વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શક્તિ

શક્તિ વિષે માહિતી

 1. ૧૦૦ ગ્રામ તલ અને ૧૦૦ ગ્રામ તજને દળીને ભુકો બનાવી રોજ એક ચમચી ખાવાથી શરીરમાં શક્તી આવે છે, ઉત્સાહ વધે છે.
 2. અંજીર દુધમાં ઉકાળી, ઉકાળેલું અંજીર ખાઈ તે દુધ પીવાથી શક્તી આવે છે તથા લોહી વધે છે.
 3. આમળાં અને કાળા તલ સરખે ભાગે લઈ, બારીક ચુર્ણ કરી ઘી કે મધમાં ચાટવાથી શક્તી આવે છે.
 4. એક સુકું અંજીર અને ૫-૧૦ બદામ દુધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તી આવે છે.
 5. બેથી ચાર સુકાં અંજીર સવારે અને સાંજે દુધમાં ગરમ કરી ખાવાથી શક્તી આવે છે. અંજીર પચવામાં ભારે છે, આથી પાચનશક્તી મુજબ એનો ઉપયોગ કરવો.
 6. ડુંગળીને ગરમ રાખમાં ભુંજી રોજ સવારે ખાવાથી આંતરડાં બળવાન બની, સારી રીતે શૌચશુદ્ધી થઈ શક્તી વધે છે.
 7. ડુંગળીનો રસ ૫ ગ્રામ, ગાયનું ઘી ૫૦ ગ્રામ, મધ ૫ ગ્રામ અને આદુનો રસ ૫ ગ્રામ મેળવી પીવાથી શક્તી અને ઉત્સાહમાં વધારો થાય છે.
 8. બી કાઢેલી દ્રાક્ષ ૨૦ ગ્રામ ખાઈને ઉપર ૨૫૦ મી.લી. દુધ પીવાથી તાવ પછીની નબળાઈ મટી શરીરમાં શક્તી આવે છે.
 9. મોસંબીનો રસ લેવાથી શરીરની શક્તીમાં વધારો થાય છે.
 10. વડની છાલ સુકવી ચુર્ણ બનાવી સમભાગે સાકર મેળવી સવાર-સાંજ ૧-૧ ચમચી દુધ સાથે લેવાથી શરીરને શક્તી અને પોષણ મળે છે.
 11. ગરમીના દીવસોમાં દસ નંગ બદામને રાત્રે પાણીમાં પલાળવી. સવારે ખુબ ચાવીને ખાવી. એની સાથે ઈચ્છા મુજબ દુધ પીવું. આનાથી શક્તી મળે છે. તે યાદશક્તી વધારે છે અને આંખની જ્યોતી વધારે છે.
 12. શીયાળામાં પાચનશક્તી અનુસાર કોરું કોપરું ચાવીને ખાવાથી દુર્બળતા અને શરીરની ક્ષીણતા નાશ પામી શરીર પુષ્ટ બને છે.
 13. આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં લાલ ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી શરીર બળવાન બને છે.
 14. અડદની દાળનો લોટ, ઘઉંનો લોટ અને પીપરનું ચુર્ણ દરેક ૫૦ ગ્રામ એકત્ર કરી ૧૦૦ ગ્રામ ઘીમાં શેકવું. શેકાયા પછી તેમાં ૨૫૦ ગ્રામ સાકર અને ૫૦૦ મી.લી. પાણી નાખી પાક બનાવવો. તેના ૪૦-૪૦ ગ્રામના લાડુ બનાવવા. રાતે સુતી વખતે આ લાડુ ખાઈ ઉપર ૧૫૦ મી.લી. દુધ પીવું. (ખાટા, ખારા તથા તેલવાળા પદાર્થો છોડી દેવા.) એનાથી પુષ્ટી પ્રાપ્ત થાય છે અને શારીરીક બળ વધે છે.
 15. અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી દુર્બલપણું મટે છે.
 16. એક કપ દુધમાં એક ચમચી મધ નાખી પીવાથી શક્તી વધે છે. દુધ ઠંડું થયા પછી મધ નાખવું
 17. ગાયના દુધમાં જીરુ સીઝવી, તેનું ચુર્ણ કરી સાકર સાથે ખાવાથી તાવ પછીની અશક્તી મટે છે.
 18. બદામ ગરમ પાણીમાં ભીંજવી, ફોતરાં કાઢી, બારીક પીસી, દુધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવી, સાકર અને ઘી મેળવી ખાવાથી બળવૃદ્ધી અને વીર્યવૃદ્ધી
 19. પપૈયું ખાવાથી શરીરની શક્તી વધે છે.
 20. તરબુચનાં બીજની મીંજ અને સાકર સમાન ભાગે દરરોજ એક એક ચમચો સવાર-સાંજ લેવાથી પુરુષોમાં કામશક્તી વધે છે.
 21. દરરોજ સવારે એક મોટો ચમચો મધ, અડધો ચમચો ઘી અને નાની ચમચી આમલસાર ગંધક ભેગાં કરી, બરાબર મીશ્રણ કરી થોડા દીવસ ચાટી જવાથી સારી એવી શક્તીનો અનુભવ થાય છે.
 22. વીદારી કંદ અને ઉંબરાના સમાન ભાગે બનાવેલા એક ચમચી ચુર્ણને એક ગ્લાસ દુધમાં મેળવી બે ચમચી દહીં નાખી દરરોજ સવારે પીવાથી નબળાઈ મટી યુવાન જેવી શક્તીનો અનુભવ થાય છે.
 23. એખરો, ગોખરું અને શતાવરીનું સરખા ભાગે બનાવેલું એક ચમચી ચુર્ણ અને દોઢ ચમચી ખડી સાકરનું ચુર્ણ એક ગ્લાસ દુધમાં નાખી સવાર-સાંજ પીવાથી શીઘ્રપતન, શીથીલતા અને નપુસંકતા દુર થઈ શરીર બળવાન અને પુષ્ટ બને છે.
સ્ત્રોત: આરોગ્ય ટુચકા -ગાંડાભાઈ બ્લોગ
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top