অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વરસાદને આવકારતા મોરના ટહુકા બ્લડપ્રેશરને ઘટાડી શકે.

વરસાદને આવકારતા મોરના ટહુકા બ્લડપ્રેશરને ઘટાડી શકે.

તીણી વ્હીસલો, વાહનોની ઘરેરાટી, કારણ વગર વાગ્યા કરતાં હોર્ન માનવીના મનને કલુષિત કરે છે

ચંપકલાલ....આમ તો ગાંધી યુગના માણસ કહેવાય. સવારે જાગે, રોજિંદી પ્રક્રિયાઓ પતાવે અને પછી નિરાંત છાપું વાંચવા બેસે. પરંતુ એમની નિરાંત અલ્પજીવી હોય, કારણ કે ધીમે ધીમે એમને માથાની પાછળનો ભાગ દુ:ખવા માંડે. પછી ક્યારેક ચક્કર આવવાની ફરિયાદ પણ કરે. એમના મોટા દીકરાએ કહ્યું પણ ખરું alt147ચાલો ડોક્ટરને બતાવી આવીએalt148 પણ મૂળ સ્વભાવથી જ સહનશીલ વ્યક્તિત્વ એટલે આ આખીય સમસ્યાને ગણકારે નહીં.

પછી થોડા દિવસ બાદ ગામડે જવાનું થયું. ગામડે ગયા પછી એમને તકલીફ બિલકુલ હતી જ નહીં. ફરી પાછા શહેરમાં આવ્યા અને જૂની ફરિયાદો શરૂ.

તમે માનશો ! ચંપકલાલની તકલીફ છાપાને કારણે હતી. રોજ છાપું વાંચે અને એમાં કાશ્મીર, પાકિસ્તાન, બોમ્બ, આતંકવાદના સમાચાર વાંચે અને એમનું લોહી ઉકળી ઊઠે. દેશની ચિંતા ત્યાં સુધી કરે કે તેમનું બ્લડપ્રેશર ‘હાઈ’ થઈ જાયે. ગામડે ગયા ત્યારે ત્યાં છાપું વાંચવા જ ન મળે એટલે એમની ચિંતાઓ આપોઆપ ટળી જતી.

નગરસંસ્કૃતિ : શહેરમાં વસનારો માનવ આમ તો અવારનવાર તાણ અને સતત દબાણને ભોગ બનતો જ હોય છે. તીણી વ્હીસલો, વાહનોની ઘરેરાટી, કારણ વગર વાગ્યા કરતાં હોર્ન માનવીના મનને કલુષિત કરે છે.

ટહુકા : પરંતુ કોયલ કે મોરનો એકમાત્ર ટહુકો સાંભળે તો એ મન પરથી જગત આખાનો ભાર ક્ષણ માત્રમાં ગાયબ થઈ જાય.

પ્રશમ: પરમ્ પથ્યાનામ્ : આચાર્ય ચરકે એટલે જ કહ્યું છે પ્રશમ: પરમ પથ્યાનામ્ શાંતિ એ જગનું સર્વશ્રેષ્ઠ પથ્ય છે. પાશ્ચાત્ય પ્રદેશના લોકો પણ હવે શહેરી સંસ્કૃતિથી કંટાળ્યા છે અને તેઓ વધુને વધુ ગામડાં તરફ કે માનવી વસ્તી ઓછી હોય એવી જગ્યા પસંદ કરે છે.

પરિવર્તન : સાન ફ્રાન્સિસ્કોમાં થયેલા અભ્યાસ અનુસાર alt147જીવન જીવવાની રહેણી-કરણીમાં પરિવર્તન કરવાથી અને ઓછી ચરબીવાળો ખોરાક ખાવાથી હૃદયરોગને અસરકારક રીતે રોકી શકાય છે અથવા તો પાછો ધકેલી શકાય છે.

અન્ય કારણો : વારસાગત કારણોથી માંડી વધારે પડતું વજન, ખોરાકમાં વધારે પડતું નમક, લોહીમાં કોલેસ્ટેરોલનું વધારે પ્રમાણ, ધુમ્રપાનની ટેવ, દારૂ, બેઠાડુ જીવન, કેટલીક આધુનિક દવાઓની આડઅસર વગેરે કારણો બ્લડપ્રેશરને વધારતા હોય છે. તેનાથી હૃદય, કિડની, આંખને નુકસાન પહોંચે છે કેટલીકવાર પેરેલિસિસ કે ઓસ્ટિયોપોરોસિસની બિમારી પણ થઈ શકે છે.

કસરત : ઉપરના તમામ કારણોને કારણોને દૂર કરવાના ઉપાયો સાથે નિયમિત કસરત કે ચાલવાનું શરૂ કરવું. આનાથી ઘણો ફાયદો થાય છે. સંશોધનો એ પુરવાર કર્યું છે કે બેઠાડુ જીવન જીવતા લોકોને હાર્ટ એટેકની શક્યતા વધુ રહે છે. કસરત કરવાથી નિયમિત ચાલવાથી આ જોખમ ટળી જાય છે. કસરત કરતાં પહેલાં તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અચૂક લેવી.

ખોરાક : તળેલી ચીજ વસ્તુઓ, બહારની મીઠાઈ, મેંદો, વનસ્પતિ, ઘી, સિંગદાણા વગેરે ચીજો ત્યજવી. ખોરાકમાં ૨૦% જેટલો ઘટાડો પણ બ્લડપ્રેશરને ઝડપથી નિયંત્રણમાં લાવે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate