હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / આરોગ્યમ્ / ગ્રીષ્મનું અમૃતફળ સક્કર ટેટી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગ્રીષ્મનું અમૃતફળ સક્કર ટેટી

ગ્રીષ્મનું અમૃતફળ સક્કર ટેટી સ્વાદ સાથે શારીરિક ફાયદાની પેટી

આપણે ત્યાં દરેક ઋતુની અનેક વિશેષતાઓ હોય છે. પ્રત્યેક ઋતુમાં વિવિધ ફળોની પણ વિશેષતાઓ હોય છે. મોસમી ફળોનો આસ્વાદ ની લિજ્જતની સાથે આરોગ્યની લહેજત પણ લઇને આવે છે. ઉનાળામાં કેરી, તડબૂચ(કલિંગર), સક્કર ટેટી, લીચી, ચીકુ વગેરેની સાથે શેરડીનો રસ, લીંબુ સહિતનાં વિવિધ શરબતો, બરફના ગોળા, આઇસક્રીમ, ફાલુદા, લસ્સી અને છાશ વગેરેનું ધૂમ માર્કેટ જામતું હોય છે. શરીર અને મનને ઠંડક આપતાં આ ફળો-શરબતોમાં સક્કર ટેટીનું સ્થાન અનોખું છે. મૂળે તો આ ફળ ટેટી કહેવાય છે, પણ એમાં સાકર જેવી મીઠાશ હોવાને કારણે તેને સક્કર ટેટી કહે છે.તે માત્ર સ્વાદ ખાતર જ ખાવાને બદલે શારીરિક ફાયદાઓને કારણે પણ ખાસ તો ઉનાળામાં તેનું સેવન કરવું જોઇએ. બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે.
બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે સક્કર ટેટીનો પલ્પ માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું કામ કરે છે.

આંખની સંભાળ:

આંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે. તેને Age related Macular Degeneration કહે છે. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે. દિવસમાં બેથી ત્રણવાર સક્કર ટેટી ખાવાથી આંખનો આ ઘસારો થતો અટકે છે. જો કે આ પ્રકારનો ઉપચાર કરતાં પહેલાં નિષ્ણાતોનો અભિપ્રાય લેવો જરૂરી છે.

અસ્થમા:

રોજિંદા આહારમાં સક્કર ટેટીનો ઉપયોગ કરનારાઓને અસ્થમા થવાની શક્યતા ઓછી રહે છે. સક્કર ટેટીમાં પ્રચૂર માત્રામાં રહેલું બીટા-કેરોટીન અને વિટામીન–સી અસ્થમા સામે રક્ષકરૂપ રહે છે.

બ્લડ પ્રેસર:

પોટેશિયમ વિટામીન-સી ને કોલાઇન નામનું તત્વ સક્કર ટેટીમાં રહેલું હોવાથી તે હૃદયને લગતી અનેક તકલીફોમાં ઉપયોગી રહે છે. ખાસ કરીને બ્લડ પ્રેસરની સારવારમાં મોટા ભાગના ડોક્ટરોનું મંતવ્ય હોય છે કે બ્લડ પ્રેસરમાં સોડિયમ એટલે કે મીઠું ખાવાનું પ્રમાણ ઓછું કરવું. પરંતુ તેની સામે પોટેશિયમનું લેવલ મેન્ટેન કરવું પણ એટલું જ જરૂરી હોય છે. પોટેશિયમની પૂરતી માત્રાથી સ્ટોકનું રિસ્ક પણ ઘટે છે. અતિશય દુબળા પડેલા દર્દીઓને તે શક્તિ પૂરી પાડે છે. એટલું જ નહીં પણ પથરી બનવાની પ્રક્રિયાને પણ સક્કર ટેટી ધીમી પાડે છે.

પાચનતંત્ર :

સક્કર ટેટી રેસાયુક્ત અને પાણીયુક્ત હોવાથી પાચનતંત્ર સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે વ્યક્તિઓને કબજિયાત રહેતી હોય, તેમણે પણ સક્કર ટેટી ખાવી જોઇએ.

સોજા:

સક્કર ટેટીમાં કોલાઇન નામનું તત્વ રહેલું હોય છે, જે ઊંઘ, સ્નાયુના હલનચલન, યાદશક્તિ વગેરે શારીરિક કાર્યોમાં મદદ કરે છે. કોલાઇન એ આપણા શરીરના કોષોની મેબ્રેનના બંધારણના નિયમનમાં મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત તે ચેતાતંત્રમાં પસાર થતા Impulsesની ગતિનું નિયમન કરે છે. વધારાની ચરબીનું શોષણ કરે છે તેમજ Chronic inflammation- સોજા વખતની બળતરાને પણ ઘટાડે છે.

વાળ અને ત્વચા:

માત્ર ક કપ જેટલી માત્રામાં સક્કર ટેટી કે તેનો પ્રવાહી રસ (પલ્પ) ખાઇએ તો તેમાં ભરપૂર માત્રામાં રહેલું વિટામીન-સી આપણા શરીરની આકા દિવસની ૯૦ ટકા જરૂરિયાતોને સંતોષે છે. સક્કર ટેટીનો પલ્પ માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું કામ કરે છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com
2.80952380952
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top