অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વરસાદી દિવસોમાં તમતમતાં મરચાં જરૂર ખાજો

વરસાદી દિવસોમાં તમતમતાં મરચાં જરૂર ખાજો

કેળું ખાઈ, છાશ પીને પણ વરસાદી દિવસોમાં તમતમતાં મરચાં જરૂર ખાજો.

મરચાંની ટાઢકમાં ગરમાવાં પેદા કરતાં મરચાંના ગુણ... તથા વૈજ્ઞાનિક સંશોધન...

સૂર્યના પ્રખર તાપથી તપી ગયેલા શરીર પર વરસાદ શીતળતાનું સમાર્જન કરે છે. વરસાદની શીતળતાનું સામ્રાજ્ય વરસાદ પડી ગયા પછી તો દાઢી ડગમગાવી દે એવી ટાઢક પ્રસરાવે છે ત્યારે માણસ પોતાના શરીરને ગરમાવો મળે તેવા પ્રયત્નો કરે છે. તીખો તમતમતો આહાર ખવાથી સ્વભાવિક ઇચ્છા થાય છે.

મરચાંના ભજિયાં, મેથીના ગોટા, દાળવડા, પાણીપુરી, પુડા વગેરે આ બધામાં મરચું ‘પૂરતા’ પ્રમાણમાં નાખીને લોકો ખાય છે.

મરચા : મરચાંનું મૂળ વતન પણ ખૂબ જાણીતા લેખક પાઉલો કોલ્હેની જેમ બ્રાઝિલ છે. પરંતુ તેના બહોળા વપરાશને કારણે ભારતમાં ઠેર ઠેર મરચાંની ખેતી થાય છે. અંગ્રેજો જેને Red Chilllies ના નામે ઓળખે છે.

કેપ્સિકિન (Capsaicin ) : મરચાનું વૈજ્ઞાનિક નામ Capsicum Annum છે અને મરચામાં રહેલી તીખાશ અને ઉગ્રતાં ‘કેપ્સિકિન’(Capsaicin) નામના તત્ત્વને આભારી છે.

આજકાલ યુરોપ, અમેરિકામાં alt147મરચુંalt148 એ વાનસ્પતિક ઔષધ Herbat Medicines ક્ષેત્રમાં ગરમાગરમ ચર્ચાનો વિષય છે. થોડા સમય પહેલાં મરચાં પર થયેલાં સંશોધનોને હેલ્થ મેગેઝિન વાળાઓએ વિસ્તૃત અહેવાલ રજૂ કર્યા હતા. મરચામાં, વિટામીન A, વિટામીન C, B-6, લોહતત્ત્વ, પોટેશ્યમ સારી માત્રામાં છે.

Blood Clot : લોહી ગંઠાઈ જવું : શરીરમાં લોહીનું ભ્રમણ જે વાહિનીઓમાં થાય છે તેમાં પેદા થતો અવરોધ જે લોહીના ગંઠાઈ જવાને કારણે થયો હતો. ચરબી કે વાગુ (Air Bubble)ને કારણે પેદા થયેલો અવરોધ મરચાંમાં ઉપયોગથી દૂર થઈ શકે છે.

 

થાઈલેન્ડમાં કોઈ લોકો ઉપરના સંશોધન અનુસાર રુચિ અને ભૂખ પેદા થાય એ માટે રોજિંદા ખોરાકમાં મરચું વાપરે છે. એના કારણે રક્તવાહિનીઓમાં અવરોધ પેદા કરતી સમસ્યા Thrombo Embolism ના કેસો થાઈલેન્ડમાં ઓછા જોવા મળે છે.

ન્યુગીની, આફ્રિકા, નાઈજિરિયા, મલેશિયા, ભારત વગેરેના દેશોના લોકોમાં ઉપરોક્ત સમસ્યા ઓછી જોવા મળે છે. તેનું કારણ મરચાં અને અન્ય ગરમ તેજાનાવાળો ખોરાક માનવામાં આવે છે.

Local Application : વાયરસથી થતી હર્પિસ જેવી ચામડી પરની ચેતાતંત્રની સમસ્યામાં મટી ગયા પછી પણ તીવ્ર દુ:ખાવો રહેતો હોય છે. આ માટે અમેરિકામાં એક ક્રિમ તૈયાર કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય ઘટક Capsaicin મરચું નાખવામાં આવ્યું છે. હર્પિસમાં દુખાવો પેદા કરતાં તત્ત્વને મરચાંમાનું તત્ત્વ અવરોધે છે, જેને કારણે તે ભાગમાં લાંબો સમય સુધી એનેસ્થેટિક અસર રહે છે.

જે સમસ્યાઓ – દુ:ખાવામાં તમારા જ્ઞાનતંતુઓ - ચેતાતંતુઓ ગ્રસ્ત થયા હોય જેમ કે હર્પિસ, સોરાયસિસ, શસ્ત્રક્રિયા પછીના દુ:ખાવાઓ, ડાયાબિટીક ન્યુયોપથી, સાંધાના દુ:ખાવાઓ વગેરેમાં ઉપરોક્ત ઓઈન્ટમેન્ટ લગાવવાથી શરૂઆતમાં બળતરા થાય પણ પછી થોડીવારમાં ત્યાં રાહત થવા લાગે છે.

એન્ટિઓક્સિડન્ટ : મરચું તમારા શરીરને નુકસાન કરતા વિષાકત તત્ત્વો (Free Redicals)ને બ્લોક કરીને તમારા શરીરના તંદુરસ્ત કોષોનું રક્ષણ કરે છે. અને DNAને નુકસાન થતું અટકાવે છે.

પાચકસ્ત્રાવો : મરચું તમારા પાચક સ્ત્રાવો વધારે છે. જેને કારણે તમારા ખોરાક કે પ્રત્યે રુચિ વધે છે અને પાચન પણ સારું થાય છે. એને કારણે ગેસ-અપચો -ઓડકાર વગેરે સમસ્યાઓ પેદા થતી નથી. પરિણામે કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસ જેવા રોગો આવતા અટકે છે. જૂના કફ-શરદીને ધીમે ધીમે પીગળાવીને ફેફસાંની કાર્યક્ષમતા વધારે છે.

સાવચેતી :

મરચાં વિષે ગમી જાય તેવી વાતો જાણ્યા પછી જે લોકો ઓછું મરચું ખાય છે તેમણે તેનું પ્રમાણ મોટા જથ્થામાં વધારી દેવું નહીં. કારણ તેનાથી વાયુ અને રક્ત દુષિત થાય છે.

આમ છતાં મરચાંવાળો ખોરાક વધારે લેવાઇ જાય અને કંઠ, છાતી, પેટમાં બળતરા શરૂ થઈ જાય તો ઉપર કેળું ખાઈ લેવું અથવા તો સાકરવાળું દૂધ પીવું. વેનિલા આઈસ્ક્રિમ પણ લઈ શકાય ઘી પણ દાહ શામક છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate