অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જંતુઓ અને દોષોથી દૂષિત થયેલું લોહી શુદ્ધ ન થાય તો ઉંદરીનો રોગ

જંતુઓ અને દોષોથી દૂષિત થયેલું લોહી શુદ્ધ ન થાય તો ઉંદરીનો રોગ

કાળા ભમર લાબા વાળ:

આવાં વિશેષણોવાળી છોકરીઓ યુવતીઓ હવે બહુ ઓછી જોવા મળે છે આજના સમયમાં મમ્મીઓ દીકરીઓ દરેક સ્ત્રીઓ વાળ માટે short and smart look ના હિમાયતી થવા માંડયા છે એનો અર્થ એ નથી કે વાળની સમસ્યાઓ નથી.

પહેલાંના જમાનામાં તો લાંબા કાળા ભરાવદાર વાળની ફેશન હતી. જમદગ્નિ જેવા મહાન ઋષિમુનિઓના જ્ઞાનનો સંકલન એટલે આયુર્વેદ. આ ઋષિ જમદગ્નિ એટલે જેમને દીકરીના ટૂંકા વાળની ફરિયાદને કારણે જંગલો ખૂંદીને વનસ્પતિ શોધી કાઢી. વાળને વધારનાર આ વનસ્પતિના રસનું સિંચન કર્યું અને દીકરીના વાળ વધવા માંડ્યા.

આયુર્વેદના ખજાનામાં વાળને સમૃદ્ધ કરતી ઔષધિઓ અને ઘણા યોગ છે, પરંતુ કઈ તાસીરની, કઈ પ્રકૃતિની વ્યક્તિ માટે તેને પ્રયોજવામાં આવે છે તેના પર આધાર હોય છે. પ્રાચીન સમયમાં વાળની સમસ્યાઓ હતી એના કરતા આજના સમયમાં વાળની સમસ્યાઓ અનેક ગણી વધી ગઈ છે. જોકે વાળ ખરવા, નાની ઉંમરે પાંખા-આછા થઇ જવા, ખોડો, ગુમડાં, ખંજવાળ, જૂ, લીખ, ઉંદરી, સોરાયસિસ વગેરે જેવી વાળની અનેક સમસ્યાઓ છે, જે થવા અને વધવા પાછળ પ્રદૂષિત હવા-પાણીથી માંડીને બદલાયેલા ખોરાક અને જીવનશૈલી જેવાં મજબૂત કારણો છે આજે આપણે વાળની એક બીમારી ઉંદરીની વાત કરીશું

કોઈ કપડાને ઉંદરડાએ કોતરી નાખ્યું હોય ત્યારે તેમાં જે પ્રકારે કાણાં પડી ગયેલાં હોય છે તેવાં ચકામાં માથાના વાળ નીકળી ગયા પછી ઉંદરીના રોગમાં થતા હોય છે. કદાચ એટલે જ આપણા ગુજરાતી વડવાઓએ આ રોગનું નામ પાડ્યું હશે. સંસ્કૃતમાં તેને ઇન્દ્રલુપ્ત અને અંગ્રેજીમાં ALOPECIAએ કહે છે.

ઉંદરીનો એકાદ નાનો પેચ પડ્યો હોય તો બીજા વાળથી તે ઢંકાયેલો રહેતો હોઇ ઘણીવાર તેની ખબર ઘણી મોડી પડતી હોય છે, પરંતુ જ્યારે તે વધવા માંડે છે ત્યારે મોટી સંખ્યામાં વાળ અને રુવાંટી ખરવા માંડે છે. પૂરતી અને ઝડપી સંભાળ ન લેવામાં આવે તો તે આખા શરીરે પ્રસરી જવાની સંભાવના પણ રહે છે. જેમ જેમ આ રોગ શરીરના વધુ ભાગોમાં ફેલાય છે, તેમ તેમ તેને મટાડવો મુશ્કેલ બની જાય છે. આમ છતાં આયુર્વેદ ઉંદરીનો રોગ મટાડવાના ઉપાયો છે.

દોષોની દૃષ્ટિએ જોઈએ તો વાયુ, પિત્ત અને કફ- આ ત્રણેય દોષો ઉપરાંત લોહીનો દોષ જોવા મળે છે. ઉંદરી થવા પાછળ આયુર્વેદના નિષ્ણાતો લોહીમાં પેદા થતા કેટલાક સૂક્ષ્મ જંતુઓને પણ કારણરૂપ ગણે છે. આ જંતુઓ કેશાદ, લોમદ્વિપ, લોમવિદ્ધંસના નામે ઓળખાય છે. લોમ એટલે કે નાશ કરે એવા આ લોહીના જંતુઓ ઝીણા, પગ વિનાના, ગોળ, તાંબા જેવા વર્ણના અને નરી આંખે ન જોઈ શકાય એવા હોય છે. ટૂંકમાં ઉંદરી થવા પાછળ લોહીની ખરાબી કારણભૂત હોય છે, જે સૂક્ષ્મજંતુઓ ના કારણે થઈ શકે છે અને દોષોને કારણે પણ થઈ શકે છે.

ઘણા કારણોથી વાળ ખરતા હોય છે પરંતુ વાળ ખરી ગયા પછી જો તેનાં છિદ્ર બંધ ન થાય તો નવા વાળ ઊગે છે. સિવાય કે અંદરનો પોષણનો અભાવ કે અવરોધ હોય.વાળ ખરી ગયા પછી ખૂબ જ ઝડપથી એક સાથે છિદ્રો બંધ થઈ જાય ત્યારે લિસ્સું ચકામું, પડી જાય છે. એટલે ઉંદરીમાં બે પ્રકારની સારવાર ખૂબ જરૂરી હોય છે. લેખન અને પોષણ એટલે ફરીથી ખોલવા અને પોષણ એટલે અંદરથી વાળનાં મૂળને પૂરતું પોષણ મળી રહે એ માટે અવરોધ કરતા પરિબળો ને દૂર કરવાં.

ઉંદરીની સારવાર:

હાથીદાંતનો ઉપચાર ઉંદરીની સારવારમાં અમને શ્રેષ્ઠ જણાયો છે. હાથીદાંતના ચુરાને બાળીને તેની મસી બનાવવામાં આવે છે, તેમાં રસવંતી નામનું ઔષધ સરખા પ્રમાણમાં મેળવવામાં આવે છે. ત્યારબાદ તેમાં બકરીનું દૂધ નાખી પેસ્ટ- લૂગદી જેવું બનાવીને ખલમાં લસોટવામાં આવે છે. લસોટતાં પાવડર સુકાય એટલે ફરીથી બકરીનું દૂધ ઉમેરવું. આમ 21વાર બકરીનું દૂધ ઉમેરવાનું અને લસોટવાનું. આ પાવડરમાં કણજીનું તેલ નાખીને ઉંદરીના ચકામા પર લગાડવું. એ દારૂહળદરમાંથી બનતી ઔષધિ છે, જેનું મુખ્ય કામ લેખન કર્મ એટલે કે વાળના કફ, રક્ત વગેરે દોષોને ખોતરી કાઢવાનું છે. બકરીનું દૂધ રક્તગત દોષોનું શમન કરે છે. જ્યારે હાથીદાંતની મસી વાળના બંધારણમાં વપરાતાં ઉપયોગી તત્વો પૂરાં પાડે છે.

સ્ત્રોત લેખિકા : વૈદ્ય સુષ્મા હીરપરા, આરોગ્યમ્

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate