অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અમૃત ફળ પાકી કેરી

અમૃત ફળ પાકી કેરી

  • પાકી કેરી જો મીઠી હોય તો તેની લિજ્જત જ કંઈ ઓર હોય છે. દુનિયાના દેશોને ભારતની કેરીનું અનેરું આકર્ષણ છે.
  • પાકી કેરી સ્વાદે મીઠી, તાસીરે ઠંડી પચવામાં ભારે, ચીકણી, અગ્નિદીપક, મળભેદક, વાત- પિત્તનાશક અને કફકારક છે. તે વીર્યવર્ધક, બળવર્ધક, સુખકારક, શરીરનો રંગ સુધારનાર અને રોચક છે.
  • પાકી કેરીને બરાબર ધોઈ, સારી રીતે ઘોળી અને ચૂસીને ખાવી જોઈએ, જેથી તે તરત પચી જઈને શરીરને પોષણ અને શક્તિ આપે છે.
  • પાકી કેરીનો રસ પાણીમાં મેળવી તેનાથી શરીરે ચોળીને નહાવાથી અળાઈ મટે છે.
  • કેરીની ગોટલી શેકીને તેનો ઉપયોગ કરવો. તે કરીથી થતા ઝાડા મટાડે છે અને કેરીના રસનું પાચન કરે છે. મરડા અને ઝાડામાં કેરીની શેકેલી ગોટલી દહીં કે છાશ સાથે આપવી.
  • ગોટલી સ્વાદે તૂરી અને સ્તંભક હોઈ તે ઝાડા ઉપરાંત લોહીને પણ વહેતું અટકાવે છે. જો દૂઝતા હરસ, લોહીવા, નસકોરી ફૂટવી વગેરેમાં લોહી બંધ કરવું હોય તો ગોટલીનું સેવન કરવું.
  • ગોટલીનો ભૂકો પાણીમાં કાલવી શરીરે ચોપડવાથી અળાઈ થતી નથી અને થયેલી અળાઈ મટે છે.
  • ઊતરી ગયેલી, બગડી ગયેલી, ચાંદાંવાળી કે બેસ્વાદ કેરી ખાવી નહિ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate