વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સામાન્ય તાવ

સામાન્ય તાવ વિષે માહિતી

સામાન્ય તાવ ઝાડા, ઉલટી, બેચેની, તરસ, સાથે સામાન્ય તાવ રહેતો હોય તો દર બબ્બે કલાકે ૧-૧ ગ્લાસ દાડમનો તાજો રસ પીવાથી મટે છે.

કફજ જ્વર નાગરમોથ, ઈન્દ્રજવ, ત્રીફળા, કુટકી અને ફલસાને સરખા ભાગે અધકચરાં ખાંડી બે ચમચી ભુકાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી કફજ જ્વર (જેમાં ફ્લુનો સમાવેશ થાય છે) મટે છે.

  1. પીત્તજ જ્વર કોળાનો અવલેહ ખાવાથી પીત્તજ્વર મટે છે.
  2. દ્રાક્ષ અને ગરમાળાના ગોળનો ઉકાળો પીવાથી પીત્તજ્વર મટે છે.
  3. ત્રાયમાણ, જેઠીમધ, પીપરીમુળના ગંઠોડા, કરીયાતુ, નાગરમોથ, મહુડાનાં ફુલ અને બહેડાં સમાન ભાગે લઈ અધકચરાં ખાંડી બે ચમચી ભુકાનો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી પીત્તજ જ્વર મટે છે.

તાવની તરસ, વ્યાકુળતા, દાહ

  1. સુકાં અથવા તાજાં ચણી બોર ૨૦ ગ્રામ લઈ સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળી થોડી ખાંડ મેળવી પીવાથી તાવની તરસ અને વ્યાકુળતા તથા દાહ મટે છે.
  2. તાવમાં વારંવાર તરસ લાગે ત્યારે ધાણા, સાકર અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી તાવના રોગીને પાવાથી તરસનું શમન થાય છે.

તાવનો બરો જીરુ પાણીમાં વાટી હોઠ પર ચોપડવાથી તાવનો બરો મુતર્યો હોય તો ફાયદો થાય છે.

તાવ પછીની નબળાઈ કડવા લીમડાની તાજી કે સુકવેલી છાલનો ૧-૧ કપ કાઢો દીવસમાં ૩-૪ વાર પીવાથી તાવ પછીની આવેલી નબળાઈ બે-ચાર દીવસમાં દુર થાય છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
2.93103448276
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top