অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિયાળામાં ખાઓ ખજૂર, શક્તિ રહે હાજરાહજૂર

શિયાળામાં ખાઓ ખજૂર, શક્તિ રહે હાજરાહજૂર

શક્તિનો મહાસાગર એટલે રણપ્રદેશનું ફળ ખજૂર : હાલ, ગુજરાતમાં રણોત્સવ ચાલી રહ્યો છે. અહીંયા તો રણ નાના છે. પણ મિડલ ઇસ્ટનાં રણ મોટાં છે. દૂર, સુદુર જ્યાં નજર નાખો ત્યાં રેતી જ રેતી, દઝાડતો કે ઠંડો પવન હોય ત્યાં દિવસો સુધી બીજું કંઈ ખાવાનું મળતું નથી, એવા વિસ્તારમાં પોષક તત્ત્વોથી ભરપૂર એવા ફળની કુદરતે રચના કરી છે કે જેનાથી જીવન ટકી શકે. એ છે ડેઝર્ટ ફ્રુટ-રુતબ અરબીમાં ખજૂરને રુચબ કહે છે. સંસ્કૃતમાં ખજૂરને મૃદુફલા અને ખર્જૂર કહે છે.
આપણે કે ખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે.

ખજૂરનું પોષક મૂલ્ય : અંગ્રેજીમાં જેને Date કહે છે તેને Phonix Dectylifera કહે છે. ખજૂરમાં શર્કરા 639, પ્રોટીન 2.459, કેલ્શિયમ-39mg, આયર્ન - 1.02mg, ઉપરાંત ઝિન્ક, કોપર, Vit-A, વિટામીન-B1, B2, B3, Vit-E મેગ્નેશિયમ, પોટેશિયમ પણ છે.

ડાયાબિટીસ અને ખજૂર : સાકરની આટલી માતબર માત્ર હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ આરામથી ખજૂર ખાઈ શકે છે. કારણકે ખજૂરમાં રહેલી સાકર સરળતાથી પચી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ ખજૂરનો વિવકપૂર્વક ઉપયોગ કરે તો તે ફાયદો કરે છે. વળી રોગ અને દવાઓને કારણે ઘટી ગયેલી કામશક્તિ તેના થકી પુન: ચેતનવંતી થાય છે.

શુક્રાલ્પતા: સ્પર્મની ઓછપને ઓલિગોસ્પર્મીઆ કહે છે. અલ્પશુક્રને કારણે ગર્ભાધાન થઈ શકતું નથી. ખજૂરને वीर्यावर्धिनी કહે છે. ખજૂર નિયમિત ખાવાથી શુક્રધાતુ વધે છે. દોષવિહીન શુક્ર ઉત્પન્ન થતું હોવાને કારણે સંતાન પણ તેજસ્વી જન્મે છે. ખજૂરની ચાર-પાંચ પેશી લઈ ઠળિયા કાઢી તેમાં ગાયનું ઘી ભરી રોજ ખાવું.

ખાંસી-દમ: ખજૂર અને દ્રાક્ષને લસોટી નાખવી - બંનેની માત્રા દસ-દસ ગ્રામ લેવી તેમાં લીંડી પીપરનો પાવડર પાંચ ગ્રામ ઉમેરી ફરી લસોટવું. બરોબર પેસ્ટ-લુગદી જેવું થાય ત્યારે તેમાં મધ, ગાયનું ઘી મેળવી ચાટણ જેવું બનાવવું.

આચાર્ય ચરક કહે છે કે આ ચાટણ ખાવાથી श्रास निवर्हणम् । બેસી ગયેલો અવાજ સારો થાય છે. ઉધરસ અને દમ પણ મટે છે. નાનાં બાળકોને થતી ખાંસી પણ મટે છે. આ ઉપચારથી સ્ટિરોઈડ્ઝના પંચ લેવા પડતા હોય તેમણે પણ ધીમે ધીમે ફાયદો થાય છે અને છેવટે પંપથી હંમેશને માટે છૂટકારો મળે જાય છે.

સૂકલકડી શરીર: પાંચ પેશી ખજૂર લઈ, ઠળિયા કાઢી રપ૦ ગ્રામ દૂધમાં ઉકાળવી. તેમાં એક ચપટી સૂંઠનો પાવડર ઉમેરવો. આ ખજૂરવાળું દૂધ રોજ સવારે પીવું. ખજૂર અને દૂધમાં માંસધાતુ વધારવાનો ગુણ છે. ખજૂર પચવામાં ભારે છે. પરંતુ સૂંઠના મિશ્રણથી તેનું પાચન ઝડપથી થાય છે. પેટમાં ભાર ખજૂર ક્ષીરપાકનો આ ઉપચાર આઠ-દસ મહિના કરવો. તેનાથી દુબળા, પાતળા સૂકલકડી શરીરમાં માંસધાતુ પુષ્ટ થવા માંડે છે. ઘીમે ધીમે શરીર ભરાવદાર થવા માંડે છે. સિક્સ પેક બનાવવાની હોડમાં આજના યુવાનો જે પ્રોટીન પાવડરનો બેફામ ઉપયોગ કરે છે, તે જો આ ખજૂર ક્ષીરપાકનો ઉપયોગ કરે તો વધારે પડતાં પ્રોટીનની સાઈડ ઈફેક્ટ્સથી બચી જાય.

ખજૂર મંથ: આચાર્ય ચરક ખજૂરને श्रमहर કહે છે. એટલે કે થાક ઉતારનાર. જેમ કે મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. 
સાંધાનો દુ:ખાવો : રુમેટિઝમ જેવા વા-સાંધાના દર્દોમાં પણ ખજૂરમંથ ઉપયોગી છે. સાંધાઓની વચ્ચેના કાર્ટિલેજને સતત પોષક મળતું રહેવાથી આર્થાઈટિસ જેવી સમસ્યાઓ ઉદભવતી નથી. હાડકાં અને શરીરના બીજા અવયવોને નુકસાન કરતાં પીણાં વધે છે. મસ્તિષ્કને ઝડપથી ગ્લુકોઝ મળતાં તરત સ્ફૂર્તિ-ઉત્સાહ વધે છે. 
કબજિયાત : ખજૂરનું પાણી રોજ સવારે વહેલાં ઊઠી નરણાકોઠે પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
હૃદયની સંભાળઃ ખજૂરને હૃદ્ય કહી છે. હ્યદ્ય એટલે હૃદયને ગુણાકારી-હૃદય સંબંધિત સમસ્યાઓમાં ખજૂરમંથ નિયમિત પીવો જોઈએ. તેનાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે. બ્લડપ્રેશરને વધવા દેવું નથી.
લોહીની ઓછપ : જેમનું હિમોગ્લોબીન વધતું નથી અથવાતો અવારનવાર ઘટી જતું હોય તેમને નિયમિત રથી 3 પેશી ખજૂર ખાવાની આદત પાડી દેવી જોઈએ. આનાથી અવારનવાર ઘટી જતું હિમોગ્લોબીન એના નોર્મલ લેવલમાં આવી જાય છે. અને ટકી રહે છે. એને કારણે જે થાક અને અશક્તિ લાગતાં હોય એમાં કાયમી રાહત થાય છે.

ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate