાલુણ સ્વાદીષ્ટ, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, આહારનું ઉચીત પાચન કરાવનાર, પચવામાં હળવું, સ્નીગ્ધ, રુચી ઉપજાવનાર, ઠંડું, મૈથુન શક્તી વધારનાર, સુક્ષ્મ, નેત્રને હીતકારી અને વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષને મટાડનાર છે.

પાંચે પ્રકારના લવણોમાં સીંધવ લવણોત્તમ છે. જ્યારે મીઠું ન ખાવાની પરેજી હોય ત્યારે થોડી માત્રામાં સીંધવ લઈ શકાય.

સીંધવ મળસ્તંભક અને હૃદયરોગમાં હીતકર છે. તે બધાં લવણોમાં સૌમ્ય છે. એ રુચીકર, વૃષ્ય, ચક્ષુષ્ય, અગ્નીદીપક, શુદ્ધ, સ્વાદુ, લઘુ તથા સુંવાળું, આહાર પચાવનાર, શીતળ, અવીદાહી(દાહ ન કરનાર), સુક્ષ્મ, હૃદ્ય, ત્રીદોષનો નાશ કરનાર તેમ જ વ્રણદોષ, મળસ્તંભક અને હૃદયરોગનો  નાશ કરે છે.

  1. સીંધાલુણ ઘી અથવા તલના તેલમાં મીશ્ર કરીને ચોળવાથી શીળસ બેસી જાય છે.
  2. તલના તેલમાં સીંધવ અને લસણ વાટીને નાખવું. પછી ગરમ કરી, ઠંડું કરી તેના ટીપા કાનમાં પાડવાથી કાનનો દુખાવો તરત જ મટી જાય છે.
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.24242424242
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top