অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તનની મૂંઝવણ, મનમાં સર્જે મોટી ગુંચવણ

તનની મૂંઝવણ, મનમાં સર્જે મોટી ગુંચવણ

યોનિની અંખર તીવ્ર ખંજવાળ આવે છે, ભારે મૂંજવણ ખૂબ વધી જાય છે. તેની આ પ્રકારની સમસ્યા તે કોઈને કહી શકતી નથી. ખૂબ શરમ પણ અનુભવે છે. બહાર જવાનું પણ ટાળે છે. આવી સમસ્યાથી પીડાતી સ્ત્રીઓએ મુંઝાવાની કે શરમ અનુભવવાન જરૂર નથી. શરીરમાં જેમ શરદી, માથાનો દુખાવો કે અન્ય દર્દી થતાં હોય છે, તેમ આ પણ એક પ્રકારનું શારીરિક દર્દ છે. ઉપર્યુક્ત દર્દ વિષે જેની આપણે શરમ કે મૂંઝવણ અનુભવવાના નથી, એમ આ દર્દ વિષે પણ ચિકિત્સક પાસે થઈ વાત કરવી જોઈએ. યોનિના અંદરના ભાવે આવતી ખંજવાળને આચાર્ય ચરકે અચરણા યોનિવ્યાપદ્ નામ આપ્યું છે. આવી ખંજવાળ આવવાનાં કારણોમાં આધુનિક તબીબી વિજ્ઞાન કહે છે કે યુનિમાં સૂક્ષ્મ જીવાણુંના સંક્રમણને કારણે ખંજવાળ આવે છે. બીજા કારણમાં કેટલીક બહેનોને મધુમહેની સમસ્યા હોય તો પણ યોનિમાં ખંજાવાળ આવે છે. એ ઉપરાંત વિવિધ ચામડીનાં દર્દોને કારણે પણ ખંજાવાળ આવી શકે છે. મેનોપોઝ પછી ઇસ્ટ્રોમી હોર્મોનની ઉણપને કારણે ખંજવાળ આવે છે.

ઉપચાર ક્રમ:

  • યોનિના અંદરના ભાગમાં ચાલતી ખંજાવાળની ફરિયાદ લઈને આવતી બહેનોને ઉપયોગી થાય એવો સામાન્ય ઉપચારક્રમનું નિરૂપણ કરું છું, જેનાથી ઘણી બહેનોની ઉપર્યુક્ત ફરિયાદનું ઝડપથી નિરાકરણ લાવી શકાયું છે.
  • કામદુધા રસ: મોતીની ભસ્મ, પ્રવાલભસ્મ, મુક્તાશુક્તિભસ્મ, કોડી ભસ્મ, શંખભસ્મ, શુદ્ધિ ગેરિક ભસ્મ વગેરે દ્રવ્યોના સંયોજનથી કામદુધા રસ તૈયાર કરવામાં આવે છે. કામદુધાસાનો મુખ્યગુણ પિત્તદોષનું રામન કરવાનો છે, શરીરમાં પિત્તદોષનું અધિક્ય હોય ત્યારે જીવાણુઓનું સંક્રમણ સરળતાથી અને વૃદ્ધ ઝડપથી થાય છે. યોનિનો અંદરનો ભાગ પિત્ત દોષની વિશેષ અસરથી મુક્ત રહી શકતો નથી. અહીં પિત્ત દોષ કફના સહયોગથી યોનિના અંદરના ભાગની ખંજવાળને તીવ્ર બનાવી દે છે.કામદુધારસ તેના શીતગુણથી પિત્તદોષનું શમન કરે છે. અને તેના તૂરા ગુણથી કફનું શમન કરે છે. પરિણામે યોનિગત તીવ્ર ખંજવાળ ઝડપથી મટે છે. કામદુધારસની એક થી બે ગોળી સવારે-સાંજે વાટીને છીક સાથે લઈ શકાય.
  • હળદર કડુનો યોગ: હળદરનો કંડૂદન ગુણ પણ જાણીતો છે. કંડૂનો અર્થ થાય છે ખંજવાળ હળદરના તીક્ષ્ણ કફ દોષનું વિલયન થાય છે.
  • કડુ રક્તગત પિત્તનું વિભાજન કરી ઝાડા વાટે બહાર ધકેલી દે છે.
  • આમા ઉપર્યુક્ત ઔષધયોગથી કફ અને પિત્ત બંને દોષોનૂ઼ શુદ્ધિકરણ થાય છે. જે યોનિગત ખંજવાળમાં ખૂબ ઉપયોગી છે. હળદરના ગાંઠિયાને ગાંધીને ત્યાંથી લાવી, આખે આખા શોકી નાખવા. કડુને પણ તવીમાં રોકી નાંખવૂં. આ બંનેનો પાવડર કરી સરખા ભાગે મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણમાંથી એક-એક ગ્રામ જેટલું લઈ મધમાં મેળવી ચાટી જવું.
  • એન્ટિસેપ્ટિક વોશ: એક ટમ્બલર લઈ તેમાં પાણી લેવું. આ પાણીમાં કોઈપણ એન્ટિસેપ્ટિક પ્રવાહીના ત્રણથી ચાર ટીંપા નાંખી હલાવી તેનાથી યોનિના ભાગને દિવસમાં બેથી ત્રણ વાર સાફ કરવો.

આહાર : જીવનશૈલી

દરેક રોગમાં આહાર અને જીવનશૈલીનું અનુસરણ ખૂબ ઉપયોગી છે. ઔષધોનું કામ દર્દના વધી ગયેલા જોરનો વિધ્વંસ કરવાનું છે. પણ ફરી એ દર્દ ન થાય એ માટે યોગ્ય આહાર અને જીવનશૈલી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

  • સંયોગ પહેલાં ગુપ્તભાગોની સફાઈ કરવી.
  • સંભોગ પછી ગુપ્ત અંગોને પાણીથી સાફ કરવા. પાણીમાં એન્ટિસેપ્ટિક પ્રવાહીનાં ટીપાં નાંખવા.
  • અંદરના પહેરવાનાં કપડાં રોજે-રોજ બદલવા. જૂના કે મેલા કે કધોણા થઈ ગયેલાં કપડાં ગરમ પાણીમાં ધોવા અથવા તો ફેંકી દેવા.
  • માસિક વખતે વપરાતાં કપડાં પણ પણ ગરમ પાણીથી સાફ કરવા અને બે-ત્રણ માસિક પછી ફરીથી વાપરવા નહિં : સેનેટરી નેપકીનનો ઉપયોગ પણ હિતાવહ નથી.
  • આહાર : વાસી ખોરાક, ફ્રિઝ, ડિપ ફ્રિજમાં મૂકેલો ખોરાક શરીરના દોષો વધારે છે.
  • દહીં, ટામેટાં, બ્રેડ, સેન્ડવીચ, પિત્ઝા, મેંદો વગેરે ન ખાવા.
  • શિંગ અને ચણા, બ્રેડ વટાણા રાજમા વગેરે કઠોળ બંધ, સોયાબીન ઉપર્યુક્ત ઉપચારક્રમ, આહાર જીવનશૈલીનું અનુસરણ કરવાથી યોનિગત તીવ્ર ખંજવાળ ઝડપથી મટાડી શકાય છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate