વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સારસ્વત ઘૃત

સારસ્વત ઘૃત વિષે માહિતી

ખાટા, તીખા, તળેલા, પદાર્થો, અતિ ખાવાથી, ઘૂળઘુમાડો, શ્વાસમાર્ગમાં જવાથી, સિંદૂર જેવા વિષજ પદાર્થો ખાવાથી, અતિ ઠંડુ પાણી, શરબત, આઈસક્રીમ વિગેરે વિશેષ લેવાથી, ઊંચા અવાજે ગાવાથી, ઊંચા અવાજે લાંબો સમય ભાષણ કરવાથી, વાત, કફ, પિા કે, ત્રિદોષ બગડવાથી સ્વરયંત્ર (ન્ચિઅહટ) ને વિકૃત કરી, સોજો લાવી સ્વરભેદ ઉત્પન્ન કરે છે. જેથી અવાજ બેસી જાય છે. સ્પષ્ટ શબ્દો બોલાતા નથી, કર્કશતા આવે છે. કોઇ તીવ્ર કેઇસમાં એવું બને છે કે, દર્દી બિલકુલ બોલી શકતો નથી. આથી ખૂબ જ અકળામણ અનુભવે છે. કેટલાક રોગો એવા છે કે, જેના લક્ષણ કે ઉપદ્રવ તરીકે સ્વરભેદ થાય છે. દા.ત. ક્ષય, ઉપદંશ, કેન્સર વિ. આ પ્રકારને ગંભીર માનવામાં આવે છે. સારવારમાં બિલકુલ મોડું કરવું નહીં. શરદી ઉધરસમાં અને ઊંચા અવાજે બોલવાથી થતાં સ્વરભેદનો કેઇસ અવારનવાર જોવા મળે છે. યોગ્ય ચિકિત્સાથી જલ્દી સારૂં થાય છે. રૂટીન ચિકિત્સાથી સારૂં થાય નહીં અને સ્વરભેદ ચાલુ રહે તો નિષ્ણાતને બતાવવામાં મોડું કરવું નહીં.

ઉનાળામાં ગરમીથી બચવા સરબત, બરફના ગોળા ઠંડા ફ્રૂટ જ્યુસ, આઈસક્રીમ વાપરવામાં આવે છે અને આનાથી શાંતિ પણ મળે છે. પરંતુ આ પદાર્થોમાં શુઘ્ધતા જાળવવામાં આવી હોય નહીં તો સ્વરભેદ થઇ શકે છે. શુઘ્ધતા હોવા છતાં વધારે પડતો ઉપયોગ થવાથી પણ શરદી અને સ્વરભેદ થઇ શકે છે.

આયુર્વેદમાં છ પ્રકારના સ્વરભેદ રોગ બતાવવામાં આવેલ છે. એમાંથી વાત અને કફથી થતો સ્વરભેદનાં દર્દી વિશેષ જોવા મળે છે. પિાથી થતાં થોડા ઓછા હોય છે. આ સ્વરભેદ યોગ્ય ઉપચાર કરવાથી મટે છે. બીજા રોગના લક્ષણ તરીકે થયેલ સ્વરભેદમાં મૂળ રોગની ચિકિત્સા કરવાથી મટે છે.

કારણ જાણવા મળે તો કારણ ત્યજવું, આરામ કરવો, રોગનું જોર વધારે હોય તો મૌન પાળવું. શરદી હોય તો એના ઔષધો લેવા. ત્રિફળા કે, પંચવલ્કના કવાથના કોગળા કરવા. આહાર હલકો અને વાત કફ શામક લેવો. ચિકિત્સા કરવા છતાં સ્વરભેદ મટે નહીં તો નિષ્ણાતને બતાવવું. ક્ષયજ અને ત્રિદોષજ સ્વરભેદ ગંભીર પ્રકારનો છે એટલે એમાં પણ નિષ્ણાતની સલાહ લેવી. ચિકિત્સા અને પરેજીમાં પૂરતી કાળજી રાખવી.

  • બધા જ પ્રકારમાં ઉપયોગી ચૂર્ણ :- કુલીંજન, અકલકરો, વજ, બ્રાહ્મી, કુષ્ઠ, સફેદ મરી, બધાને સરખે ભાગે લઇ બારીકચૂર્ણ બનાવવું. આમાંથી ૧ થી ૨ ગ્રામ મધ અને ગાયના ઘી સાથે દિવસમાં ત્રણ વખત લેવું. થોડા દિવસોમાં સારૂં થશે. દશાંગલેપ ગળાના આગળના ભાગે લગાવવો અથવા કોથમીરના રસમાં સોનાગેરૂ મેળવી ગળા પર લગાવવું.
  • ગળોસત્વ ૨ રતિ, યશદ ભસ્મ ૧ રતિ, સિતોપ્લાદિ ૧ ગ્રામ મેળવી મધ, ઘી સાથે દિવસમાં ત્રણ વખત લેવું. સવાર-સાંજ યષ્ટીમઘુ સરબત પીવું.
  • વિષજ પદાર્થ ખાવાથી થયેલ સ્વરભેદ માટે :- લક્ષ્મીવિલાસ (સુવર્ણયુક્ત) ૧/૨ રતિ, ગળોસત્વ ૩ રતિ, પ્રવાલપિષ્ટ ૨ રતિ મેળવી ગાયના ઘી અને સાકર સાથે દિવસમાં બેથી ત્રણ વખત આપવું.

સુંદર, આકર્ષક, મોહક, પ્રતિભાશાળી અવાજની અપેક્ષા રાખનારે સવારે એક ચમચી વલોણાનું માખણ ચાટી જવું.

સારસ્વત ધૃત સવાર સાંજ એક ચમચી મધ સાથે નિયમિત લેવાથી અવાજ ઘડપણમાં પણ એવો ને એવો જ રહે છે.

દરરોજ લાંબો સમય ભાષણ કરવાવાળા કે, બોલવાવાળા કે, ગાયક કલાકારને સારસ્વતધૃત વાપરવાની ભલામણ કરીએ છીએ. આ સારસ્વતધૃતનાં નિત્ય સેવનથી સ્મૃતિ અને ઓજ પણ વધે છે.

હરડે, સુંઠ, મરી, પીપર, વજ, કાળી પાટ, સરગવો અને સીંધવ દરેક ૧૦ ગ્રામનો કલ્ક બનાવી, ૩૨૦ ગ્રામ ઘી, ૧૨૮૦ ગ્રામ બકરીનું દુધ અને એટલું જ પાણી લઈ ઘી સીદ્ધ કરવું. એને સારસ્વત ઘૃત કહે છે. અડધીથી એક ચમચી આ ઘી સવાર-સાંજ લેવાથી વાણી સ્પષ્ટ થાય છે, સ્મરણશક્તી, બુદ્ધીશક્તી અને તર્કશક્તી વધે છે, તથા જડપણું અને મુંગાપણું મટે છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.89655172414
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top