હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / ખીલના ઘરગથ્થુ ઉપચાર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખીલના ઘરગથ્થુ ઉપચાર

ખીલના ઘરગથ્થુ ઉપચાર

 • દૂધની મલાઈ સાથે મીંઢણ ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે.
 • જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ ઉપર લગાડવાથી ખીલ મટે છે.
 • નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
 • લીલા નાળિયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક નાળિયેરના પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે.
 • છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘ અને મોં ઉપરની કાળાશ દૂર થાય છે.
 • રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું. સવારમાં સાબુથી મોં ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.
 • કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે.
 • ખૂબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છૂંદીને તેનું માલિશ મોઢા પર કરવું, પંદર વીસ મિનિટ પછી તે સુકાઈ જાય ત્‍યારે પાણીથી ધોઈ નાખવું ને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને જલ્દી કોપરેલ લગાડવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા ઉપરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ દૂર થાય છે.
 • મૂળાનાં પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
 • તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી મોં ધોઈ નાખવાથી મોઢા ઉપરના કાળા ડાઘ દૂર થાય છે.
 • પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો. ત્‍યાર બાદ સહેજ ગરમ પાણીથી મોં સાફ કરવાથી ખીલ મટે છે.
 • સુખડ અને આમળાના પાઉડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાનાં પાન નાખેલા પાણીથી મોં ધોવાથી ખીલ મટે છે.
 • કાચી સોપારી અથવા જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

3.03333333333
રાજકુમાર Oct 07, 2018 11:59 AM

બીજી કોઇ ટીપ્સ ખરી.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top