অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દિવાળીમાં ખાઓ જલસાથી.. પણ કન્ડિશન્સ એપ્લાઈડ

દિવાળીમાં ખાઓ જલસાથી.. પણ કન્ડિશન્સ એપ્લાઈડ

ઇન્ટરનેટ અને એપ્સથી ઘેરાયેલી પ્રાચી ઓસ્ટ્રેલિયાથી દિવાળી કરવા આવી છે. એની સાસુ પૂનમબેનને સાંધાના દુ:ખાવો રહે છે, તેને કારણે દવા સાથે તેમણે પરેજી પાળવાની રહે છે. પરંતુ આ વખતની દિવાળીમાં એમણે એટલી કડક પરેજી પાળવાની નહોતી. આ સાંભળીને પ્રાચીને અચંબો થયો, સાથે ઉત્સુકતા પણ થઈ. તેનાં સાસુ ઘણા વખતથી દુ:ખાવાઓ પીડાતાં અને ફરિયાદ કરતાં. પરંતુ પૂનમબેન આ વખતે ખુશ હતાં. તેમને દુ:ખાવો ક્યારેક જ થતો. એને કારણે પૂનમબેનની પ્રસન્નતામાં વધારો થતાં. એમના રમૂજી સ્વભાવ નીખરી ઊઠ્યો. રમૂજી પૂનમબેનનો પરિચય પ્રાચીને પ્રથમવાર જ થયો.એણે પૂછ્યું: ‘મે’મ મમ્મીને દિવાળીમાં પણ કાંઈ ખાવાનું નહીં ? પરેજી પાળવાની હું હસી પડી. મેં કહ્યું – ‘ના, દિવાળીના પાંચ દિવસ બધું જ ખાવા-પીવાની છુટ્ટી - પણ કન્ડિશન્સ એપ્લાઈડ....’

દિવાળી મેનુ: પ્રાચી અને પૂનમબેન સાથે વાત કરતાં એને સજેસ્ટ કર્યું - આ રહી એ ટિપ્સ સહુને માટે.

  • ધનતેરસ : કંસાર
  • કાળી ચૌદશ : અડદિયા
  • દિવાળી : દૂધપાક
  • બેસતું વર્ષ : લાપસી કે ફાડા લાપસી
  • ભાઈબીજ : પુરણપોળી
  • લાભપાંચમ : કંસાર કે શીરો.

ઉપર જણાવેલી મીઠાઇ ઘરે જ બનાવવી. એમાં ગાયનું ઘી અને ગાયનું દૂધ વાપરવું. આ ટ્રેડિશનલ મીઠાઈઓમાં સ્વાદ પ્રમાણે ઈલાયચી, કેસર, કેસર, બદામ, પિસ્તા, કાજુ, દ્રાક્ષ, જાયફળ વગેરે નાખવાં.

આવા કોમ્બિનેશનવાળા મેનૂથી ભોજન વધુ પ્રિય પણ બને છે. એમ રજા અને ઉત્સવનો માહોલ હોય એટલે ભૂખ અને રુચિમાં પણ વધારો થાય છે.

આવું શા માટે?

ઘરે જો આ પ્રકારનાં ભોજન ન મળે તો સ્વાભાવિક જ છે કે બહારની મીઠાઈ, મિષ્ઠાન અને ફરસાણ ખવાશે. બજારુ મીઠાઈ વેજિટેબલ ઘી, એસેન્સ, કલર વગેરેથી બનાવવામાં આવે. ફરસાણ માટે વપરાતું તેલ કયું- કેવું હોય, કેટલીય વાર તળાયું હોય, એના વિષેની માહિતી આપણને હોતી નથી, માટે અજાણી ચીજ વસ્તુઓ ખાઇને સ્વાસ્થ્ય બગાડવું નહીં.

આજ જ છે ખાઓ જલ્સાથી પણ કન્ડિશન્સ એપ્લાયઈડ

ઋતુસંધિકાળ : દિવાળી દરમિયાન શરદઋતુ પૂરી થતાં, હેમંત ઋતુ શરૂ થાય છે. આ કારતક મહિનામાં દિવાળીના તહેવારો આવે છે. જે ઋતુ સંધિકાળ છે. ઋતુસંધિકાળમાં સામાન્ય રીતે બલક્ષય થાય એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા ઘટે છે અને આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને જો તમે આહાર-વિહારનું નિયમન રાખો તો દિવાળી પછી જે તાવ, શરીદી, ખાંસી, થ્રોટ ઇન્ફેક્શન વગેરેથી અચૂક બચી જશો.

Boost Immunity : તમારી રોગપ્રતિકારક ક્ષમતા જાળવી રાખવા તથા વધારવા આ ઋતુસંધિકાળમાં મધુર રસ વાળો આહાર યુક્તિપૂર્વક લેવો : અને હા તમારાં ફેફસાંને દારૂખાનાના કે બીજા ધુમાડાથી બચાવવા નાકની અંદર ગાયનું ઘી લગાડેલું રાખવું, જેથી ધુમાડાના રજકણ નામ વડે ગળા અને ફેફસાંને નુકસાન ના કરી શકે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate