વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અજીર્ણ-ભૂખ ન લાગવી

અજીર્ણ-ભૂખ ન લાગવી

 • જમતા પહેલા આદુની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાખીને ખાવાથી અજીર્ણ મટે છે.
 • ફુદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
 • અર્ધી ચમચી અજમો, ચપટી સિંધવ-મીઠું લીંબુના શરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
 • એક ગ્‍લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ ને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
 • ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.
 • રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
 • પાકા અનાનસના કકડા કરી તેની ઉપર સિંધવ-મીઠું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.
 • એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને ચપટી સિંધવ-મીઠું મેળવી પીવાથી અજીર્ણ મટે છે.
 • લીંબુ કાપી, તેના ઉપર સિંધવ-મીઠું ભભરાવી જમતાં પહેલાં ચૂસવાથી અજીર્ણ મટે છે.
 • સૂંઠ મરી, પીપર અને સિંધવ-મીઠું લઈ તેનૂં ચૂર્ણ છાશમાં પીવાથી અજીર્ણ મટે છે.
 • કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે.
 • લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી-મંદાગ્નિ મટે છે.
 • કોકમનો ઉકાળો કરી, ઘી નાખી, પીવાથી અજીર્ણ મટે છે.
 • મેથી અને સુવા સરખે ભાગે લઈ, બન્‍નેને શેકી, અધકચરા ખાંડી, તેમાંથી અર્ધો અર્ધો તોલો ફાકવાથી આફરો, ખાટાં ગચકારાં અને ઓડકાર મટે છે.
 • પેટમાં ખૂબ જ આફરો થયો હોય, પેટ ઢોલ જેવું થયું હોય અને પેટમાં દુઃખાવો થતો હોય તો ડૂંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી તરત આરામ થાય છે.
 • લસણ, ખાંડ અને સિંધવ-મીઠું સરખે ભાગે મેળવી, તેનાથી બમણું ઘી મેળવી ખાવાથી અજીર્ણ આફરો મટે છે.
 • ટામેટાંને સહેજ ગરમ કરીને સિંધાલૂણ અને મરી છાંટીને ખાવાથી અજીર્ણ મટે છે.

ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top