অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્તન કેન્સરના કારણ, ચિહ્ન અને આયુર્વેદિક ઉપચાર

પુરુષોના મુકાબલે મહિલાઓને ઘણી બધી બીમારીઓ સામે ઝઝૂમવું પડે છે. તેમાંથી એક છે સ્તન કેન્સર. સ્તનમાં આમ તો ઘણી જાતની બીમારીઓ જોવા મળે છે, પણ જે સ્તન કેન્સર થાય છે તે ખુબ જ જીવલેણ હોય છે. આ પ્રકારની બીમારીઓથી ખુબ ઓછી સ્ત્રીઓને બચવાની આશા હોય છે. તે ઉપરાંત તેમને ઘણી જાતની બીમારીઓનો સામનો કરવો પડે છે જેમ કે..
સ્તનમાં સોજો, ખુબ મોટા સ્તન, અસમાન સ્તન વગેરે તકલીફો. સ્તનોમાં જયારે પણ કોઈ પ્રકારની તકલીફ થાય તો તરત ઉપચાર કરાવવો જોઈએ. પણ થોડી એવી તકલીફો થવાથી મહિલાઓ ડોક્ટર પાસે જવાથી અચકાય છે. તેવા માં તેમને જોઈએ છે તે પોતાના ઘરમાં રહીને આયુર્વેદિક ઉપચાર કરે. આમ તો અમારું માનવું છે કે ડોક્ટર પાસે પણ સલાહ લેવી જોઈએ.

સ્તન કેન્સરનું કારણ

સ્તન કેન્સર મહિલાના શરીરની કોશિકાઓનો એક રોગ હોય છે. આપણા શરીરના દરેક અંગ કોશિકાઓથી બનેલ છે. જેમ જેમ આપણા શરીરને જરૂર પડે છે તે કોશીકાઓ જુદા જુદા ભાગોમાં વહેચાઈ જાય છે, પણ ઘણી વખત એવું બને છે કે શરીરના અંગોમાં આ અસામાન્ય રીતે વધતી રહે છે. સતત વધવાથી આ કોશિકાઓ એક સાથે જમા થઇ જાય છે, જે પાછળથી એક ગાંઠ બનીને ટ્યુમર નું સ્વરૂપ લઇ લે છે. સ્તન કેન્સર ના કારણ થોડા આ પ્રકારના છે.

  • કોઈ મહિલા સ્તન કેન્સર ને લગતા કોઈ રોગ પહેલાથી થયો છે, તો તેને સ્તન કેન્સર પણ હોઈ શકે છે.
  • મહિલાઓની શરીરની કોશિકાઓ જયારે સામાન્ય કરતા વધી જાય છે, તો તે રોગ હોઈ શકે છે.
  • આ રોગના કારણે મહિલાનું માસિક ધર્મ ઉંમર પહેલા કે વધુ ખુબ મોડેથી થઇ શકે છે.
  • આ રોગના કારણે મહિલા ખુબ લાંબા સમયે માતા બને છે.

સ્તન કેન્સરના ચિન્હો

  • સ્તન કેન્સરની શરૂઆતમાં મહિલાના શરણમાં નાની નાની ગાંઠ બને છે, પણ અડવાથી તે ગાંઠની ખબર નથી પડતી.
  • મહિલાના સ્તનમાં જે ગાંઠ થાય છે, તેમાં સતત દુઃખાવો રહે છે.
  • મહિલાઓના સ્તન અચાનક જ વધવા લાગે છે.
  • સ્તન કેન્સરની શરૂઆતમાં મહિલાઓના સ્તનની બાજુમાં સોજો આવી જાય છે.
  • સ્તન કેન્સર થાય ત્યારે સ્તનના નિપ્પલ લાલ તો થાય જ છે , ઘણી વખત તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે.
  • સ્તનોમાં નાની નાની ફોડકીઓ પણ નીકળી શકે છે.
  • સ્તનની ચામડીમાં કરચલી ઓ નું આવવું સ્તન કેન્સર ના ચિન્હો હોઈ શકે છે.

સ્તન કેન્સરના આયુર્વેદિક ઉપચાર

  • જો કોઈ મહિલામાં સ્તન કેન્સર ના ચિન્હો જોવા મળે છે, તો તેનાથી બચવા માટે હર્બલ ગ્રીન ટી નો ઉપયોગ કરી શકો છો, તેના માટે હર્બલ ટી નો એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો ત્યાં સુધી ઉકાળો જ્યાંસુધી પાણી અડધું ન રહે પછી તે પાણીનું સેવન કરો. રોજ ગ્રીન ટી નું સેવન કરવાથી સ્તનની બીમારી ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
  • સ્તનો ના કેન્સર થી બચવા માટે દ્રાક્ષ અને અનાર ના જ્યુસ નો નિયમિત રીતે સેવન કરો. તેનાથી મહિલાઓને સ્તનના કેન્સરની શક્યતા ઓછી થાય છે.
  • આ બીમારીથી છુટકારો મેળવવા માટે સુંઠ, મીઠું, મૂળા, સરસીયા ના દાણા અને સરગવા ના બીજ લો. સરખા પ્રમાણમાં તેને વાટી લો, પછી આ મિશ્રણને પોતાના સ્તન ઉપર લગાવો. પછી મીઠાની એક પોટલી તૈયાર કરો, પછી ૨૦ મિનીટ સુધી તે પોટલીથી સ્તનને સાફ કરો. થોડા દિવસ આમ કરવાથી તમને સ્તન કેન્સર માંથી મુક્તિ મળી જશે.
  • જો તમે ઈચ્છો છો કે આ રોગ ન થાય તો રોજ લસણનું સેવન કરો.
  • જો આ કેન્સરની શરૂઆત છે તો વધુ ન થાય તેના માટે મહિલાઓ પોઈ (Malabar Spinach) ના પાંદડાને વાટીને એક પીંડ તૈયાર કરો અને પોતાના સ્તન ઉપર લેપ લગાવો. તેને પોતાના સ્તનો ઉપર બાંધી પણ શકો છો. આમ કરવાથી કેન્સર વધવાથી રોકી શકાય છે.

સ્ત્રોત: ફોરમસ્તી.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate