অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દર દસમાંથી એક દંપતી વ્યંધ્યત્વનો શિકાર

દર દસમાંથી એક દંપતી વ્યંધ્યત્વનો શિકાર

Rebirth: 14મી સદી દરમિયાન ફ્રાન્સમાં રેનેસાં (renai-ssance)- ક્રાન્તિ થઈ. રેનેર્સોનો અર્થ પુનસર્જન -rebirth થાય છે. આ સમય લિયો નાર્ડો–દ-વિન્ચી, મિશેલ એન્જેલો, રાફેલ આહિનો હતો. આજ સમયગાળા દરમિયાન જગતો સૌથી પહેલો આધુનિક વિશ્વકોષ બહાર પડયો.(વિશ્વકોષ-ENCYCLOPEDIA : આધુનિક વિશ્વકોષ એટલે encyclopedia )

અગ્નિપુરાણ: કેટલાક વિદ્રાનો આપણા અગ્નિપુરાણને સંસ્કૃતનો આપ વિશ્વકોષ-encyclopedia માને છે. જે લગભગ હોય-બે હજાર વર્ષ પહેલાં રચાયેલો માનવામાં આવે છે મહાભારત, રામાયણ, પુરાણો, ધર્મશાસ્ત્રો, તંત્રો, જ્યોતિષ, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર. આર્યુર્વેદ વગેરે સર્વશાસ્ત્રનો મધુસંચય એટલે અગ્નિપુરાણ એવું એક પણ શાસ્ત્ર નથી. વિદ્યા નથી કે વિષય નથી જેનો સમાવેશ ‘અગ્નિપુરાણ’માં થયો ન હોય. અગ્નિપુરાણમાં બત્રીસ વિદ્યાઓ અને ચોસઠ કળાઓનું સુંદર નિરુપણ કરવામાં આવ્યું છે અને એટલે જ અગ્નિપુરાણમાં શું છે/ એમ પૂછવા કરતાં એમાં શું નથી/ એ પૂછવું વધારે યોગ્ય ગણાશે.

અહીં સૌને ઉપયોગી થાય તેવા અગ્નિપુરાણના સ્ત્રીઓને લગતા રોગ અને સ્વાસ્થ્યના ઉત્તમ અને સરળ ઉપાયો થોડા વિષ્લેષણ સાથે જણાવું.

વંધ્યત્વ- Infertility : આપણા સમાજમાં દસમાંથી એક દંપતી વંધ્યત્વની સમસ્યાવાળું હોવાનું એક સર્વે અનુસાર જાણવા મળ્યું છે/ જ્યારે સ્ત્રી ગર્ભવતી ન થતી હોય ત્યારે એકલી સ્ત્રીનો જ વાંક કાઢી એના પર જ દોષારોપણ થતું હોય છે. પુરુષના વીર્યમાંના શુક્રાણુ (Sperm) પૂરતાં ના હોય, તેનો અભાવ હોય કે તેની હલન-ચલન શક્તિ (Motility)નબળી હોય ત્યારે સ્ત્રીબીજ બરાબર હોય તો પણ ગર્ભ રહેવાની શક્તાઓ ઓછી રહે છે. એવી જ રીતે સ્ત્રીના અંડાશયમાંથી એક તંદુરસ્ત બીજ નીકળે અને તે બીજ(Ovum)બીજ વાહિનીમાં પહોંચે અને શુકાણું તેને ફલિત (fertilize) કરે અને ફલિત બીજ ગર્ભાશયમાં જઈને વૃદ્ધિ પામે એ પણ ખૂબ (Structural) વિકૃતિ સ્ત્રી કે પુરુષમાં જોવા ન મળે તો અગ્નિપુરાણમાં દર્શાવેલો અશ્વગંધાનો ઉપચાર સ્ત્રી અને પુરુષ બંનેમાં ઉપયોગી થઈ શકે તેવો છે?

અશ્વગંધાનો દૂધપાક: અડધીથી એક ચમચી જેટલું અશ્વગંધાનું ચૂર્ણ લઈ તેમાં ચાર કપ દૂધ નાખવું. ધીમે તાપે દૂધને ઉકાળતાં ફકત એક કપ જેટલું બાકી રહે ત્યારે ઉતારીને ગાળીને તેમાં સાકર-ઇલાયચી નાખીને સવારે ખાલી પેટે પીવું. આ ક્ષીરપાકમાં એક ચમચી ગાયનું ઘી નાખવું. સ્ત્રીએ માસિકના પાંચમા દિવસથી આ ઉપચાર સતત કરવો, જેથી ગર્ભાશય અને બીજ (Ovam)ના દોષોનું શમન થાય છે. પુરુષના વીર્યના દોષ હોય તો તેમણે આ અશ્વગંધા ક્ષીરપાક નિયમિત પીવો જોઇએ. જેથી વાયુ વગેરે દોષોથી વિકૃત થયેલ શુક્ર (Sperm) વિશુદ્ધ બને છે. શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે. આ ઉપચાર ધીરજ રાખીને લાંબા સમય સુધી કરવો.

સુઝાવ (Suggestions) : મન પરનો ભાર હળવો કરવો. ચિંતા, તાણ વગેરેથી શુક્ર અને સ્ત્રીબીજની પ્રાકૃતિક ફલિનીકરણની પ્રકિયામાં વિક્ષેપ પડે છે અને એટલે જ પ્રાચીવ વિદ્રાનોએ કહ્યું છે alt147સોમનસ્ય ગર્ભધારણાનામalt148 એટલે કે મનની પ્રસન્નતા, મનનો સંતોષ ગર્ભધારણ કરવા માટેનું મુખ્ય અને મહત્વનું પરિબળ છે. ગર્ભધારણ કરવા માટેનું મુખ્ય અને મહત્વનું પરિબળ છે.

ગર્ભ સ્ત્રાવ-Abortion : ગર્ભ પછી ગર્ભ સ્ત્રવી જેવો કે ગર્ભાપાત થવા પાછળ વાયુ જવાબદાર હોય છે. વાયુનો રુક્ષ ગુણ વધી જતાં ગર્ભપોષક રસ દૂષિત થાય છે. પરિણામે ગર્ભનો વિકાસ અટકીને ગર્ભ શુષ્ક બની જતાં ગર્ભ સ્ત્રાવ કે ગર્ભપાત થાય છે. આચાર્ય સુશ્રુતે આ સમસ્યામાં પિત્ત દ્વારા રક્તની દુષ્ટિને કારણ ગણાવ્યું છે. ગુજરાતીમાં આને કાંઠે રતવાના નામથી પણ ઓળખીએ છીએ.

જેઠીમધ + દ્રાક્ષ: અગ્નિપુરાણમાં કોઠે રતવા કે ગર્ભસ્ત્રાવની સમસ્યા માટે એક ઔષધ યોગનું નિરુપણ કરવામાં આવેલું છે. જેઠીમધ અને દ્રાક્ષને બરાબર લસોટીને તેમાં મધ, ગાયનું ધી અને દળેલી સાકર નાખી ગર્ભવતી સ્ત્રીએ રોજ સવારે ચાટી જવું. દૂધ-ભાતનો ખોરાક વિશેષ લેવો, જેથી ગર્ભસ્ત્રાવની સમસ્યાથી બચી શકાય છે. જેઠીમધ અને દ્રાક્ષ બંને શીતળ પ્રકૃતિનાં ઔષધ છે. વળી મધુરરસ વાળા હોઈ વાયુ અને પિત્ત દોષો કે જે ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાતમાં મુખ્ય કારણો છે. તેનું શમન કરે છે. મેનો પોઝ, શ્વેતપ્રદર, રક્તપ્રદર

જાસૂદનો ફૂલનો ઉપચાર: જાસૂદનો બંગાળીમાં જબા-કુસુમ કહે છે. યુરોપિયમનો બુટપોલીશની શોધ થઈ એ પહેલાં તેમના બૂટને ચમકાવવા માટે જાસૂદના ફૂલનો રસ કાઢીને બૂટ પર લગાવતા અને તેથી તે Show Flowerના નામથી અંગ્રેજીમાં ઓળખાતું મલેશિયાનું તે રાષ્ટ્રીય ફૂલ છે. જાસૂદના ફૂલને રોજ સવારે ખાલી પેટે ચાવી જવાથી લોહીવા અને શરીર ધોવાવાની સમસ્યાઓ મટે છે એવું અગ્નિ-પુરાણમાં લખ્યું છે. મેનોપોઝ દરમિયાન માસિકની અનિયમિતતા, ક્યારેક વધારે પડતું. આવવું, ક્યારેક દાહ થવો. જેવી સમસ્યા હોય ત્યારે જાસૂદના ફૂલ સાથે ખડી સાકર ચાવી જવાથી ઘણી રાહત રહે છે.

જાસૂદના ફૂલમાં કેલ્શિયમ, આયર્ન,વિટામીન-B12, વિટામીન-C વગેરે રહેલાં હોવાથી વાળમાં પણ ઉપયોગી છે.

ખાસ નોંધ: જાસૂદને ‘યોગ રત્નાકર ’ નામના ગ્રંથમાં ‘ ગર્ભનિરોધક’ કહ્યું છે, એટલે સંતાન ઇચ્છતી સ્ત્રીઓએ જાસૂદના ફૂલનો ઉપચાર ના કરવો.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્ - aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate