অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રસોડાની હળદર, મંત્ર-તંત્ર-ટોટકામાં અગ્રેસર

રસોડાની હળદર, મંત્ર-તંત્ર-ટોટકામાં અગ્રેસર

હળદર અનેક ચમત્કારિક પ્રયોગો

રસોડામાં, આયુર્વેદિક સારવાર, ધાર્મિક પ્રસંગો ઉપરાંત મંત્ર - તંત્ર - ટૂચકા પ્રયોગોમાં હળદરનો છૂટથી ઉપયોગ થાય છે. તેના ઔષધીય ગુણધર્મો તો અદ્ભુત કહી શકાય તેવા છે. એક જાણીતા વૈદ્યરાજના મતે એલોપથી - સારવારની સામે આયુર્વેદનું અસ્તિત્વ ટકાવવામાં મદદરૂપ વનસ્પતિઓમાં હળદરનું આગવું સ્થાન છે.

પશ્ચિમના દેશોમાં તો તેનામાં રહેલા કેન્સર પ્રતિરોધક ગુણોને જાઇ તેનું પેટન્ટ કરાવવાના પ્રયત્નો થયા હતા, જેનો ભારતમાં ભારે વિરોધ થયો હતો. આજે હળદરનો મંત્ર - તંત્ર - ટૂચકામાં કેવી રીતે પ્રયોગ કરવામાં આવે છે, તે જોઇશું. હળદરના નીચે મુજબના પ્રકારો મળી આવે છે.

હળદર પ્રકારો

  • સામાન્ય હળદર : મસાલા તથા માંગલિક પ્રસંગોએ પ્રયોજવામાં આવે છે. હળદરમાં ચૂનાનું પાણી મેળવતાં શુદ્ધ કુમકુમ(કંકુ) તૈયાર થાય છે. બજારમાં મળતા લાલરંગના કેમિકલનો ઉપયોગ કંકુ તરીકે થાય છે, જે મંગળકારી નથી.
  • આંબા હળદર : જેનો સારવારમાં સવિશેષ ઉપયોગ થાય છે. વાત-રોગ, ઘા રૂઝવવામાં તેને પ્રયોજવામાં આવે છે.
  • દારૂ હળદર : આ પ્રકારની હળદરની ખેતી કરવામાં આવતી નથી. આના છોડવાઓ પહાડી પ્રદેશમાં કાંટાવાળા વૃક્ષ રૂપે મળી આવે છે. આનો ઉપયોગ પણ સારવારમાં થાય છે.
  • કાળી હળદર : મંત્ર - તંત્ર - સાધના પ્રયોગમાં મહદ અંશે આ પ્રકારની હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે અન્ય પ્રકારની હળદરનો પણ ક્યારેક મંત્ર-તંત્ર-સાધનામાં કરવામાં આવતો જાવા મળે છે. બગલામુખી દેવીની સાધનામાં સામાન્ય હળદરનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે.
    કાળી હળદરના કોઇ જુદા છોડવાઓ હોતા નથી, પણ ક્યારેક કોઇપણ પ્રકારની હળદરના છોડવાઓમાંથી કાળી હળદર મળી આવે છે. તેને દુર્લભ માનીને ઘણાં સાધકો તેનો સંગ્રહ કરી લે છે.
    હળદરના વિવિધ પ્રકારોમાં વન હળદર પણ એક છે પરંતુ તે અપ્રાપ્ય છે. જ્યારે પુત્ર કે પુત્રીની લગ્નવય વીતવા લાગે અને તેમના સગપણનું કયાંય ઠેકાણું પડતું ન હોય ત્યારે માતા - પિતાની ચિંતાનો પાર રહેતો નથી. આવા સમયે જ્યોતિષીઓ, તાંત્રિકો, સાધુ - બાવાઓની મુલાકાત લેવામાં આવે છે અને તેમણે સૂચવેલા વિધિ - વિધાનનો આશરો લેવામાં આવતો હોય છે. આવી સ્થિતિમાં હળદરનો પ્રયોગ ઘણા પ્રભાવશાળી પુરવાર થાય છે. શુકલ પક્ષમાં ગુરુવાર આવે ત્યારે આ પ્રયોગ કરવાનો હોય છે. પ્રાતઃકાળે સ્નાન શૌચ કર્મથી પરવારીને આ ટૂચકું અમલમાં મુકવું. પીળા રંગનાં વસ્ત્ર ધારણ કરવાં. આશરે સવા ફૂટ સમચોરસ રેશમી પીળા રંગનું વસ્ત્ર લેવુ.તેમાં પીળા રંગની ધાતુ પીત્તળ કે સોનાનો નાનો તાર, ચણાદાળ, પીળા રંગની મીઠાઇ કે પીળા રંગનો ગોળ, પીળા રંગે રંગેલી જનોઇ, પીળા રંગના પુષ્પ અને સામાન્ય હળદરની અખંડ ગાંઠ મૂકવી.

    આ સમગ્ર વિધિ દરમિયાન ‘ક્લિમ્ રૂકમણી વલ્લભાય સ્વાહા’ કે ‘ક્લિમ્ ઊમા મહેશ્વરાભ્યામ્ નમઃ મંત્રનો માનસિક જપ કરતા રહેવું. ત્યારબાદ તેની પોટલી બાંધીને ગુપ્ત સ્થળે છુપાવી દેવી. આ પ્રયોગ ગુપ્ત રૂપે કરવો, કોઇને તેની જાણ કરવી નહીં અને પોટલી પર કોઇની પણ દ્રષ્ટિ પડે નહીં કે સ્પર્શ થાય નહી તેવી જગ્યાએ મુકી દેવું. લગ્ન થયા બાદ તેને નદી કે દરિયામાં વિસર્જિત કરી દેવી. આ પ્રયોગ જેમનાં લગ્ન થતાં ન હોય તે કુમાર કે કુમારીશ્રદ્ધાપૂર્વક કરે તો વધુ સારૂં. તે કરે નહીં તો માતા-પિતા, ભાઇ-બહેન કે કોઇ નજીકના સગાએ કરવો. પ્રયોગનીસાથે કુંડળીમાં લગ્નનો વિલંબ કરતા ગ્રહોની પણ રત્ન, જપ, દાન દ્વારા શાંતિ કરવાથી લગ્નયોગ ઝડપથી થશે.લગ્ન બાદ કોઇ કારણોસર પતિનો પ્રેમ ઘટવા લાગ્યો હોય, પત્નીમાં રસ પડતો ન હોય, તેનો વ્યવહાર, શુષ્ક અતડો થવા લાગ્યો હોય તો હળદરનો આ પ્રયોગ ઘણો મદદગાર નિવડે છે.
    પત્નીએ ગુરુવારે પીળા રંગના રેશમી સમચોરસ વસ્ત્રમાં હળદરની અખંડિત નવ ગાંઠો મુકી પોટલી બાંધવી. વિધિ દરમિયાન  કલીમ્ રત્યે કામદેવાય નમઃ કલીમ્   મંત્રનો જપ કરતા રહેવું. પોટલીને ગુપ્ત સ્થળે સંતાડી દેવી. એ દિવસે બેસનની મીઠાઇનો પ્રસાદ સેવામાં ધરાવવો. તે પ્રસાદ પતિને ખવડાવવો. આ સાથે જ્યારે જ્યારે સમય મળે પતિનું નામ લઇને મંત્રના જપ કરવા, પતિ સાથેની એકાંત પળો સમયે અમૂક મંત્રના જપ કરવા. અચૂક લાભ થશે. પતિ ક્રમશઃ રસ લેતો થઇ જશે. આ સાથે પતિનો રસ - પ્રેમઓછો થવામાં કારણભૂત જન્મના ગ્રહો અને સ્વભાવ દોષોનું નિદાન કરીને તેનું નિવારણ કરવું.
    દરેક માતા-પિતા ઇચ્છતાં હોય છે કે તેમની દીકરીનો સંસાર સુખ-શાંતિમાં વ્યતીત થાય લગ્ન તથા કરિયાવર પાછળ લાખોનો ખર્ચ કરવા છતાં પણ આશંકા રહે છે કે દીકરીનું લગ્નજીવન સુખ-શાંતિમાં વ્યતિત થશે કે નહીં / સાસરીમાં દીકરીનો ગૃહ સંસાર સુખ-શાંતિમાં વીતે, પતિનો પ્રેમ મળતો રહે તે માટે એક ટૂચકું કરવામાં આવતું હતું.
    જ્યારે લગ્ન કરીને કન્યા વિદાય પામતી હોય ત્યારે એક લોટામાં ગંગાજળ મિશ્રિત શુદ્ધ જળ ભરવામાં આવતું હતું. તેમાં ચપટી હળદર, પીત્તળનો સિક્કો અથવા સોનાનો તાર નાનો ટૂકડો કન્યાના માથેથી ઉતારવામાં આવતાં હતાં તે જળ કન્યાની આગળ ઢોળી દેવામાં આવતું હતું. કોઇ આ વિધિ અંગે જો કોઇ પૂછે તો તેના હેતુ અંગે કોઇને પણ કશું કહેવું નહીં. અમારા ત્યાં આવો રિવાજ છે, તેમ કહીને પૂછનારને સંતોષ આપવો.રહેવા માટે મકાન, ફલેટ બનાવવાનો હોય, ધંધા માટે ઓફિસ, દુકાન બનાવવાની હોય ત્યારે તેમાં વાસ કરનાર સુખ - શાંતિ - વૈભવ પ્રાપ્ત કરે તે માટે આ પ્રયોગ કરવામાં આવે છે.મકાન, દુકાન કે કારખાનું બાંધવામાં આવે ત્યારે ભૂમિ-પૂજન, શિલા સ્થાપન કે ખાત મુહૂર્તની વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં શુભ મુહૂર્તમાં પાયામાં ગંગાજળ ભરેલી લોટીમાં ચાંદીના નાગ-નાગણની જોડ, ચાંદીની વાસ્તુપુરુષની પ્રતિમા, પાંચ સોપારી, પાંચ હળદરના ગાંઠિયા અને પંચરત્ન (પાંચધાતુ) નું પડીકું પધરાવવામાં આવે છે. આ પ્રયોગથી ભૂમિદોષ દૂર થાય છે અને ત્યાં નિર્માણ પામેલા બાંધકામમાં વસતા લોકો સુખી થાય છે.

    સ્ત્રોત: પં.રામપ્રસાદ ઉપાધ્યાય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate