অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘેનની દવા અનિદ્રાના દર્દનો ઉપચાર નથી

ઘેનની દવા અનિદ્રાના દર્દનો ઉપચાર નથી

24x7: ઝડપી ઔદ્યોગીકરણ તરફ ધસી રહેલું જગત ચોવીસ કલાકનો સમાજ રચવા મથી રહ્યું છે અથવા રચાઈ રહ્યો છે. તાજેતરના વિજ્ઞાનીઓ હવે ઉપર્યુકત બાબતથી ચિંતિત છે. તેઓનું માનવું છે કે આને કારણે ઘણા દેશોએ અપૂરતી ઊંઘથી પેદા થતી સમસ્યાઓનો સામનો કરવાનો પડશે. દર વર્ષે ઊંઘથી પેદા થતી સમસ્યોનો સામનો કરવો પડશે. દર ત્રણ લાખથી વધુ જેટલા અકસ્માતો આ અપૂરતી ઊંઘ સાથે સંબંધ ધરાવે છે આપણે સાંભળીએ જ છીએ કે ડ્રાઈવરને ઝોકું આવી ગયું. એલર્ટ ટ્રક ડ્રાઈવરો પણ પૂરતી ઊંઘ વગર કલાકો સુધી ડ્રાઇવિંગ નથી કરતા.

ઉજાગરા: ઉજાગરાઓને કારણે ઝોકાં ખાતા વાહનચાલકો અમે નાઈટ શિફટમાં કામ કરનારા કર્મચારીઓ ભયંકર હોનારતો સર્જવા માટે જવાબદાર હોય છે.

તાજેતરમાં થયેલા અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુંઓ સામેના સતત યુધ્ધથી ક્ષીણ થઈ ગયેલું શરીરનું રોગ પ્રતિકારશકિતનું તંત્ર પૂરતી ઊંઘથી ચેતનવંતુ બને છે અપૂરતી ઊંઘથી વ્ચકિતની પ્રતિકિયા અને પ્રત્યાઘાતની પ્રક્રિયા ધીમી પડે છે. ચપળતા ઘટી જાય છે.

ભૂતઘાત્રી: આયુર્વેદના આચાર્યોએ એટલે જ ઊંઘને ભૂતધાત્રી એટલે કે પ્રાણીઓના શરીરને પોષણ આપતી માતા સમાન ગણાવી છે. વારંવાર ભૂલો કરતી ગૃહિણીઓ અથવા ‘ભૂલાઈ જાય છે’ની ફરિયાદ કરનારાઓએ એવું ના માની લેવું કે તેમની યાદશકિત ઘટી ગઈ છે. એના મૂળમાં અપૂરતી ઊંઘ કારણભૂત હોય છે, માટે જ રતનપાન કરાવનારી માતાઓએ બાળકના ઊંઘવાના સમય સાથે પોતાની ઊંઘતું ટાઈમટેબલ ગોઠવી દેવું જોઇએ.

અભ્યાસ: સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાથીઓ જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે ઉજાગરા કરીને વાંચતાં હોય છે પરંતુ તેની આડઅસર રૂપે પ્રેઝન્ટેશન સમયે- પ્રશ્નપત્રના જવાબો લખતી લખતે જૂનું વાંચેલું યાદ નથી આવતું.

સેરોટોનિન: કુદરતના ક્રમ પ્રમાણે ઊંઘ લાવવાનો ગુણ ધરાવતું મગજનું સેરોટોનિન નામનું તત્વ રાત્રિના સમય પર જ સ્ત્રવે છે જેનાથી શરીરને પોષણ મળે અને અન્ય બહુધા હોર્મોન્સ પણ સંતુલિત રહે. એટલા માટે જ અભ્યાસીઓ Students એ મોડી રાતના જાગીને વાંચવા કરતાં બ્રાહ્મમુહૂર્તમાં અભ્યાસ કરવાની ટેવ પાડવી જોઈએ, જેથી ઓછા પ્રયાસોથી તમારી memories strong બને અને પરિણામે તણાવના ભોગ ન બનાય.

મિહિરભાઈ : MBA કરીને એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદા પર સ્થાપિત થયેલાં મુંબઈ સ્થિત મિહિરભાઈને સોરાયસિસ થયો. Skin Problemsથી ડરી ગયેલા અપરિણીત મિહિરભાઈ નો Detalis-History લીધી નોકરીનો સમય સાંજના ૭થી સવારના ૪ નો હતો. એટલે ઘરે આવીને આખો દિવસ ઊંઘી જાય. પરેજી દવાઓથી રાહત થવા માંડી પણ પગના તળિયે થોડી rouyh skin – Psoriasis મટે નહીં. મારા વારંવારના સૂચનથી મિહિરભાઈએ રાતની Shift dutyવાળી નોકરી બદલીને regular નિયત સમયે ઊંઘ મળી શકે એવી job લીધી અને ક્રમશ: ઉજાગરાને કારણે અસંતુલિત થતાં દોષોમાં સંતુલન થતાં સોરાયસિસ ગાયબ થયો.

જટામાંસી: જટામાંસીમાં જટામાંસિક એસિડ, એક્ટિનીડીન જેવા ઘણાં કાર્યકારી તત્વો આવેલાં છે. તાજેતરમાં થયેલા સર્વેક્ષણ અનુસાર જે વ્યકિતઓ સ્ટ્રેસને કારણે થાક અનુભવતા હોય છે, તેને Chronic fatigue syadrome થાય છે. આમાં જટામાંસી એક Anti-oxidant તરીકે કામ કરીને મગજ શાંત કરે છે અને તણાવથી દૂર કરે છે. તેની માત્ર એક ચપટીથી જ ખૂબ રાહત થાય છે.

ઊંઘવું છે. ઊંઘ નથી આવતી?

જાણે અજાણે પૂરતી ઊંઘથી વંચિત રહેતા લોકોની વાત તો આપણે કરી પરંતુ જેમને ખરેખર ઊંઘવું છે એ લાખ ઉપાયો છતાં ઊંઘી શકતા નથી તેના માટે કેટલીક મહત્વની tips જોઈએ:

  • હળવી કસરતો સૂતી વખતે કરવી.
  • રોજ નિયત સમયે પથારીમાં સુવાની આદત પાડવાથી એ જ સમયગાળા દરમિયાન ઊંઘ આવવાની પ્રકિયા કોઈપણ પ્રકારના પ્રયાસ વગર શરૂ થઈ જાય છે.
  • સંશોઘકો કહે છે કે ઊંઘવાના સમયથી એક કલાક પહેલાં મગજમાંથી કોઈપણ પ્રકારની સમસ્યાઓ અને ચિંતાઓને હાંકી કાઢવાથી ઊંઘનું આગમન સરળ બને છે.
  • ટી.વી.ની સીરિયલ જોવી, લેપટોપ પર કામ કરવું, વોટસએપ, FB, ટ્વિટર વગેરે મગજને અતિસક્રિય રાખે છે.એ બધી પ્રવૃત્તિઓને દિવસની દિનચર્યાનો ભાગ રાખી રાત્રે હળવું સંગીત –soothing music સાંભળવું,
  • પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી અને માથામાં oil massage કરવાથી.
  • અશ્વગંઘા ક્ષીરપાક: અશ્વગંઘા નામનું પ્રચલિત herb, સોમ્નીફેરમ નામનું ઊંઘ લાવનારું તત્વ ઘરાવે છે એ બધાને ખબર નથી. એક કપ દૂઘ, એક કપ પાણી અડધી ચમચી અશ્વગંધા ચૂર્ણ ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય પછી એક ચમચી ખાંડ નાંખીને ઉકાળવું પાણીનો ભાગ બળી જાય પછી ગાળીને રાત્રે સૂતી વખતે લેવું. એમાં એક ચપટી ગંઠોડા ચૂર્ણ ઉમેરી શકાય. લાંબા સમય સુધી આ ઉપચાર કરવા છતાં કોઈ side effects થતી નથી કે ટેવ પડતી નથી.
  • સેરોટોનિલ નામનું તત્વ કાર્બોદિત આહાર- Carbohydrates માંથી મળે છે ઘી વાળી ખીચડી, ચોખાની ખીર, આઇસ્ક્રીમ ખાવાપ ઝડપથી ઊંઘ આવે છે.
  • રોમાન્સ અને સેકસ કુદરતી ઊંઘવાળી ગોળાઓ જેવું જ કામ કરે છે

અંતે:

ઊંઘ પર રીસર્ચ કરનારા વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે માને છે કે ઊંઘ લાવનારી ગોળીઓનું નિયમિત સેવન કરવાથી આ ગોળીઓ જ અનિદાના વિષવૃક્ષનું કારણ બને છે

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્ - aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate