অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમારા બાળકના વિકાસ માટે કઇ સ્કિલ મહત્વની છે?

તમારા બાળકના વિકાસ માટે કઇ સ્કિલ મહત્વની છે?

તમારા બાળકના વિકાસ માટે શું સૌથી મહત્વનું છે? તાજેતરમાં અમેરિકાના પ્યૂ રિસર્ચ સેન્ટર(Pew Research Center)માં માતાપિતામાં ૧૦ કુશળતાની યાદી દર્શાવી હતી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે: “આમાંનું કયું કૌશલ્ય(skill) તમારા બાળકને આજની દુનિયામાં આગળ વધવા માટે સૌથી મહત્વનું છે?” સંવાદ(communication) કરવાની આવડત અને તે કરવાની તૈયારી એ સૌથી મહત્વનું છે. વાંચન, લેખન, સંઘ-કાર્ય અને તર્ક કરતાં પણ કોમ્યુનિકેશન સ્કિલ અત્યંત મહત્વની છે. તેમાં આશ્ચર્યજનક નથી, કેમ કે આપણે કદાચ વિશ્વ સાથે વધારે પડતા જોડાયેલા છીએ. તેમ છતાં માતા-પિતા વારંવાર સમજી શકતાં નથી કે તેઓ પોતાના બાળક માટે આ કૌશલ્યના વિકાસ અને સંભાળ(Skill Development)માં કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવે છે. તમારાં બાળકોને કહેવામાં આવતી દસ શક્તિશાળી વસ્તુઓ, જે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ લોકો સાથે સંબંધ બાંધવા માટે આવશ્યક છે, તેમાં સૌથી મહત્વનું છે અસરકારક વાતચીત કરવાની કલા.તમે શું કહી રહ્યા છો, તમે કેવી રીતે કહી શકો છો અને તમે ક્યારે કહો છો-તે માતા-પિતા પોતાનાં બાળકો સાથે સ્થાયી અને અર્થપૂર્ણ સંબંધો બનાવવા માટે હોવાં જરૂરી છે. માતા-પિતા પોતે જે કહે છે અને કેવી રીતે કહે છે તે અંગે સભાન હોવાં જોઈએ. વારંવાર નકારાત્મક ટિપ્પણીઓ એક રીતે વાતચીતને આકાર આપી શકે છે. જે આપણે સમજી શકતા નથી પરંતુ તેનાથી આપણે વાકેફ હોવું એ અગત્યનું છે.

તમારા શબ્દો અને વાતચીત તમારી વાસ્તવિકતા, તમારા ભાવિ અને તમારા સંબંધોને બનાવે છે. તમે જે અંગે વાત કરો છો - અથવા જે અંગે વાત કરતા નથી – તમારા સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. બન્ને સાથે સીધી રીતે અને અન્ય લોકો સાથે જ્યારે તમારાં બાળકો હાજર હોય ત્યારે- તમારી વાતચીત તમારાં બાળકોની આસપાસની પ્રાથમિક વાતચીત બની જાય છે અને તમારી પાસે આ વાતચીતને બદલવા માટે ક્ષમતા છે.

તમે મારા ૧૦ સૌથી શક્તિશાળી વસ્તુઓની સૂચિનો ઉપયોગ કરીને તમારા બાળકોને કહી શકો છો:

  1. હું તમને પસંદ કરું છું: આ “હું તમને પ્રેમ કરું છું.” તેનાથી એક અલગ નિવેદન છે. આ નિવેદન કહે છે, “હું તમને જેવા તમે વ્યક્તિ છો એ રીતે પસંદ કરું છું.”બંનેનો ઉપયોગ કરો.
  2. આપણે બધા ભૂલો કરીએ છીએ: કોઈનાથી પણ સમસ્યાઓ થઇ શકે છે. કોઈ સંપૂર્ણ નથી. સમસ્યાઓનો ઉકેલ અને ભૂલોમાંથી શીખવું એ જીવનની મહત્વપૂર્ણ આવડત છે. જ્યારે તમારી પાસે ક્ષણ હોય, જેમાં તમે તમારાં પોતાનાં ધોરણો સુધી નથી પહોંચતાં, તો તે તમારાં બાળકોને બતાવવાની તક છે કે પોતાની ભૂલો માટે જવાબદારી લેવી અને આગળ વધવું. બાળકો પોતાની અપેક્ષાઓ અથવા સંપૂર્ણ ન હોવાની સંભાવનાને લઈને પોતાની જાતથી હારી શકે છે. એકબીજાને થોડુંક અંતર આપવું એ તમારા બંને માટે ભેટ છે.
  3. તમે ઝડપી શીખનાર છો: શીખવું એ કુદરતી છે. નાનાં બાળકો તેમાં નિપુણ હોય છે. તેમના માટે શીખવું એ રમતની વાત છે. પ્રારંભમાં તમારા દ્વારા કીધેલી વાત તેમના જીવનમાં પાછળથી શીખવા પર પ્રભાવ પાડે છે, જ્યારે તે વધુ મુશ્કેલ અથવા નિરાશાજનક બની શકે છે.
  4. આભાર/Thanks : સરળ સૌજન્ય આદરની એક નિશાની છે. જીવનમાં સામાજિક કૌશલ્ય જટિલ છે અને કુનેહ અને અનુગ્રહ માટેની શ્રેષ્ઠ તાલીમ જલદી શરૂ થાય છે.
  5. ચાલો આપણે સંમત થઈએ.: આ એવા કેટલાક મૂળભૂત કરારની સ્થાપના વિશે છે કે જે કુટુંબમાં કેવી રીતે એકસાથે કાર્ય કરો છો તે માટે સ્ટેજ સેટ કરે છે. સ્થાને કરારો રાખવાથી સામાન્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે અને તે એક માળખું પૂરું પાડે છે, જેમાં સમસ્યાઓ ઊભી થાય ત્યારે તેઓને ઉકેલી શકાય છે.
  6. મને વધુ કહો : તમારાં બાળકોને તેમના વિચારો, લાગણીઓ અને વિચારો તમારી સાથે શે'ર કરવાની વિનંતી કરો. તેમાં પણ સાંભળવાનું શીખવો, જે આવશ્યક છે, જે સંકેત આપે છે કે તમે ચિંતા કરો છો.
  7. હા : જ્યારે મને લાગે છે કે ‘ના' હજી પણ તે સમયે સદ્ધર વિકલ્પ છે, ઘણીવાર માતાપિતા ‘ના' થવાની રાહ જોતા હોય છે.' જો તમે તમારા પરિવારમાં ‘હા'ની પેટર્ન બનાવો છો, તો તમને લાગશે કે ઘણી વખત ‘ના' બોલવાની જરૂર નથી.
  8. ચાલો આપણે વાંચીએ : તમારાં બાળકોને વાંચીને સંભળાવાથી ઘણા ફાયદા છે. તેમને પોતાના જીવનમાં સફળતા માટે કૌશલ્યોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. તે તમારા સંબંધને સમૃદ્ધ બનાવે છે અને શીખવા માટેનો પ્રેમ સ્થાપિત કરે છે. વળી પુસ્તકો વિશ્વ માટે પ્રવેશદ્વાર પ્રદાન કરે છે –જેનાથી વિભિન્ન લોકો, સ્થળો અને વિચારો જાણી શકાય છે.
  9. માફ કરશો: આ કંઈક છે જે તમે બોલતાં શીખી શકો છો. હજુ વધુ સારી રીતે, તમે પોતાની જાતને કંઈક કહેતાં પહેલાં પકડતાં શીખો કે જે પાછળથી માફીની જરૂર પડી શકે છે.

10. તમે શું વિચારો છો?:બાળકોના અભિપ્રાય વિષે પૂછો જેથી તેમને પણ કુટુંબની વાતચીતનો ભાગ બનવાની તક મળે અને તેઓ તેમના નિર્ણયો લેવાની કુશળતાઓ શીખવા અને તેમની પસંદગીઓ માટે જવાબદારી લેવાનું શરૂ કરે છે. તમે શું વિચારો છો તે વ્યક્ત કરવું અને તમને જે જોઈએ છે તે પૂછવું એ મૂળભૂત કૌશલ છે, જે તમારાં બાળકોને તેમના સમગ્ર જીવનમાં કામ આવશે.

આ થયું કાઉન્સેલિંગ. આમાં થોડાક ઘરગથ્થુ અને શાસ્ત્રોક્ત ઉપચારો ઉમેરીએ. બાળકોને ગાયના ઘીમાંથી બનાવેલો શીરો, મગસ, ગુલાબજાંબુ વગેરે પ્રકારની મીઠાઇ નિયમિત ખોરાક સાથે આપો. ગાયના ઘીમાં ઘૃતિ અને સ્મૃતિ એટલે કે બુદ્ધિ, યાદશક્તિ અને ધીરજ આપનારા ગુણો છે. મગજના કોષો ગોળ અથવા સાકર એટલે કે ગળપણથી સતેજ થાય છે. બ્રાહ્મી, જટામાંસી, ભિલામોયુક્ત ઔષધ આપી શકાય, પણ તમારી નજીકના વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ જ આપવી.

સ્ત્રોત લેખિકા  : વૈદ્ય સુષ્મા હીરપરા આરોગ્યમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate