অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં કીવી ખાવાથી ફાયદા

ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં કીવી ખાવાથી ફાયદા

ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં પણ ડોક્ટર આપે છે કીવી ખાવાની સલાહ જાણો આટલા બધા ફાયદા

કીવી ફળ ખાવાના ફાયદા શું છે ?

  • કીવી ભૂરા રંગનું ફળ હોય છે જે ચીકુ જેવું દેખાય છે. કીવી ભૂરા રંગનું રેશાદર ફળ હોય છે, પણ તેને કાપવાથી અંદરથી લીલા રંગનું હોય છે. કીવી ખાસ કરીને ચાઇનીઝ ફળ છે એટલે કે તેની ઉત્પતી પહેલા ચીનમાં થઇ હતી, પણ સમયની સાથે આ ન્યુઝીલેન્ડ પહોચી ગયું અને આજે આ ફળ ન્યુઝીલેન્ડ ની ઓળખ બની ગયું છે.
  • કીવી ફળમાં શરીરને આરોગ્યવર્ધક બનાવનારા પોષક તત્વો જેવા કે ફાઈબર, એન્ટીઓક્સીડેંટ, વિટામીન ‘સી’ વિટામીન ‘ઈ’ અને ઘણી જાતના polyphenols વગેરે મળી આવે છે. તે ઉપરાંત કીવી ફળમાં એક્ટીનીડેન નામના ઇંજાઈમ પણ હોય છે જે આપણને પ્રોટીન આપે છે.

કીવી ફળ ખાવાથી આરોગ્યને ક્યા ક્યા લાભ થાય છે? કીવી ખાવાથી ફાયદા શું છે ? આજ અમે તેના વિષે તમને જણાવીશું.

કીવી ખાવાના ફાયદા :

  • ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં શરીરમાં લોહીની પ્લેટસ માં ઉણપ થવા લાગે છે. કીવી ફળ ખાવાથી લોહીમાંથી ઓછા થતી લોહીની પ્લેટની સંખ્યા ને વધારી શકાય છે. તેથી ડોક્ટર લોહીની પ્લેટ ને નીચે જતા આંકડા ને વધારવા માટે રોજ દિવસમાં 2 કીવી ફળ ખાવાની સલાહ આપે છે. ડેંગ્યું અને ચીકનગુનિયા થાય તો કીવી ફળ ખાવાથી તમને બીમારી સામે લડવામાં મદદ મળે છે. તેથી ડેંગ્યું ના તાવમાં કીવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયક

કીવી ફળ ફોલિક એસીડ થી ભરપુર હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ખસ કરીને લાભદાયક છે. ગર્ભવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલા ને ૪૦૦ થી 600 માઈક્રોગ્રામ ફોલિક એસીડ ની જરૂરિયાત હોય છે જે કીવી ફળ ખાવાથી સરળતાથી પૂરી પડી શકે છે. ફોલિક એસીડ નું સેવન ગર્ભમાં ઉછરી રહેલ બાળકના મગજનો વિકાસ થાય છે.

આંખો માટે ફાયદાકારક

ઉમર વધવા સાથે તમને ARMD (Age related Macular Degeneration) થવાની શક્યતા વધી જાય છે. પણ કીવી ફળ ખાવાથી આંખોની બીમારીઓ થવાનો ભય ઓછો થઇ જાય છે. કીવીમાં વિટામીન ‘એ’ અને એન્ટીએક્સીડેંટ મળી આવે છે જે આંખોની રોશની પણ વધારવામાં મદદ કરે છે અને આંખોને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવે છે.

સારી ઊંઘ આવવામાં મદદરૂપ

કીવી ફળમાં સેરોટોનિક સ્લીપિંગ ડીસઓર્ડર નો ઉપચાર કરવાના ગુણ મળી આવે છે. જો તમે પણ અનિન્દ્રા ની તકલીફ છે કે પછી તમને ઊંઘ ન આવવાની તકલીફ છે તો સુતા પહેલા 2 કીવી ફળ ખાવ, તેના સેવનથી તમને ઊંઘ આવવા લાગશે.

કબજીયાતથી અપાવે છુટકારો

કીવીમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેથી કીવી ખાવાથી તમને કબજિયાત થી છુટકારો મળે છે. જો તમને ઇરીટેબલ બોલેસ સિન્ડ્રોમ છે તો તમારે આ ફળ જરૂર ખાવું જોઈએ. આ ફળ ખાવાથી પેટનો દુઃખાવો, કબજિયાત, દસ્ત અને પેટને લગતી બીજી બીમારીઓને દુર કરી શકાય છે.

ડાયાબીટીસમાં ફાયદાકારક

કીવી ફળમાં Glycemic index ખુબ ઓછા પ્રમાણમાં મળી આવે છે. જેને લીધે લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ નથી વધતું. તેથી કીવી નું સેવન કરવાથી તમને હ્રદય ના રોગ અને મધુમેહ માં ફાયદો થાય છે.

સોજો ઓછો કરવામાં

કીવી એક શક્તિશાળી ઇન્ફલેમેટરી છે તેથી જો તમને આર્થરાઈટીસ ની તકલીફ છે તો તે ખાવાનું શરુ કરી દો. કીવી ફળ ખાવાથી સાંધાના સોજામાં રાહત મળે છે અને તે ઓછા થઇ જાય છે.

મોટાપો ઓછો કરે

તેમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ ઓછા પ્રમાણમાં મળી આવે છે જેના લીધે શરીરમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધી નથી શકતું. તેથી કીવી ખાઈને તમે મોટાપો પણ ઓછો કરી શકો છો.

ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધારે

કીવી ખાવાથી ન માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી શકે છે, પણ તેના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલ ને વધારી પણ શકાય છે. જે લોકોને હ્રદયને લગતી બીમારીઓ છે, તેમણે નિયમિત રીતે કીવી ખાવા જોઈએ.

સ્ક્રીન બનાવે તાજી

કીવીમાં એન્ટીઓક્સીડેંટ અને વિટામીન ‘ઈ’ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. તેના સેવનથી શરીરમાં ઈમ્યુનીટી વધે છે અને સ્કીન સેલ્સ ને તે ડેમેઝ થવાથી બચાવે છે. જેના લીધે તમારી સ્કીન લાંબા સમય સુધી હમેશા તાજી જોવા મળે છે. એટલે કે કીવી ફળ ખાવાથી ચહેરા અને સ્કીન ઉપર વધતી ઉંમરની અસરને ઓછી કરી શકાય છે.

ચિંતામાં અપાવે રાહત

કીવી ફળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ‘એ’, બી6, બી12 અને કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વ મળી આવે છે જે શીરીરને દરેક પ્રકારની તકલીફમાંથી બચાવવામાં મદદ કરે છે, તેથી કીવી ફળ ખાઈને દાંતની તકલીફ, લોહી સર્ક્યુલેશન અને ચિંતા જેવી ગંભીર તકલીફો થી રાહત મેળવી શકો છો.

પાચનમાં મદદ કરે

કીવી માં એક્ટીનીડેન નામનું ઇંજાઈમ મળી આવે છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. કીવી ફળ નું નિયમિત સેવન થી પાચનતંત્ર મજબુત બને છે અને ભોજનને પચાવવામાં સરળતા થાય છે કેમ કે કીવીમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે પાચનમાં મદદ કરે છે. કીવી ફળને ખાવાથી તમને કબજીયાતની તકલીફ નહી રહે.

સુંદર સ્કીન માટે

કીવી તમને સ્વસ્થ તો રાખે જ છે, સાથે જ તે તમારી સ્નીઘ્નતા વધારવા માં મદદ કરે છે. તેની થોડી સ્લાઈસ કાપીને ચહેરા ઉપર લગાવવાથી તમારા ચહેરામાં નિખાર આવે છે અને તે ચમકવા લાગે છે, કીવી ખાવાથી રંગ ગોરો કરવામાં પણ મદદ મળે છે.

શરદી-જુકામમાં ફાયદાકારક

કીવીમાં વિટામીન ‘સી’ અને એન્ટીઓક્સીડેંટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. કિવિના સેવનથી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે અને તમને શરદી-જુકામ માથી રાહત મળે છે. શરદી-જુકામ થી બચવા માટે કીવી ફળ ખાવ, કેમ કે તે ખાવાથી તમને તરત શરદી-જુકામ થતો નથી.

બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે

કીવી નું સેવન બ્લડ પ્રેશર ને કન્ટ્રોલમાં રાખી શકાય છે. 100 ગ્રામ કીવીમાં 312 મીલીગ્રામ પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

ઓસ્ટ્રીપોયોરોસીસ અને ગઠીયા માં ફાયદાકારક

ઓસ્ટ્રીપોયોરોસીસ અને ગઠીયાના દર્દીને કીવી ફળ જરૂર ખાવું જોઈએ, તેનાથી ઘણો ફાયદો થશે.

સ્ત્રોત: ફોરમસ્તી.કોમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate