অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જાહેર ભોજન સમારંભોમાં જમવામાં જરા જોખમ છે

જાહેર ભોજન સમારંભોમાં જમવામાં જરા જોખમ છે

લોકો મને કાયમ પૂછે છે કે બહેન તમે લગ્ન કે રિસેપ્શનમાં કેમ નથી જમતાં? હોટલમાં પણ જમવા નથી જતાં? મોટેભાગે તો હું હસી દઉં છું, પણ આજે આ લેખ દ્વારા આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
હું આયુર્વેદ ભણેલી, શીખેલી ઉપરાંત સ્ત્રી હોવાને કારણે સ્વાસ્થ્યની તકેદારીમાં સૌપ્રથમ સ્વચ્છતાનું મહત્ત્વ અને વિશેષ પ્રદાન સમજી શકું. ખૂબ નાની નાની લાગતી ચીવટો સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે.

લગ્નોની વણઝાર : આપણે ત્યાં જાણે લગ્નોની સીઝન કાયમ ચાલતી હોય છે. સાથોસાથ માંદગીની સીઝન પણ. મોટા ભાગના દર્દીઓને Details પૂછો તો લગ્ન કે રિસેપ્શનમાં જમ્યા પછી જ પેટનો દુ:ખાવો કે ઝાડા કે ઉલટી કે Food Poisioning જાણવા મળે.

Poor Hygine : તમે મોટી હોટલો કે મોટા મોટા કે નાના કેટરર્સના રસોઈ બનાવનાર, તેમને મદદ કરનાર અને તેમનાં કામ કરનાર માણસોને જોયા છે / તેમના અસ્વચ્છ કપડાં, ઓળ્યા વગરના ગંદા વાળ, સંડાસ-બાથરૂમ જઈને સાબુ તો છોડી પણ પાણીથી પણ હાથ-પગ ધોયા વગર એ લોકો સલાડ કાપે છે, પુરીનો લોટ બાંધે, પુરી-રોટલી વણે, કચોરી કે સમોસાનો માવો ભરે છે…ઉબકો આવી જાય એવું છે ને ?

ખૂબ જાણીતી પિત્ઝાની હોટેલમાં કામ કરતા ૧૫થી ૨૫ વર્ષના યુવાનો જે ગંદા વસ્ત્રો (દેખીતા ઇસ્ત્રીવાળાં) પહેરે, નાહ્યાધોયા વગર, તમને એપ્રન પહેરીને પિત્ઝા વગેરે ટેબલ પર સર્વ કરે છે. તેઓ પડોશમાં રહેતા હોવાથી તેમને ખૂબ નજીકથી જોયા છે.

આવું બધું અનેક વખત નજરે જોયા પછી હું કેવી રીતે જમી શકું?

પાણી : રસોઈ માટેનું પાણી મોટા ભાગે તો ફ્લેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી જ વપરાતું હોય છે. પાણી જ્યાંથી ભરાય છે તે સ્ટોરેજને ઘણા મહિનાઓથી સાફ કરાયા નથી હોતા.

અરે, જે પીપડાં કે વાસણોમાં તે પાણી ભરાય છે તે પીપડાં-તપેલાંના તળિયામાં લીલ જામેલી હોય છે. આ પાણીથી રસોઈ બનાવાય છે. તમે જે જગ અને પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવો છો, તે પાણી ક્યાંથી ભરાય છે એ પ્રશ્ન જવા દઈએ તો પણ એ જગ અને બોટલ બહારથી પણ ખૂબ ગંદા, જૂનાં અને ઘસાયેલાં હોય છે. આંખને જોવાનું પણ ના ગમે તેવાં હોય છે. તેનાથી પણ એક અરુચિ પેદા થાય છે.

સિલેક્શન ઓફ મેનૂ : આજકાલ વધુમાં વધુ વાનગીઓ, જાતભાતનાં કોમ્બિનેશન કરીને મોંઘામાં મોંઘી ડીશ પસંદ કરવાની હોડ ચાલી રહી છે.

વિરુદ્ધ આહાર : આયુર્વેદની દૃષ્ટિએ એ કોમ્બિનેશનથી તમારું સ્વાસ્થ્ય જોખમાય એ ચીજ-વસ્તુઓના કોમ્બિનેશનથી તમારું સ્વાસ્થ્ય જોખમાય એ ચીજ-વસ્તુઓ ન ખાવી જોઇએ. કેટલાંક ઉદાહરણો આપું.

વેલકમ ડ્રિન્ક : જેમાં મોટા ભાગે દૂધ અને ફળ અને સોડાનું મિશ્રણ હોય છે. દૂધ અને ફળ એ વિરુદ્ધ આહાર છે. એના બદલે નારિયેળ પાણી ફ્રેશ જ્યુસ, લીંબુ શરબત, જલજીરા આપી શકાય.

મેઈન કોર્સ : મેઈનકોર્સમાં મોટા ભાગે દૂધ કે ક્રિમની જ આઈટેમ સ્વિટ રૂપે હોય છે. ફ્રુટ સલાટ કે ક્રિમ સલાડ, સ્ટ્રોબેરી બાસુદી વગેરે.

સ્વિટ્સ : મીઠાઈ માટે વેજિટેબલ ઘી વાપરવામાં આવે છે. જે વેજિટેબલ ઓઇલમાં પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે અને આ વનસ્પતિ ઘીમાં જે ચરબી-ફેટ હોય છે, તે લોહીમાં ખરાબ ચરબી LDLમાં વધારો કરે છે અને એ રીતે હૃદય રોગની સંભાવનાઓ વધી જાય છે.

પંજાબી શાક, પાસ્તા, રાયતુ : મેંદો અને દૂધ મિક્સ કરીને વ્હાઈટ સોસ બનાવીને એમાં પાસ્તા નાખવામાં આવે છે. એની ઉપર ટોમેટો કેચ-અપ નાંખીને પીરસવામાં આવે છે.

પંજાબી શાકમાં ગ્રેવી બનાવવા માટે ટામેટાંની સાથે ક્રિમ વપરાતું હોય છે, જે ફરીથી વિરુદ્ધ આહાર બને છે. આ પ્રકારના વિરુદ્ધ આહારથી ધીમે ધીમે શરીરમાં એવા વિષાકત તત્ત્વો એકત્ર થાય છે કે જે તમારા કોષનું બંધારણ બદલી નાખી શકે છે અને આ વિષાક્ત તત્ત્વો Toxinsને શરીરની બહાર આસાનીથી કાઢી શકાતાં નથી, માટે આવા વિરુદ્ધ આહારથી તમારી જાતને દૂર રાખવામાં જ શાણપણ છે. દૂધપાક-બાસુંદીની સાથે સલાડમાં રશિયન સલાડ કે દહીં-બુંદી કે દહીંવડા હોય છે. શાકભાજીમાં લસણ, ડુંગળી નાખેલાં હોય ત્યાં દૂધ અને ડુંથળી, દૂધ અને લસણ એ વિરુદ્ધ છે. કઢી અને છાશ પણ દૂધપાક – બાસુંદી સાથે વિરુદ્ધ આહાર છે.

શું કરવું ? શું ખાવું?

આટલા બધા મુદ્દાઓ આહારની બનાવટ અને કોમ્બિનેશન વિશેના છે તો કરવું શું ? ખાવું શું ? યજમાન જો આનું ધ્યાન ના રાખી શકે તો તમારી પ્લેટમાં શું લેવું એ તો તમારા હાથમાં છે. માટે જ તે વિરુદ્ધ આહાર ના હોય અને સફળતાથી પચી જાય એવો ખોરાક લેવો. પણ એની માત્રા ઓછી રાખવી. જેવી દોષો ઓછા પેદા થાય. તમે રોગગ્રસ્ત થતાં બધી જાવ.

યજમાને રાખવા જેવી તકેદારી :

મેનૂ સિલેક્શનમાં શક્ય હોય ત્યાં સુધી ઉપરોક્ત બાબતો નોંધ્યામાં રાખીને મેનૂ બનાવવું. મીઠાઈઓ ચોખ્ખા ઘી અને શક્ય હોય તો ગાયના ઘી અને શક્ય હોય તો ગાયના ઘીમાં બનાવડાવવી. રસોઈ કરનાર માણસો, વાસણોની સ્વચ્છતા વગેરે ઉપર દેખરેખ રાખનાર ઘરની વ્યક્તિઓને રાખવી. કામ કરનારનાં સ્વચ્છ વસ્ત્રો માટેનો અતિ આગ્રહ રાખવો. માથા પર કેપ અને હાથમાં ગ્લોઝ પહેરાવવા.

ગૃહિણીઓ કે જે ફ્રિઝ – ડિપફ્રિઝમાં મૂકેલા ખોરાક, કણેક, ખીરુ, ચીઝ, પનીર ઓવનમાં મૂકીને કે ગરમ કરીને બધાને પીરસે છે, તે એક ખાસ વાત જાણી લે કે ફ્રિઝમાં મૂકવાથી ચીજવસ્તુમાં ઓક્સિડેશન ધીમું થાય છે, અટકી નથી જતું એનાથી પાચન તંત્ર ખોરવાય છે અને પરિણામે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate