অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બ્રેસ્ટફિડીંગ કરાવતી માતા માટેનો આહાર

બ્રેસ્ટફિડીંગ (સ્તનપાન) જેને નર્સીંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનાથી એટલે કે માતાના દૂધથી શિશુઓ (બેબીઝ) અને નાના બાળકોનું પોષણ થાય છે. હેલ્થ પ્રોફેશનલ્સ ભલામણ કરે છે કે સ્તનપાન બાળકનાં જીવનના પ્રથમ કલાકની અંદર શરૂ થાય છે અને બાળકની જરૂરિયાત મુજબ ચાલુ રાખવું.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે હેલ્ધી ડાયેટ મહત્વનું છે, કારણ કે તે હેલ્ધી મિલ્ક સપ્લાય અને કંપોઝિશનને જાળવી રાખવામાં મદદ કરે છે. સ્તનપાનના સમયગાળા દરમિયાન ઓછી કેલરીનો ઇનટેક અથવા ક્રેશ ડાયેટ્સ હેલ્ધી કોમ્પ્લિકેશન્સ તરફ દોરી શકે છે, જેમ કે ઉત્તરાવસ્થાના જીવનમાં ઓસ્ટીયોપોરોસિસ અને શરીરમાં વિટામીન A નો ઓછો સંગ્રહ થવો. તંદુરસ્ત રહેવા અને તમારા બાળકને જીવનમાં શરૂઆત શ્રેષ્ઠ રીતે કરી આપવા માટે, તમારા ભોજનમાં વિવિધ પદાર્થોનો સમાવેશ કરો.
જયારે સ્તનપાન કરાવતી વખતે પૂરતું દૂધ પેદા થાય તે માટે ચોક્કસ ખોરાક ખાવો જોઈએ. સ્તનપાન કરાવતી મહિલાઓના ખોરાક અંગે ઘણી મિથ્સ પ્રવર્તે છે. ઘણા માને છે કે અમુક ખોરાકથી બાળક માતાનું દૂધ લેતું નથી અથવા દૂધનું ઉત્પાદન ઘટી જઈ શકે છે. તો, આ બધા અલગ અભિપ્રાયોની વચ્ચે માતા કેવી રીતે તેનો માર્ગ શોધી શકે?.
દૂધના પ્રવાહ માટે બેથી ત્રણ પ્રકારનાં ફળો, ખાસ કરીને વિટામીન C અને ફલેવોનોઈડ્સથી સમૃદ્ધ ફળો દિવસ દરમિયાન ખાવાં જરૂરી છે.

વેજીઝ:

દૂધના પ્રવાહને વધારવા માટે, તમારા આહારમાં વેજીઝ એટલે શાકભાજી સહિત, ખાસ કરીને ડાર્ક લીલી ભાજીઓ અથવા ડીપ રેડ કે ગ્રીન ભાજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. આમાં સ્પિનચ, મેથી, બીટ્સ, કેપ્સિકમ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ખાસ કરીને કોલાઇન નામનું પોષક તત્વ આવેલું છે. તે મગજ, કરોડરજ્જુનું માળખું અને આજીવન મેમરીનાં કાર્યોને પ્રભાવિત કરે છે. જો તમે ગેસ્ટ્રિક સમસ્યા અનુભવતા હોવ તો ગેસ કરનાર કોબી, કોલીફ્લાવર જેવાં શાકભાજી બનાવવાનું ટાળો.

ફળો:

દૂધના પ્રવાહ માટે બેથી ત્રણ પ્રકારનાં ફળો, ખાસ કરીને વિટામીન C અને ફલેવોનોઈડ્સથી સમૃદ્ધ ફળો દિવસ દરમિયાન ખાવાં જરૂરી છે. આંતરડાના બેક્ટેરિયા માટે આ શ્રેષ્ઠ ખોરાક છે, જેનાથી વિટામીન K અને B મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે અને ઇમ્યુન સિસ્ટમ વધારે છે. જ્યુસને ટાળો, કારણ કે ફળોમાં રહેલ કુદરતી ખાંડનું વધારે પ્રમાણ શરદી અથવા ઉધરસનું કારણ બની શકે છે જે બાળકને પણ થઈ શકે છે.

લેગ્યૂમ્સ:

સ્તનપાન કરાવતી માતા હંમેશા હેરલોસ અને નખ બરડ(બ્રિટલ) થવાની સમસ્યાનો સામનો કરે છે, લેગ્યૂમ્સમાં આયર્ન અને પ્રોટીન ઘણાં છે તેથી ખાવાં જરૂરી છે.

અનાજ અને તેલીબિયાં:

સ્તનપાન કરાવતી માતાને રેસાવાળા ખોરાકની ભલામણ કરવામાં આવતી નથી કારણ કે ફાયબરને શોષણ માટે પાણીની જરૂર છે અને જો લેક્ટેટિંગ(સ્તનપાન કરાવતી) માતા તેટલું પાણી પીવા માટે સક્ષમ ન હોય તો તેને કદાચ ગેસ્ટિક, પેટ ફૂલવું અને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે. જરૂરી ખનિજો અને વિટામિન્સ મેળવવા માટે તમારા ભોજનમાં મલ્ટિગ્રેઇન પ્રોડક્ટ્સ ઉમેરો અથવા ફ્લેક્સ બિયાં, કોળાનાં બીજ, તડબૂચનાં બીજ વગેરે વિવિધ બિયાં ઉમેરો. આનાથી ખોરાકમાં ઝીંકનો સારો સ્રોત મળી રહે છે.

ડેરી પ્રોડક્ટ્સ:

દૂધ અને દહીં જેવી દૂધની પેદાશો સ્તનપાન કરાવવાના સમય દરમિયાન વપરાશ માટે ખૂબ જ સારી છે કારણ કે તે સારા બેક્ટેરિયા ધરાવે છે જે આંતરડાને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને પાછું કેલ્શિયમ અને વિટામિન ડીનો સારો સ્રોત છે. લૉ ફેટ દહીંથી શરીરમાં ચરબી જમા થતી નથી પરંતુ શરીરમાં બ્લડ સુગર જાળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ડેરી પ્રોડક્ટ્સ:

છાશ, સૂપ, કેમોમાઇલ લીલી ચા વગેરે અને સાદા પાણીના સ્વરૂપમાં તમે જેટલું પ્રવાહી વાપરી શકો છો તેટલું વાપરવા પ્રયાસ કરો. આ તમારી ત્વચાને અને એ રીતે બાળકને લુબ્રિકેટ કરશે.
સ્તનપાન એ કુદરત તરફથી માતાને મળેલ એક સરસ વિશેષાધિકાર છે કારણ કે તેનાથી બાળક સીધેસીધું માતા સાથે જોડાય છે. તેથી તમામ લેક્ટેટિંગ માતાઓનો ફિઝિયોલોજિકલ અને સાયકોલોજિકલ અભિગમ ખૂબ જ હકારાત્મક હોવો જોઈએ. ઉપરોક્ત વિકલ્પો સાથે માતાએ માવજતભરી દેખરેખ હેઠળ કેટલાક પ્રકારની કસરત કરવી જોઈએ, જે બાળકના જન્મ પછી થતી હોર્મોન્સની અસમતુલાનો સામનો કરવા તેને અંદરથી ખુશ રાખશે.

સ્ત્રોત: સોનલ શાહ, Stay Healthy

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate