অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પતિ અને પરિવારનું આરોગ્ય પત્નીના હાથમાં !

પતિ અને પરિવારનું આરોગ્ય પત્નીના હાથમાં !

પત્નીઓ ઘરમાં સારો પૌષ્ટિક ખોરાક બનાવે તો પતિ અને પરિવાર બહારનો ખોરાક ટાળે : આહાર અને રહેણીકરણીથી અનેક બીમારીઓ થાય છે

હેલસિન્કી- Helsinki – ફિનલેન્ડની રાજધાનીના આ શહેરથી આશરે બસો માઈલ દૂર ઉત્તરમાં એક રમણીય-રળિયામણો પ્રદેશ આવેલો છે. લીલાંછમ ખેતરો, ગાઢ જંગલો અને સ્વચ્છ નિર્મલ જળયુક્ત સરોવરોનો પ્રદેશ છે. આવા સુંદર વાતાવરણમાં રહેતાં સ્ત્રી-પુરુષોમાંથી બે-તૃતીયાંશ લોકો હૃદયશૂળ અને મગજની નસો ફાટી જવાથી મૃત્યુ પામતાં હતાં. દુ:ખદ ઘટના તો એ હતી કે ત્રીસ વર્ષથી વધુ ઉંમરના લોકો માંડ પિસ્તાલીસના થાય એ પહેલાં જ છાતીમાં દુ:ખાવો શરૂ થઈ જતો અને નાની ઉંમરમાં જ છાતીમાં વેદના થાય તો પછી પ્રૌઢાવસ્થાનાં વર્ષો કેમ વિતાવવાં? આવા પ્રશ્નોથી કોટુંમ્બિક સમસ્યાઓ ઊભી થવા માંડી.

1969- કેલિફોનિયા યુનિવસિર્ટી તથા ફિનિશ વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ કર્યો. અમેરિકા, ગ્રીસ, ઇટલી, જાપાન, નેધરલેન્ડ યુગોસ્લાવિયા અને ફિનલેન્ડમાં હૃદયરોગ પીડિતોથી સંખ્યા કેટલી છે? એ આ અભ્યાસનો મુખ્ય હેતુ હતો.

Karelia- ફીનલેન્ડ- આમાં સોથી મોખરે ફીનલેન્ડ દેશ હતો અને એમાં પણ કરેલિયા નામના પ્રદેશમાં હદયરોગનો ફેલાવો ત્રણ ગણો હતો. આંકડાઓ જોઇને વૈજ્ઞાનિકો ચોંકી ઊઠ્યા.

ફિનલેન્ડના લોકોને નવાઈ લાગતી કે આ રોગ અમને જ કેમ થાય છે? આ પ્રશ્ર્નોના જવાબ એ વખતે ડોકટરો આપી શકતા નહોતા. 

અભિયાન- ડોકટરો, વૈજ્ઞાનિકો, સંશોધન કરનારાઓ, સમાજ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સૌ પ્રથમ વિવિધ ક્ષેત્રોના હજાર વ્યકિતઓને લઈને આ વિષયમાં સર્વેક્ષણ હાથ ધરીને આરોગ્ય અભિયાન આદર્યું. આમાં એ લોકોનો આહાર, રહેણી-કરણી વગેરેના અભ્યાસ કર્યા. જેના નિષ્કર્ષ રૂપે એવું જણાયું કે કોઈ આહાર-દૃવ્યના અતિયોગથી હૃદયરોગોમી ઉત્પત્તિ થાય છે. Detail અભ્યાસમાં તારણ નીકળ્યું કે ભોજનમાં ખોરાકમાં સ્નેહયુક્ત પદાર્થો (તેલી પદાર્થો) અતિ પ્રમાણમાં વપરાતાં હતાં. Pekka Puska- આ અભિયાનના ડાયરેકટર નવયુવાન અને તીવ્ર બુદ્ધિમતા ધરાવતા ડો. પેક્કા પુસ્કાની નિમણૂક કરવામાં આવી. પોતાની તમામ શક્તિઓ એમણે આ અભિયાન પાછળ કેન્દ્રિત કરી દીઘી. ડો. પુસ્કાએ કહ્યું: ‘અમારા માટે એ જાણવું સરળ થઈ ગયું હતું કે મારા દેશના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો હતો અને ખોરાકમાં તેથી દૂધ અને પનીર જેવા આહારનો જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં આમ, ફીનલેન્ડવાસીઓનો આહાર ખૂબ જ અસંતુલિત હતો. જેને કારણે લોહીમાં કોલેસ્ટેરોલની યાત્રા વધી જતી હતી.

ઉપાયો:

  • ડેરીના દૂધમાં ફેટનું પ્રમાણ ઘટાડવું.
  • ભોજનમાં Sausage -‘સોસેજ’નામની માંસાહારી પ્રોડકટકે જેમાં તેલનો અતિશય ઉપયોગ થતો હતો એમાં સંશોઘન કરીને ‘સોસેજ’નો સ્વાદ એક રહે, એ રીતે તેમાં તેલનું પ્રમાણ ઘટાડ્યું, કારણ ફિનલેન્ડવાસી ઓની એ અતિશય ભાવતી વાનગી હતી.
પત્નીની મદદથી ફિનલેન્ડનાં મહિલામંડળોને કામે લગાડ્યાં કે આહારમાં પરિવર્તન લાવવાનું કામ પત્નીના હાથમાં છે. મહિલાઓને ખાસ સમજાવ્યું કે તમારે તમારા પતિદેવો કે ઘરના અન્ય કોઈને જાણવવાનું નહીં કે ભોજનમાં શો ફેરફાર કર્યો છે/ ખોરાકમાં લીલાં શાકભાજીનું પ્રમાણ વધાર્યે જવાનું અને તૈલી પદાર્થોનું પ્રમાણ ઘટાડવાનું. એ યાદ રાખો કે પતિ અને કુટંબીજનોના રક્ષણનું કામ પત્નીઓના હાથમાં છે અને આથી તમારું અને તમારાં સંતાનોનું ભવિષ્ય સુધરશે.

આ બધાને અંતે ડો. પુસ્કાએ સંતોષ વ્યકત કરતાં કહ્યું: ‘આજનો બાળક તેના પિતા, દાદા અને વડદાદા કરતાં વધુ જીવશે અને સારી રીતે જીવશે, એમાં મને લેશમાત્ર શંકા નથી. 

આપણે: ભારતમાં દિવસે દિવસે શ્રીમંત લોકો તેલ અને વધુ ફેટવાળો આહાર ભોજનમાં વધાર્યે જાય છે.

ગુજરાતીઓ: ખોરાક અને પ્રવાસના શોખીન આપણે ગુજરાતીઓ પ્રવાસન સ્થળ હોય કે હોસ્પિટલ હોય કે હોટલ હોય.. સદા કાળ ગુજરાતી…

તો આ સ્થિતિમાં શું કરવું?

  • વારંવાર ખાવાની આદત ત્યજી દો. જેમ કે સાંજે જમ્યા પછી લટાર મારવા નીકળ્યા કે ફ્રેન્ડ સર્કલમાં બધા ભેગા થાવ તો સેન્ડવીચ, પિત્ઝા, બર્ગર, વડાપાંવને ‘ના’ કહો.
  • વારંવાર ખાવાની આદતને લીધે ખોરાકના પાચનમાં અડચણો પેદા થાય અને ધીમે ધીમે આમ, કફ, મેદ, મધુ વગેરે શરીરમાં વધવા લાગે. આ સ્લો પ્રોસિજરથી તમને બહુ ઝડપથી નાની ઉંમરે કોલેસ્ટેરોલ કે હાઇ બી.પી.ની ગોળીના ચક્કરમાં ફસાઈ જશો.
  • દિવસમાં બે વાર ખોરાક લો. જે પણ ખાવું હોય, ભલે પછી એ ભાજીપાંવ હોય. છોલે ભટુરે કે ચવાણું, ભજિયાં, સેવ વગેરે નાસ્તો હોય.
  • ગૃહિણીને ખાસ કહીશ કે નાસ્તાઓ ઘરે બનાવો. સ્વચ્છતા ઉપરાંત બહારના નાસ્તાઓમાં જૂનું તળેલું તેલ વારંવાર ઉપયોગમાં લેવાતું હોવાથી એ નાસ્તાઓ પચવામાં ભારે થઈ જાય છે.
  • નાસ્તામાં ડબ્બામાં ટીશ્યુપેપર મૂકવા કે જેથી તેલએમાં ચૂસાઈ જાય અને નાસ્તાનો સ્વાદ એ જ રહે.
  • પનીર, ચીઝ વગેરેનો ખોરાક પ્રમાણસર જ રાખવો. જો તમે રોજ એક કલાક સવારે ચાલવા જતા હોય તો જ રોજ ચીઝ ખાવામાં વાંધો નથી.
  • દૂધ સાથે ટામેટાં, લસણ, ડુંગળી વપરાતાં હોય એવા પાસ્તા, પંજાબી શાક ન જ ખાવાં આ વિરુદ્ધાહાર છે, જે શરીરમાં વિષનું કામ કરે છે. દૂધ સાથે ફળો પણ ન જ ખાવાં.
  • નિયમિત વ્યાયામ, ચાલવું અને ઓમકાર તમને તરોતાજા રાખી શકે એ ક્યારેય ન ભૂલવું

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate