অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શક્તિ-સ્ફૂર્તિનો સાગર સાલમ પાક

શક્તિ-સ્ફૂર્તિનો સાગર સાલમ પાક

આખું વર્ષ સંપૂર્ણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે આયુર્વેદ શીખવે છે. એ માટે જુદા-જુદા પાક ખાવાનું સૂચન કરાયું છે એમાં સાલમપાક ઉત્તમ છે.

સાલમ- સાલમ નામની વનસ્પતિ હિમાલય અને તિબેટની ૧૦૦૦ થી ૧૨૦૦ ફૂટની ઊંચાઈએ થાય છે. એનું વૈજ્ઞાનિક નામ ORHCHI LATIFOLAI છે. મહારાષ્ટ્રીયનો જેને સામીશ્રીના નામથી ઓળખે છે તેને સંસ્કૃતના પંડિતોએ પીપૂષોત્થ નામ પણ આપ્યું છે પીષૂષનો અર્થ થાય છે, અમૃત. અમૃતમાંથી પેદા થયેલું.

આપણે ત્યાં આવતું સાલમ મોટેભાગે ઈરાન, અફઘાનિસ્તાનથી આવે છે. વૈદ્યકીય દૃષ્ટિએ પંજા આકારનો સાલમ ઉત્તમ મનાય છે. સાલમના મૂળ માણસના પંજા આકારના હોય છે.

બલ્ય- સાલમ બળ આપનાર છે અર્થાત શરીરમાં શક્તિનો સંચય કરીને રોગોનો પ્રતિકાર કરવાનું કાર્ય એ કરે છે.

OLIGSOPERMIA- શુક્રાણુઓની અલ્પતાને Oligospermia કહેવામાં આવે છે. તેને કારણે ઘણીવાર સંતાન પેદા થઈ શકતાં નથી. સાલમ શુક્રધાતુને વધારનાર છે. એટલે જેટલાને શુક્રાણુઓ અલ્પ હોય તેઓએ સાલમનું સેવન કરવું જોઇએ. સાલમનો સ્નિગ્ધતા અને મધુરતાનો ગુણ શુક્રાણુંઓને-શુક્રધાતુને પુષ્ટ કરે છે. જેઓનું શરીર દૂબળું-પાતળું અને માયકાંગલું રહેતું હોય અને ઘણા ઉપાયો કરવા છતાં શરીરમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો જ ન હોય તો તેમણે એકવાર તો સાલમનો ઉપયોગ કરવો જ જોઇએ. સાલમ શરીરની માંસપેશીઓને પુષ્ટ કરીને શરીરસૌષ્ઠવ વધારે છે.

NERVINE TONIC- સાલમ મગજના કોષોને અને જ્ઞાન તંતુંઓને બળ પૂરું પાડે છે. એટલે આખો દિવસનો કંટાળો, થાક દૂર કરીને શરીરને સ્ફૂર્તિલું બનાવે છે. સાલમનો એક ગુણ વય-સ્થાપન છે એટલે કે ઉંમર વધવા છતાં ઘડપણનાં ચિહ્નોને દૂર રાખે છે.

વય-સ્થાપન- Aging-ઘડપણને દૂર રાખવાની ક્ષમતા સાલમમાં છે. આયુર્વેદના મત પ્રમાણે તે ગુરુ અને સ્નિગ્ધ છે અને રસમધુર છે. તે શીતવીર્ય પણ છે. આ ખાસિયતોને કારણે તે શરીરના કોષોને સતત નવજીવન બળ પૂરું પાડતું હોવાથી ચામડી પરની કરચલીઓ, વાળ વહેલા સફેદ થવા કે ખરવા, આંખે ઓછું દેખાવું, કાને પૂરું ન સાંભળાવું વગેરે ચિહ્નોની ગતિ અવરોધાય છે.

અલ્સર- સાલન પચ્યા પછી ઠંડું હોવાથી શરીરની અંદર પડેલા ચાંદાઓ (અલ્સ)ને પણ સાલમ ઝડપથી રૂઝવે છે.

સાલમનો ક્ષીરપાક- સાલમ પંજાનો પાવડર બનાવી તેમાંથી લગભગ ૩ ગ્રામ જેટલો લઈ બે કપ દૂધમાં નાખીને ધીમે તાપે ઉકાળવું. અડધો કપ જેટલું દૂઘ બળી જાય એટલે ઉતારીને તેમાં સાકર, એક ઈલાયચીના દાણા અને બે-ચાર તાંતણા કેસર નાખી સવારના પહોરમાં નરણા કોઠે પી જવું.

દસ-પંદર દિવસના આ પ્રયોગથી જ ચહેરા પરની ચમક અને સુરખી વધે છે.

સાલમપાક- સાલમપાકમાં ઘણાં ઔષધો નાખવામાં આવે છે, જેમાં સાલમ મુખ્ય છે. એ ઉપરાંત પિસ્તા, બદામ, ધોળી મૂસળી ગોખરુ, અશ્વગંધા, શતાવરી, કૌચા બીજ, કેસર, જાયફળ, જાવંત્રી, લવિંગ, તજ, ચારોળી, વંશલોચન, ચણકબાબ, સાકર ઔષધો નાખી ચાસણી બનાવી પાક તૈયાર કરવામાં આવે છે.

સાલમ પાકમાં સાલમનાં ગુણો ઉપરાંત ગોખરુ, અશ્વગંધા, શતાવરી, કૌચા વગેરે શરીરની રસ- રકતાદિ સાતેય ધાતુઓને વધારે છે લવિંગ, તજ, કેસર, વગેરે પાચક સ્ત્રાવેને વધારી સારી ભૂખ લગાડે છે. પ્રસૂતિ- પ્રસૂતિ પછી આવેલી નબળાઈ, માનસિક-શારીરિક થાકને સાલમપાક દૂર કરે છે. લાંબા સમય સુધી બિમાર રહેવા પછી શરીર વળતું ન હોય તો સાલમપાક પુન: નવજીવન પ્રાપ્ત કરવામાં અનોખી રીતે સુંદર કાર્ય કરે છે..

ઉંમર વધવા છતાં ઘણી યુવતીઓનું શરીરસૌષ્ઠવ વધતું નથી. સાલમમાં પેશીને પુષ્ટ કરનાર હોય તેમના માટે સાલમપાક સર્વોતમ છે.

વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા.આરોગ્યમ્

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate